ભોજરાજા ફરી પાછા સહાસને બેસવા જાય છે. ત્યાં તો વાંદા નામની પૂતળી બોલી ઉઠીઃ રાજાજી! થોભો,
આ સહાસન ઊપર પગ ન મૂકશો.
આ સહાસન પરદુઃખભંજન વીર વિક્રમનું છે. તેમના જેવા પરાક્રમો અને પરોપકારનાં કામ કરો ત્યારે બેસજો. હમણાં તો તમારે તેની પૂજા જ કરવાની છે. તેમના પરાક્રમની એક વાત કહું તે સાંભળોઃ
એક દિવસ વિક્રમરાજા શિકારે નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક જંગલમાં આવી પહોચ્યા. જંગલમાં દવ બળતો હતો. ચારે બાજું આગ આગ થઇ રહી હતી. આગથી ત્રાસીને પશુંપં ખીઓ જીવ લઇને નાસતાં હતાં.
એવામાં રાજાએ એક કૌતુક દીઠું ! ત્યાં એક પોપટ હતો. તેણે નદીમાં સ્નાન કરીને સૂર્યનારાયણનું ધ્યાન ધર્યું અને ઝાડની ડાળી ઊપરથી દવમાં કૂદી પડવા જતો હતો, ત્યાં તો વિક્રમરાજા બોલી ઊઠ્યા ઃ હે પોપટ ઉભો રહે! તું દવમાં પડીશ નહિ, પડે તો તને સૂરજદેવની આણ ! પહેલાં મારી વાત સાંભળ.
આ સાંભળી પોપટ ઉભો રહ્યો અને રાજાના હાથ ઊપર આવીને બેઠો. તેણે રાજાને કહ્યું ભલા માણસ ! તમે મને
શા માટે રોકો છો? તમે તમારે રસ્તે જાઓ ને ?
રાજાએ કહ્યું ભાઇ! તું પંખીની જાત છે, માટે તારું શું દુઃખ છે કે, આપઘાત કરવાનો સમય આવ્યો ? કિયાં છોકરાં પરણાવવાં, કિયું જાય છે રાજ ?
કિયાં વહાણ તુજ ડુબિયાં, કિયો ડુબ્યો વહેપાર ? કિયાં કલંક માથે ચડ્યાં, કિયો પડ્યો મુંજ માર ? કિયાં દુઃખથી દેહ તજે, સહેજ વાત વિચાર ? પોપટ! જે હોય તે સાચું કહે ? એવું તારે શું દુઃખ આવી પડ્યું છે ? હું ઊજજન નગરીનો રાજા વિક્રમ છું હું તને વચન આપું છું કે, માતા હરસિધ્ધિની કાપાથી હું તારું દુઃખ ભાંગીશ.
વિક્રમરાજાને જોઇ પોપટને હમત આવી. તેણે કહ્યું મહારાજ ! રાજવતી નગરીમાં ભુપતસંગ નામે રાજા રાજ કરે છે. પદ્મયંદશ નામે ત્યાંના નગરશેઠ છે.
નગરશેઠને પુષ્યચંદ નામનો પુત્ર છે. તેનો હું પોપટ છું પુષ્પચંદને મારા ઊપર ઘણું જ હેત હતું. એકવાર એકાંતમાં પુષ્પચંદ મને પૂછ્યું હે પોપટ ! તને ખબર પડતી હોય તો કહે કે, વિધાત્રીએ મારો વિવાહ કોની સાથે લખ્યો હશે?
હું એ વાત જાણી શકતો હતો, એટલે મ કહ્યું મંચાવતી નગરીમાં ટેકચંદશા નામે નગરશેઠ છે. તેમની દીકરી
પદ્મલોચનાની સાથે તમારો વિવાહ થશે. પદ્મલોચનાની પાસે એક મેના હતી.
પદ્મલોચનાએ પણ મેનાને પૂછ્યું હે મેના ! તુ ભવિષ્ય જાણતી હોય તો કહે કે, મારો વિવાહ કયાં થશે ?
મેનાએ કહ્યું રાજવતી નગરીમાં પદ્મચંદશા નામે નગરશેઠ છે. તેમના પુત્ર પુષ્પચંદ સાથે તમારો વિવાહ થશે.
