શ્રીવનમાં પક્ષીઓની સભા ભરાઇ હતી. ગરુડ પક્ષીઓનો રાજા હતો, પરંતુ તે સભામાં હાજર રહ્યો નહોતો. આથી
પક્ષીઓ ખિન્ન થઇ ગયાં. કેટલાંક તો ચણભણ પણ કરી રહ્યાં હતા.
એકે કહ્યું : "જે રાજા પોતાની પ્રજાની ખબર-અંતર ન લે, તેના સુખદુખમાં ભાગ ન લે, તે રાજા શા કામનો ? એવો રાજા હોય તોય શું ને ન હોય તોય શું ?"
બીજાએ કહ્યું : "આપણે રાજાને માન આપીએ છીએ, સન્માન કરીએ છીએ, સલામી ભરીએ છીએ, તોય એ તો આપણી જરાય ચતા જ કરતા નથી."
ત્રીજાએ કહ્યું : "જે રાજા જકાત લેતો હોય, કરવેરા લેતો હોય, આવકવેરો વસૂલ કરતો હોય, અને પ્રજાના કલ્યાણનું એકે કામ ન કરતો હોય, તે રાજા કહેવાય ? આપણે બચ્ચાંનો કોળિયો ઝૂંટવીને કરવેરા ભરીએ, ને એ છે તે મોજમજા કરે, અમનચમન કરે, અપ્સરાઓનાં નાચ-ગાન જુએ, મુજરાઓની સલામી ઝીલે, અને પેલા વિષ્ણુમાં શું ભાળી ગયો છે, તે ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. થૂ કરું છું હું તો એવા રાજાને !"
ચોથાએ કહ્યું : " માથાભારે પારધીઓ આપણને આપણી સંગિનીઓને, આપણં બચ્ચાંને જાળાં લઇ જાય છે, અને આપણી પાસે વેઠનાં કામ કરાવે છે. આપણે મૂંગે મોઢે એ બધું સહન કરવું પડે છે. ભઇ, આપણો રાજા નબળો ત્યારે આ બધું ય ને ? ચાલો, આપણે આપણો રાજા જ બદલી નાંખીએ."
સભામાંથી મોટા મોટા અવાજો આવ્યા : "હા-હા ! રાજા બદલો...રાજા બદલો ! ચ ચ... ઘઢુર ઘૂ...કુહૂકુહૂ...!!
નવો રજા લાવો ! જૂનાને હટાવો !" પક્ષીઓએ રાજા બદલવાનો નિર્ણય લઇ લીધો. પણ રાજા બનાવવો કોને ? પક્ષીઓની નજર ઘુવડ પર ઠરતી હતી. એનો પીળચટ્ટો રંગ, ભદ્ર શકલ અને ઠરેલપણું બધાંને ગમી ગયાં હતાં.
આખરે ઘુવડને પક્ષીઓનો નવો રાજ બનાવવાનો નિર્ણય થઇ ગયો. હવે રાજયાભિષેકની તૈયારીઓ થવા માંડી હતી. ફટાફટ બધી વસ્તુઓ આવવા લાગી હતી. બધાં પક્ષીઓ દોડાદોડી કરી રહ્યાં હતા. બરાબર એ જ વખતે એક કાગડો ઊડતો ઊડતો ત્યાં આવી પહાચ્યો. પક્ષીઓની સભા જોઇને તેને નવાઇ લાગી. કુતૂહલથી તે નીચે
આવ્યો. તેણે ભોળા કબૂતરને પૂછ્યું : "ભાઇ, આ સભા શાની થઇ રહી છે ? આટલો મોટો પક્ષીસમુદાય શા માટે ભેગો થયો છે ?"
કબૂતરે ભોળાઇથી કહ્યું : "અરે કાકભાઇ ! તમને ખબર નથી ? પંખીઓનો કોઇ રાજા નથી, એટલે રાજાની પસંદગી માટે આ સભા ભરાઇ છે." "રાજા તરીકે કોઇની પસંદગી થઇ છે. ?" કાગડાએ પૂછ્યું.
કબૂતરે કહ્યું : "હા, બધાં પંખીઓએ સર્વસમ્મતિથી ઘુવડને રાજા તરીકે પસંદ કર્યો છે, અને હવે એના રાજયાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે."
એ સાંભળીને કાગડો ઇર્ષ્યાથી લાળો થઇ ગયો. પોતાનો કટ્ટર દુશ્મન રાજા બને એ એને જરાય ન ગમ્યું. તેણે હસીને કહ્યું : "ઓ મારા ભાઇ ! આ તો ભારે અનર્થ થઇ રહ્યો છે. બીજાં શકિતશાળી પક્ષીઓ છે, એમાંથી કોઇને રાજા બનાવવો જોઇએ." બધા પક્ષીઓ ભેગાં થઇ ગયાં હતાં.
એનો રાજયાભિષેક થાય એ તો અયોગ્ય છે. રાજા તો મહાબળિયો હોવો જોઇએ. એનું નામ લેતાં જ દુશ્મનો થથરીને ભાગી જાય. પોતાની પ્રજાનું રક્ષણ કરે એવો શકિતવાન રાજા હોવો જોઇએ. એ આંધળો દિવસે તો જોઇ શકતો નથી. એ શું પ્રજાની રક્ષા કરવાનો છે ?" બધાં પક્ષીઓને કાગડાની વાત સાચી લાગી. ઘુવડનો રાજયાભિષેક બંધ રહ્યો. ઠરાવ રદ કરીને બધાં પક્ષીઓ પોતપોતાને ઠેકાણે જતાં રહ્યાં. ઘુવડ પણ- "હું જોઇ
લઇશ...કાગડા, હું તને જોઇ લઇશ" કરતો ગયો. ત્યારથી ઘુવડ કાગડાઓ પર ખાર રાખે છે અને કાગડાને શોધીશોધીને મારે છે.