matrubhasha

14:56 Posted by Chandsar
ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે.

અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી.

ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી.

વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે.
માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.

આપણે સંકુચિત, સંકીર્ણ ન બનીએ. વિશ્વસાહિત્ય અને વિશ્વસંસ્કૃતિની દિશાઓના બધા બારી-બારણાં મોકળાં રાખીએ પણ સાથે જે આપણી માતૃભાષા છે તેને અવગણીએ નહિ. ડુંગરા પૂજીએ પણ ઉમરાને પૂજવાનું ન વીસરીએ.

જયારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે.
ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.

વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી. આપણી ભાષા તૃણવત હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ.

જે માણસ દિવ્ય ભાષાનું જ્ઞાન ધરાવતો ન હોય તેણે તેની માતૃભાષાનો જ પ્રયોગ કરવો.

જે વિદેશી ભાષા નથી જાણતો તે પોતાની માતૃભાષા પણ નથી જાણતો.

જયારે કોઈ વ્યક્તિ પોતાની ભાષાના શબ્દો છોડીને વિદેશી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે અને તેના પર તે ગર્વ મહેસૂસ કરે તે દેશ માટે અત્યંત શરમજનક છે.
 
ભાષા ક્યારેય મરતી નથી.

ભાષા એટલે વિચારોનો પહેરવેશ.