કેવી રીતે પડ્યું YAHOO-GOOGLEનું નામ, જાણો નામ પાછળના રસપ્રદ ફેક્ટ્સ

11:32 Posted by Chandsar

400
યાહુ, એપલ, ગૂગલ હાલમાં તેની વેલ્યૂએશનને લઇને ચર્ચામાં છે. હાલમાં જ આવેલ ફોર્બ્સના અહેવાલ અનુસાર, એપલ (712.02 બિલિયન ડોલર) અને ગૂગલ (376.68 બિલિયન ડોલર)ની વેલ્યૂ એટલી થઈ ગઈ છે કે, તે બે નાનાં દેશ ખરીદી શકે છે. વેલ્યૂએશનના કારણે દરેકના મોઢા પર આ કંપનીઓનું નામ છે, પરંતુ શું તમે જાણો છે આ કંપનીઓનું નામ કેવી રીતે પડ્યું. શું છે આ કંપનીના નામનો અર્થ અને કેવી રીતે પડ્યું નામ. આ કંપનીઓના નામ પાછળની હકિકત વિચિત્ર છે. તેના સંસ્થાપકો માટે કંપનીનું નામ પસંદ કરવાનું સરળ ન હતું.
શા માટે રાખ્યા આવા નામ
કેટલીક ટેક કંપનીઓના સંસ્થાપકોનું કહેવું છે કે, તે સમયે જે નામ હાથમાં આવ્યા તે જ કંપીનું નામ રાખી દીધું હતું. જ્યારે, કેટલાકનું કહેવું છે કે, તેઓ એવું નામ કંપની માટે રાખવા ઇચ્છતા હતા કે જેનો કોઈ મતલબ નીકળતો હોય. કેટલાક ઉદ્યમિઓએ પોતાના પાળતું કુતરા પર કંપનીનું નામ રાખ્યું છે. જ્યારે કેટલીક પ્રમુખ ટેક્નોલોજી કંપનીઓએ વિચિત્ર નામ રાખવાની રસપ્રદ સ્થિતિઓ અંગે જણાવવામાં આવ્યું છે.
યાહુ
યાહુ શબ્દ યાહુઝમાંથી લેવામાં આવ્યો છે જે એક જંગલી જાનવર હોય છે. જેનો અર્થ થાય છે-અસભ્ય, નિખાલ અને અણધડ થાય છે. યાહુ શબ્દ Yet Another Hierarchical Officious Oracle Gulliver’sના પ્રવાસો પરથી પ્રેરિત છે. જૈરી યાંગ અને ડેવિડ ફિલોએ પોતાની કંપનીનું નામ 1994માં બદલીને ‘જેરીજ ગાઇડ ટૂ ધ વર્લ્ડ વાઇડ વેબ’ કરી નાખ્યું. યાહુ શબ્દની પસંદગી તેના સાહિત્યિક અર્થ માટે કરવામાં આવી છે. જોનાથન સ્વિફ્ટની ગુલિવરના પ્રવાસોમાં યાહુઝ જંગલી જીવ હતા, જેનો અર્થ થાય છે, અસભ્ય, નિખાલસ અને અણધડ.
2_1426837697
ટ્વિટર
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને પહેલા સ્ટેટસ તરીકે ઓળખવામાં આવ્યું અને બાદમાં ટ્વિટેક. ટ્વિટરના સંસ્થાપકોએ ‘સ્ટેટસ’ ટાઇટલ લીધું અને બાદમાં સારા નામ માટે શબ્દકોષમાં શોધવાનું કર્યું. કંપનીના સંસ્થાપક ડોરસે લોસ એન્જલ્સે ટાઇમ્સને જણાવ્યું હતું કે, અમે એવી ફીલિંગ લાવવા માગતા હતા કે તમે તમારા મિત્રના ખિસ્સામાં પડઘો પડે. આ સમગ્ર દુનિયામાં પડઘો પાડવા જેવું છે. તેના માટે ટ્વિટેક શબ્દની પસંદગી કરવામાં આવી, પરંતુ તે પણ યોગ્ય ન લાગ્યું. અમે શબ્દકોષમાં ફરી શોધવાનું શરૂ કર્યું અને ટ્વિટર શબ્દ પસંદ કરવામાં આવ્યો. તેનો મતલબ પક્ષિઓનો કલબલાટ અથવા અપ્રાસંગિક જાણકારીઓનો વિસ્ફોટ થાય છે.
3_1426837698-1
એપલ
એક ભાગીદારી કંપની પર કામ કરતાં સ્ટીવ જોબ્સના દિમાગમાં આ શબ્દ આવ્યો. જૉબ્સના સહ-સંસ્થાપક સ્ટીવ વોજનિક કહે છે કે પાલો અલ્ટો અને લૉસ અલ્ટોની વચ્ચે નેશનલ હાઇવે 85 પર ગાડી ચલાવતા સમયે સ્ટીવના મગજમાં કંપનીનું નામ એપલ કોમ્પ્યુટર્સ રાખવાનો વિચાર આવ્યો. સ્ટીવ પોતે કહે છે કે મારા દિમાગમાં શાનદાર નામ સૂઝયું. બની શકે કે આ સફરજનની વચ્ચે કામ કરતાં જ આવ્યું હોય.
