Showing posts with label લોખંડી પુરુષ. Show all posts
Showing posts with label લોખંડી પુરુષ. Show all posts

સરદાર પટેલના ‘મોટા ભાઇ’ વિઠ્ઠલભાઇ પટેલ.

11:12 Posted by Chandsar

દેશની આઝાદી પ્રાપ્‍ત કરવા માટે જે મહાનુભાવોએ પ્રબળ નેતૃત્‍વ પૂરું પાડ્યું છે અને અથાગ પુરષાર્થ કર્યો છે તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્‍લભભાઇના નામો અગ્રસ્‍થાને છે.
સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ અને વકીલ તરીકેની ઉજ્જવળ કારકીર્દી ધરાવનાર વિઠ્ઠલભાઇનો જન્‍મ તેમના મોસાળ નડિયાદ ખાતે ૧૮૭૩ ની ૨૭મી સપ્‍ટેમ્‍બરે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું હતું. કરમસદમાં માધ્‍યમિક શાળા નહિ હોવાથી હાઇસ્‍કૂલનો અભ્‍યાસ નડિયાદ જઇને કર્યો.

તેઓ ૧૯૦૮માં બેરિસ્ટર બન્યા. ભારત પાછા ફર્યા. ૧૯૧રમાં મુંબઇ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા઼ ૧૯રપથી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ બન્યા. સને ૧૯૩૦માં આઝાદીના જંગમાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે જોડાયા. તેઓની મુસદ્દીગીરી ભારતભરમાં વખણાતી. 
વિઠ્ઠલભાઇ પટેલની મુખ્ય ખ્યાતિ એક રાજકીય નેતા, સતત પ્રશ્નો પૂછીને-પ્રશ્નો ઊભા કરીને સરકારને અકળાવનારા-મૂંઝવણમાં મૂકનારા વિદ્વાન સાંસદ અને પક્ષાપક્ષીથી પર રહીને અઘ્યક્ષપણું દીપાવનારા અઘ્યક્ષ તરીકેની રહી હતી. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે ૧૯૧૬માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી ૧૯૧૭માં મુંબઇ ધારાસભામાં એ ખરડો રજૂ થયો હતો.
‘લીવ ઇન રિલેશનશીપ’ને માન્યતા આપીને, ‘પાર્ટનર’ને પત્ની તરીકેના હક આપતા અત્યારના સમયમાં નવાઇ લાગે, પણ એ વખતે એક કાયદાકીય જોગવાઇ એવી હતી કે હિંદુ લગ્નમાં પતિ-પત્ની બન્ને જુદી જુદી જ્ઞાતિનાં હોય તો એ લગ્ન કાયદેસર ગણાય નહીં. તેને કારણે આંતરજ્ઞાતિય લગ્ન પછી છૂટાછેડાનો વારો આવે ત્યારે પત્નીને ઘણું વેઠવું પડતું. ખાધાખોરાકી કે બીજા કોઇ હક મળતા નહીં. સ્ત્રીઓને અન્યાય કરતા આ કાયદામાં સુધારો કરવા માટે વિઠ્ઠલભાઇ પટેલએ તેમાં સુધારો કરવાની ઝુંબેશ ઉપાડી હતી.
 કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે ૧૯૧૮માં ચૂંટાયા ત્યારે ૧૯૧૯માં પૂછાયેલા કુલ ૩૧૪ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નો વિઠ્ઠલભાઇના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઇ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું. કેન્દ્રિય ધારાસભાના અઘ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર- ૧૯૨૫માં અને ૧૯૨૭માં- ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઇએ.
 
એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઇની ઘણી સેવા કરી. ઓક્ટોબર ૨૨, ૧૯૩૩ના રોજ તેમનું અવસાન થયા પછી વિઠ્ઠલભાઇનો દેહ ભારત લવાયો. તેમના અંતીમ સંસ્કાર (લોકમાન્ય ટિળકની જેમ) ચોપાટી પર કરવા અંગે અને તેમના વસિયતનામા અંગે અપ્રિય વિવાદ થયા. મુંબઇ સરકારે ચોપાટી પર અગ્નિદાહની પરવાનગી ન આપી, પણ દરિયાની સામે (ભારતીય વિદ્યાભવનથી થોડે આગળ) વિઠ્ઠલભાઇની પ્રતિમા હજુ ઊભી છે. એ કેમ ઊભી છે એની ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકોને ખબર નથી અને જાણવાની ફુરસદ પણ નથી એ જુદી વાત છે.

