ચિન્મય અને અવિનાશભાઈને પહેલેથી જ ખાસ બનતું નહોતું. ચિન્મયની જદગીમાં
અવિનાશભાઈની ભૂમિકા માત્ર એક પાલક જેવી હતી, જે નોકરી કરી પગાર આપતા ને ઘર
ચાલતું તે સિવાય તેમણે કયારેય ચિન્મયના અભ્યાસ બાબતે, તેની ભવિષ્યની
કારકિર્દી બાબતે કોઈ ચર્ચા સુધ્ધાં કરી નહોતી-એવું નહોતું કે તે
પત્ની-પુત્રને પ્રેમ નહોતા કરતા, પરંતુ આવા પ્રેમનો તેમણે કયારેય કોઈને
અહેસાસ કરાવ્યો જ નહોતો.
અવિનાશભાઈ બહુ વ્યથિત હતા. તેમની પત્ની વીસ દિવસ પહેલા માૃત્યુ પામી હતી. લોકો સાચું જ કહે છે, એકમાત્ર પત્ની જ એવી હોય છે જે પતિની તમામ બાબતોને સહન કરતી હોય છે. ઈશ્વરે સ્ત્રીને એટલી બધી સહનશકિત આપી છે કે જેની કોઈ હદ નથી તેથી જ તેની સરખામણી ધરતી સાથે કરાય છે.
અવિનાશભાઈની પત્નીની બીમારીના સમાચાર સાંભળીને તેમનો દીકરો ચિન્મય અને પુત્રવધૂ પ્રિયા ખબર જોવા આવ્યા હતા. કદાચ પુત્રનું મોઢુ જોવા જ માનો શ્વાસ અટકયો હતો. જેવો ચિન્મય બહારથી મમ્મી, મમ્મી બૂમો પાડીને તે મમ્મી પાસે પહોંચ્યો કે મમ્મીના અશકત હાથોએ તેના માથાને પકડી લીધું અને એક હળવી મુસ્કાન સાથે જ મમ્મીએ હંમેશના માટે આંખો બંદ કરી દીધી.
અડધી જ મિનિટમાં આવી રીતે મમ્મી બધાને છોડીને જતી રહી એ જોઈને ચિન્મય તો એકદમ પાગલ જેવો થઈ ગયો.તેના માટે મમ્મી જ સર્વસ્વ હતી.
ચિન્મય અને અવિનાશભાઈને પહેલેથી જ ખાસ બનતું નહોતું. ચિન્મયની જદગીમાં અવિનાશભાઈની ભૂમિકા માત્ર એક પાલક જેવી હતી, જે નોકરી કરી પગાર આપતા ને ઘર ચાલતું તે સિવાય તેમણે કયારેય ચિન્મયના
અભ્યાસ બાબતે, તેની ભવિષ્યની કારકિર્દી બાબતે કોઈ ચર્ચા સુધ્ધાં કરી નહોતી-એવું નહોતું કે તે પત્ની-પુત્રને પ્રેમ નહોતા કરતા, પરંતુ આવા પ્રેમનો તેમણે કયારેય કોઈને અહેસાસ કરાવ્યો જ નહોતો.
એક યંત્રવત જદગી જ તેઓ જીવતા રહ્યા. અવિનાશભાઈની પત્ની હરહંમેશ એ બાબતનો ખ્યાલ રાખતી કે તેમને કોઈ જ જાતની તકલીફ ના પડે. તેમના આ સમર્પણમાં પ્રેમની સાથે એકજાતનો ડર પણ હતો કે કયાંક પતિના ગુસ્સાનો સામનો ના કરવો પડે.અવિનાશભાઈ યાદો વાગોળતા હતા.કયારે કઈ બાબતે તે ગુસ્સે થઈ જાય તેનું કંઈ નક્કી જ નહોતુ. ઘણીવાર તે હાથ પણ ઊઠાવી દેતા.
એકવાર તો તેમના પત્નીએ કહ્યું પણ હતું કે, નબળા લોકો માર ખાય એ હકીકત છે પણ મારવાવાળા તો એનાથી યે કમજોર હોય છે...!!
તેની આવી ગૂઢ વાતોનું રહસ્ય સમજવા છતાં અવિનાશભાઈ નજરઅંદાજ કરતાં કાર કે તે જાણતા હતા કે પત્ની બિલકુલ સાચું કહી રહી છે. પત્નીના અવસાનના તેરમાના દિવસે સાંજ બધા જ મહેમાનો, સગાવહાલા વિદાય થઈ ગયા, હવે ઘરમાં ત્રણ જણા જ હતા. તેમાંયે પુત્રવધૂ પ્રિયા તો થોડીઘણી વાત અવિનાશભાઈ સાથે કરી લેતી હતી, પરંતુ ચિન્મય તો જે રુમમાં અવિનાશભાઈ હોય કે આવે તે રુમ જ છોડીને જતો રહેતો હતો.
તેના વર્તન પરથી જ એવું લાગતું હતું કે મમ્મીના માૃત્યુ માટે તે પપ્પાને જવાબદાર ગણતો હતો.
