અપેક્ષાઓ હોય ત્યાં પ્રેમ નથી હોતો

16:36 Posted by Chandsar
ભકિતમાં ભીના સ્વર, ભાવમાં ભીનું હ્યદય, રવમાં ડૂબેલ નીરવ, સ્પંદમાં સ્પંદિત નિઃસ્પંદ કંઇક એવી જ વિલક્ષણતા હતી ત્યાં ! હિમાલયના હ્યદય! ક્ષેત્રમાં ઋષિ કહોડના શ્રીમુખેથી ભકિતની સ્ત્રોતસ્વિની પ્રવાહિત થઇ રહી હતી. તેમાં સૌ ભજાઇ રહ્યા હતો.આનંદિત થઇ રહ્યા હતા., દિવસ રાતના આઠેય પહોર અહના અણું અણુંમાં કણકણમાં ભકિત છલકાઇ રહી હતી, વિખરાઇ રહી હતી. ઋષિ-મર્હિષ, દેવો-ગંધર્વોનું તો શું કહેવું અહ તો પશુ-પક્ષીઓના પ્રાણ પણ પવિત્ર- પરીષ્કાૃત ભાવોથી અનુપ્રાણિત હતા. ભાવોની પુલકન-થિરકમ અહ ચારે કોર વ્યાપ્ત હતી. હિમાલયનો મહિમા અમસ્તો જ ગાવામાં નથી આવતો. હિમાલય ફકત બરફથી ઢંકાયેલ પાષાણ શિખરોનો ખડકલો નથી, અહ દૈવી ચેતનાની દીપ્તિ છે, પવિત્ર આધ્યાત્મિક ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે અને હવે તો અહ ભકિતનું ભાવ અમાૃત પણ સતત પ્રવાહિત થઇ રહ્યું હતું, જેમાં સૌનાં મન પ્રાણ સતત સ્નાન કરી રહ્યાં હતાં.

હજી પણ સંપૂર્ણ પરિકર અને પરિસરમાં મર્હિષ કહોડના સ્વર વ્યાપી રહ્યા હતા. અચાનક જ આ સ્વરોમાં કોણ જાણે કયાંથી દિવ્ય સુગંધ ભળવા લાગી. તેમાં અલૌકિક પ્રકાશ ભરાવા લાગ્યો. તેની સાથેસાથે તેમાં ૐકારના મધ્યમ નાદનું ગુંજન ગુંજવા લાગ્યું. આ ક્ષણોમાં સૌખે અનુભવ્યું કે તેમના અંતઃકરણમાં અજાણી શી પુલકિતતા ભરાઇ ગઇ છે. સ્વયં મર્હિષ કહોડને પણ પોતાની અંતશ્વેતનામાં અનોખી પ્રસન્નતાનો અહેસાસ થયો. તેમણે એક પળ માટે પોતાનાં નેત્ર બંધ કર્યા પછી બીજી જ પળે ઋષિ વશિષ્ઠ અને અન્ય સર્પ્તિષઓ તરફ જોયું. તેમનાં મુખને જોઇને તેમને એવું લાગ્યું કે જાણે એ બધાને પણ ઋષિ કહોડને થઇ રહી હતી એવી જ અનુભૂતિ થઇ રહી હતી.

આ અનોખા અનુભવથી ભાવિત થઇને મર્હિષ કહોડ પોતાના આસન પરથી ઊઠ્યા અને ખૂબ મંદ મધુર સ્વરે બોલ્યા, હે પરમ ભકત સત્યધાૃતિ! આપ પ્રકટ થાવ. અમે સૌ આપનું સ્વાગત કરીએ છીએ. પરમ ભકત સત્યધાૃતિ વિશે પ્રાચીન મર્હિષઓને તો ખબર હતી કેટલાકે તેમનું ફકત નામ સાંભળ્યું હતું, પરંતુ તેમનાં દર્શન બહુ ઓછા લોકોએકર્યા હતાં ઋષિ સમુદાયમાં કયારેક કયારેક તેની ચર્ચા થતી હતી કે સત્યધાૃતિ ભગવાન નારાયણના પરમ ભકત છે. અત્યારે તેઓ સત્યલોકમાં રહીને પોતાના મહાન તપ તથા વિશુદ્ધ ભાવોથી પ્રકાૃતિમાં સત્વની અભિવાૃદ્ધિ કરે છે. તેમનું કહેવું છે કે સૂક્ષ્મ અને સ્થૂળ પ્રકાૃતિમાં વાસ કરનાર જીવોના આચરણ અને વ્યવહારથી પ્રકાૃતિમાં રજ અને તમ વધી જાય છે. જેનાથી, જીવોના જીવનમાં વિકાૃતિઓ વધી છે. તેનું શમન તો ત્યારે જ સંભવ છે, જયારે પ્રકાૃતિમાં સતોગુણ વધે.

