શ્રીવનમાં સુખલો શિયાળ અને દુખલો શિયાળ રહેતા હતા. બંનેની જુગલજોડી હતી. એ સાથે રહેતા અને સાથે ખોરાકની શોધમાં નીકળતા.
એક વાર આ શ્રીવનમાં એક શિકારી શિકારની શોધમાં આવ્યો. તેણે દૂરથી મોટા, કાળા, ભયંકર એક સૂવરને જોયો. તેને થયું : "ઓહ! આ તો સુંદર શિકાર છે.આજે મારુ કામ થઇ જશે." આવું વિચારીને તેણે ખભેથી
ધનુષ્ય ઊતાર્યું, પણછ પર બાણ ચડાવ્યું, અને કાન સુધી પણછ ખચીને તેણે સૂવર પર બાણ છોડ્યૂ.
સનનન કરતું તીર સૂવરના શરીરમાં પેસી ગયું. તીર વાગવાથી સૂવર ક્રોધમાં આવી ગયો. ફૂંફાડા મારતો તે શિકારી પર ધસી ગયો, અને પોતાના તીક્ષ્ણા દંતશૂળથી શિકારી પર પ્રહાર કરવા લાગ્યો.
સૂવરના દંતશૂળથી શિકારીનું પેટ ચિરાઇ ગયું. તે જમીન પર પડી ગયો, અને ઊહકારા ભરતાં ભરતાં જ તેના પ્રાણ નીકળી ગયા. સૂવરના શરીરમાં બાણ ઉંડે સુધી ઘૂસી ગયું હતું, એટલે તે પણ વ્યાકુળ થઇ રહ્યો હતો. થોડી વારમાં બેભાન થઇને તે જમીન પર ઢળી પડ્યો.
ક્ષણ-બેક્ષણ તરફડીને તે પણ મરી ગયો.
ફરતા તેઓ શિકારી અને સૂવર મરણ પામ્યા હતા, તે સ્થળે આવી ગયા. સૂવર અને શિકારીનાં માૃત શરીરો જોઇને તેઓ રાજી થયા. સુખલા શિયાળે તાલી આપીને કહ્યું : "દુખલા, આજે તો આપણાં નસીબ ઊઘડી ગયાં હોય એવું લાગે છે." "હા સુખલા ! આટલો બધો ખોરાક તો આપણને એકીસાથે કદી મળ્યો નથી. હવે
આપણે રોજ રોજ શોધમાં ભટકવું નહિ પડે. ઘણા દિવસો સુધી આ ખોરાક ચાલશે." દુખલા શિયાળે
કહ્યું.
"તારી વાત ખરી છે." દુખલો કહે : "પહેલાં આપણે ધનુષ્યની આ પણછ ખાઇએ. એ ચામડાની બનેલી છે. પછી આપણે સૂવરના અને શિકારીના શરીરને ખાઇશું." સુખલો કહે : "બરાબર છે. પહેલાં તું પણછની
વાઘરી ખા. પછી વધે એ હું ખાઇશ. હાલ મને ભૂખ નથી." દુખલો લાલચુ હતો એટલે તરત જ પણછનો એક છેડો મોઢામાં નાખીને ચગળવા લાગ્યો, વાધરી થોડી થોડી કપાવા લાગી. છેવટે આખી કપાઇ જતાં ધનુષ્યનો છેડો
એકદમ સીધો થઇ ગયો, અને તે દુખલાના તાળવામાં ઘૂસી ગયો. તે બેહોશ થઇને જમીન પર તરફડવા લાગ્યો.
સુખલાએ મનમાં કહ્યું : "સારું થયું. હવે મને એકલાને બંને શિકાર ખાવાના મળશે. આ રીતે મારે ઘણા દિવસો સુધી આ ખોરાક ચાલશે. સાલો દુખલો, હતો જ એ લાગતો. આટલો બધો ખોરાક પડ્યો હોય, તો પછી પણછનું સૂકું
ચામડું ખાવાની શી જરૂર હતી ?લોભિયા તો આ રીતે જ મરે." દુખલો તરફડતો હતો અને સુખલો સૂવરના શરીરમાંથી તાજો ખોરાક ખાઇ રહ્યો હતો. તેને મનમાં તો થતું હતું : "દુખલો જલદી મરી જાય તો સારું!!"