વીરનગર અને શૂરનગર નામનાં બે મોટાં જગરો હતાં. એ બે નગરોના રાજાઓ વચ્ચે વારંવાર લડાઇ થતી રહેતી હતી.
એમાં એક વાર વીરનગરનો રાજા જીતે તો બીજી વાર શૂરનગરનો રાજા જીતે. આમ યુદ્ધ ચાલ્યા કરે. આ બે નગરોની વચ્ચે એક વડ હતો. એ વડ બહુ જૂનો, વિશાળ અને ઘટાદાર હતો. એમાં મેઘવર્ણ નામનો કાગડાઓનો રાજા રહેતો હતો. તેનું કુટુંબ અને તેની પ્રજા પણ તેની સાથે નિવાસ કરતાં હતાં.
એ વડની નજીકની એક ગુફામાં ઘુવડોનો રાજા પણ પોતાની પ્રજા સાથે રહેતો હતો. ઘુવડોના રાજાએ પોતાની પ્રજાને આદેશ કર્યો હતો. ‘રાત્રે ગુફાની બહાર કોઇ કાગડો આંટા-ફેરા કરતો દેખાય તો એને જાનથી મારી નાંખવો.’
આ રીતે ગુફાની બહાર પહેરો ભરતા ઘુવડ પહેરેદારો કાગડાને જોતાં જ એને મારી નાંખતા હતા. રોજ રોજ આમ
કાગડાઓનો નાશ થતો જતો હતો. કાકરાજે બધા પ્રધાનોની સભા બોલાવી. પછી પોતાની દરખાસ્ત મૂકી :- "મારા બુદ્ધિમાન પ્રધાનો, આપણો શત્રુ ઘુવડ અત્યંત બળવાન અને પરાક્રમી છે. તે દરરોજ આપણી કાગજનતાનો વિનાશ કરી રહ્યો છે. એના કોઇક ઊપાય કરવો જ પડશે. તમે બધા મંત્રીઓ પોતપોતાના વિચારો જણાવો."
મુખ્ય પ્રધાને ઊભા થઇને કહ્યું :- " મ હારાજા, બળવાન છે, એટલે આપણે તેની સાથે સંધિ કરી લેવી
જોઇએ. એક વાર પ્રાણ બચી જાય તો પછીથી બધું જ થઇ શકે છે."
ઊભા થઇને કહ્યું :- મહારાજ, દગાખોર શત્રુની સાથે સંધિ કરવી, એ મારા મતે યોગ્ય નથી. કેમ કે તે ફરીથી ગમે ત્યારે દગો કરી શકે છે.
ત્રીજા પ્રધાને કહ્યું :- "મહારાજા, આપણો દુશ્મન અત્યંત દુષ્ટ અને શકિતશાળી છે. તેથી તેની સાથે યુદ્ધ અથવા સંધિ બંને અનુચિત છે. તેનાથી બચવા માટે આપણે પોતે જ યુદ્ધભૂમિ છોડીને ચાલ્યા જવું જોઇએ. મારા મતે આ
ઊપાય યોગ્ય છે."
ચોથા મંત્રીએ કહ્યું :- "મહારાજા, મારા વિચાર પ્રમાણે તો યુદ્ધ કરવું, સંધિ કરવી કે પલાયક કરી જવું, એત્રણેમાંથી એકેય યોગ્ય નથી.
સંજોગોમાં તો છુપાઇ જવું જોઇએ, અને આક્રમણની રાહ જોવી જોઇએ." બધા પ્રધાનોના અભિપ્રાય લીધા પછી, મેઘવર્ણ કાકરાજે એક વુદ્ધ અને અનુભવી પૂછ્યું : "આપનો શો મત છે ?" વયોવાદ્ધ કહ્યું : "મહારાજ ! આ બધા
પ્રધાનોએ કહ્યું તે નીતિશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે. પરંતુ બળવાન શત્રુની સાથે યુદ્ધ કે સંધિ કરીને નિશ્ચિત થઇ શકાય
નહી. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરવો, પરંતુ આપણે તેનો વિશ્વાસ કરવો નહિ. તેને લાલચમાં નાંખીને સહેલાઇથી તેનો નાશ કરી શકાય."
કાકરાજને વાદ્ધની સલાહ યોગ્ય લાગી. પછી કાકરાજે એક ભોજ-સમારંભ ગોઠવીને ઘુવડોને આમંત્રણ આપ્યું. સાથે સંધિની લાલચ પણ આપી. દિવસે સમારંભ ગોઠવાયો. ઘુવડો ભોજન માટે પધાર્યા. ભોજન પછી કાકરાજે આક્રમણનો આદેશ આપ્યો. કાગડાઓ ઘુવડો પર તૂટી પડ્યા. દિવસે ઝાંખુપાંખુ દેખતા ઘણા ઘુવડોનો નાશ થયો.
ત્યારથી ઘુવડો અને કાગડાઓ વચ્ચે બાપમાર્યાં વેર બંધાયાં. તે આજે પણ ચાલે છે. દિવસે ઘુવડો કાગડાઓથી ડરે છે ને ગુફાઓમાં ભરાઇ રહે છે. રાત્રે કાગડાઓ ઘુવડોથી ડરે છે, તેથી કાંટાળી ઝાડીઓમાં સંતાઇ રહે છે.