Photos of Sardarpatel

11:07 Posted by Chandsar
...

શ્રી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના ઐતિહાસિક વિધાનો

10:48 Posted by Chandsar


  • હિઁદુસ્તાનનુઁ દુ:ખ આગેવાનના અભાવનુઁ નથી, આગેવાનો અનેક થઇ પડ્યાનુઁ છે, સિપાઇગીરીના અભાવનુઁ છે.

  • લોઢુઁ ગરમ જોઇએ, પણ હથોડાએ તો ઠઁડા જ રહેવુઁ જોઇએ. હથોડો ગરમ થઇ જાય તો પોતાનો જ હાથો બાળે.

  • હુઁ નાતજાતને ભુલી ગયેલો માણસ છુઁ. આખુઁ હિઁદુસ્તાન મારુઁ ગામ છે, અઢારે વરણ મારાઁ ભાઇભાઁડુ છે.

  • બાળપણમાઁ આપણુઁ ગઁદુઁ આપણી મા સાફ કરતી. એ જ રીતે હરિજનો આપણી માતાનુઁ કામ કરે છે.
  • તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાઁ રાખીને તમે પોતે જ અર્ધાઁગવાયુથી પીડાઓ છો? એ સ્ત્રીઓ કોણ છે? તમારી મા,બહેન,પત્ની. તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવાઁ રહ્યાઁ છો.

  • લાયક ઉઁમરનાઁ છોકરા-છોકરીઓ પોતાની ઈચ્છામાઁ આવે ત્યાઁ લગ્ન કરે ત્યાઁ મા- બાપ આડે આવે તે અત્યાચાર ગણાય.

  • લાઁબો વખત આરામ લઇને એકલુઁ શરીર સાચવ સાચવ કર્યા કરવુઁ, તેના કરતાઁ કામ કરતાઁ કરતાઁ થોડાઁ વરસ વહેલાઁ મરી જવાય તોય શુઁ ખોટુઁ?

  • નબળાનુઁ રક્ષણ કરવુઁ, એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનુઁ રક્ષણ કરી શકે છે, પણ જો નબળાનુઁ રક્ષણ રાજ્ય ન કરે તો બીજુઁ કોણ કરે?

  • વિરુધ્ધ વિચારનો પક્ષ જેમ નાનો હોય, તેમ તે પક્ષને વધારે વિનયથી સાઁભળવાની જરુર છે.

  • ઘણા માને છે કે મેઁ જે કર્યુઁ તે મહાત્માજીથી ન થાત, પણ મારામાઁ મહાત્માજીનો એક હજારમો અઁશ પણ હોત, તો મેઁ જે કઁઇ કર્યુ છે તેનાથી દશ ગણુઁ કરી દેખાડત.

  • આપણે જે બોલીએ, તેમાઁ બળ હોવુઁ જોઇએ. ખાલી નિઁદા કરવાથી કાઁઇ વળે નહીઁ. કેવળ નિઁદાથી હાર્યો હોય એવા દુશ્મનનો એક્કે દાખલો જગતમાઁ નથી. નિઁદાથી તો સામાવાળો નફફ્ટ થાય.

