બાપુના પોરબંદરનો ઇતિહાસ, સરમણ મુંજાના નામથી ધ્રુજતુ કાઠિયાવાડ!

12:47 Posted by Chandsar
વન્સ અપોન અ ટાઇમ ઇન પોરબંદર
- ગુજરાતભરની માફિયા-મિજાજની ગેંગની વાત કરવી હોય ત્યારે અનિવાર્યપણે પોરબંદરના સરમણ મુંજા જાડેજાનો ઉલ્લેખ કરવો પડે. દાઉદ, છોટા શકીલ, અરુણ ગવળી... મુંબઈની ગેંગ અને ગેંગસ્ટરો વિશે તો સતત લખાતું-ચર્ચાતું રહે છે, પણ ગુજરાતની ગેંગ વિશે તમે કેટલું જાણો છો? મુંબઈની કુખ્યાત બારગર્લ તરન્નુમ વિશે અખબારો-મેગેઝિનો પાનાં ભરી ભરીને લખી રહ્યાં ને ટીવી ચેનલો લાંબી લાંબી ન્યૂઝ આઇટમો બતાવી રહી હતી ત્યારે મુંબઈની જ રજની નામની બારગર્લનું નામ પણ ઊપસ્યું હતું. ભાવનગરનો બદનામ સંતોષ સોંડા ગેંગનો એક સદસ્ય બે- વોચનામના બારની આ ડાન્સરનો આશિક બન્યો હતો અને પોલીસ તેની પૂછપરછ માટે મુંબઈ રવાના થવાની હતી એવી વાતો બહાર આવી હતી. બેશક આ બાબતે ગુજરાતમાં સૌથી વધુ બદનામ પોરબંદર ગણાય છે. એંસીના દાયકામાં પોરબંદરમાં આંગળીના વેઢે ગણાય એટલા, પણ જમીન-મકાનની દલાલી કરનારા દલાલો કે તેની કાયદેસર ગણાય તેવી ઓફિસો નહોતી. કારણ? કોઈ માથાભારે ગેંગ કે તેનો મળતિયો ખરીદવા પહોંચી જાય અને પછી એ મકાન એ ગેંગ કે તેનો માથાભારે માણસ માગે તે કિંમતે જ વેચી દેવું પડતું હતું. આ જલવો પોરબંદરમાં વર્ષો સુધી રહ્યો. અલબત્ત, છેલ્લાં દસ-પંદર વરસમાં ઘણો સુધારો થયો છે, પણ આખા ગુજરાતમાં સૌથી વધારે ગેંગવોર માટે આજે પણ મહાત્મા ગાંધીનું પોરબંદર નંબર વન પર છે. ગુજરાતભરની માફિયા-મિજાજની ગેંગની વાત કરવી હોય ત્યારે અનિવાર્યપણે પોરબંદરના સરમણ મુંજા જાડેજાનો ઉલ્લેખ કરવો પડે. સરમણ મુંજાની હત્યા થયાને વીસથી વધુ વરસ થવા આવ્યાં છે, છતાં આજે પણ સરમણ મુંજા અને તેના જાડેજા પરિવારની પોરબંદર જ નહીં, આખા સૌરાષ્ટ્ર પર આણ વરતાય છે. પોરબંદરે અત્યાર સુધીમાં એકાદ ડઝનથી પણ વધારે ગેંગ અને તેના 'રોટલિયા’ જોયા છે. જેમાં રામા નિરાશી, સરમણ મુંજા, તેનો ભાઈ ભૂરા મુંજા, સરમણનાં પત્ની સંતોક જાડેજા, નારણ સુધા, નારણ મેપા, ગોવિંદ ટીટી, જશુ ગગન શિયાળ, ઇકુ ગગન શિયાળ, ભોજા કાનામેર, મમુમિયાં પંજુમિયાં, ભીમા દુલા ઓડેદરા... જેવાં કેટલાંય નામોનો સમાવેશ થાય છે. માફિયાગીરીનું આ વિષચક્ર કેવી રીતે શરૂ થયેલું એ પણ ટૂંકમાં જાણવું જરૂરી છે. ૧૯૬૦ના અરસામાં પોરબંદરમાં વાઘેરોની દાદાગીરી બહુ ચાલતી હતી. તેને નાથવા માટે પોરબંદરના એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિએ પોતાની ફેક્ટરીમાં ઘેડ અને કુતિયાણા પંથકના મેરને રાખ્યા. તેમાં કોટડાના રામા ગીગા નિરાશી પણ હતા. અહેવાલની વધુ વિગત વાંચવા ફોટ બદલો..
 

રામા નિરાશીને વાઘેરો સાથેદુશ્મની થયેલી અને તેમાં તેના ભાઈ ભીમા ગીગાની હત્યા થઈ.

