પ્રજાતિ
નામનો એક રાજા હતો. તેને પાંચ દીકરા હતા. તેમાં સૌથી મોટા દીકરાનું નામ
ખનિત્ર હતું અને તે પછી સૌરિ, ઉદાવસુ, સુનય અને મહારથ હતા. આમ તો રાજા
પ્રજાતિના આ પાંચેય પુત્ર યોગ્ય, સદાચારી અને શૂરવીર હતા, પરંતુ ખનિત્ર
બીજા બધા પુત્રોમાં સૌથી વધારે ગુણવાન અને પરાક્રમશીલ હતો.
સમય આવતાં ખનિત્ર તેના પિતાના સામ્રાજ્યનો અધિકારી બન્યો. રાજાનંુ પદ પ્રાપ્ત થયું હોવા છતાં ખનિત્રે તેમને બધાને અલગ-અલગ પ્રદેશ આપીને સ્વતંત્ર રાજા બનાવ્યા. સમય સુખપૂર્વક વ્યતીત થવા લાગ્યો. પ્રજા બધી રીતે સુખી-સંપન્ન હતી. આમ છતાં કેટલાક લોકો એવા હતા કે જેમને ચેન પડતું નહોતું. રાજા શૌરિનો મંત્રી વિશ્વવેદી આવો જ એક દુષ્ટ માણસ હતો. મોટા ભાઈના વિશે વાત વધારી વધારીને શૌરિની કાનભંભેરણી કર્યા કરતો. તે એક દિવસ રાજા શૌરિને હાથ જોડીને બોલ્યો, "મહારાજ! જો આપ ક્રોધ ન કરો તો મારે તમને એક વાત કરવી છે."
શૌરિએ કહ્યું, "તમારે જે કહેવું હોય તે નિઃસંકોચ કહો."
વિશ્વવેદી બોલ્યો, "આપના મોટા ભાઈ ખનિત્ર હવે સમગ્ર પૃથ્વીના સ્વામી બન્યા છે અને તમને તો માત્ર નાનકડો ટુકડો જ આપ્યો છે. આપ રાજા હોવા છતાં પણ ખનિત્રના અધિકાર હેઠળ છો. આપે કંઈક કરવું જોઈએ."
શૌરિએ કહ્યું, "મંત્રીજી! તમે શું કહેવા માંગો છો?"
વિશ્વવેદી બોલ્યો, "મારી એવી ઇચ્છા છે કે મહારાજા ખનિત્રને સ્થાને આપ બેસો અને આપની ર્કીિત અને યશ ચારે દિશાઓમાં ફેલાવો."
શૌરિએ કહ્યું, "આ શક્ય નથી. ભાઈ ખનિત્ર બહુ જ લોકપ્રિય છે. અમે ચારે ભાઈઓ ભેગા થઈએ તોપણ તેમને હરાવી શકીએ એમ નથી.
વિશ્વવેદી, "હું જાણું છું મહારાજ! જે રાજા ખનિત્રને યુદ્ધમાં હરાવી શકાય એમ નથી અને એટલા માટે જ હું બીજો જ વિચાર કરી રહ્યો છું."
શૌરિએ કહ્યું, "તમે શું વિચારો છો?"
ત્યારબાદ વિશ્વવેદીએ પોતાની કપટયોજના જણાવી. રાજા શૌરિ તેનાથી અંજાઈ ગયા અને મોટા રાજા બનવાનાં સ્વપ્ન જોવા લાગ્યા. તેમણે ત્રણે નાના ભાઈઓને બોલાવ્યા. તેઓ પણ સહમત થયા અને શૌરિએ તેમના મંત્રીને કપટયોજનામાં આગળ વધવા સૂચના આપી દીધી.
પછી વિશ્વવેદી વારાફરતી ચારે ભાઈઓના પુરોહિતોને મળ્યો. તેમણે આ પુરોહિતોને કેવી રીતે કયું અનુષ્ઠાન કરવાનું છે તે સમજાવ્યું. મોટી દક્ષિણા મળવાની લાલચથી આ ચારેય પુરોહિતો અનિષ્ટ કૃત્ય કરવા તૈયાર થઈ ગયા. તેઓ બધા ભેગા થઈને રાજા ખનિત્રનું અહિત કરવા વ્યભિચારિક કર્મનંુ અનુષ્ઠાન કરવા લાગ્યા. જ્યારે અનુષ્ઠાન પૂર્ણ થયું ત્યારે તેમાંથી ચાર ભયાનક કૃત્યાઓ ઉત્પન્ન થઈ. તેમના ચહેરા એટલા બધા ભયાનક હતા કે તેમને જોતાં જ લોકો ગભરાઈને નાસવા લાગ્યા. પુરોહિતોએ કૃત્યાઓને કહ્યું, "જાઓ, ખનિત્રનો વિનાશ કરો."
