અબળખા: વાંચ્છના અરણા પાડા: જંગલી પાડાની જાત અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો): કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે. આડ્ય: તિલક આરડ બોરડ કેરડ: બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળા ઝાડ એકદંડિયો (રાજમહેલ): એક જ સ્તંભ ઉપર ચણેલો ઓધાન: ગર્ભ ઓડ્ય: ગરદન કથોરું: ખરાબ કંધૂર: ગરદન કાજળિયો: પાણીનો કૂંજો કાઠું: ઊંચાઈ કાંટે આવવું (ડિલ): શરીરમાં ચેતન આવવું. ખોપ: પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા ગદરવું: ગુજારો કરવો ગપત: ગુપ્ત, અદૃશ્ય ગલોલી: ગોળી ગંધ્રવ: ગાંધર્વ ગેંદલ: મોટું ઘડિયાં (લગ્ન): તાત્કાલિક ઘેરેઘેરા: ટોળાં |
ઝરકડી: ગર્જના ઝંઝરી: ધાતુનો હોકો ઝાળનો ઢૂવો: ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ ટોયલી: બાળકને દૂધ પિવડાવવાનું વાસણ ટોવું: ધીરે ધીરે પિવાડવું ઠણકાવવું: પ્રહાર કરવો ડણકવું: સિંહ જેવી ગર્જના કરવી ડામણી: લોઢાની સાંકળ જેવું હથિયાર ડાર (સૂવરનું): કુટુંબ-ટોળું ડાળોવાટો: કચ્ચરઘાણ ડામડી પીટવી: ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો ડિલ: શરીર તંગલ: તરવાર તીતીભીતી: ઉથલપાથલ તીરડો: તીર ત્રસિંગ: (ત્રણ શીંગડાવાળો) સિંહ ત્રાઠી: ત્રાસેલી થાન: સ્તન દઠકમંગળ: પ્રચંડ દેહીકાળ: આયુષ્યનો અંત ધરબવો: ઠાંસીને ભરવો ધુકાર: મોટું ધ્રાશકો: ભયની લાગણી નવાલા: કોળિયા નામચા: નામના |
નુગરો: ગુરુ વિનાનો પડો વજડાવવો: ઢંઢેરો ટિપાવવો પાટકે: આથડે બાજંદો: બાહોશ બાનડી: દાસી બાબરકાં: ટૂંકા વાળ બૂરવું (સમુદ્ર, કૂવો): ડૂબી મરવું બેલાડ્યે બેસાડવું: ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્ય બેઠેલ કહેવાય ભરફોડિયો: હલકી જાતનો સર્પ ભંડારવું: દાટવું મનખો: મેદની માણેકલટ: ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ માલીપા: માંહે મીંઝરી: માંઝરી મીંદડી: વહાણનું લંગર મેલડી: એ નામની આસૂરી દેવી મોકળા: છૂટા મોવાળા: વાળ રવદ: શરત |
રામરામિયું: રામ રામ રોંઢો: મધ્યાહ્ન પછીનો નાસ્તો લાળ્ય: પોકાર (શિયાળના) લીલાં કંઝાર: લીલાંછમ વધેરવું: કાપવું વાટપાડિયા: માર્ગમાં લોકોને સતાવનારો વાઢાળો: સરાણિયો વીવા વાઝમ: વિવાહ ઇત્યાદિ મંગળ અવસર વેણ્ય: પ્રસૂતિ સમયે પેટની પીડા સફરા (નદી): ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર) સમદરપેટો: સમુદ્ર-શા ઉદાર હ્રદયવાળો સાંબેલા રોડવવાં: ગપ્પાં મારવાં સ્વાત: સ્વાતિ (નક્ષત્ર) સોથ: નાશ હમેલ્ય: ખભે રાખવાનો સોનેરી પટો હરડિયો: ગળાનું હાડકું હોડ: શરત |