થરાદ

16:41 Posted by Chandsar
‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.’ આ તો થઇ અમદાવાદની સ્થાપનાની વાત.

જો કે રળિયામણા થરાદ શહેરની સ્થાપના અંગે પણ આવી જ લોકવાયકા પ્રચલિત છે.ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરનો ઈતિહાસ શૌર્ય અને સમાૃધ્ધિથી ભરપૂર છે. પ્રાચીન સમયમાં થરાદ ભવ્ય સંસ્કાતિ ધરાવતું હતું. હજારો વર્ષ પહેલાં થરાદની નજીક દરિયો હતો. આજે થરાદની જમીનમાં ખારાશ છે. તળનું પાણી પણ એટલું જડ ખારું છે.

પ્રાચીન કાળમાં થરાદ એક વૈભવીનગર તરીકે જાણીતું હતું. કાળક્રમે ભૌગોલિક કુદરતી આફતોને લીધે આ પંથકમાંથી દરિયાનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું હતું. બાકી હતું તો મુસ્લિમ શાસકોએ થરાદ પર આક્રમણ કર્યું હતું. આથી એક વખતનું આ ભવ્ય અને સમાૃધ્ધ શહેર નષ્ટ થઇ ગયું હતું. આ પંથકનાં અન્ય શહેરોની પણ આવી જ હાલત થઇ હતી.

લોકવાયકા થિરપાલ ધરુએ સંવત ૧૦૧માં થિરાદની સ્થાપના કરી હતી. થિરાદની સ્થાપના વિષે એક લોકવાયકા પ્રચલિત છે. તે મુજબ આ પ્રદેશમાં બે કૂતરાંઓની સામે બે સસલાં લડતાં હતાં. સસલાંઓએ ડાઘિયાં કૂતરાંઓ સામે બરાબરની ટક્કર લીધી હતી. થિરપાલ ધરુએ કૂતરાં અને સસલાં વચ્ચેની આ લડત જોઇ હતી. સસલાંઓની હમત અને ખુમારીની તેમને પ્રતીતિ થઇ ગઇ હતી. થિરપાલ થરુએ લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ‘વો સ્થાન મે અપના બસેરા લાએ !’ ‘‘જહાં કૂત્તે પે સસ્સે, આયે, વહાં થિરપાલને થિરાદ બસાયા’’ ખાવી ઊકિત પ્રચલિત છે. થિરકર, થારાપદ્, ખિરાપદ્, થિરાદ જેવાં પ્રાચીન નામો ધરાવતું આ નગર કાળક્રમે અપભ્રંશ થઇને આજે થરાદથી ઓળખાય છે.

પ્રાચીન સમયનું થરાદ એ સમયે સંપત્તિવાન શ્રેષ્ઠીઓની નગરી તરીકે જાણીતું હતું. તેને ફરતે પાકો ગઢ હતો. મારવાડનાં સભ્યોના આક્રમણથી રક્ષણ કરવા માટે આ ગઢની આજુબાજુ ૩૦ ફૂટ જેટલી ઊંડી ખાઇ ખોદવામાં આવી હતી.

આવા આ સમાધ્ધ થિરપુરમાં ૧૪૪૪ સ્તંભ યુકત ભવ્ય જિનાલ્ય પણ હતું. આ માટે એવી લોકવાયકા પ્રચલિત છે. કે આ ૧૪૪૪સ્તંભોની ગણતરી કરો તો આંકડો ૧૪૪૩નો થાય અથવા તો ૧૪૪૫નો થાય, પણ ૧૪૪૪નો આંકડો ન થાય...!