  • જે ખેડુત મુશળધાર વરસાદમાઁ કામ કરે, ટાઢ-તડકા વેઠે, મારકણા બળદ સાથે કામ લે, તેને ડર કોનો?       
  • “(હિન્દુઓને) ભૂતકાળને ભુલી જાઓ, કારણ કે એ જ મર્દનો ગુણ છે.
  •  
  •  જેમને અલગ પ્રતિનિધિત્વ જોઈતુ હોય એમને માટે અહીં કોઈ સ્થાન નથી. જો કોઈ જાતિ એમ સમજતી હોય કે જે દેશમાં એ જીવી રહી છે એ દેશથી જુદું એમનું ભવિષ્ય છે તો એ મોટી ભૂલ છે. મુસ્લિમોના એક સાચા મિત્ર તરીકે હું કહું છું કે બીજાઓની સાથે તમારે એક જ વહાણમાં પ્રવાસ કરવાનો છે, બીજાઓની સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. તમે એક જ ઘોડો નક્કી કરો, જે તમને સારો લાગે હિન્દુસ્તાન કે પાકિસ્તાન…! મિત્રો બનાવો. હવામાનને બદલો. તો તમને તમારા ક્વોટા કરતાં ઘણું વધારે મળશે. જો તમે બીજાઓની જેમ જ દેશને માટે ફિલ કરશો તો….”


    ’મારો અહીં હોવાનો શું અર્થ છે? ગાંધીજી તો દુનિયાભરમાં હિંદુઓનું નામ વગોવવા બેઠા લાગે છે….’

    ’આંખમાં ખુમારી આવવા દો, ને ન્યાયને ખાતર, ને અન્યાયની સામે લડતા શીખો’


    ’લાંબો વખત આરામ લઈ એકલું શરીર જ સાચવ સાચવ કર્યા કરવું એના કરતાં કામ કરતાં કરતાં થોડાં વર્ષ વહેલા મરી જવાય તો શું થયું?’


    “તમે ડરી ડરીને સુંવાળા થઈ ગયા છો. તમને તકરાર-ટંટો આવડતા નથી, એ ગુણ છે. તેથી અન્યાયની સામે થવાની ચીડ પણ આપણામાં ન રહે એવા સુંવાળા ન થઈ જવું જોઈએ. તમારી શાકાહારી જ તમને નડી છે. માટે આંખમાં ખુમારી આવવા દો, ને ન્યાયને ખાતર, ને અન્યાયની સામે લડતા શીખો.”
     

    “મારો અહીં હોવાનો શું અર્થ છે? ગાંધીજી તો મારી વાત પણ સાંભળવા તૈયાર નથી. દુનિયાભરમાં હિંદુઓનું નામ વગોવવા બેઠા લાગે છે….” (જાન્યુઆરી 12, 1948ના દિવસે… જ્યારે ગાંધીજી પાકિસ્તાનના પૈસા માટે ઉપવાસ પર બેઠેલા)

    “એમના ચહેરા પર એ જ હંમેશાના ક્ષમાભાવ હતા. ક્યાંય ગુસ્સો ન હતો, નફરત ન હતી. એ જ પ્રેમ અને ક્ષમા હતા ચહેરા પર, જે આપણે જીવનભર જોયા છે.” (ગાંધીજીના મૃતદેહ અંગે)

    “કમર તૂટી જાય એટલો બોજ પડ્યો છે. પણ આ ક્ષણે રડી પડવાથી નહીં ચાલે…આપણે માટે શરમની વાત છે કે વિશ્વના સૌથી મહાન પુરુષને એની જિંદગી આપી દેવી પડી છે એ માટે જે આપણે કર્યા છે. એ જીવતા હતા ત્યારે આપણે એમનું અનુસરણ કર્યુ નહીં, હવે એ અવસાન પામ્યા છે ત્યારે તો આપણે એમનુ અનુસરણ કરીએ…”(1948માં ગાંધીજીની હત્યા બાદ રેડિયો પર)
     

