છોકરાઓ માતા-પિતાને કહ્યા વિના ઘરેથી ભાગી કેમજાય છે?

16:51 Posted by Chandsar
જયારે ભૌતિક સુખ સગવડતાવાળા ઘરની છોકરીઓ જીવનથી કંટાળીને ભાગી જાય છે. એ જ રીતે ગરીબ ઘરની છોકરીઓ જીવનના અભાવોથી પરેશાન થઇને સુખ-સગવડથી સંપન્ન જીવનના સ્વપ્નો જોવા માટે ભાગી જાય છે.

છોકરીઓના ઘરેથી ભાગી જવાના કિસ્સા આપણને આજકાલ સાંભળવા મળે છે. જેમાં મોટાભાગે ભાગનાર છોકરીની ઉંમર ૧પ થી ૧૭ વર્ષ કરતાં વધારે હોતી નથી.

એટલે મોટા ભાગે કિશોરવયની છોકરીઓ જ હોય છે. ભાગી તો છોકરાઓ પણ જાય છે. પરંતુ આપણા સમાજમાં છોકરીઓનું ભાગી જવું એક કલંક લેખાય છે.

એને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવે છે. મોટા ભાગના માબાપ તો ફરી એ છોકરીને સ્વીકારતા પણ અચકાય છે. આવામાં આ છોકરીઓ આવારા બની જતી હોય છે કે પણ આત્મહત્યા કરી લેતી હોય છે. અલકા એક સુખી કુટુંબની
છોકરી હતી, ઘરમાં માતા-પિતાના કડક વર્તનથી ત્રાસી ગઇ હતી. ઘરમાં પણ કોઇ પુરુષ સાથે વાત કરવાની એને છૂટ ન હતી. આ દરમ્યાન એને એની બહેનપણીના બેકાર ભાઇને મળવાનું થયું, એ એની સાથે પ્રેમમાં ફસાઇને, ઘરમાંથી પૈસા-દાગીના લઇને ભાગી નીકળી. એક મંદિરમાં લગ્ન કરી લીધાં અને હનીમુન માટે કાશ્મીર ગઇ.

એક દિવસ હોટલના એક રૂમમાં અલકા સૂતી રહી ગઇ, અને એનો એ કહેવાતો પતિ દાગીના અને પૈસા લઇને ભાગી ગયો. કોઇપણ રીતે એ ઘરે પહોચી તો એના ઘરવાળાઓએ એનો સ્વીકાર ન કર્યો. અને પોતાના માતા-પિતાને ત્યાં પણ એને આકરા વેણ સાંભળવા પડ્યા, અને પછી ચારે બાજુથી હતાશા મળતાં છેવટે તેણે આત્મહત્યા કરી લીધી.

આ જ રીતે જયારે સપનાએ બારમા ધોરણની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, તો એના સુખી-સંપન્ન માતા-પિતાએ એને ગાડી ભેટ આપી, ગાડી શિખવાડવા એક ડ્રાઇવર રાખવામાં આવ્યો. ડ્રાઇવર યુવાન અને દેખાવડો હતો. એક દિવસ
સપના ડ્રાઇવર સાથે ભાગી નીકળી અને એની સાથે લગ્ન કરી લીધા.

માતા-પિતાને આઘાત લાગ્યો એ તો એક જુદી વાત, પણ પેલા ડ્રાઇવર પતિ સાથે સપનાનો તાલમેલ ના બેઠો, શારીરિક આકર્ષણ ખતમ થતાં જ સપનાને પોતાની ભૂલ તો સમજાઇ, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. હવે તો એનું જીવન ત્રાસદાયી બની ગયું.

પ્રેમજાળમાં ફસાઇને ભાગનાર છોકરીઓ મોટા ભાગે એવા કુટુંબોની હોય છે, જયાં એમના પર સખત નજર રાખવામાં આવે છે, જેમના પર ખૂબ જ પ્રતિબંધ હોય છે કે એવી છોકરીઓ જેને ખૂબ છૂટ આપવામાં આવી હોય છે. સખત બદોબસ્તમાં રાખવામાં આવતી છોકરીઓ વાસ્તવમાં રાહત શોધતી હોય છે અને મોકો મળતાં જ ભાગી નીકળે છે.

જવાહરલાલ નહેરૂ યુનિર્વિસટીના સમાજશાસ્ત્રી ડો. મૈત્રેયી ચૌધરીનું કહેવું છે કે ભાગનારી છોકરીઓની આ રીતે એમના માતા-પિતા સામેનો આ વિદ્રોહ હોય છે. વાલી એમની દીકરી પર સખતાઇ એટલા માટે રાખે છે કે તેને પારકા ઘેર મોકલવાની છે, કદાચ કંલ ગરબડ થઇ ગઇ તો સમાજ એમને શું કહેશે ?

આજે આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકયા છીએ તો પણ આપણા સમાજમાં એવા કુટુંબો આજે પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જયાં છોકરા-છોકરીનો ભેદ રખાતો હોય છે. ડો. રામમનોહર લોહિયા હોસ્પિટલના માનસિક વિભાગના
અધ્યક્ષ અને પરામર્શક ડો. નીના બોહરા કહે છે કે આપણા ભારતીય સામાજિક કુટુંબ વ્યવસ્થામાં એવા ઘણા કુટુંબો જોવા મળે છે, જયાં માતા-પિતા છોકરાને તો દરેક જાતની છૂટ છાટ આપે છે. પણ છોકરી પર અંકુશ રાખે છે. પરંતુ આજે ટેલિવિઝન, કેબલ અને બીજા સંચાર માધ્યમોના કારણે છોકરીઓમાં ઘણી જાગાૃતતા આવી ગઇ છે. જે ઘરોમાં
છોકરા-છોકરીઓમાં ભેદભાવ રાખવામાં આવે છે, એ ઘરની છોકરીઓમાં હીનભાવના આવી જાય છે.

