Showing posts with label Suvichar. Show all posts
Showing posts with label Suvichar. Show all posts

time-management

15:33 Posted by Chandsar
જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે

યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે

પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે

તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ, કારણકે જીવન સમયનું બનેલું હોય છે

આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે

જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે

જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપને કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ

સમય મહાન ચિકિત્સક છે

મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે

સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે

સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી

સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે

સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી

સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ

suvakyo-gujarati

15:27 Posted by Chandsar
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી રહી, અને જો લક્ષ્ય સુંદર હોય તો રોડ ની ચિંતા કરવાની જરૂર નથી.

ભૂલ જયારે થઇ હોય ત્યારે એ સમય દુ:ખ આપનાર બની રહે છે પરંતુ વર્ષો પછી ભૂલોનો સંગ્રહ અનુભવ બનીને સફળતા તરફ દોરી જાય છે.

તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અ નેતમારા મૌન નું કારણ.

જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.

આપણે આપણી જાતને આપણે શું કરી શકીએ છીએ તેના પર મૂલવીએ છીએ, જયારે બીજા લોકો આપણે શું કર્યું તેના પર આપનું મૂલ્યાંકન કરે છે.

બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે: એક- જયારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ છે ત્યારે તમારું વર્તન.

બીજા લોકો જે કરી શકે છે અને તમે નથી કરી શકતા તેના પર ધ્યાન આપવાની જરૂર નથી , પરંતુ તમે જે કરી શકો છો અને બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન આપવું જરૂરીછે.

તમે આજે જે પોઝીશન પર છો અથવા તમારી પાસે જે પણ છે તેનું અભિમાન કરવું ઠીક નથી, કારણકે ચેસ ની રમત માં આખરે તો રાજા હોય કે પ્યાદું, એક જ બોક્ષ માં પાછા જાય છે.

જયારે તમને કોઈ જરૂર પડે જ યાદ કરે છે તેથી દુખી થવાની જરૂર નથી કારણકે તમે એક મીણબતી જેવા છો, જયારે લાઈટ જાય છે ત્યારે જ તેની યાદ આવે છે.

યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે..

જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.

સુવાક્યો અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

sahas-prakram

15:22 Posted by Chandsar
થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે.   
   
માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.   
   
કમજોરીનો ઈલાજ તેની ચિંતા કરવામાં નથી પણ શક્તિનો વિચાર કરવામાં છે.   
   
જેમ ધુમાડો વાયુને વશ થઇ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતાને અનુસરે છે.   
   
કાયર મનુષ્ય મૃત્યુ પહેલા અનેક વાર મૃત્યુ પામે છે, જયારે વીર પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે.   
   
સંકટના સમયે હિમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે.   
   
સંકટોથી બચવા નહિ પરંતુ સંકટનો બહાદુરી પૂર્વક સામનો કરી શકીએ તે માટે પ્રાર્થના કરવી જોઈએ.   
   
હિમત એટલે શું ? તેનો અર્થ જ એ છે કે પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.   
   
જે બીજા પર વિજય પામે છે તે હિમતવાન છે પણ જે પોતાની પર વિજય પામે છે તે જ સાચો વીર છે.   
   
પોતાની જાતને વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કાર્ય કરવો તે જ વીરતા છે. તે જ સાચું  પરાક્રમ છે.   
   
મારવામાં તો પશુતા છે પણ જે સ્વયં મૃત્યુ પામવાનું સાહસ ધરાવે છે તે જ સાચો વીર છે.   

chance

15:17 Posted by Chandsar
નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે.

બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઉભી કરે છે.

કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી.

ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.

સૌથી મોટું નુકશાન શું છે? અવસર ચુકી જવો તે.

ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે.

અવસર વગર બોલવું વ્યર્થ છે.

તક ભાગ્યે જ બીજી વાર મળે છે.

તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે .

જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.

બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે.

એક મોટી તક આવી પહોચે તેની રાહ જોવાને બદલે નાની નાની તકોને ઝડપી લઈએ તો આપણે મંઝીલ સુધી પહોચી શકીએ છીએ.

આ જગતમાં યોગ્યતા કરતા ઘણી વધુ તકો છે.

તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી.

અવસર ચુકી જનારને પછ્તાવું પડે છે.

suvicharo

15:14 Posted by Chandsar
બહારના દેખાવ કરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે. કારણકે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે.   
   
આવનાર પહેલી તક કે અવસર ને છોડો નહિ, કારણકે બીજી વખત આવનાર તક હમેશા પહેલા કરતા મુશ્કેલ અને શરતોને આધીન હશે.   
   
સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે !   
   
આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ  આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ.   
   
જો મૌન જ દરેક પરિસ્થિતિમાં ઉતમ ગણાતું હોય તો આપણને દુ:ખ કેમ થાય છે જયારે કોઈ આપણી સાથે વાત નથી કરતા ??   
   
જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ છે કે  - "આપણે એવું માનીએ છીએ કે આવતી કાલે આજ કરતા વધારે સમય હશે ! "   
   
આપણે આવતીકાલ ને સારી બનાવવા માટે કામ કરીએ છીએ,    
   
પરંતુ જયારે આવતીકાલ આવે છે, આપણે તેને માણવાને બદલે,   
   
આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ.   
   
આપણે જયારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા, પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી,   
   
હવે આપણે મોટા થઇ ગયા, ત્યારે આપણે અંતરના અપાર દુ:ખને છુપાવવા હસવાનું શીખી ગયા છીએ !!   
   
ગુરુત્વાકર્ષણ વિરુદ્ધનું સત્ય :   
જયારે કોઈ હૃદયમાં વસતું  હોય છે ત્યારે તે હળવુંફૂલ લાગે છે, પરંતુ જયારે કોઈ તેને છોડીને જતું રહે છે ત્યારે તે ભારેખમ બની જાય છે !!   
   
બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય, તે વ્યક્તિ તમારા માટે સારી તો બીજા માટે ખરાબ હોઈ શકે છે. જેમ જે સૂર્ય બરફને પીગાળે છે તે જ સૂર્ય માટીને કઠણ બનાવે છે.    

guru-teacher

15:12 Posted by Chandsar
ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઇ શકે છે.

શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે.

જ્ઞાનરૂપી પાક વહેંચવા માટે એક શિક્ષક જ સમર્થ છે.

ગુ' શબ્દનો અર્થ છે - 'અંધકાર' અને 'રુ' શબ્દનો અર્થ છે - 'તેનો નાશ કરનાર'. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે.

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે.

સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે.

શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.

આપણો જન્મ આપણા માતા-પિતાને આભારી છે પણ આપણું જીવન આપણા શિક્ષકને આભારી છે.

શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ.

શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે.

એક આચાર્ય નિશાળને રળિયામણી બનાવે, બીજો આચાર્ય શાળાને દયામણી બનાવે.

પ્રધાનઆચાર્યોના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી.

શિક્ષક અનંતકાળને પ્રભાવિત કરે છે, તે ખુદ પણ જાણી શકતો નથી કે તેનો પ્રભાવ ક્યાં સુધી પહોંચે છે.

શિક્ષક સતત શીખતો ન રહે, તો એ કદી શીખવી ન શકે.

શિક્ષકમાં શૈક્ષણિક ક્ષમતા તો હોવી જ જોઈએ પણ સાથે સાથે જીવન પ્રત્યેનો ઉચ્ચ આદર્શપૂર્ણ અભિગમ પણ હોવો જોઈએ. જે પુસ્તકમાંથી શીખી શકાતું નથી તે શિક્ષકના જીવન દ્વારા શીખી શકાય છે.

સંતપુરુષો સો યુગના શિક્ષક છે.

success

15:09 Posted by Chandsar
જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.

તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે.

તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.

જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો સંરક્ષક બનાવી લો.

ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો છે.

સિદ્ધિ હેઠળ અનેક ભૂલો ઢંકાયેલ હોય છે.

જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ.

ધનના અભાવ કરતા પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે.

નિષ્ફળતા જ સફળતાની ચાવી છે.

નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના પગથિયા સમાન બની રહે છે.

સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી.

પરાજય ક્ષણિક છે. એને સનાતન બનાવે છે હતાશા.

દુનિયા માને છે કે તમારી સફળતા માટે તમારા સિવાય બાકીના બધા જ પરિબળો કારણભૂત છે પણ નિષ્ફળતા આવે છે ત્યારે આ જ દુનિયા માને છે કે તેનું કારણ તમે અને એકમાત્ર તમે જ છો.

તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે તેટલા સારા તમે નથી હોતા, તે જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે તેટલા ખરાબ પણ તમે નથી હોતા.

suvakya

15:06 Posted by Chandsar

હીરા ને મોતીનાં ઘરેણાં કરતાં આંગણામાં ખીલાવેલા ફૂલ વધારે સુંદરતા અર્પે છે. સુંદરતાનો આનંદ વસ્તુમાં નહીં પણ તે વસ્તુના સર્જનમાં ને તેની સાથેની એકતામાં છે.

સંઘરવાની વૃત્તિ આપણો જ બોજ વધારે છે. જે ત્યાગે છે તે હળવો ફૂલ બની જાય છે ને તેનું ચિત્ત પ્રસન્નતાથી છલકાઈ જાય છે.