ભકત સત્યધાૃતિ પોતાના નિષ્કામ તપ અને શુદ્ધ ભકિતથી હાલમાં આ જ કાર્ય કરી રહ્યા હતા. તેમના આ મૌન કાર્યને સૌની મુખર પ્રશંસા અને સંસ્તુતિ મળેલા હતાં ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રનું તો કહેવું હતું કે ભકત સત્યધાૃતિનું કાર્ય સર્વથા યુગાંતરકારી છે, કારણ કે આ જ એ વિધિ છે, જેનાથી જીવોની પ્રકાૃતિ બદલી શકાય છે. આવા પરમ ભકતનું આગમન સૌને બહુ સુખપ્રદ લાગ્યું સૌએ તેમની અભ્યર્થના કરી, તેમને આસન આપ્યું. આસન પર બેસતાં જ તેમણે સૌજું અભિવાદન કરતાં ઋષિ કહોડ અને દેર્વિષ નારદ તરફ જોયું અને ખૂબ વિનમ્રતાથી કહ્યું, આપ સૌની ખાસ કરીને આપ બંનેની ઊપસ્થિતિ મને અહ ખચી લાવી છે. દેર્વિષ જયારે પોતાનાં ભકિતસૂત્રનું ઊચ્ચારણ કરે છે તો તેના પરાધ્વનિનો પડઘો સત્યલોક સુધી પહાચે છે.

ભકત સત્યધાૃતિની વિનમ્રતાએ સૌના હ્યદયને સુખદ અનુભૂતિ આપી. તેની સાથે હવે સૌનાં નેત્ર દેર્વિષ નારદના મુખ પર જઇને અટકયાં. સૌને હવે પ્રતીક્ષા હતી નવીન ભકિતસૂત્રની દેર્વિષને પણ સૌના મનની ત્વરા, તીવ્રતા અને પ્રતીક્ષાનો અહેસાસ હતો, તેમણે નારાયણ નામના સ્મરણ સાથે ઊચ્ચાર્યું-

"ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણ વર્ધમાનમવિચ્છિન્નં સૂક્ષ્મતરમનુભવરૂપમ્" અર્થાત એ પ્રેમ ગુણરહિત છે, કામનારહિત છે, પ્રતિક્ષણ વધતો રહે છે. વિચ્છેદરહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.દેર્વિષના આ નવીન સૂત્રએ સૌના અંતર્મનને નવીન પ્રકાશ અને પ્રફુલ્લતા આપ્યાં. ઋષિ હકોડ પ્રસન્ન થયા અને તેમણે સત્યધાૃતિ તરફ જોતાં કહ્યું, મહાત્મન! આપ આ નવીન સૂત્ર પર કંઇક કહો, મર્હિષ કહોડની આ વાત સૌને ગમી. સૌએ તેનું હ્યદયથી સમર્થન કર્યું. સ્વયં દેર્વિષ નારદના મનમાં પણ એ જ ભાવ હતો કે ભગવાન નારાયણના અનન્ય ભકત સત્યધાૃતિ આનાપર કંઇક કહે સૌની પ્રાર્થનાને વિનમ્રતાથી શિરોધાર્ય કરતાં સત્યધાૃતિએ કહ્યું ‘હે મનનીય જનો! મારા અનુભવો અને ઊપલબ્ધિઓમાં તો મને એવી કોઇ વ્યપાકતા દેખાતી નથી, પરંતુ હા, મારા સ્માૃતિકોશમાં ભકત ચોખામેલાની કથા ઊપસી રહી હતી.

ચોખામેલા હતો તે વનવાસી ભીલ, અભણ, નિરક્ષર અને દ્વિજ જાતિઓના સંસ્કારોથી વંચિત પરંતુ નેના આચરણમાં મર્હિષઓ જેવી પવિત્રતા હતી.જે દિવસોમાં હું તેને મળ્યો તે દિવસોમાં હું ધરાધામ પર રાજય-શાસન કરી રહ્યો હતો, પરમ ભકત સત્યધાૃતિ વિશે એ સત્યની પણ ઓછા લોકોને ખબર હતી કે તેઓ પોતાના ધરતીના જીવનકાળમાં પરમ પ્રતાપી, તેજસ્વી સમ્રાટ હતા.