જેના કારણે એમનામાં પોતાના કુટુંબ પ્રત્યે સખત નફરત થાય છે. આવી સ્થિતિમાં કોઇ છોકરી કંઇક બનવાની ખ્વાઇશ અને પોતાના પગ પર ઊભા રહેવાની ઇચ્છાના કારણે પણ ઘરેથી ભાગી નીકળે છે. હકીકતમાં નાની ઉંમરમાં ભાગવાવાળી છોકરીઓને પ્રોત્સાહિત કરવાનું કામ આપણી પ્રણય ત્રિકોણવાળી ફિલ્મો કરતી હોય છે.

જો આપણે ફિલ્મો પર નજર નાંખીએ તો જોવા મળશે કે નવી જૂની પ્રણય ત્રિકોણ ફિલ્મોની એક લાંબી લાઇન છે, જેમ કે બોબી, લવસ્ટોરી, કયામત સે કયામત તક વગેરે આવી ફિલ્મોમાં હીરોહીરોઇનનું ઘરથી ભાગવું એ કંઇક એવી રીતે બતાવાયું છે કે જેમ પોતાની વાત મનાવવા માટે ઘરથી ભાગવું ખૂબ જ બહાદુરી અને કાબેલીયતનું કામ છે.

આવી ફિલ્મો છોકરા-છોકરીઓના મન પર ઉંડી અસર કરે છે, અને જયારે જીવનની વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે
તેઓ ભડકી ઊઠે છે. જયારે ભૌતિક સુખ સગવડતા ઘરની છોકરીઓ જીવનથી કંટાળીને ભાગી જાય છે. એ જ રીતે ગરીબ ઘરની છોકરીઓ જીવનના અભાવોથી પરેશાન થઇને સુખ-સગવડથી સંપન્ન જીવનના સ્વપ્નો જોવા માટે ભાગી જાય છે.

કોઠા પર કામ કરતી એક યુવતી શમીમનું કહેવું છે કે, મારા મા-બાપ બાળપણથી અવસાન પામ્યા હતા,ભાઇ-બહેન નાના હતા, ઘરનું બધું જ કામ કર્યા પવી પણ ધરાઇને ખાવાનું નહોતું મળતું. કાકીનાં મેણાંટાણા પણ સાંભળવા પડતા હતાં.

એક દિવસ એક પડોશણ સ્ત્રીએ મને કહ્યું કે જો તારી ઇચ્છા હોય તો તને નોકરી અપાવી દઉં, એની મરજી પ્રમાણે શમીમ ચૂપચાપ ઘરેથી ભાગી નીકળી, આજે તે સ્વીકારે છે કે પોતે એક બદનામ લોકો અને ખરાબ ધંધા સાથે જોડાયેલી છે. પણ મને એનું દુઃખ નથી કારણ મ માણસોના ખૂબ જ ડરામણા અને ભયંકર બિહામણા રૂપ જોયા છે.

જોવામાં આવ્યું છે કે, ભલે છોકરીઓના ભાગવાની પાછળ કારણ અને ઊદ્દેશ અલગ-અલગ બનાવોમાં અલગ અલગ હોય છે.

પણ એ બનાવોની ઊદ્દેશ પ્રાપ્તિમાં સફળ ઘણા ઓછા લોકો થાય છે. કેટલીક છોકરીઓ છોકરાઓની પ્રેમજાળમાં ફસાઇને ભાગે છે. તો કેટલી ઘરમાંનુ કડક વલણમાંથી કંટાળીને મુકિત મેળવવા માટે અને સ્વાવલંબી બનવા માટે ભાગે છે.

સુખી કુટુંબની છોકરીઓ પશ્ચિમના સસ્તા સાહિત્યના થિ્રલ એકસાઇટમેન્ટ અને એડવેન્ચરનું વિદેશી સ્વરૂપ મગજમાં રાખીને થોડા સમયમાં, નાની ઉંમરમાં ઘણું બધું જાણવા-મેળવવાની ઇચ્છાઓમાં ઘરેથી ભાગી નીકળે છે.

પ્રશ્ન એ થાય છે કે ભાગી ગયા પછી જયારે છોકરી ઘરે પાછી આવે છે તો એનો સ્વીકાર કરવો જોઇએ કે રખડું જદગી જીવવા માટે રઝળતી મૂકી દેવી જોઇએ ? આ માટે મનોચિકિત્સમ ડો.નીના બોહરા કહે છેક ેજયારે આવી છોકરી ઘરે પાછી આવે છે તો તે આમે હતાશ અને માનસિક ત્રાસ ભોગવી રહી હોય છે.

મા-બાપે એનો સ્વીકાર કરવો જોઇએ. એ માટે સારું એ રહેશે કે કોઇ નજદીકના સગાને ત્યાં મોકલી આપે,જેથી એ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી શકે.