    “કેટલાક કહે છે કે સરદાર મૂડીવાદીઓના હાથમાં છે. હું કોઈના હાથમાં નથી, કોઈ મને એના હાથમાં રાખી શકે નહીં. જે દિવસે મને લાગશે કે હું મૂડીવાદીઓ વિના ચલાવી શકું છું, હું એક સેકન્ડ પણ નહીં અચકાઉં… ઘણા કહે છે કે મારી પાસે બહુ પૈસા છે. જે લોકો એમ સમજે છે કે આવી વાતોથી મને ચલિત કરી શકાશે એમના ભાગ્યમાં માત્ર નિરાશા છે. વર્ષો પહેલા મેં મારી સંપતિ છોડી દીધી છે. જો કોઈ એમ કહે કે મારી પાસે સંપત્તિ છે તો હું એ એના નામ પર કરી દેવા તૈયાર છું. જો આપણી પાસે મૂડી હોય તો આપણે પણ મૂડીવાદી થવામાં વાંધો ન લઈએ. આપણી પાસે નથી માટે આપણે આક્રોશ કરીએ છીએ.” (ઓક્ટોબર 3, 1950ના દિવસે એક જાહેર પ્રવચનમાં)
     


    'હું કોઈના હાથમાં નથી, કોઈ મને એના હાથમાં રાખી શકે નહીં'

    “મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી…ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં, એટલે એ મુશ્કેલી ન હતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માગણી કરતાં ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તો તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી…”


    “હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડા ઈંધણ લાકડાં ભેગા કર્યા હતા અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી, મારો દરજ્જો બધુ જ તેમાં સ્વાહા કરી દીધું હતું.”(એક કોંગ્રીસી કાર્યકર્તાની તકલીફો સાંભળીને)
     

    “હિન્દુસ્તાનમાં હિન્દુનું નહીં, મુસલમાનનું પણ નહીં પણ હિન્દુસ્તાનીઓનું રાજ ચાલવું જોઈએ”
     
    “પ્રજાને સાચી સત્તા સોંપવામાં આવે તે જ રામરાજ્ય.”
         


    “ગટરમાં ગંગાજળના ચાર છાંટા નાખી દેવાથી ગટર થોડી પવિત્ર બને?”
     

    “સત્તામાં જેટલો મોહ અને ભયસ્થાનો છે તેટલા જ સેવાની સત્તામાં છે. પડવાનું જોખમ અને કાંટાળી પથારીમાં સુવાની વેદના પણ ખરી.”
     

    “ગામડાંઓને ટકાવી, સમૃદ્ધ બનાવીને જ ભારતનો વિકાસ થઈ શકશે. ખેડૂત સુખી તો જ દેશ સુખી હોઈ શકે.”
     
    “ગરમ લોઢાને ઘાટ આપનાર હથોડો અને તેનો હાથો તો ઠંડો જ હોવો જોઈએ. ગમે તેવી તકલીફમાં સ્વસ્થ રહેવું”


    “બધી ઉન્નતીની ચાવી જ સ્ત્રીની ઉન્નતીમાં છે. જીવનનો આ પ્રથમ અધ્યાય પૂરો કરો એટલે બાકીના અધ્યાય સુખદ જ રહેવાના.”
     

    “કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી માણસની માણસાઈ લઈ લે છે.”
     

    “તિજોરીમાંથી પેસી જશો તો પણ મરણથી છૂટાકારો નહીં મળે”

Statue of Unity Sardar Patel

10:46 Posted by Chandsar

ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરવા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્‍ય સ્‍મરણાંજલિ આપવા સરદાર વલ્લભભાઈ પટેલની  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'નું સરદાર સરોવર બંધ પાસે નિર્માણ થશે. 

