ભારતના અત્યાર સુધીના ઇતિહાસમાં અનેક દાનવીરો થઈ ગયા, પરંતુ
તેમાં સર્વોપરી નામ પોતાનાં પ્રાણનું બલિદાન અને અસ્થિઓનું દાન કરનાર
મર્હિષ દધીચિનું છે. તેમણે પોતાનાં અસ્થિઓનું દાન કરીને દેવતાઓ અને સંસારની
રક્ષા કરી હતી. દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે તેમની જન્મજયંતી ધૂમધામથી
ઊજવાય છે.
ભારતીય પ્રાચીન ઋષિ-મુનિઓમાંથી એક એવા ઋષિ દધીચિએ વિશ્વકલ્યાણ માટે પોતાના પ્રાણ આપ્યા હતા. તેમના પિતા મહાન ઋષિ અથર્વા હતા અને તેમની માતાનું નામ શાંતિ હતું. દધીચિએ પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન શિવજીની ભક્તિમાં વ્યતીત કર્યું હતું. તેમણે કઠોર તપ દ્વારા પોતાના શરીરને પણ કઠોર બનાવી દીધું હતું. પોતાની તપસ્યા તથા અતૂટ શિવભક્તિ દ્વારા તેઓ બધા જ લોકો માટે આદરણીય બન્યા.
મહર્ષિ દધીચિ અને ઇન્દ્ર
એક વાર મર્હિષ દધીચિએ કઠોર તપ શરૂ કર્યું. તેમની તપસ્યાથી બધા જ લોકો ભયભીત થવા લાગ્યા. ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. તેમની તપસ્યાનું તેજ ત્રણે લોકોમાં ફેલાઈ ગયું. આ રીતે બધા જ લોકો તેમની તપસ્યાથી પ્રભાવિત થયા. બધા જ દેવતાઓની સાથે ઇન્દ્ર પણ તેમની તપસ્યાથી પ્રભાવિત થયા. ઇન્દ્રને એવું લાગ્યું કે પોતાની કઠોર તપસ્યા દ્વારા દધીચિ ઇન્દ્રાસન મેળવવા માગે છે, તેથી તેમણે મર્હિષની તપસ્યા ભંગ કરવા માટે એક અપ્સરાને મોકલી. અપ્સરાના અથાક પ્રયત્નો કરવા છતાં પણ મર્હિષ તપમાં લીન જ રહ્યા. પોતાના કાર્યમાં અસફળ અપ્સરા ઇન્દ્ર પાસે પાછી આવે છે. ત્યારબાદ ઇન્દ્રને તેમની શક્તિનું ભાન થાય છે અને તેઓ ઋષિ સમક્ષ પોતાની ભૂલ માટે ક્ષમાયાચના કરે છે.
મર્હિષ દધીચિ પાસે આટલું મોટું દાન માગવા જવા માટે દેવરાજ ઇન્દ્રના પગ નહોતા ઊપડતા, કારણ કે ઇન્દ્રએ એક વાર તેમનું બહુ ઘોર અપમાન કર્યું હતું, તેથી તેઓ તેમની પાસે મદદ માગવા જતા સંકોચ અનુભવી રહ્યા હતા. એવું કહેવાય છે કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાાન સમગ્ર વિશ્વમાં માત્ર દધીચિ પાસે જ હતું. તેઓ કોઈ સુપાત્રને તેનું જ્ઞાાન આપવા માગતા હતા. ઇન્દ્ર બ્રહ્મવિદ્યાનું જ્ઞાાન મેળવવા માગતા હતા, પરંતુ દધીચિની દૃષ્ટિમાં ઇન્દ્ર આ વિદ્યાને પાત્ર નહોતા, તેથી તેમણે જ્ઞાાન આપવાની ના પાડી. ઇન્દ્રએ તેમને કોઈ અન્યને આ વિદ્યા ન આપવા કહ્યું અને જો આમ કર્યું તો તમારું માથું ધડથી અલગ કરી દઈશ તેમ જણાવ્યું. ત્યારે સહેજ પણ ડર્યા વગર દધીચિએ કહ્યું કે, "જો કોઈ સુપાત્ર મળશે તો તેને હું આ જ્ઞાાન જરૂર આપીશ." થોડા સમય પછી ઇન્દ્રલોકથી જ અશ્વિની કુમારો મર્હિષ દધીચિ પાસે આ વિદ્યા લેવા માટે પહોંચ્યા. તેઓ વિદ્યાને પાત્ર લાગતાં તેમણે ઇન્દ્રએ કહેલી વાતથી તેમને અવગત કર્યા, તેથી અશ્વિની કુમારોએ મર્હિષ દધીચિના શીશ પર અશ્વનું શીશ લગાવીને વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ત્યારથી મર્હિષ દધીચિ અશ્વશિરા નામથી પણ ઓળખાવા લાગ્યા. ઇન્દ્રને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે પૃથ્વી પર આવ્યા અને પોતાની ચેતવણી પ્રમાણે દધીચિનું માથું ધડથી અલગ કરી દીધું. પછી અશ્વિની કુમારોએ મર્હિષનું અસલી શીશ તેમના ધડ પર લગાવી દીધું, તેથી ઇન્દ્રએ અશ્વિની કુમારોને ઇન્દ્રલોકમાંથી કાઢી મૂક્યા. આ જ કારણ હતું કે હવે તેઓ કયા મોંએ દધીચિ પાસે અસ્થિઓનું દાન માગવા જાય.
