એ જમાનામાં મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ એવી ઇચ્છા સેવતા કે જીવનમાં એકાદવાર વાજિદઅલીશાહની સાથે બેસીને ભોજન લેવાનો મોકો મળે.
બે વર્ષ પહેલાં હું અજ્ઞાન તંત્રોની ખોજમાં કલકત્તા તરફ ગયો હતો. કલકત્તાથી થોડેક દૂર એક ચેરીવાડી નામનું સ્થળ છે. ત્યાં અનેક ભવ્ય મંદિરો છે. ચેરીવાડીથી દૂર સ્મશાન છે. કહે છે કે જો આ સ્મશાનમાં સાધક સાધના સંપન્ન કરી લે તો એને ચોક્કસ સફળતા મળી જાય છે.
આજ દિવસોમાં આજ સ્મશાનની પાસે આવેલા નાનકડા વૈતાલ મંદિરમાં મને એક ઓઘડનો ભેટો થયો. એ ઓઘડ છેલ્લા એક વર્ષથી ત્યાં ર્અ જમાવીને બેઠો હતો. આસપાસના લોકોને ખાત્રી હતી કે ઓઘડ ઊચ્ચ કક્ષાનો તાંત્રિક છે ને રોજ રાતે કોઇને કોઇ તાંત્રિક ક્રિયા કરે છે.
હું મંદિરમાં ગયો ત્યારે એ ઓઘડ સ્મશાનના પેલા કિનારા પર એક પથ્થરની શિલા પર આડો પડ્યો હતો. તેના વાળ લાંબાને વિખરાયેલા જાણે કેટલાય વર્ષોથી એણે સ્નાન ન કર્યું હોય એવું લાગતું હતું! કપડાં ગંદા તથા દુર્ગંધમારતા હતાં.
ગળામાં જાતજાતની માળાઓ પહેરી હતી. એ તો અલમસ્ત ભાવે પગ પર ચઢાવીને વાજિદઅસી શાહની માફક આડો પડ્યો હતો.
નવાબ વાજિદઅલીશાહ લખનૌના એક એવા નવાબ હતા. કે જેમની ચર્ચા એ જમાનામાં બાળકો સુદ્ધાં કરતાં પણ એમણે એમના જીવનમાં એશ આરામ, ભોગવિલાસ, અને મોજ મસ્તીના એવા વિક્રમો સ્થાપ્યા છે કે એ ઇતિહાસની તવારીખો બની ગયો છે. હજુ આજે પણ કોઇ હદ ઊપરાંતની મોજમસ્તીના મુડમાં હોય છે.
ત્યારે એને વાજિદઅલીશાહના નામે બિરદાવવામાં આવે છે. એમની પ્રત્યેક સવાર એક ખુમારી સાથે ઊગતી અને પ્રત્યેક શામ ખુમારી સાથે જ વિતતી. ઇતિહાસ સાક્ષી છે કે જયાં સુધી પાશેર અત્તરનો છંટકાવ એમના શયન ખંડમાં નહિ થતો ત્યાં સુધ તેઓ એમાં પગ પણ મૂકતા ન હતા.
એમના એક ટંકના ભોજનનો ખર્ચ લાખો રૂપિયામાં અંકાતો. શાકભાજીમાં શુદ્ધ કેશરનો વધારે થતો. તેમણે જીંદગીમાં એટલી મોજમજાક કરી છે એટલી તો નથી કોઇ કરી શકયું કે નથી ભવિષ્યમાં કરી શકવાનું! એમનાં ભોજનમાં લગભગ ચારસોથી માંડીને પાંચસો પ્રકારની વાનગીઓ તૈયાર થતી.
દુનિયાભરમાંના નામાંકિત વાનગી નિષ્ણાત તથા રસોઇઆઓ તેમના રસોડામાં હાજર રહેતા હતા.એ જમાનામાં મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ એવી ઇચ્છા સેવતા કે જીવનમાં એકાદવાર વાજિદઅલીશાહની સાથે બેસીને ભોજન લેવાનો મોકો મળે. હું પેલા અઘોરીની પાસે બેસી ગયો. એ જાગતો હતો. ને ખુલ્લી આંખે આકાશ સામે એકીટશે જોઇ રહ્યો હતો.
