‘રુપિયાની બચત એટલે રુપિયાની કમાણી આ વિધાન સો ટકા સાચું છે. આપણે આનો અર્થ
દેશના નાનાં અને મધ્યમ કદની ઔદ્યોગિક સંસ્થાઓમાં થતાં કાટથી નુકસાન બાબતે
કાઢવાનો છે.
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે દેશમાં લોખંડ સબબના ઊદ્યોગોમાં વરસે દહાડે કાટ (કોરોઝન) ને કારણે લગભગ ૩૫,૦૦૦ (પાંત્રીસ હજાર) કરોડ રુપિયાનું નુકસાન થાય છે. જે કદાચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટનો અઢીથી ચાર પ્રતિશતનો
હિસ્સો છે! આ બાબતે ‘નેશનલ એસોસીએશન ઓફ કોરોઝન એન્જિનિયર્સ-ઈન્ટરનેશનલ સેકશન (એનએસીઈ) જાગી ઉઠ્યું છે.
આ સિવાય દેશમાં કોરોઝન કે કાટથી આટલું બધું નુકશાન થઈ રહ્યું છે. અને જે વરસોથી અને વરસોવરસ ચાલ્યા કરે છે,છતાં કોઈનુંય જાણે પેટનું પાણી હાલતું નથી!
જો કાટથી થતા નુકસાનને સદંતર અટકાવી ન શકાય તો પણ તેને ઘટાડી જરુર શકાય કેમ કે, દેશસ્તરે ન્યૂકલીયર પાવર રિફાઈનરીઝ, અવકાશક્ષેત્ર,રેલવેઝ, શિપગ તથા ડિફેન્સ(સંરક્ષણ) ક્ષેત્રોમાં કાટથી ન કલ્પી શકાય તેટલું નુકસાન થાય છે.
તો ઊત્પાદન સમયે જ ડિઝાઈન કરતી વખતે જ જો જાગ્રતા સેવાય તો આ ગંજાવર નુકશાનને નાથીને જરુર ઘટાડી શકાય, બાકી ઓટોમોબાઈલ ક્ષેત્રે જ દેશમાં કાટથી મહાકાય નુકશાન થાય છે. ‘એનર્જી સેવ્ડ ઈઝ એનર્જી અર્નડ ના પોર્ટ મુજબ હવે કાટથી થતાં નુકશાનને અટકાવાય તો તે દેશની અઢળક કમાણીતુલ્ય જ ગણાય ! આથી જ કદાચ રેલવે હવે દેશમાં ૩૦૦૦ કિ.મી.ના વિસ્તારને લોખંડના પાટાને બદલે સ્ટેનલેસ સ્ટીલના પાટાથી આવરી લેવાનું વિચારી રહી છે.
કોરોઝન કે કાટ સબબ જાગાતિ માટે કે સંશોધન માટે દેશમાં એવી લેબોરેટરીનો સદંતર અભાવ જણાય છે અને જે કંઈ જાણકાર બુધ્ધિધન છે તે તેનો પ્રયોગ પોતાના ખાનગી ક્ષેત્રો પૂરતો મર્યાદિત ધોરણે કરે છે.જેથી રાષ્ટ્રીય સ્તરે તેનો લાભ મળવો જોઈએ તેવો મળતો નથી!