દેવતાઓએે બ્રહ્માજીની વાત વિગતે કહી સંભળાવી તથા તેમનાં અસ્થિઓનું દાન માગ્યું.
ત્યારે દધીચિએ કહ્યું, "દેવરાજ! દરેક જીવધારી માટે સ્વયંના પ્રાણ ત્યાગવા એ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ તમારી વાત સાંભળીને આવું કરવું જરૂરી બન્યું છે. ત્રિલોકની રક્ષા માટે હું તમને મારાં અસ્થિઓ જરૂર આપીશ, પરંતુ તેના પહેલાં હું તીર્થદર્શન કરવા ઇચ્છું છું."
ઇન્દ્રએ મર્હિષની ઇચ્છા પૂરી કરવા નૈમિષારણ્યમાં બધાં જ તીર્થોને બોલાવી લીધા. દધીચિ તીર્થદર્શન કરીને સમાધિમાં લીન થઈ ગયા અને પોતાના પ્રાણ ત્યાગ્યા. ત્યારબાદ તેમના અસ્થિઓ લઈને ઇન્દ્ર વિશ્વકર્મા પાસે ગયા. તેમણે અસ્થિઓમાંથી વજ્ર બનાવીને ઇન્દ્રને આપ્યું, જેનાથી ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો અને સ્વર્ગ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું.
ભારતીય પ્રાચીન ઋષિ-મુનિઓમાંથી એક એવા ઋષિ દધીચિએ વિશ્વકલ્યાણ માટે પોતાના પ્રાણ આપ્યા હતા. તેમના પિતા મહાન ઋષિ અથર્વા હતા અને તેમની માતાનું નામ શાંતિ હતું. દધીચિએ પોતાનું સંપૂર્ણ જીવન ભગવાન શિવજીની ભક્તિમાં વ્યતીત કર્યું હતું. તેમણે કઠોર તપ દ્વારા પોતાના શરીરને પણ કઠોર બનાવી દીધું હતું. પોતાની તપસ્યા તથા અતૂટ શિવભક્તિ દ્વારા તેઓ બધા જ લોકો માટે આદરણીય બન્યા.
મહર્ષિ દધીચિ અને ઇન્દ્ર
એક વાર મર્હિષ દધીચિએ કઠોર તપ શરૂ કર્યું. તેમની તપસ્યાથી બધા જ લોકો ભયભીત થવા લાગ્યા. ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. તેમની તપસ્યાનું તેજ ત્રણે લોકોમાં ફેલાઈ ગયું. આ રીતે બધા જ લોકો તેમની તપસ્યાથી પ્રભાવિત થયા. બધા જ દેવતાઓની સાથે ઇન્દ્ર પણ તેમની તપસ્યાથી પ્રભાવિત થયા. ઇન્દ્રને એવું લાગ્યું કે પોતાની કઠોર તપસ્યા દ્વારા દધીચિ ઇન્દ્રાસન મેળવવા માગે છે, તેથી તેમણે મર્હિષની તપસ્યા ભંગ કરવા માટે એક અપ્સરાને મોકલી. અપ્સરાના અથાક પ્રયત્નો કરવા છતાં પણ મર્હિષ તપમાં લીન જ રહ્યા. પોતાના કાર્યમાં અસફળ અપ્સરા ઇન્દ્ર પાસે પાછી આવે છે. ત્યારબાદ ઇન્દ્રને તેમની શક્તિનું ભાન થાય છે અને તેઓ ઋષિ સમક્ષ પોતાની ભૂલ માટે ક્ષમાયાચના કરે છે.
