‘આપણે તો કોપ કરી નાખ્યો : આપણે તો ભારે કરી...!
કાળો ગજ્જબ કરી નાખ્યો આપણે!’
‘હેં ? આપણે?’
‘હા આપણે! આપણે દસ્તક પોતે. મતદારો હવે આપણને મત આપે તો હું મારી મૂછો કોરી મૂંડાવી નાખું.’
‘જુઓ, મૂછની વાત કરશોમાં આપણા પક્ષમાં મૂછનો કોઈ મહિમા નથી. અરે મૂછ જ અપેક્ષિત નથી. હં.... હવે બોલો, તમે આમ એકાએક ઢળી શાના પડ્યા?’
‘આજ હું ઢળ્યો છું, પણ મહેરબાન, તમે આવતીકાલે ઢળશો અને પક્ષ પરમ દિવસે ઢળી પડ્યો, માનો! જાણો છો! લોકો આપણને આંટી જવા માટે નિશાનબાજી શીખે છે.’
‘પણ શા માટે? આપણે લોકકલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ. આ વાત તમારે લોકોને સમજાવવી જોઈએ.’
‘વાત સમજાવવા એની પાસે જવુંં? અરે, મારા સાહેબ, લોકો હાથમાં ભાઠા લઈને બેઠા છે. તમે શું એ વાત નથી જાણતા? બજારમાં ભાવો ભડકે બળે છે. લોકોનાં ગજવાં નિચોવાઈ રહ્યાં છે.’
‘દાખલા તરીકે?’
‘પેટ્રોલ, ડીઝલ અને ક્રૂડ કેરોસીન! આપણે પધાર્યા અને ભાવ વધાર્યા.’
‘તમે સંકોચ પામોમાં. આપણે ભાવ વધારવા જ હતા.’
‘હેં ? શું કામે?’
‘થોડું ચિંતન કરો તો સમજાશે કે આપણે ગોવધ અને ગોવંશ વધ બંધ કરવા માંગીએ છીએ.’
‘કરો વાત.....! પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન ક્રૂડ સાથે ગોવંશ વધને નહાવા નિચોવાનું શું છે ? ’
‘વાતના તથ્ય સુધી પહોંચો મારા ભાઈ! જુઓ, આપણે ખેતીકામમાંથી યંત્રોની નાબૂદી કરવા માંગીએ છીએ. યંત્રો જશે એટલે ‘ગાડાંયુગ’ આવશે. ગામતરાંની જાનો જોડવાની આપણી જૂની પરંપરાનું સ્થાપ્ન થશે.’ ગામતરે ગાડાં. પ્રસંગોમાં ગાડાં, વાર- તહેવારે, મેળે, મલાજે ગાડાં. બળદોનો મહિમા એટલે ગાયનો મહિમા... ગોબરનો, ખાતરનો, છાણાંનો, ચૂલાનો, ભૂંગળાથી ચૂલા ફૂંકવાનો મહિમા. ચૂલાનો, તાવડીનો, માટલાંનો, પાટિયાનો, ઢાંકણીનો મહિમા. આપણા કારીગરો મોજ કરશે. કેરોસીન જશે એટલે પ્રાઇમસ જશે, ફાનસ જશે અને કોડિયાં આવશે. એરંડીના દીવા થશે. આંખોનાં તેજ વધશે.’
‘પણ આ ખાંડ? ભડકા થઈ ગ્યા, ભડકા.’
‘વ્યસનમુક્તિ માટે ખાંડને કડવી કરવાની આપણી ગણતરી હતી જ. આ દેશનો દાળોવાટો બોલાવ્યો છે. હોટેલો, ચા, તપેલાં સવારે ચા, ગમે ત્યારે ચા. લગ્નમાં ચા, મસાણે ચા, જ્યાં ને ત્યાં બસ ચા, અને ચા! આપણે આ ભમરાળી ચા કાઢવી છે. અંગ્રેજો ગયા, પણ એની ચા હજી ગઈ નથી. ચા નો નાશ કરો, ખાંડને દેશવટો આપો. ચિંચોડા, વાઢ, ગોળ, કઢાઈ, ગવારા, ભુરિયા, માંડવા, ભીલાં, ઊનો ઊનો ગોળ ખાઓ, તાજો રસ પીઓ, ચાની સાથે ગાંઠિયાને માસિયાઈ નાતો છે. માટે ગાંઠિયા નાબૂદી પણ કરવી છે. ભજિયાં, ફાફડા, સેવ અને તમામ જાતનાં ફરસાણોને વિદાય આપો. ઘરે ઘરમાં શેકેલા ચણા, ચણાના હોળા, ઘઉંના જાદરિયાં અને હાંડવો, સાથવો લાવો. લઢુ બનો. દવાખાનાને દુશ્મન ગણો. બોલો છે કે નહીં લોકકલ્યાણ? જાણો છો? આનાથી કેટલાને રોજી મળશે? દાળિયા ભૂંજવાવાળા, ધાણી ફોડનારા, હાંડવો અને સાથવો બનાવનારાનાં છોકરાં મોજ કરશે. આપણે આપણી ભારતીયતાનું પુન: સ્થાપ્ન કરવા માંગીએ છીએ. માટે જે થાય છે એ દેશહિત માટે થાય છે. હા, મેં સાંભળ્યું છે કે આ માટે પતિ-પત્ની ઢીંકોઢીક આપે છે, પણ એમાંય સ્ત્રી-સન્માન અને સ્વાવલંબનનો આપણો હેતુ સિદ્ધ થઈ રહ્યો છે.’
‘હેતુ! અરે, મહેરબાન! બાઈ રિસાઈને જતી રહેશે તો ભાઈ રખડી પડવાના.’
‘બાઈ અને ભાઈ બન્ને ન્યાલ થશે એ કેમ નથી કહેતા? બાઈ જશે તો ભાઈ સ્વાવલંબી બનશે. બાઈને આરામ થાશે. ભાઈનો આખો પગાર બચશે. સાડીઓના સેલની છેતરપિંડી બંધ થશે. રસોઈ, કપડાં, વાસણને નવા હાથ મળશે અને વળી નવી શોધોનો ઇતિહાસ રચાશે. આપણા પક્ષના બંધારણમાં સ્વદેશી અને સ્વાવલંબન પ્રથમ શરત છે.’
‘શરતની માંડોમાં, લોકો આપણને ધોઈ નાખશે ચૂંટણીમાં. આપણે આવી વાતો નહોતી કરી.’
‘જુઓ, સાચી વાત તો સગા બાપ્નેય ન પણ કહેવાય અને લોકો ધોઈ નાખે તો ખમી લો. આપણને અંગ્રેજોએ ક્યાં નહોતા ધોયા? જ્યારે આ બધા આપણા ભાંડુ છે અને મિત્ર! માર ખાવાનો તો આપણો ઇતિહાસ છે અને મારની ગરિમા છે. માર ખાનાર જ મોહનદાસ કરમચંદ ગાંધી બની શકે. અને પળ પછી ભેંકડો તાણવાનો અવાજ આવ્યો
છે - કિયો આપ ને સંભળાય છે?’