ચોર ચેતી ગયા અને ઘેર જવાને બદલે એક ગુફામાં જઇ ત્યાં ધન દાટી દીધું. થોડા
દિવસ પછી આ બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઇશું ! એમ વિચારી બધા વિખરાઇ
ગયા. રાજાને કોની પૂંઠ પકડવી તેની સૂઝ પડી નહિ એટલે ધન સાચવવા ત્યાં જ ઊભા
રહ્યા.
સવાર થયું એટલે રાજા વેલ લઇ આવ્યા અને ચારે કળશ વેલમાં ચઢાવી વેલ હાંકી. એવામાં એક કૌતુક થયું! ચાર માણસો ચોધાર આંસુએ રડતાં રડતાં સામાં મળ્યાં. રાજાએ વેલ થોભાવી અને પૂછ્યું : તમે કોણ છો અને રડો છો શા માટે ?
વાધ્ધે નિસાસો નાંખતાં કહ્યું: ભાઇ ! અમારૂ દુઃખ જાણીને તું શું કરીશ ? તું તારે રસ્તે જા.
વિક્રમરાજાએ કહ્યું - ભાઇ મારાથી બનશે તો અવશ્ય સહાય કરીશ.
બ્રાહ્મણીએ કહ્યું - ભાઇ! તું શું સહાય કરવાનો હતો ? મોટો વિક્રમ ના જોયો હોય તો!
રાજાએ કહ્યું - હા બહેન ! હું વિક્રમ જ છું જે દુઃખ હોય તે સુખેથી કહો. વિક્રમરાજાને જોઇ બધાં નમી પડ્યાં. બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું - મહારાજ ! હું ગરીબ બ્રાહ્મણ છું વેવાઇએ મારા છોકરાના લગ્ન માટે સમાચાર મોકલ્યા છે. મારી પાસે પૈસોયે નથી. હું શી રીતે લગ્નની તૈયારી કરૂ ? પૈસા ઊછીના લેવા ઘણે ઠેકાણે ફર્યો પણ ખરે ટાણે કોઇ કામ ન આવ્યું, છોકરાનો વિવાહ ફોક થશે અને ગામમાં અપર્કીિત થશે. અમારે ગામમાં શું જોઇને મોઢું બતાવવુદ્ય એટલે અમે ગામ છોડી ચાલી નીકળ્યાં છીએ. રાજાને દયા આવી.
તેમણે કળશ બતાવતાં કહ્યું - ભાઇ તું ચતા ન કરીશ. આ ચાર કળશ ધનથી ભરેલો છે. તેમાંથી જોઇએ તેટલું ધન માંગી લે. કળશ જોઇ બ્રાહ્મણનું મન બગડ્યું.
તેણે કહ્યું - મહારાજ જયારે શરમ મૂકીને માગવાનું છે, તો ઓછુ શીદ માગીએ ? આપવા હોય તો ચારે કળશ આપો.
જયાં મળી કામધેનું ગાય, બકરીને તો કોણ જ ચ્હાય !
સાકર ખાંડના શીરા મળે, ખડ-બનજરી તે કોણ જ જમે?
કસર એમ શાને કીજીએ ? મનુષ્ય તેવું માગી લીજીએ,
કુબેર સમ ભંડારી તમો, શાનું ઓછું માંગું અમો ?
બ્રાહ્મણના બોલ સાંભળી રાજાને હસવું આવ્યું
તેમણે ચાર કળશ બ્રાહ્મણને પ્રેમપૂર્વક આપી દીધા.
બ્રાહ્મણ ચારે કળશ લઇને ઘરે ગયો. બધાંના આનંદનો પાર ન રહ્યો. બ્રાહ્મણે ઘર ધોળાવ્યું ચિતરામણ ચિતરાવ્યાં, તોરણ બંધાવ્યાં, ગામેગામ નોતરા મોકલાવ્યા, ઘરમાં ધી ગોળના ઓરડા ભરાવ્યા.
આટો, દાળ અને ચોખાના ઢગલા કરાવ્યા અને છોકરાને રાજકુંવર જેવા ઠાઠથી પરણાવવાનું નક્કી કર્યું. તે જાતજાતના મનોરથ ઘડવા લાગ્યો.
બીજે દિવસે તેણે ટીપણું જોયું તો વ્યતિપાત હતો, એટલે કળશમાંથી ઘન કાઢવાનું માંડી વાળ્યું. બે દિવસ પછી સારો દહાડો આવતો હતો.
પેલા ચોર કળશ લેવા ગુફામાં ગયા પણ જઇને જુને છે તો કળશ છૂ ! તેઓ ઝડપથી ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે-ગામમાં આવ્યા.
વિદ્યાનો જાણનાર એક ચોર ઘર જોતો જોતો બ્રાહ્મણનું ઘર આવ્યું ત્યાં ઊભો રહ્યો અને કહ્યું ઃ
ભાઇ ! આપણું ધન અહ છે. બીજાએ ધેન મૂકી બધાંને ઊઘાડી દીધાં. ત્રીજાએ ભત તોડી બાકોરૂ પાડ્યું બધા અંદર
પેઠા અને કળશ ઊપાડી ગુપચુપ ચાલી નીકળ્યા. આજે સારો દિવસ હતો. ચો,ડિયું પણ સારું હતુ.