વૃત્રાસુરનો આતંક
એક વાર વૃત્રાસુર નામના અસુરના ભયથી ઇન્દ્ર પોતાનું સિંહાસન
છોડીને દેવતાઓની સાથે આમતેમ ભટકવા લાગ્યા. તેણે સ્વર્ગ પર પોતાનો અધિકાર
કરી લીધો. બધા જ દેવતાઓ ત્રિદેવ પાસે વારાફરતી ગયા, પરંતુ
છતાંય તેમની સમસ્યાનું સમાધાન ન થઈ શક્યું. છેવટે બ્રહ્માજીએ દેવતાઓને એક
ઉપાય જણાવ્યો કે પૃથ્વીલોકમાં એક મહાન મર્હિષ દધીચિ રહે છે. જો તેઓ પોતાનાં
અસ્થિઓનું દાન કરે અને તે અસ્થિઓમાંથી શસ્ત્ર બનાવવામાં આવે તો તેનાથી
વૃત્રાસુરને મારી શકાય, કારણ કે વૃત્રાસુરને કોઈ પણ
અસ્ત્ર-શસ્ત્રથી મારી શકાય તેમ નથી. મર્હિષ દધીચિનાં અસ્થિઓમાં જ તે બ્રહ્મ
તેજ છે જેનાથી વૃત્રાસુર રાક્ષસને મારી શકાય એમ છે. આ સિવાય બીજો કોઈ ઉપાય
નથી.મર્હિષ દધીચિ પાસે આટલું મોટું દાન માગવા જવા માટે દેવરાજ ઇન્દ્રના પગ નહોતા ઊપડતા, કારણ કે ઇન્દ્રએ એક વાર તેમનું બહુ ઘોર અપમાન કર્યું હતું, તેથી તેઓ તેમની પાસે મદદ માગવા જતા સંકોચ અનુભવી રહ્યા હતા. એવું કહેવાય છે કે બ્રહ્મવિદ્યાનું જ્ઞાાન સમગ્ર વિશ્વમાં માત્ર દધીચિ પાસે જ હતું. તેઓ કોઈ સુપાત્રને તેનું જ્ઞાાન આપવા માગતા હતા. ઇન્દ્ર બ્રહ્મવિદ્યાનું જ્ઞાાન મેળવવા માગતા હતા, પરંતુ દધીચિની દૃષ્ટિમાં ઇન્દ્ર આ વિદ્યાને પાત્ર નહોતા, તેથી તેમણે જ્ઞાાન આપવાની ના પાડી. ઇન્દ્રએ તેમને કોઈ અન્યને આ વિદ્યા ન આપવા કહ્યું અને જો આમ કર્યું તો તમારું માથું ધડથી અલગ કરી દઈશ તેમ જણાવ્યું. ત્યારે સહેજ પણ ડર્યા વગર દધીચિએ કહ્યું કે, "જો કોઈ સુપાત્ર મળશે તો તેને હું આ જ્ઞાાન જરૂર આપીશ." થોડા સમય પછી ઇન્દ્રલોકથી જ અશ્વિની કુમારો મર્હિષ દધીચિ પાસે આ વિદ્યા લેવા માટે પહોંચ્યા. તેઓ વિદ્યાને પાત્ર લાગતાં તેમણે ઇન્દ્રએ કહેલી વાતથી તેમને અવગત કર્યા, તેથી અશ્વિની કુમારોએ મર્હિષ દધીચિના શીશ પર અશ્વનું શીશ લગાવીને વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ત્યારથી મર્હિષ દધીચિ અશ્વશિરા નામથી પણ ઓળખાવા લાગ્યા. ઇન્દ્રને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે પૃથ્વી પર આવ્યા અને પોતાની ચેતવણી પ્રમાણે દધીચિનું માથું ધડથી અલગ કરી દીધું. પછી અશ્વિની કુમારોએ મર્હિષનું અસલી શીશ તેમના ધડ પર લગાવી દીધું, તેથી ઇન્દ્રએ અશ્વિની કુમારોને ઇન્દ્રલોકમાંથી કાઢી મૂક્યા. આ જ કારણ હતું કે હવે તેઓ કયા મોંએ દધીચિ પાસે અસ્થિઓનું દાન માગવા જાય.
દધીચિનું દાન
વૃત્રાસુરનો અત્યાચાર વધી રહ્યો હતો. તે દેવતાઓને પણ અનેક પ્રકારે
ત્રાસ આપી રહ્યો હતો. સ્વર્ગલોક અને દેવતાઓની રક્ષા માટે ઇન્દ્રએ મર્હિષ
દધીચિના શરણમાં જવું જ પડયું. તેમણે ઇન્દ્રને માન-સન્માન આપ્યું તથા
આશ્રમમાં આવવાનું કારણ પૂછયું. ઇન્દ્રએ મર્હિષને પોતાની વ્યથા સંભળાવી.
ત્યારે તેમણે કહ્યું, "હું આમાં તમારી શું મદદ કરી શકું?"દેવતાઓએે બ્રહ્માજીની વાત વિગતે કહી સંભળાવી તથા તેમનાં અસ્થિઓનું દાન માગ્યું.