આ કલાત્મક જિનાલય યાત્રાધામ તરીકે જાણીતું હતું. વસ્તુપાળનું મોસાળ આજનું થરાદ એટલે પ્રાચીન સમયનું સમાૃધ્ધ નગર થિરપુર અથવા તો થિરાદ. આ નગરના લોકો દોમ દોમ સાહ્યબીથી રહેતા હતા. આ ધનાઢ્ય શહેર પર મુસ્લિમ શાસકોએ ચઢાઇ કરી હતી. એ સમયે તેમણે ભવ્યઅને કલાત્મક જિનાલયનો નાશ કર્યો. નગરના લોકોને લૂંટી લીધા હતા. આવું તો વારંવાર બન્યું હતું. આજનું થરાદ તો સાતમી વારનું વસેલું છે. આક્રમણકારોએ આ ભવ્ય અને સમાૃધ્ધ નગરનો વૈભવ નષ્ટ કરી નાંખ્યો હતો. કલાત્મક વારસાનો નાશ કર્યો હતો. થરાદ એટલે વસ્તુ પાળ અને તેજપાળનું મોસાળ. આ બેઊ મહાન દાનેશ્વરીઓએ માઊન્ટ આબુના આ બેઊ મહાન દાનેશ્વરીઓએ માઊન્ટ આબુના વિખ્યાત દેલવાડાનાંકલાત્મક દેહરાં બંધાવ્યાં હતાં.

આ દાતાઓ વસ્તુપાળ અને તેજ પાળની માતા કુપારદેવીનું વતન થરાદ હતું. થરાદના મોટા ગજાના વેપારી અભુ શેઠની એકની એક દીકરી એટલે કુમાર દેવી. તેઓ રૂપરૂનો અવતાર હતાં. ગુણિયમ હતાં. કુમાર દેવી છેક બચપનથી જ ખૂબ આસ્તિક હતાં.

તેઓ ભકિત અને ઔદાર્ય માટે જાણીતાં હતાં. આભુશેઠે આચાર્ય દેવની સલાહ અને સંમતિથી કુમારદેવીને પાટણના ધનાઢ્ય. નગરપતિ સાથે પરણાવ્યાં હતાં. સમય જતાં કુમાર દેવીએ રત્નો સમા બે પુત્રોને જન્મ આપ્યો હતો. જે વસ્તુપાલ અને તેજપાલના નામે જાણીતા છે. તેમના દાદા, મતલબ કે આભુશેઠે થરાદમાં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભૌગોલિક સ્થાન થરાદ નગરની ઊત્તરે રાજસ્થાન આવેલું છે. પૂર્વ દિશામાં પાલનપુર આવેલું છે. દક્ષિણે દિયોદર અને સૂઇ ગામ આપેલાં છે. થરાદની પશ્ચિમે વાવ નામનું ગામ આવેલું છે.થરાદ તાલુકાની વાત કરીએ તો તે કચ્છના રણને અકીને આવેલો છે. થરાદ તાલુકાની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. અકળાઇ જવાય તેટલી હદે વિષય ગરમી પડે છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેવો અહેસાસ થાય છે. આથી ઊલટું શિયાળામાં સખ્ત ઠંડી પડે છે. રણના કારણે થરાદ તાલુકામાં ઊનાળામાં ખૂબ ગરમી પડે છે. અને શિયાળામાં વિશળ ઠંડી પડે છે. બનાસ કાંઠા જિલ્લો ઊત્તર અક્ષાંશ ૨૩-૩૫ તેમજ પૂર્વ રેખાંશ ૭૧-૭૩ના સ્થાન પર આવેલો છે. વિષય ગરમી અને વિશળ ઠંડીનો અનુભવ કરાવતું થરાદ એક સમયે લીલી નાઘેર જેવો હરિયાલો પ્રદેશ હતું.