ચારેય કૃત્યાઓ તરત જ ખનિત્ર પાસે પહોંચી. તેમના મોંમાંથી શરીર બળી જાય એવી અગ્નિજ્વાળાઓ અને ભયંકર અવાજ નીકળી રહ્યા હતા. કૃત્યાઓના હાથમાં તીક્ષ્ણ ધારવાળાં શૂળ ચમકી રહ્યાં હતાં. આમ છતાં આ કૃત્યાઓ મહારાજ ખનિત્રનું કશું જ અહિત કરી શકી નહીં. તે સમયે ખનિત્ર પૂજામાં બેઠેલા હતા અને ધ્યાનમગ્ન હતા. તેમના મોંમાંથી ભગવન્નામસ્મરણ થઈ રહ્યું હતું. તેમની આંખો બંધ હતી અને આજુબાજુ કોણ શું કરી રહ્યું છે તેનો તેમને કશો જ ખ્યાલ ન હતો.
કૃત્યાઓ મહારાજ ખનિત્રને સ્પર્શ કરવાનું પણ સાહસ કરી શકી નહીં. થોડી વાર સુધી પોતાના હાથમાંનાં ચમકતાં શૂળ આમતેમ ફેરવતી રહી અને પછી પોતાની અસમર્થતાને કારણે ક્રોધિત થઈને પુરોહિતોની પાસે પાછી ગઈ. કૃત્યાઓએ દુષ્ટ પુરોહિતો અને વિશ્વાસઘાતી મંત્રી વિશ્વવેદીને જ બાળીને ભસ્મ કરી દીધા. તે પછી કૃત્યાઓ અદૃશ્ય થઈ ગઈ.
ખનિત્રના ચારે ભાઈઓના પુરોહિતો અને શૌરિના મંત્રી વિશ્વવેદી એકાએક કેવી રીતે ભસ્મ થઈ ગયા તે લોકો સમજી શક્યા નહીં. સત્ય શું છે તે કોઈ જાણતું ન હતું. આ બનાવથી મહારાજા ખનિત્રના ચારે ભાઈઓ ખૂબ જ ગભરાઈ ગયા. દુષ્ટ વિશ્વવેદીની કપટજાળમાં ફસાવાને લીધે તેમને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. આ ઘટના પછી મહારાજા ખનિત્રની માનસિક શાંતિ ભાંગી પડી હતી. તેઓ અત્યંત દુઃખી રહેતા હતા.
આ દિવસોમાં મહારાજ ખનિત્રની રાજધાનીમાં મર્હિષ વશિષ્ઠ પધાર્યા. મહારાજ ખનિત્ર તેમનાં દર્શન કરવા ગયા. તેમણે મર્હિષને પ્રણામ કર્યાં અને મર્હિષએ તેમને આશીર્વાદ આપ્યા. મહારાજ ખનિત્રે મર્હિષ વશિષ્ઠને કહ્યું, "મર્હિષ! એક રહસ્યમય ઘટનાનો ભેદ હું પામી શકતો નથી. આપ મને તે સમજાવશો તો મારા ઉપર અનહદ કૃપા થશે." ખનિત્રે મર્હિષને બધી વાત કરી.
વશિષ્ઠ રાજાની વાત સાંભળી બોલ્યા, "રાજન્! આ તો પાપનું દુષ્પરિણામ જ હતું" પછી તેમણે ખનિત્રને શૌરિના મંત્રી વિશ્વવેદીની કપટજાળ વિષે વિગતે વાત કરી."
આ સાંભળતાં જ મહારાજ ખનિત્રની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેઓ બોલ્યા, "મર્હિષ! આ બધું તો મારા આ સિંહાસનને કારણે જ બન્યું છે. મને શું ખબર કે મારું રાજ્યપદ મારા ભાઈઓને દુઃખકર બની રહ્યું છે? શું ખબર, કાલે ફરીથી આવું જ કંઈક બની જાય અને મારા ભાઈઓ દુઃખી થાય? મારે કારણે જ ચાર પુરોહિતો ભસ્મ થઈ ગયા.