સરદાર સરોવર બંધથી નીચાણવાસમાં ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુ બેટ પર તેનું નિર્માણ કરવામાં આવનાર છે.
સમગ્ર વિશ્વમાં અજોડ બની રહેનારી આ પ્રતિમાને યોગ્‍ય અને અત્‍યંત સાર્થક બની રહે તેનું નામ આપવામાં આવ્‍યું ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'' ૧૮ર મીટરની ઉંચાઇ સાથેની આ પ્રતિમા સમગ્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે. તે વિશ્વપ્રસિદ્ધ અમેરિકાની સ્‍વતંત્રતા દેવીની પ્રતિમા ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ લીબર્ટી''ની ઉંચાઇથી આશરે ત્રણ ગણી ઉંચાઇ ધરાવતી હશે.
ધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય આકર્ષણો: આ એક યાદગાર પ્રતિમા છે જેની સાથે દેશનો અજોડ ભૂતકાળ જોડાયેલો છે અને એક લોખંડી શક્તિનું પ્રતિક પણ છે. આથી આ સરદાર પટેલના જીવન પર આધારિત એક સંગ્રાહાલય અને રીસર્ચ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. 
આ રીસર્ચ સેન્ટરમાં કૃષિ ટેકનોલોજી,ગુડ ગવર્નસ અને દેશના વિકાસ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રતિમાના ઉપર જવા માટે લીફ્ટની પણ સુવિધા છે જેથી લોકો સરદાર સરોવર ડેમના રમણીય દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરી શકે. 
'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો સંદેશ: 'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી' દેશના સંવાદિતા અને અખંડીતતાનો સંદેશ આપે છે. દેશની યુવાન પેઢીમાં રાષ્ટ્વાદ અને એકતાનો સંદેશ મળે અને સરદારના એકતાના પ્રયાસોને યાદ રાખે એ મુખ્ય સંદેશ છે.

સરદારના નેતૃત્વના ગુણો દ્વારા લોકોમાં એકતા બનાવી શકાય અને પૂતળાની મજબૂતાઈ જેટલી જ મજબૂતાઈ દેશના લોકોમાં આવે તેમજ ભારતનો મહાન ઈતિહાસ અને તેમની જન્મભૂમી માટે તેમણે આપેલા જીવનનો ભોગ અને તેમની દેશભક્તિને લોકો જીવનભર યાદ રાખે. 
     182 મીટરના સ્ટેચ્યુમાં 35 હજાર ટન સિમેન્ટ, 3725 ટન સ્ટીલ અને 15000 ટન બ્રોન્ઝ વપરાશે. ઉપરાંત આમાં પૂરાં 35 હજાર ટન સિમેન્ટ વપરાશે. ઉપરાંત સ્ટ્રકચરલ સ્ટીલ 3725 ટન વપરાશે તથા કલેડિંગ મટિરિયલ એટલે કે બ્રોન્ઝ 1500 ટન વપરાશે.  

રમાણિકતા અને રાષ્ટ્રીયતા થી છલોછલ અને એકતા અને અખંડીતત્તાના શિલ્પી - સરદાર પટેલ

10:44 Posted by Chandsar

સાચો નેતા કેવો હોય? એ સરદાર વલ્લભભાઇ પટેલ જેવો હોય. એ સતત પોતાના સાથીઓની કાળજી રાખે અને એની વાણી એવી હોય કે ઢીલો માણસ ટટ્ટાર થઇ જાય. એ નેતાની હાજરીમાં સૂતેલો માણસ બેઠો થઇ જાય, બેઠેલો માણસ ઊભો થઇ જાય, ઊભેલો માણસ ચાલવા લાગે અને ચાલતો માણસ દોડવા લાગે!
ભારતના સરદારઅને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ, નિશ્ચયબળ,લોખંડી ઇચ્છાશક્તિ, પ્રા‍માણિક ચારિત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ.
હૈદરાબાદનો નિઝામ ભારતમાં જોડાવા માટે તૈયાર ન હતો. જો એનું ચાલ્યું હોત તો આજે હૈદરાબાદ એક નાનું છતાં સાર્વભોમ રાષ્ટ્ર હોત. નિઝામે તો ભારત અને  હૈદરાબાદમાં બે એલચીની નિમણુંક થાય તેવો પ્રસ્તાવ પણ મૂકેલો. સરદારે યોગ્ય સમયે લશ્કરી કાર્યવાહી ન કરી હોત તો! નિઝામના હૈદરાબાદને એમણે ભારતના પેટમાં ચાંદુંતરીકે ઓળખાવેલું. સરદાર ન હોત તો આજના આપણા દેશના નકશાનો આકાર જુદો હોત. હવે આવા સમર્થ સરદાર પટેલ દેશને ક્યારે મળશે?
'સરદાર' માત્ર એક વ્યક્તિની ઓળખ નથી. 'સરદાર' એ ગૌરવવંતા ગુજરાતની ઓળખ છે. પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ એટલે 'સરદાર'. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન-ગૃહપ્રધાનનું મૃત્યું સમયે બેન્ક બેલન્સ માત્ર R 250ની આસપાસ હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એક સમયના પ્રમુખ અને દેશના નાયબ વડાપ્રધાન પાસે મૃત્યું સમયે ન હતું કોઇ ફાર્મ હાઉસ કે પોતાની માલિકીનું મકાન. કરમસદ ગામમાં પિતાની જમીન પણ પોતાને નામે ન હતી. જંગમ મિલ્કતને બદલે તેમની પાસે ખાદીના ચારેક જોડી કપડા હતા, બે જોડી ચંપલ, નાનો રેડિયો, લોંખડની પેટી વગેરે હતા. નિષ્કિંચન સરદાર પટેલનું જીવન સંપૂર્ણ પારદર્શક હતું અને તેઓ પાઇ પાઇનો હિસાબ રાખતા. દરરોજ રાત્રે દિવસભરનો હિસાબ-કિતાબ જનતા સમક્ષ જાહેરમાં મુકી દેતા હતા.