'અમારા નામે ઘણાએ ચરી ખાધું છે’ એવું તો ભૂતકાળમાં સરમણના ભાઈ ભૂરા મુંજા જાડેજા મને કહી ચૂક્યા છે. ૧૯૮૬માં સરમણ મુંજાની હત્યા થઈ ગઈ ત્યાં સુધીમાં પોરબંદરની માફિયા-આલમમાં સોફિસ્ટિકેશન પ્રવેશી ચૂક્યું હતું. ભૂરા મુંજા એ વખતે લંડન હતો. તેણે પોરબંદર આવીને ભાઈના કામધંધા સંભાળવાની જવાબદારી નિભાવી, પણ એ દરમિયાન જ સંતોકબહેન જાડેજા સાથે વિખવાદ થતાં તેણે પોતાનું સ્વતંત્ર કામ શરૂ કર્યું હતું. એક સમયે ભૂરા મુંજાના પાર્ટનર પછી ભાણેજવર અને ત્યાર બાદ દુશ્મન બનેલા ભોજા કાનાએ ૧૯૯૬માં મને આપેલી કેફિયતમાં જાડેજા પરિવાર વિશે કહેલું કે, 'આ લોકોના પરિવારમાં મેં એક ખાસ વાત જોઈ છે એ કે લોકો બહાર બાઝવાનું બંધ કરે તો ઘરમાં ઝઘડા ચાલુ થઈ જાય છે. ઘરમાં સમાધાન થાય તો બહાર લડાઈ શરૂ થઈ જાય છે.’

પોરબંદર પોલીસના રેર્કોડમાં ભોજા કાના મેર પણ એક ગેંગસ્ટર તરીકે નોધાયેલો છે. ૧૯૯પમાં તેની પર ટાડા લાગેલો અને ૨૭૨ દિવસની જેલ થઈ હતી. પોરબંદરની મેર ગેંગની એ લાક્ષણિકતા રહી છે કે જ છૂટો પડે તે પોતાની ગેંગ બનાવી લે અને લાઇમસ્ટોન કે ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવી દે. સંતોકબહેન અને તેમના પુત્રોએ બળજબરીથી રાજકોટમાં મકાન ખાલી કરાવ્યાના એકથી વધુ કિસ્સા ચર્ચામાં છે. આવી સ્થાવર મિલકતનું કામ મોટા ભાગે રોટલિયાઓ મારફત થતું હોય છે. આ રોટલિયા શબ્દ પણ પોરબંદરની માફિયા આલમની દેન છે. જે-તે ગેંગ માટે કામ કરતા માણસોને ઘરના રોટલા માટે દર મહિ‌ને બેથી પાંચ હજારની રકમ ચૂકવાતી હોય છે તેના પરથી તેમને રોટલિયા નામ મળ્યું છે.
 

પોરબંદરમાં ભીમા દુલા ઓડેદરાની ગેંગ પણ ભારે સક્રિય હોવાનું માનવામાં આવે છે. આ શ્રીમાન કુતિયાણા-રાણાવાવના ભાજપી ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો ભાઈ થાય છે અને એક ખૂનકેસમાં ફરાર હતો. મેર ગેંગની સામે પોરબંદરમાં (દાણચોર મમુમિયાં પંજુમિયાં અત્યારે પોલીસના કબજામાં છે) નારણ મેપા, નારણ સુધા, ગોવિંદ ટીટી, જશુ ગગન શિયાળ અને માથાભારે ખારવાઓની ગેંગ પણ એક જમાનામાં ખાસ્સી ચર્ચાસ્પદ હતી, પણ ગોવિંદ ટીટી અને જશુ ગગન શિયાળના એન્કાઉન્ટર પછી તેનાં વળતાં પાણી થયાં હતાં. પોરબંદરના એક જાણકાર કહે છે કે જૂની ખારવા ગેંગવાળા તો મોટા ભાગે સુધરી ગયા છે અને માછીમારી તેમ જ આઇસ ફેક્ટરીના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા છે, પણ હજુ જશુ ગગન શિયાળના ભાઈ ઇકુ ગગન શિયાળનું પોરબંદર પોર્ટ પર વર્ચસ્વ છે. પોર્ટનાં તમામ કામોમાં ઇકુ ગગનનું ધાર્યું વધારે થતું હોવાનું કહેવાય છે.


એ પછી વેરનો સિલસિલો શરૂ થયો અને ધીમે ધીમે સરમણ મુંજા જાડેજા ડોન બની ગયો હતો. અલબત્ત, સરમણ મુંજા દેશી ડોન હતો અને માગીને બીડી પીતો હતો, પણ તેની ધાક અને પરાક્રમો એટલાં મોટાં હતાં કે તેના નામ માત્રથી કામ થઈ જતાં.સરમણ મુંજા વિશેની એક લોકવાયકા જાણવા જેવી છે. એક વખત એક ટપોરી ચીલઝડપ કરીને ભાગતો હતો ત્યારે સરમણ મુંજાએ તેને પકડી લીધો. પેલાએ છૂટવાનાં ઝાવાં નાખતાં સરમણ મુંજાને ધમકાવેલો કે મને છોડી દે, હું સરમણ મુંજાનો માણસ છું