પ્રાચીન સમયનું થિરાદ વિશાળ દરિયા કિનારે આવેલું હતું. ‘‘થરાદવાળા’’ વેપારીઓ થરાદના વેપારીઓ ગજબની કુશળતા ધરાવે છે. વાણિજય પ્રવાત્તિ તેમને વારસામાં મળે છે. થરાદના વિષય વાતાવરણ અને ખારા પાણીના કારણે થરાદના વેપારીઓ બહાર જોઇને વસ્યા હતા. ખારા પાણીએ તેમને દેશદેશાવર જઇને વેપાર વિકસાવવાની પ્રેરણા આપી હતી. તેઓએ વેપારમાં દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. થરાદના વેપારીઓનો મુખ્ય ધંધો કાપડ અને હીરા સાથે કળાયેલો છે. દેશ વિદેશમાં વેપારી જગતનમાં તેઓ ‘‘થરાદવાળા’’ તરીકે જાણીતા બન્યા છે. અમદાવાદમાં પણ થરાદના મોટા ગજાના વેપારીઓની પેઢીઓ કાર્યરત છે.રતનપોળમાં કાપડની મોટી પેઢીઓના તેઓ માલિક છે. અત્રે ઊલ્લેખનિય છે કે, દેશના માલેતુજા રોમાં ૧૦મો ક્રમ ધરાવતા મોટા ગજાના ઊદ્યોગપતિ ગૌતમ અદાણી પણ થરાદના વતની છે.

ઘરેણાંનો ગજબનો શોખ થરાદ તાલુકાની સ્ત્રીઓને ઘરેણાં પહેરવાનો ગજબનો શોખ છે. તેમનાં ઘરેણાંમાં અજબનું વૈવિધ્ય જોવા મળે છે. અહથી સ્ત્રીઓ પગમાં કડલાં, અંગૂઢી, પગપાન, કેડે પાતળી સાંકળની ઝૂલવાળો, કંદોરો, હાથમાં મુઠિયાં, પાટલા, ગજરા, કાતરિયા, કાંકણી, ચૂડી, ચૂડો, લૂગડી ચૂડી, હાથની આંગળીઓમાં વેઢ, ઘોડો, વટી, હાથપાન અને ડોકમાં સોની કંઠી, વજજર ટીકડી, સાંકળી, હાર, કંઠી મુઠ, વાલ્લી, હેડકી, હાંસડી સહિત વૈવિધ્યસભર અલંકારો પહેરે છે. તેઓ કાના આભૂષણોમાં વેલ્લા, ડોરક્ષા, વાળી, એરગ, ઝમ્મર, ??

દામણી, ટીકો, સોનાની પટ્ટી જેવાં ઘરેણાં પહેરે છે. તો પુરુષો કાનમાં કર્ણફૂલ અને કોકરવા, ગળામાં ટૂંપિયો ફૂલહારે, ચોરસી, દોરો તથા કેડે કડું, પાચી,કંદોરો, આંગળીએ વેઢ પંખો, વટી પગમાં સોના ચાંદીની બેડી પહેરતા હોય છે.

થરાદ તાલુકાની સ્ત્રીઓને ઘરેણાં પહેરવાનો ગજબનો શોખ છે.તેમનાં ઘરેણાંમાં અજબનું વૈવિધ્ય જોવા મળે છે. અહથી સ્ત્રીઓ પગમાં કડલાં, અંગૂઢી, પગપાન, કેડે પાતળી સાંકળની ઝૂલવાળો, કંદોરો, હાથમાં મુઠિયાં, પાટલા, ગજરા, કાતરિયા, કાંકણી, ચૂડી, ચૂડો, લૂગડી ચૂડી, હાથની આંગળીઓમાં વેઢ, ઘોડો, વટી, હાથપાન અને ડોકમાં સોની કંઠી, વજજર ટીકડી, સાંકળી, હાર, કંઠી મુઠ, વાલ્લી, હેડકી, હાંસડી સહિત વૈવિધ્યસભર અલંકારો પહેરે છે. તેઓ કાના આભૂષણોમાં વેલ્લા, ડોરક્ષા, વાળી, એરગ,ઝમ્મર, દામણી, ટીકો, સોનાની પટ્ટી જેવાં ઘરેણાં પહેરે છે.