Statue of Unity Sardar Patel

10:46 Posted by Chandsar

ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરવા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'
ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભવ્‍ય સ્‍મરણાંજલિ આપવા સરદાર વલ્લભભાઈ પટેલની  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'નું સરદાર સરોવર બંધ પાસે નિર્માણ થશે. 

સરદાર સરોવર બંધથી નીચાણવાસમાં ૩.૩ર કિ.મી.ના અંતરે સાધુ બેટ પર તેનું નિર્માણ કરવામાં આવનાર છે.
સમગ્ર વિશ્વમાં અજોડ બની રહેનારી આ પ્રતિમાને યોગ્‍ય અને અત્‍યંત સાર્થક બની રહે તેનું નામ આપવામાં આવ્‍યું ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી'' ૧૮ર મીટરની ઉંચાઇ સાથેની આ પ્રતિમા સમગ્ર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે. તે વિશ્વપ્રસિદ્ધ અમેરિકાની સ્‍વતંત્રતા દેવીની પ્રતિમા ‘‘સ્‍ટેચ્‍યુ ઓફ લીબર્ટી''ની ઉંચાઇથી આશરે ત્રણ ગણી ઉંચાઇ ધરાવતી હશે.
ધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય આકર્ષણો: આ એક યાદગાર પ્રતિમા છે જેની સાથે દેશનો અજોડ ભૂતકાળ જોડાયેલો છે અને એક લોખંડી શક્તિનું પ્રતિક પણ છે. આથી આ સરદાર પટેલના જીવન પર આધારિત એક સંગ્રાહાલય અને રીસર્ચ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. 
આ રીસર્ચ સેન્ટરમાં કૃષિ ટેકનોલોજી,ગુડ ગવર્નસ અને દેશના વિકાસ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રતિમાના ઉપર જવા માટે લીફ્ટની પણ સુવિધા છે જેથી લોકો સરદાર સરોવર ડેમના રમણીય દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરી શકે. 
'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી'નો સંદેશ: 'ધી સ્ટેચ્યુ ઓફ યુનિટી' દેશના સંવાદિતા અને અખંડીતતાનો સંદેશ આપે છે. દેશની યુવાન પેઢીમાં રાષ્ટ્વાદ અને એકતાનો સંદેશ મળે અને સરદારના એકતાના પ્રયાસોને યાદ રાખે એ મુખ્ય સંદેશ છે.

સરદારના નેતૃત્વના ગુણો દ્વારા લોકોમાં એકતા બનાવી શકાય અને પૂતળાની મજબૂતાઈ જેટલી જ મજબૂતાઈ દેશના લોકોમાં આવે તેમજ ભારતનો મહાન ઈતિહાસ અને તેમની જન્મભૂમી માટે તેમણે આપેલા જીવનનો ભોગ અને તેમની દેશભક્તિને લોકો જીવનભર યાદ રાખે. 
     182 મીટરના સ્ટેચ્યુમાં 35 હજાર ટન સિમેન્ટ, 3725 ટન સ્ટીલ અને 15000 ટન બ્રોન્ઝ વપરાશે. ઉપરાંત આમાં પૂરાં 35 હજાર ટન સિમેન્ટ વપરાશે. ઉપરાંત સ્ટ્રકચરલ સ્ટીલ 3725 ટન વપરાશે તથા કલેડિંગ મટિરિયલ એટલે કે બ્રોન્ઝ 1500 ટન વપરાશે.