ઘણુંખરું સમગ્ર ભૂમંડ તેમના રાજય શાસનમાં હતું. પોતાની પ્રજા તેમને પુત્રવત્ પ્રિય હતી. પ્રજા પણ પોતાના નરેશને સહ્યદય પિતા તરીકે જોતી હતી. બ્રર્હ્મિષ વશિષ્ઠને ભકત સત્યધાૃતિના રાજય શાસનનું સ્મરણ હતું, તેમણે કહ્યું ધરતીના એ સુવર્ણયુગને કોણ ભૂલી શકે મહારાજ,ઋષિ વશિષ્ઠની વાત સાંભળીને વિનમ્ર સ્વરે સત્યધાૃતિએ કહ્યું ભગવાન ! મારા કતાૃત્વમાં ભલા એવું કંઇ કયાં ! હું તો ભગવાનના અનુરાગી ભકત ચોખામેલાની વાત કહી રહ્યો છું.તેની સાથે મારી મુલાકાત કણ્વ વનમાં થઇ હતી. ઘાસની ઝૂંપડીમાં તેમનો આવાસ હતો. નારાયણના નામ સિવાય તેમને કોઇ આશ્રય ન હતો. એમની સાથે જયારે મારી મુલાકાત થલ, ત્યારે તેમના હોઠ પર નારાયણનું નામ હતું, નેત્રોમાં અશ્રુ, રોમેરોમ પુલકિત અને પ્રેમથી સંપૂર્ણ દેહ કંપાયમાન.

સાક્ષાત ભગવત પ્રેમની ર્મૂિત લાગી રહ્યા હતા.ચોખામેલા મ તેમની પાસે જાણવા માગ્યું કે આવી અલૌકિક ભકિત કયાંથી પ્રાપ્ત થઇ તો તેમણે કહ્યું પ્રભુ નામના સ્મરણથી જયારે મ જાણવા માંગ્યું કે તેઓ ભગવાન પાસેથી શું ઇચ્છે છે? તો ઊત્તરમાં એમનાં આંસુ છલકાઇ આવ્યાં અને બોલ્યા, અરે હું તો ખુદને પ્રભુને સર્મિપત કરવા માગું છું, તેમણે ભાવભીના સ્વરે કહ્યું પ્રેમ તો ગુણરહિત હોય છે. તેમાં કામનાને કોઇ સ્થાન નથી કારણ કુ કામના તો પૂરી થતાં જ સમાપ્ત થઇ જાય છે.

પરંતુ પ્રેમ તો પ્રતિક્ષણ વધે છે. તેમાં કયારેય વિઘટન સંભવ નથી. વિઘટન તો ત્યાં હોય છે. જયાં અપેક્ષાઓ હોય છે. અપેક્ષારહિત પ્રેમ, સર્મિપત ભકત અને પ્રેમપૂર્ણ ભગવાન જયારે મળે છે. તો તેનામાં પ્રેમ પ્રતિક્ષણ વધે છે. આ અનુભવ અતિવ્યાપક હોવાના કારણે અતિસૂક્ષ્મ પણ છે. તેને કહી સાંભળી શકાતો નથી. બસ અનુભવ કરી શકાય છે. એટલા માટે પ્રેમ અનુભવ રૂપ છે. આટલું કહીને ભકત સત્યધાૃતિએ ઉંડો શ્વાસ લેતાં કહ્યું એ અભણ ભકત ચોખામેલાએ મને પહેલી વાર ભકિતનું તત્વજ્ઞાન આપ્યું એ પ્રેમી-અનરાગી ભકતમાં બીજું પણ એવું ઘણું હતું, જે કહેવા-સાંભળવા યોગ્ય છે.


હજી પણ સંપૂર્ણ પરિકર અને પરિસરમાં મર્હિષ કહોડના સ્વર વ્યાપી રહ્યા હતા. અચાનક જ આ સ્વરોમાં કોણ જાણે કયાંથી દિવ્ય સુગંધ ભળવા લાગી. તેમાં અલૌકિક પ્રકાશ ભરાવા લાગ્યો.તેની સાથેસાથે તેમાં ૐકારના મધ્યમ નાદનું ગુંજન ગુંજવા લાગ્યું. આ ક્ષણોમાં સૌએ અનુભવ્યું કે તેમના અંતઃકરણમાં અજાણી શી પુલકિતતા ભરાઇ ગઇ છે.સ્વયં મર્હિષ કહોડને પણ પોતાની અંતશ્વેતનામાં અનોખી પ્રસન્નતાનો અહેસાસ થયો. તેમણે એક પળ માટે પોતાનાં નેત્ર બંધ કર્યા પછી બીજી જ પળે ઋષિ વશિષ્ઠ અને અન્ય સર્પ્તિષઓ તરફ જોયું. તેમનાં મુખને જોઇને તેમને એવું લાગ્યું કે જાણે એ બધાને પણ ઋષિ કહોડને થઇ રહી હતી એવી જ અનુભૂતિ થઇ રહી હતી.