4_1426837700
ગૂગલ
‘ગૂગલ’ ગાણિતિક શબ્દ ગૂગોલ પરથી ઉતરી આવ્યું છે. આ એ સંખ્યા છે 1ની પાછળ 100 શૂન્ય લાગે છે. ગૂગલના સંસ્થાપકો સર્જી બ્રેન અને લૈરી પેજે સૌથી પહેલાં પોતાના સર્ચ એન્જિનનું નામ ‘બેન્ક રબ’ રાખ્યું હતું. ત્યારબાદ તેમણે નામ બદલીને ગૂગલ રાખી લીધું. બ્રેન અને પેજે આ શબ્દ માટે ઉપયુક્ત શબ્દ મેળવ્યો. કારણ કે આ એક એવું શક્તિશાળી એન્જિનનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ભારે ભરખમ માહિતીઓ પ્રાપ્ત કરી શકાય છે.
5_1426837702
સ્કાઇપ
વીડિયો કૉલિંગની સર્વિસીસ આપતા સ્કાઇપનું નામ પહેલાં ‘સ્કાઇ પીર ટુ પીર’ રખાયું હતું. ત્યારબાદ તેનું નામ સ્કાઇપર કરાયું. પછી ડોમેન નામોની શરતોને કારણેઆર ને છોડવો પડ્યો અને આ રીતે સ્કાઇપ નામ પડ્યું.
6_1426837704
જિંગા
જિંગા માર્ક પિંક્સના પાળતૂ કુતરાનું નામ હતું. જિંગા એક કંપનીની જગ્યાએ પાળતૂ જાનવરની વધુ લાગણી આપે છે. માટે જ સોશ્યલ ગેમિંગ કંપની જિંગાનું નામ માર્ક પિંક્સે પોતાના અમેરિકન બુલડોગ જિંગા બાદ પોતાની કંપનીનું આ નામ રાખ્યું.
7_1426837706
યિપિત
ઓનલાઇન સેવા આપતી યિપિતના સહ સંસ્થાપક વિનિસિયસ વેકેંટી જણાવે છે કે, ડેઇલી ડીલ્સ એગ્રીગેટરનું નામ રાખવું કેટલું મુશ્કેલ હતું. તેના માટે ‘બધું જ સમજદારીથી લેવામાં આવ્યું છે’ લાઇનને ધ્યાનમાં રાખવામાં આવી. તેના માટે ભયાનક નામોની લાંબી યાદી પર નજર કરવામાં આવી. સ્ટ્રીટબેક, ફ્રેંકેનસિટી, લોથમ, સિટીબેટ, નોચર, જેક્સમ જેવા નામો પર વિચાર કરવામાં આવ્યો. તે કહે છે કે, તેમને નાનું નામ જોઈતું હતું અને નામને it સાથે ખતમ કરવા માગતા હતા. તેમને ઉપલબ્ધ લગભગ 400 ડોમેઇનમાંથી પસંદગી કરવાનો પ્રયત્ન કર્યો. આખરે તેમણે યિપિટ ડોટ કોમની પસંદગી કરી.
8_1426837707
પૈંડોરા
ઇન્ટરનેટ રેડિયો સર્વિસ આપનારી કંપની પૈંડોરાનો મતલબ યૂનાનની એક દેવી એવો થાય છે. આ મ્યુઝિક કંપનીના વેબ પેજ પર તેના વિશે લખવામાં આવ્યું છે. ગ્રીક ભાષામાં તેનો અર્થ થાય છે તમામ રીતે પ્રતિભાશાળી.
9_1426837709
હુલ
ઓનલાઇન વીડિયો સેવાએ આપનારી હુલુ ચીનની મંદારિન ભાષાનો શબ્દ છે તેના બે અર્થ થાયછે, તુમ્બી અથવા તંબુ અને ઇન્ટેરેક્ટિવ રેકોર્ડિંગ. હુલુના સીઈઓ જૈસન કિલર લખે છે કે, કેવી રીતે હુલુ શબ્દને કંપનીના નામ માટે પસંદ કરવામાં આવી. તે જણાવે છે કે, એરિક, ક્રિસ્ટીના, ઈજેન વગેરે ઢગલાબંધ નામો પર વિચાર કરવામાં આવ્યો, પરંતુ આખરે હુલુ નામની સલાહ આપવામાં આવી. આ શબ્દ અમારા મિશનની ઘણો નજીક લાગી રહ્યો હતો.
10_1426837711