તેણે એકાદ કલાકમાં ક્ષણભર પણ મારી તરફ જોયું સુદ્ધાં નહિ. જો એકે હું તો એની એકે એક હરકતની નાધ કરતો હતો. ઓચતો એ ઊભો થયો અને વીજળીની જેમ ત્રાટકીને તેના જમણાં હાથે મારા વાળ પકડી લીધા ને ઘસડતાં ઘસડતાં દસેક ફુટ લઇ જઇને મને અફાળ્યો પછી જોરથી હા...ક....થું કરીને મારા પર થુકયો અને ફરી પાછો એની અસલ જગ્યાએ જઇને નિરાંતે આડો પડ્યો. હું ત્યાં જ પડી રહ્યો. માનો ય ન માનો પેલો ઓઘડ એજ પ્રમાણે પેલી પથ્થરની શિલા ઊપર સૂઇ ગયો. ને હું આજ પ્રમાણે આજ જગ્યાએ પડી રહ્યો.
બીજા દિવસે સૂર્ય બે એક હાથ ઊપર ચઢી આવ્યો ત્યારે એ ઊભો થઇને સ્મશાન તરફ ગયો અને એક શબને ઘસડીને અહ લઇ આવ્યો. જયાં હું પડ્યો હતો. અને બોલ્યો- તને જો ભુખ લાગી હોય તો તું મારી સાથે ભોજન કરી શકે છે.
હું કાંઇ પણ કહેવાની સ્થિતિમાં નહોતો એટલે એમને એમ પડી રહ્યો. સાંજે લગભગ ચાર વાગે એણે કહ્યું. હવે તો તારા પેટમાં જરૂર કૂકડા બોલતા હશે,તારે જે ખાવાની ઇચ્છા હોય એ હું મંગાવી આપી શકું છું નિરાંતે પેટ પૂજા કરી લે.
મારા મ્હોમાંથી નીકળી ગયું- આપતો જાણે વાજિદઅલીશાહ હો એક કહી રહ્યો છો. એમની જેમ આપ મને કોઇપણ મનગમતી વાનગી જમાડવા તૈયાર છો. અઘોરી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો મ વાજિદ અલીશાહની જમાનાને જોયો છે.
હું તો એ દિવસોમાં પણ વાજિદ અલીશાહની જેમ ભોજન લેતો હતો. અને આજે પણ એમની સાથે જ ભોજન લઉં છુ ત્યારે હું આશ્ચર્ય ચકિત થઇ ગયો. અઘોરીઓની છેડછાડ કરવી એ મોતને આમંત્રણ આપવા બરાબર છે. એની મને ખબર હતી. એટલે જ મારે દૂર રહેવું જોઇતું હતું છતાં પણ મ કહ્યું તો પછી આજે અમે લોકો આપના ભોજનમ સામેલ થઇ શું.
અમે લોકો એટલે તારો કહેવાનો ભાવાર્થ શું છે ? એમણે ઊલટાવીને પૂછ્યું. મ કહ્યું વાજિદઅલીશાહ સો-બસો
લોકોના વિના તો ભોજન લેતા જ નહોત એટલે અમે ચેરીવાડીના થોડા લોકો પણ ભોજનમાં સામેલ થઇ જઇએ.
એમણે કહ્યું- કાલ સાંજે તું સૌને નોતરું દઇ આવજે અને કહેજે કે વાજિદઅલી શાહે એમને બોજન માટે નોતર્યો છે.
હું થોડી ક્ષણે તો ગૂંચવાઇ ગયો કારણ કે મારે આ અઘોરી સાથે કોઇ લાંબો પરિચય નહોતો. જો હું જમવાનું આમંત્રણ આપી આવું ને જો આ અઘોરી સમયસર ન હાજર હોય તો મારી રેવડી દાણા-દાણ થઇ જાય. મારી ગડમથલ એ પામી ગયો હશે તેથી એ બોલ્યો. હું કહું છું કે તું કાલે બધાને તેડી લાવજે અને જો તું નહી બોલાવી લાવે તો હું તને મારીને ખાઇ જઇશ. ભલે, તું પાૃથ્વીના કોઇ પણ ખૂણામાં હોય !