ભીલનો વેશ લઇ રાજા નગરચર્ચા જોવા ચાલી નીકળ્યા

16:52 Posted by Chandsar
રાજા ફરતા ફરતા ગામ બહાર ગયા, ત્યાં તેમણે ચાર માણસોને એક ખૂણે બેસી ગુપચુપ વાતો કરતાં જોયાં.

રાજાને શંકા પડી એતો અદૃશ્યવિદ્યાથી અદૃશ્ય બની પેલા ચાર જણની પાછળ જઇને ઉભા રહ્યા.

સહાસન ઊપર બેસવા જાય છે. ત્યાં તો હાં, હાં કરતી બાળા નામની પૂતળી બોલી ઊઠીઃ રાજાજી ! સહાસનને
અડકશો નહિ. વીરવિક્રમ જેવો પરદુઃખભંજન અને પરાક્રમી રાજા હોય તે જ આ સહાસને બેસી શકે.

તેમના પરાક્રમની એક વાત કહું તે સાંભળોઃ ચોમાસાના દિવસો હતા. ઘનઘોર કાળી રાત હતી. ઊજજન નગરીનાં માણસો ભરઉંઘમાં સૂતાં હતાં. પશુપંખી જીવજંતુ જંપી ગયાં હતાં. મધરાતે વિક્રમરાજા ઊઠ્યા.
માથે ફાળિયું બાંધ્યું, હાથમાં તરકામઠું લીધું અને પગે કડાં પહેર્યાં. ભીલનો વેશ લઇ રાજા નગરચર્ચા જોવા
ચાલી નીકળ્યા.

રાજા ફરતા ફરતા ગામ બહાર ગયા, ત્યાં તેમણે ચાર માણસોને એક ખૂણે બેસી ગુપચુપ વાતો કરતાં જોયાં. રાજાને શંકા પડી એતો અદૃશ્યવિદ્યાથી અદૃશ્ય બની પેલા ચાર જણની પાછળ જઇને ઊભા રહ્યા. પેલા ચાર જણમાંથી એક

બોલ્યો :- ભાઇ! આજે તો એવી ચોરી કરીએ કે જદગીનું દળદળ ફીટી જાય આજે દરેકે પોતાની વિદ્યાનોપૂરો
ઊપયોગ કરવાનો છે. હું એવી વિદ્યા જાણું છુ કે, ધરતીમાં ગમે તેટલે ઉંડે ધન દાટ્યું હોય તો પણ જોઇ શકું.

બીજાએ કહ્યું :- હું વજજર જેવી ભતજે ઘડીકમાં તોડી શકું.

ત્રીજાએ કહ્યું :- હું ઘેન મૂકી ભલભલાને ઉંઘાડી દઉં.

ચોથાએ કહ્યું :- હું વનચરની બોલી સમજી શકું છું.

આ સાંભળી ચારે જણા બોલી ઊઠ્યા :-બસ ત્યારે તો આપણો બેડો પાર! આમ કહી ચારે જણા ગામમાં પેઠા. રાજા પણ તેમની પાછળપાછળ ગયો. એક ઘર આવ્યું ત્યાં ચારે જણ ઊભા રહ્યા.

એકે પૂછ્યું :-ભાઇ ! અહ ધન કઇ જગાએ છે?

પહેલાએ કહ્યું :- ધન તો ઘણું છે પણ બ્રાહ્મણનું છે. બ્રાહ્મણ ધન ખાતરિયો ખાય, જડમૂળ વંશ જ તેનો જાય બ્રાહ્મણનું આપણને ન ખપે! આમ કહી આગળ ચાલ્યા અને એક વાણિયાના ઘર આગળ ઊભા.

બીજાએ કહ્યું :- આ તો વાણિયાનું ઘર છે. મૂકે નિસાસો ધન જો જાય, તેણી વાતો પ્રાયશ્ચિત થાય, પેટ ભરી ખાયે ના અન્ન, પૈ પૈસામાં એમનું મન. તેને ધન બહું વહાલું હોય માટે વાણિયાનું ધન આપણને ન ખપે આમ
કહી બધા આગળ ચાલ્યા અને એક ગુણકાના ઘર આગળ ઊભા.

ત્રીજો બોલ્યો :- ભાઇ! આ તો ગુણકાનું ઘર છે. નાચે ગાય જોડે ગરથ, એ સારૂ નહિ સરે અરથ. આમ કહી બધા આગળ ચાલ્યા. ત્યાં એક ભાટનું ઘર આવ્યું.

ચોથાએ કહ્યું:- ભાઇ! આ તો ભાટનું ઘર: બાપો બાપો બોલે બોલ, ભાટ તણોએ છે તોલ. ત્યાંથી બધા આગળ ગયા, ત્યાં લુહાર, સુતાર, કુંભાર વગેરે કારીગરોનાં ઘર આવ્યાં. બધે વિચાર્યું આખો દિવસ કરે છે કામ, એમ કરીને જોડે દામ. તેમના ખરા પરસેવાનું ધન આપણાથી કેમ લેવાય ? આપણે તો મારવો તો હસ્તી છે સાર, લુંટવો રાજભંડાર, વઢવું તો બળિયાની સાથ, કરવું પુણ્ય તો જમણે હાથ કરવું તો તો પુણ્યનું કામ, લેવું તો
શ્રી રામનું નામ, લેવું તો રાજાનું ધન, જેનું મોટું હોયે મન. લૂંટ કરવી તો રાજમહેલમાં જ કરવી. રાજા કયાં કમાવા જાય છે?

ગામનું ભેળું કરીને લહેર કરે છે વળી તે ચોરોનો દુશ્મન કહેવાય, તેથી રાજાને લૂંટવામાં પાપ નથી. આમ વિચારી ચોરો રાજમહેલમાં દાખલ થઇ રાજાના શયનખંડમાં ગયા. પહેલાએ ઘેન મૂકયું એટલે રાણી, દાસદાસીઓ ઘસઘસાટ ઉંઘમાં પડ્યાં.

બીજાએ કહ્યું:- આ પલંગ નીચે ધનના ભરેલા સોનાના કળશ છે. ત્રીજાએ રાણીઓ પલંગ ખસેડી નાંખ્યો. ચોથાએ ખોદવા માંડ્યુ. થોડુક ખોદયુ, ત્યાં તો ધનના ભરેલા ચાર કળશ નીકળ્યા. રાજા આ બધું જોતા હતા. તેમના મનમાં એમ હતું કે, આ લોકો કયાં જાય છે, તે ઠેકાણું જોઇ લઉં પછી પકડીશ. ચારે જણે એક એક કળશ માથે લીધો અને ચાલવા માંડ્યા. રાજા તેમની પાછળ પાછળ ચાલી નકળ્યા. ગામ બહાર થોડેક ગયા ત્યાં જંગલ આવ્યું. એવામાં એક જનાવર બોલ્યું. જનાવરની ભાષા જાણનારો ચમકયો. તેણે બધાને ઊભા
રાખ્યા અને કહ્યું :- આ જનાવર કહે છે કે, કળશનો ઘણી આ બધું જોઇ રહ્યો છે.