'ગુજરાત વિદ્યાપીઠ' તથા હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસના આર્થિક ભાર વહનનો સંપૂર્ણ જવાબદારી સરદારે ઉપાડી હતી. જેનો પાઇ...પાઇ...નો ચોખ્ખો હિસાબ સરદાર રાખતા. સરદારે પોતાના મૃત્યુ પૂર્વે કોંગ્રેસ પક્ષના R 35 લાખની થેલી અને હિસાબ-કિતાબ મણિબબેનને સોંપી દીઘો. સાથે સૂચના આપી કે તેમણે આ નાણા અને હિસાબ જવાહર લાલજીને રૂબરૂમાં સોંપી દેવો. સરદારના મૃત્યું પછી મણિબહેને આજ્ઞાપાલન કર્યુ અને એ જમાનાની માતબર રકમ જવહારલાલ નહેરૂને સોંપી દીધી પરંતુ નહેરૂ કે તે પછીના શાસકોએ ક્યારેય મણિબહેનની દરકાર સુદ્ધા લીધી નહીં અને કરૂણ અવસ્થામાં મણિબહેન અમદાવાદમાં મૃત્યું પામ્યા.


મણિબહેને જવાહરલાલ નહેરૂને R 35 લાખ તથા હિસાબ - કિતાબ સોંપ્યાનો આખો પ્રસંગ શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયને પોતાના જીવન ચરિત્રમાં આપ્યો છે. આ અંગે ડો. કુરીયને મણિબહેનને પુછ્યુ હતું કે, નહેરૂ તમને શું કહેશે તેવી તમારી અપેક્ષા હતી? પ્રત્યુત્તરમાં મણિબહેને કહ્યું કે તેઓ કદાચ કહેશે કે હવે હું સરદારના મૃત્યું પછી કેવી રીતે રહીશ?શું મને મદદ કરવા તેઓ કંઇક કરી શકે તેમ છે? પણ એમણે કંઇ પણ પુછ્યું જ નહીં! જવાહરલાલ નહેરૂની મલુકાત પછી મણિબહેન નિરાશ થયા.
પાછળથી મણિબહેન આપબળે સાસંદ થયા હતા અને સામાન્ય માનવીની જેમ જ જીવ્યા હતા. જીવનના અંતિમ દિવસોમાં મણિબહેન માટે એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે સગવડો ઉભી કરી. આજે તો સરદાર પટેલ અને મણિબહેન જેવા નિઃસ્વાર્થ, પ્રમાણિક અને સમર્પિત લોકોની યાદ ઇતિહાસના પૃષ્ઠોમાં જ રહી ગઇ છે.
કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત. પરંતુ ભારતના એ ભાગ્યવિધાતાને પરમાત્માનું તેડું વહેલું આવ્યું. ઈ. ૧૯૫૦ ડિસેમ્બરની ૧૫મી તારીખે દિવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂર્ય આથમી ગયો.
આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !
સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!

એકતા અને અખંડીતત્તાના શિલ્પી ભારતના ભડવીર સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન.