પજણની ધૂન

16:38 Posted by Chandsar
એક ગામમાં મગન અને છગન નામના બે ભાઇઓ રહેતા હતા.મગન ભોળો અને મીઠું બોલનારો હતો, પરંતુ છગનના અવાજમાં કડકાઇ હતી. છતાં પણ બન્ને સાથે રહેતા હતા, પરંતુ એક દિવસ કોઇ વાતને લઇને બન્ને વચ્ચે અણબનાવ થઇ ગયો. છગને કહ્યું, હવે મારે તારી સાથે રહેવું અશકય છે.

મને કશો વાંધો નથી. તુ મને જે કહીશ, એ હું માની લઇશ. મગને સાહજીક રીતે કહ્યું.છગને કહ્યું, તું એક ઝૂંપડી લઇ લે અને હું બીજી રૂ પજવાનું આ પજણિયું તારું અને લાકડી મારી,જેથી હું ચોકીદારનું કામ કરું.

મગને આ પ્રમાણેના ભાગલાને સ્વીકારી લીધા. તે માટલી લઇને પોતાની ઝૂંપડીમાં ગયો અને છગન લાડકી લઇને ચોકીદાર બની ગયો. બન્ને જુદી જુદી ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

એકબીજાને કોઇ સાથે સંબંધ ના રહ્યો. એક રૂ પજવાનું પજણિયું લઇને તેના તાર પર સૂર આલાપતો, ઘેર ઘેર રૂ પજતો અને બીજો લાકડી લઇને લોકો પર રોફ જમાવતો.

મગનનો અવાજ મીઠો હતો.એના પજણિયામાંથી પણ મીઠા સૂર નીકળતા. એટલે લોકો એને ખૂબ જ ચાહતા હતા. છગનની વાણીમં કઠોરતા હતી. એનું કામ પણ બીજાને ધાક-ભમકી આપવાનું હતું.

એટલે લોકો એનાથી દૂર જ રહેવાનું પસંદ કરતા. આ કારણે છગન દુઃખી થઇ ગયો. એક દિવસ છગને મગનને કહ્યું, મગન તું આ રૂ પજવાનું કામ છોડી દે. ના, આ રૂ પજવાનું કામ તો મને રોજી આપે છે. તુ આ ચોકીદારીનું કામ છોડી દે. મગને કહ્યું. ચોકીદારી તો મારો ધંધો છે. હું એને કેવી રીતે છોડી દઉં? તુ કેવી વાત કરે છે? તું રૂ પજવાનું કામ છોડી દે. ના કદાપી નહી, મગને કહ્યું આ સાંભળી છગન ચૂપચાપ ચાલ્યો ગયો.

સાંજના મગન રૂ પજી રહ્યો હતો. બે-ચાર જણા એની પાસે. એના રૂ પાજવાન્ તારમાંથી સંગીતના સૂર નોકળી રહ્યા હતા. ત્યાં જ છગન ચોકીદાર લાકડી પછાડતો ત્યાં આવી પહાચ્યો. તે મગનને રૂ પજવાનું સાધન ચલાવતો જોઇને ચીસ પાડી ઉઠ્યો, તુમારુ કહ્યું માનતો નથી, હું હમણાં જ તને એની મજા ચખાડું છું. મગન કંઇ કહે તે પહેલાં જ છગને લાકડી રૂ પજવાના સાધન પર ફટકારી. રૂ પજવાનું સાધન તૂટી ગયું. ત્યાં બેઠેલા લોકો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા. મગન નિરાશ થઇને જંગલ તરફ ચાલી નીકળ્યો.

જંગલમાં ચાલતા ચાલતા મગને એક સાધુને જોયા. એમની આંખો બંધ હતી, પણ એમની આંગળીઓ ખંજરી પર તાલ આપી રહી હતી. તેઓ ભજન ગાઇ રહ્યા હતા. એમની પાસે જંગલના અનેક જાનવરો બેસીને ભજનનો આનંદ માણી રહ્યા હતા. મગન એક બાજુ જઇને બેઠો.

થોડી વાર પછી સાધુ મહારાજ ભજન પૂરાં થયાં તો જંગલના બધા જાનવર જંગલમાં ચાલ્યા ગયાં.ગોપાલે કહ્યું, બાપુજી, આપના સંગીતમાં તો જાદુ છે. આપના સંગીતથી માણસોની સાથે સાથે પશુ-પક્ષીઓને પણ આપે વશ કરી લીધાં છે. આપ મગને પણ એવો કોઇ ઊપાય બતાવો, જેથી હું મારા ભાઇનું મન જીતી શકું. પછી મગને છગન વિશે વિસ્તારથી બધી વાત કરી. મગનની વાત સાંભળી સાધુ મહારાજ હસ્યા. એમણે મગનને એક ડબ્બી આપી અને એને કંઇક સમજાવ્યું પણ ખરું. એ ડબ્બીમાંથી સુગંધ આવી રહી હતી. મગન ઘેર આવ્યો. એણે એના ભાઇના સમાચાર પૂછ્યા. પછી એની સેવા કરવા લાગ્યો. આ જોઇ છગન ખૂબ જ ખુશ થયો. એણે કહ્યું, સારું થયું, જે તે પજવાનું કામ છોડી દીધું. તારા મનમ આ વાત આવી કેવી રીતે ?

છગને આ પૂછવાથી મગને છગનને સાધુ વિશે વાત કરી. સાધુની વાત સાંભળી છગન ચમકી ઉઠ્યો. મગને સંગંધવાળી ડબ્બી કાઢીને આપતાં કહ્યું, સાધુ મહારાજે આ તારા માટે આપી છે. છગને તરત જ ડબ્બી લઇ લીધી અને એને સૂંઘવા લાગ્યો. અત્તરની સુગંધથી એનું મગજ ઘૂમવા લાગ્યું.

પછી તો ઘડીક વારમાં તે સૂઇ ગયો.એને ગાઢ નદરમાં સૂતો જોઇને મગને પોતાનું રૂ પજવાનું તૂટેલું સાધન ઠીક કર્યું અને આંગણામાં બેસીને રૂ પજવા લાગ્યો.

ઘણી વાર પછી છગનની ઉંઘ પૂરી થતાં આંખ ઊઘાડી. એ સમયે મગનના પજણના સાધનમાંથી મધુર સંગીત નીકળવા માંડ્યું. એણે જોયુ, એક માણસ એની પાસે ઉભો છે. તે જમીન પર જોરજોરથી લાઠી પછાડી રહ્યો હતો.

લાકડી પછાડવાનો અવાજ સંગીતને બેસૂરું કરી રહ્યો હતો.હવે ચોકીદાર છગનનો સ્વભાવ બદલાઇ ગયો હતો. એને પજણના સાધનના સૂર અને લાકડી પછાડવાથી થતા અવાજનો તફાવત સમજાઇ ગયો હતો. એણે ગરજીને કહ્યું, કોણ આ લાકડી પછાડી રહ્યું છે? લાકડી પછાડવી બંધ કરો અને પજણના સાધનના તારમાંથી નીકળતી ધૂન સાંભળો. ત્યારે મગને પજણના સાધનના તાર ઊપરથી ધૂન છેડવાનું બંધ કર્યું. આ જોઇ છગને કહ્યું, મગન તે ધૂન વગાડવાનું કેમ બંધ કરી દીધું?

એને ફરી વગાડ.આ સાંભળી મગન ખૂબ ખુશ થયો. કારણ એના ભાઇનો સ્વભાવ બદલાઇ ગયો હતો.