થોડાક દિવસોમાં વહુએ કહ્યું કે, કાલે સાંજની ટ્રેનમાં અમે પણ હવે મુંબઈ જવા રવાના થવાના છીએ. અવિનાશભાઈને એક આંચકો લાગ્યો. હર્યુંભર્યું ઘર ખાલી થઈ જશે.હવે કેવી રીતે દિવસો જશે? તેમણે વિચાર્યું હજુ એક દિવસ છે.
રાત્રે જમતી વખતે વહુને સમજાવીશ કે થોડું રોકાઈ જાવ તો સારું.રાત્રે જમવાના ટાણે ચિન્મય દેખાયો નહ. વહુએ કહ્યું એ એમના મિત્રને ત્યાં ગયા છે. અવિનાશભાઈ ત્યારે કંઈ ન બોલ્યા.તે જાણતા હતા કે રાત્રે સૂતા પહેલા વહુ દવાઓ આપવા ત્યારે કહીશ. લગભગ પંદરેક મિનિટ પછી ડોરબેલ વાગ્યો તેમણે જાણ્યું કે ચિન્મય આવી ગયો છે. અવિનાશભાઈએ પુત્ર સાથેના સંબંધમાં એક અંતર ઉભું કર્યું હતું. ચિન્મય હંમેશા તેમની સાથે વાત કરવા તડપતો રહેતો, પરંતુ તેમનો ગુસ્સાભર્યો ચહેરો જોઈને તે હમત જ ના કરતો.આજે એવો સમય આવ્યો હતો કે અવિનાશભાઈ ખુદ ઈચ્છતા હતા કે ચિન્મય તેમની પાસે આવીને થોડો સમય બેસે. પરંતુ ચિન્મય દૂર ને દૂર ભાગતો હતો. અવિનાશભાઈને ભારોભાર અફસોસ હતો, દુઃખ હતું ને આ એકલવાયા જીવન માટે જવાબદાર પણ તેઓ ખુદ જ હતા.
થોડીવાર પછી વહુ દવા લઈ તેમના રુમમાં આવી. અવિનાશભાઈ કંઈ કહે એ પહેલાં દવાની સાથે જ એક બંધ કવર તેમના હાથમાં મૂકતાં કહ્યું, ‘પપ્પા, ચિન્મયે આ કવર તમારી માટે આપ્યું છે.
વહુ બહાર જતાં જ અવિનાશભાઈએ ફટાફટ કવર ખોલ્યું. પિતા બન્યા પછીના ૨૫ વર્ષમાં પહેલીવાર ચિન્મયે
તેમના માટે કંઈક લખ્યું હતુ. તેમણે ભીની પાંપણોને નેપકીનથી લૂછી લીધી છતાં આંખો હજુ વરસવા લાગી હતી. ચિન્મય તેની મમ્મીને હંમેશા ‘ડિયર મમ્મી, માય સ્વીટ મમ્મી એવું લખતો હતો, પરંતુ અવિનાશભાઈ માટે તેણે લખ્યું હતું, આદરણીય પપ્પા, પ્રણામ, હું જાણતો નથી કે તમારા પથ્થર દિલ પર આવા પત્રથીઅસર થશે કે કેમ? છતાં હું પત્ર લખી રહ્યો છું.કંઈક તેમને કહેવા ઈચ્છું છું. પપ્પા, હવે કદાચ જદગીમાં કયારેય હું અહ નહ આવું કારણ કે હું મમ્મી માટે જ અહ આવતો હતો. હવે એ રહી નથી. પપ્પા, માણસને હંમેશા કેમ એમ લાગે છે કે તે કાયમ શકિતશાળી રહેશે. કયાકેય કોઈના સહારાની જરુર નહ પડે. આ સાચું છે પપ્પા? કારણ કે આ તમારા જ શબ્દો છે. પપ્પા તમે હંમેશા બીજાથી તમારી જાતને સર્વશ્રેષ્ઠ સમજતાં આવ્યા છો. તમે કયારેય કોઈ બીજાને માન આપ્યું જ નથી. કયારેય કોઈની સાથે નરમાઈભર્યું વર્તન પણ નથી કર્યું.
મ તો સાંભળ્યું હતું કે પુરુષ જો સફળ પતિ ના બની શકે તો સફળ પિતા તો જરુર બનતો હોય છે, પણ તમે તો બેમાંથી એકપણ ભૂમિકા ઈમાનદારીથી નથી નિભાવી. પપ્પા, તમે મમ્મીનેપણ એવું કોઈ સન્માન આપ્યું નથી. જેની એ ખરેખર હકદાર હતી. જયારે એણે હરહંમેશ તમારી તમામ બાબતોનું ધ્યાન રાખ્યું છે.તમે
બદલાશો... જરુર બદલાશો... એ આશામાં છેવટે એ આ દુનિયા છોડીને ચાલી ગઈ. અસંખ્યવાર તમારા વર્તનથી દુઃખી થઈને રડતી જોઈ છે. તમારી હાજરીમાં તો ઠીક, પરંતુ ગેરહાજરીમાં પણ તે હંમેશા ફફડતી રહેતી.