આ વાત સાંભળી પદ્મલોચના તેના પિતા પાસે ગઇ અને મેનાની કહેલી વાત કહી ટેકચંદશાને પણ આ વાત ગમી. તેમણે દીકરીના વિવાહનું શ્રીફળ પદ્મચંદશેઠને ત્યાં મોકલ્યું. પદ્મચંદ શેઠે તે સ્વીકાર્યું. લગ્નનો દિવસ નિરધારી ટેકચંદશાએ પદ્મલોચનાને પુષ્પચંદ સાથે સારા ચોઘડીએ પરણાવી અને મનગમતી પહેરામણી આપી દીકરીને વિદાય કરી. પદ્મલોચના સોનાના પાજરામાં પૂરેલી મેનાને પોતાની સાથે લઇને અમારે ત્યાં આવી.
એક દિવસ મેનાને જોઇને મારૂં ચિત્ત ઠેકાણે ન રહ્યું મને થયું, મારો વિવાહ તેની સાથે થાય તો કેવું સારૂ ! એટલે મ મેનાને પૂછ્યું મેના ! તું કહે તો હું તારી સાથે લગ્ન કરૂં.
આટલું કહેતામાં તો મેના ગુસ્સે થઇ ગઇ અને કલબલાટ કરી મૂકયો. મે તેને શાંત પાડવા ઘણાં કાલાવાલા કર્યા પણ તે માની જ નહિ, મેનાનો ફડફડાટ અને બૂમો સાંભળી શેડ અને શેઠાણી દોડી આવ્યાં. મેના તરત .ડીને શેઠાણીના હાથે બેઠી અને કહેવા લાગીઃ શેઠાણીબા ! શેઠાણીબા ! આ પોપટ મને ગાળો દે છે.
મ પણ મારો બચાવ કરતાં કહ્યું ના શેઠજી ! મેના જુઠું બોલે છે. મે તેને કાંઇ કહ્યું નથી.
મેના એ કહ્યું ઃ જુઠા ! આટલું બધું જુઠુ બોલતાં તું શરમાતો નથી ? મ કહ્યું ઃ તુ જૂઠી. હું કયાં જૂટુ બોલું છું ? અમારા બન્ને વચ્ચે કજિયો વધી પડ્યો એટલે શેઠાણીએ મેનાનો પક્ષ લેતાં કહ્યું ઃ મેના ! તારી વાત ખરી છે.
પુરુષની જાત કરી સાચી હોતી જ નથી. એના તો બોલે બોલ જૂઠ શ્ શેઠાણીની વાત સાંભળી શેઠ મારો પક્ષ લઇને
બોલી ઉઠ્યાં ઃ પોપટ ! મેના જ જૂઠુ બોલતી હશે. સ્ત્રીની જાત જ આવી.
એની વાતે વાતે જૂઠ ! મેના ગુસ્સામાં બોલી : શેઠજી પુરુષની જાત કેટલી જૂઠી હોય છે, તેની વાત સાંભળવી છે ? શેઠે કહ્યું ઃ ભલે ત્યારે કહો ! મેનાએ વાત કહેવા માંડી : એક ગામમાં ધનશા નામે એક શેઠ હતા. તેમને ધનક્ષય નામનો પુત્ર હતો.
ધનક્ષયનાં લગ્ન ધનશાએ પુષ્પપાટણના શેઠ સકલચંદને ત્યાં તેમની પુત્ર પમાવતી સાથે કર્યા. કન્યા હજી સાસરે આવી ન હતી. એટલામાં ધનશા શેઠ માંદા પડ્યા અને મરી ગયા. હવે તિજોરીની ચાવી ધનક્ષયના હાથમાં આવી ગઇ. તેણે મન ફાવે તેમ પૈસા વાપરવા માંડ્યા, આવક ઘટી અને જાવક વધી પડી એટલે તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું. વેપારધંધો પડી ભાંગ્યો અને ઘર પણ વેચાઇ ગયું તેની પાસે એક ફૂટી બદામ પણ રહી નહિ. એટલે તે પોતાના સાસરે પહાચ્યો. પહેલવહેલા જમાઇ આવેલા જાણી તેના સાસુ- સસરાએ ઘણા માનપાનથી એક મહિનો પોતાને ત્યાં રોકયો પછી પોતાની દીકરીને પગથી માથા સુધી ઘરેણાં પહેરાવી ધનક્ષયની સાથે સાસરે વળાવી.