જે દેશ આધ્યાત્મિક હોવા પર ગર્વ લેતો હોય, જે દેશમાં આટલા સાધુ સંતો ને ફકીરો હોય, તે દેશ ગંદો કેમ રહી શકે?

ધરતી પોકારે છે : હું ધોવાઈ રહી છું, મારા કણોનું રક્ષણ કરનાર, ઠંડક આપનાર શોભારૂપ વૃક્ષો કપાઈ રહ્યા છે. એને બચાવવાં, ઉછેરવાં એ પરમાત્માની ઉપાસના છે.

ધરતી, ગાય ને વૃક્ષો આપણી માતા છે. તેની સેવા ભક્તિ છે. તેમાં જ્ઞાન ને વિજ્ઞાન ઉમેરાય તો તે યજ્ઞ બને છે અને જગતની ચેતના સાથે જોડાતાં તે જ કર્મ ચૈતન્ય યોગ બની જાય છે.

કર્મના આદિ, મધ્ય અને અંતમાં આનંદનો ઝરો વહેતો રહે એ છે કર્મની કુશળતા. એ છે કર્મયોગ.
તરાપાની મહત્વાકાંક્ષા સમુદ્રના ઘુઘવાટને દબાવી દેવાની હોય છે.

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી.

નકામી ચિંતાઓ છોડો ! ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભક્તિભર્યું જીવન વિતાવો એમાં જ ગૌરવ છે. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે તો એ ઘણું જ ખરાબ છે. તેથી અહંકાર અને દંભ છોડો.

કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે, અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ અમે ચાખ્યા વિના ન રહીએ, જરૂર લઈએ, અમારો એ હક છે એ એક વૃત્તિ, અને એથી ઊલટી બાજુ અમને ફળ ચાખવાનો હક ન મળવાનો હોય તો અમે કર્મ કરવાના નથી એ ઊઠવેઠ અમે શા માટે કરીએ? એ બીજી વૃત્તિ છે કર્મ તો કરો પણ ફળનો અધિકાર રાખશો નહીં

matrubhasha

14:56 Posted by Chandsar
ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે.

અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી.

ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી.

વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે.
માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.

આપણે સંકુચિત, સંકીર્ણ ન બનીએ. વિશ્વસાહિત્ય અને વિશ્વસંસ્કૃતિની દિશાઓના બધા બારી-બારણાં મોકળાં રાખીએ પણ સાથે જે આપણી માતૃભાષા છે તેને અવગણીએ નહિ. ડુંગરા પૂજીએ પણ ઉમરાને પૂજવાનું ન વીસરીએ.

જયારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે.
ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.

વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી. આપણી ભાષા તૃણવત હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ.

જે માણસ દિવ્ય ભાષાનું જ્ઞાન ધરાવતો ન હોય તેણે તેની માતૃભાષાનો જ પ્રયોગ કરવો.

જે વિદેશી ભાષા નથી જાણતો તે પોતાની માતૃભાષા પણ નથી જાણતો.

જયારે કોઈ વ્યક્તિ પોતાની ભાષાના શબ્દો છોડીને વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે અને તેના પર તે ગર્વ મહેસૂસ કરે તે દેશ માટે અત્યંત શરમજનક છે.
 
ભાષા ક્યારેય મરતી નથી.

ભાષા એટલે વિચારોનો પહેરવેશ.

parivartan

14:40 Posted by Chandsar

જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે.

માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે.

પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે.

પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે.

એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ.

જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે.

જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ?

માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ્વતંત્રતાનો સાચો અર્થ ભૂલી ગયા છીએ.

પરિવર્તન ત્યારે જ લાવી શકાય જયારે તેને અપનાવી લેવામાં આવે, તિરસ્કારથી કરવાથી મુક્તિ નહિ પરંતુ બળવો અને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દુર રાખવી જોઈએ.

એવું કહેવાય છે કે સમય બળવાન છે, સમય સાથે બધું બદલાઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે આપણે બદલાઈ જઈએ છીએ અથવા આપણે જ તેને બદલવું પડે છે.

અહી વિરોધાભાસ એ છે કે આપણે આપણી જાતને જેવી છે તેવી સ્વીકારી લઈએ છીએ ત્યાર બાદ જ પરિવર્તન લાવી શકીએ છીએ.

જયારે ફરજીયાત અપનાવવું પડે એ પહેલા જ પરિવર્તન લાવવું જોઈએ. આપણી પ્રકૃતિ છે કે આપણે સહન કરવાની હદ સુધી સહન કરીએ છીએ અને આખરે પરિવર્તનનો સ્વીકાર કરીએ છીએ.