એકવાર હું નાનો હતો ત્યારે મ કહ્યું હતું,મમ્મી તને બીજા પપ્પા ના મળ્યા કે તે આમને અમારા પપ્પા બનાવ્યા.આજે મને એ વાતનો અહેસાસ થાય છે કે મ આવી વાત કરીને મમ્મીને આઘાત આપ્યો હતો.પરંતુ મમ્મી તો એ સમયે હસી પડી હતી કારણ કે મારી ઉંમર જ એવી હતી કે તે મને થપ્પડ મારી શકે એમ નહોતી.તેણે હસતા હસતા કહ્યું હતું,બેટા,જો આ તારા પપ્પા ના હોત તો મને તારા જેવો હોંશિયાર દીકરો કયાંથી મળત?હું જયારે સમજદાર થયો સંબંધોને પારખવા લાગ્યો ત્યારે સમજાય કે પ્રેમમાં કેટલી તાકાત હોય છે.જે તમામ પ્રકારના ગમને સહન કરવાની શકિત આપે છે.બસ આવા જ પ્રકારનો પ્રેમ મમ્મી તેમને કરતી હતી.
પપ્પા, હું જાણું છું કે, મમ્મીની ખોટ તમને વર્તાતી હશે, તેના નહ હોવાનો અહેસાસ હવે તમને કનડતો હશે. એ એટલા માટે નહ કે તમે તેને પ્રેમ કરતા હતા. પરંતુ એટલા માટે કે જે રિમોટ કંટ્રોલથી તમે કઠપૂતળી જેવી મમ્મી પર હકૂમત ચલાવતા હતા. તે મમ્મી જ રહી નથી.
માત્ર રિમોટકંટ્રોલ તમારા હાથમાં રહ્યું છે. પપ્પા, મમ્મી ખાતર હું એકવાત તમને કહેવા માંગં છું. અમે લોકો આવતીકાલે મુંબઈ જઈ રહ્યા છીએ. અહ કોઈ એવું નથી કે જે તમારી સારસંભાળ રાખે. તેથી હું ઈચ્છું છું કે તમે
અમારી સાથે ચાલો... તમને અહ એકલા છોડી દઈશ તો મમ્મીનો આત્મા મને કયારેય માફ નહ કરે. પપ્પા, હું તમને ચાહતો નથી એવું કહીશ તો એ કદાચ ખોટું હશે પણ તમારા હંમેશના કઠોર વર્તનમાં મારો પ્રેમ કયાંય કચડાઈ ગયો છે છતાં પણ કહું છું કે પપ્પા મને તમારા માટે એટલી જ લાગણી છે અને એ લાગણીના સોગંદ આપીને કહું છું કે તમે અમારી સાથે મુંબઈ ચાલો. તમારો દીકરો ચિન્મય પત્ર વાંચતા વાંચતા અવિનાશભાઈની આંખોમોથી સતત આંસુ વહેતા હતા.તેમને પસ્તાવો થયો કે પોતાની જદગીની કેટકેટલી અણમોલ ઘડીઓને તેમણે વેડફી દીધી હતી.કાશ દીકરાને અને પત્નીને પોતે કેટલો પ્રેમ કરતા હતા તે જો બતાવી શકયા હોત તો? એનો વસવસો તેમને આજે થયો.
તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે જે ગુમાવી દીધું છે તે હવે પાછું મળે તેમ નથી, પરંતુ જે બચ્યું છે તે હેવ સંભાળી લઈશ. પહેલીવાર ઊંઘની ગોળી લીધા વગર જ તેમને ઊંઘ આવી ગઈ. બીજા દિવસની સવાર તેમના માટે નવી જદગીની શરુઆત હતી. નાસ્તાના ટેબલ પર ચિન્મય નહોતો. વહુેએ કહ્યું તે મોડે સુધી જાગતો હતો તેથી હજુ ઉઠ્યો નથી. નાસ્તો કરી અવિનાશભાઈ પોતાના રુમમાં ગયા. પત્નીની તસવીર સમક્ષ ઉભા રહી મનોમન માફી માંગી પછી ધીરેથી તે એ બોલ્યા જે સાંભળવા પત્ની તડપતી હતી. આ સાંભળી જાણે કે તસવીર પણ મુસ્કુરાતી હોય એવું એમને લાગ્યું.
બહાર આવી તે લોનમાં બેઠા. પાછળ કોઈ ઉભું હોય એવો અહેસાસ થયો. જોયું તો પ્રિયા ને ચિન્મય ઉભા હતા. તેમણે વહુને કહ્યું, મારો સામાન પેક કરી દે, હું પણ તમારી સાથે જ આવીશ.વહુ સામાન પેક કરવા રવાના થઈ. અવિનાશભાઈએ બે હાથ ફેલાવ્યા. ચિન્મય એક નાના બાળકની જેમ દોડી આવ્યો. તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.અવિનાશભાઈની આંખોમાંથી પણ અશ્રુધારા વહેતી હતી. આંસુઓના ધોધમાં બાપ-દીકરા વચ્ચેનું
વર્ષોનું અંતર કયાં ખોવાઈ ગયું તેની ખબર જ ના પડી.