રસ્તામાં એક મોટું વન આવ્યું દુષ્ટ ધનક્ષયને વિચાર આવ્યો કે, મારી સ્ત્રી ગામમાં આવીને જાણશે કે મ ઘરબાર
વેચી ખાધા છે. અને ખાવા અન્ન પણ નથી, ત્યારે મારી શી લાજ રહેશે ! તેણે મનમાં ઘાટ ઘડ્યો અને તેની સ્ત્રીને કહ્યું ઃ આ જંગલમાં ચોરનો ભય છે. તે કયારે આવે તે કહેવાય નહી, માટે તારા ઘરેણા ઊતારી આપ.
પમાવતીએ પોતાનાં ઘરેણાં ઊતારી આપ્યા. આગળ જતાં એક કૂવો આવ્યો. ધનક્ષય. આજુબાજુ જોયું તો કોઇ ન
હતુ. તેણે પમાવતીને કહ્યું ઃ ચાલ ! પાણી પીને જઇએ, આમ કહી તે તેની સ્ત્રીને કૂવા કાંઠે લાવ્યો અને તેને કૂવામાં ધકેલી મૂકી. તે ઘરેણાની પોટલી લઇને નાઠો અને સીધો ઘેર આવી ઉભો રહ્યો. અહ પમાવતી કૂવામાં પડી, પરંતુ કૂવામાં પાણી બહું ઊંડુ ન હતુ, તેથી તે બચી ગઇ ! તેણે કૂવામાંથી નીકળવા ઘણાં ફાંફાં માર્યા પરંતુ તે નીકળી શકી નહિ. બીમારી ત્રણ દિવસ સુધી ભૂખીને ભૂખી કૂવામાં બેસી રહી.
ચોથે દિવસે એક વટેમાર્ગું કૂવા ઊપર પાણી પીવા આવ્યો. તેણે પમાવતીને જોઇ અને બહાર કાઢી.
બીચારી પમાવતીએ સાસરાની વાટ જોઇ ન હતી. એટલે તે પોતાના પિતાને ઘેર પાછી ગઇ! તેના મા-બાપે પૂછ્યું : દીકરી ! તું પાછી કેમ આવી ? અને તારું શરીર આમ કેમ છે ? છતાં પમાવતીએ ખરી વાત કહી નહી. તેણે
કહ્યું ઃ રસ્તામાં ચોર મળ્યા. તેમણે મને કૂવામાં ધકેલી મૂકી. મારા પતિનું શું થયું તેની મને કશી ખબર નથી. દીકરીની વાત સાચી માની તેનાં મા બાપ ધનક્ષયની ચતા કરતાં તેની રાહ જોવા લાગ્યાં.
વાતને બે વરસ વીતી ગયાં ધનક્ષયે પમાવતીના દાગીના વેચી ખાધા અને પાછો હતો તેવો થઇ ગયો. ફરી તેણે
વિચાર કર્યો, ચાલો સસરાને ત્યાં ! કોને જાણ થવાની છે કે પમાવતી મરી ગઇ છે ? કહીશું કે પમાવતી સુખ શાંતિમાં છે ને લહેર કરે છે. થોડા દહાડા જે સાસરામાં લહેર કરી તે ખરી. આમ વિચારી ધનક્ષય પોતાના સાસરે આવ્યો, જયાં તે સસરાના ઘરે પગ દેવા જાય છે, ત્યાં તેણે પોતાની સ્ત્રીને ઉંબરામાં ઉભેલી જોઇ. તેને જોતાં જ તે દોડીને પાસે આવી અને કહ્યું : તમે મુંઝાશો નહિ ! જે થવાનું હતું તે થઇ ગયું વિધિના લેખ એવા હશે એમાં તમારો શો વાંક ? અહ એ વાત મ કોઇને કહી નથી. માટે તમે લેશે પણ ચતા કર્યા વિના સુખેથી રહો.