બ્રાહ્મણ ધન કાઢવા ગયો પણ કળશ જ ન મળે ! બ્રાહ્મણ તો પોક મૂકીને રડવા બેઠો. આખા ગામમાં વાત ફેલાઇ કે બ્રાહ્મણને ઘરે ચોરી થઇ! હરામનું આવેલું કાંઇ ટકે ? અમ સૌ કહેવા લાગ્યાં.
બ્રાહ્મણને થયું કે રાજાએ મને કળશ આપેલા એટલે નિશંક એમણે જ ચોરી કરાવીને પડાવી લીધા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજસભામાં ગયાં અને રાજાને ગાળો દેવા લાગ્યાં. બ્રાહ્મણ બોલ્યો ઃ રે દુષ્ટ તે મને ધન આપ્યું એટલે મ ગામેગામ નાતરાં દ.ધા, સગાવહાલાને તેડાવ્યાં. જો તારે પડાવી લેવું હતું, તો આપ્યું શા માટે ? હવે અમારી લાજ શી રીતે રહેશે ? એના કરતાં તો મરી જવું સારુ, તારે જ બારણે અમે ચારે જણાં આપઘાત કરીશુ, પછી તો તને
શાન્તિ વળશે ને ? બ્રાહ્મણની વાતમાં વિક્રમરાજાને કંઇ સમજ પડી નહિ તેમણે કહ્યું ઃ ભાઇ ! એવું મ શું કર્યું છે, એ તો કહો ?
બ્રાહ્મણે કહ્યું ઃ તમે મારા ઘરમાં ચોરી કરાવી કળશ લઇ લીધા અને પૂછો છો કે, મે શું કર્યું ? રાજા બધી વાત સમજી ગયા. તેમણે કહ્યું ઃ ભાઇ ! હું કળશ વિષે કાંઇ જાણતો હોઉં તો મને ઇશ્વરના સમ હમણાં તમે મારે ત્યાંથી જોઇએ તેટલું ધન લઇ જાવ અને તમારા દીકરાને પરણાવો હું તમારા કળશ ગમે તે રીતે મેળવી આપીશ.
તમારા કળશ મેળવવા માટે બાર દિવસનો સમય આપો. હું તમોને ચોક્કસ મેળવી આપીશે આમ ઘણું સમજાવ્યો, ત્યારે બ્રાહ્મણ ધન લઇ ઘરે ગયો.
રાજાએ ઠેકઠેકાણે તપાસ શરૂ કરવી. આમ અગિયાર દિવસ વીતી ગયા પણ ચોરનો પત્તો ખાધો નહિ. ગામ લોકો જાતજાતની વાતો કરતા. કોઇ રાજાને ચોર કહેતું તો કોઇ બ્રાહ્મણને જૂઠો કહેતું. પોતાને માથે કલંક આવ્યું તેથી વિક્રમરાજાને ચતા થવા લાગી.બારમો દિવસ થયો. રાજાએ સભા ભરી અને ગામેગામના અઢારે વર્ણના લોકોને
તેડાવ્યા. સભામાં રંગ-રંગની વાતો થવા માંડી.
વિક્રમરાજાએ પણ વાત કહેવા માંડી. દમણપુર પાટણ નામે એક ગામ હતું. તેમાં એક નિશાળ હતી. નિશાળમાં એક નિર્મળ નામનો ગરીબ વાણિયાનો છોકરો અને નિર્મળા નામે એક શ્રીમંત વેપારીની દીકરી રહેતી હતી. બંને જણાં સાથે ભણતાં હતા. સાત વરસ સાથે ભણ્યાં એટલે બંનેને એકબીજા ઊપર પ્રીતી થઇ.
નિર્મળા મોટી થઇ એટલે તેના બાપે તેનો એક શ્રીમંતના દીકરા સાથે વિવાહ કર્યો. નિર્મળાએ ઘણા કાલાવાલા કર્યા પણ તેના બાપે માન્યું નહિ અને કહ્યું ઃ ખબરદાર ! જો નિર્મળનું નામ લીધું છે તો !
એ ભીખારી સાથે હું તારુ લગ્ન નહિ કરૂ? નિર્મળા નિર્મળ પાસે ગઇ અને બધી વાત કરી. છૂટે માએ રડી પડી. બન્ને નિરૂપાય હતાં. છૂટાં પડતી વખતે નિર્મળાએ કહ્યું ઃ નિર્મળ! બીનું તો હું શું કરૂ ? પણ વચન આપું છું કે પરણ્યા પછી મારા પતિને મળતાં પહેલાં તેને એકવાર જરૂર મળીશ.
નિર્મળ ગરીબ હતો. તેનું લગ્ન એક ગરીબ ઘરની છોકરી સાથે થયું. નિર્મળ કોથળો લઇ માલની ફેરી કરી ગુજરાન ચલાવવા લાગ્યો. નિર્મળા પરણીને સાસરે ગઇ. રાત પડી એટલે સોળે શણગાર સજી મેડીએ ચઢી. જયાં પતિના ઓરડાનાં ઉંબરામાં પગ મૂકવા જાય છે. ત્યાં તેને નિર્મળ સાથે થયેલી વાત સાંભળી આવી. તરત જ તે
ખમચાઇને ઊભી રહી. તેનો પતિ ચતુર હતો તે નિર્મળાનો ભાવ સમજી ગયો. તે પાસે આવ્યો અને પૂછ્યું ઃ તમોને મારા સમ છે. સાચું કહેજો !
તમે આમ ખચકાયાં કેમ ? સાચું કહેશો તો બધો અપરાધ ક્ષમા, જૂઠું કહેશો તો તમોને આખી પાૃથ્વીનું પાપ.