બોનસાઈની
કળાનો જેમ પ્રચાર થતો ગયો તેમ વધુ લોકો કુદરતપ્રેમી બની ગયા હોય તેમ તેમના
ઘરમાં કુંડાની અંદર, પ્લાસ્ટિક અથવા ચિનાઈ માટીના વાસણમાં નાના સુંદર છોડ
ઉગાડતા થયા છે, પરંતુ હવે બેન્કોમાં અને ઓફિસોમાં પણ નાનો બગીચો બનાવ્યો
હોય તેવી રીતે છોડ ઉગાડવામાં આવે છે. મુંબઈની ઘણી ઓફિસોમાં રિસેપ્શન ખંડથી
માંડી મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેનની કેબિન સુધી નાના-મોટા કુંડારૃપી
બગીચાઓ બનાવવાનો વાયરો વાયો છે. વનસ્પતિનો મહિમા વધી ગયો છે. આધુનિક
મેનેજમેન્ટ સિદ્ધાંતોમાં પણ લીલાછમ છોડવાને મહત્ત્વ અપાયું છે.
મુંબઈની બહુમાળી ઇમારતોમાં, અગાસીઓમાં, છજામાં મોટા પ્રમાણમાં જાત-જાતના છોડ ઉગાડવાનો શોખ ઘણા લોકોને છે. પરંતુ હવે એવું માનવામાં આવે છે કે ઓફિસમાં જાત-જાતના છોડવા રાખવાથી શોભા વધે છે, એટલું જ નહીં, પરંતુ વાતાવરણ વધુ અનુકૂળ બને છે. વરલી-પ્રભાદેવી ખાતેના એક મકાનમાં પણ દરેક માળે બગીચા છે. બગીચાની લીલોતરી આંખને ઠારે છે. અને કાર્યક્ષમતા વધે છે. શહેરની એક અગ્રણી બેન્કની ફાઉન્ટનમાં આવેલી જૂની મુખ્ય ઇમારતમાં બીજે માળે લગભગ સો જેટલાં કુંડા ગોઠવી નાના બગીચા જેવું વાતાવરણ ખડું કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ ઉપરની છતને ટેકો આપતા સ્તંભોની ફરતે મોટી વેલો ઉગાડવામાં આવી છે. એક્સપ્રેસ ટાવરના ભોંયતળિયે સાઉદિયાની કચેરીની બહાર પણ વિવિધ છોડના કુંડા ગોઠવી લાંબી કતાર બનાવવામાં આવી છે.
ઘણી ઓફિસોમાં તો નવેસરથી ડેકોરેશન કરાવતી વખતે કયા છોડના કુંડા ક્યાં ગોઠવવામાં આવશે તે પણ અગાઉથી નક્કી કરવામાં આવે છે. અને તેને ધ્યાનમાં રાખીને જ ફર્નિચર બનાવવામાં આવે છે.
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ફૂલ અને છોડના પુરવઠો પૂરો પાડતી નર્સરીની સંખ્યા વધતી જાય છે. મુંબઈમાં તો 'ફ્રેન્ડસ ઓફ ટ્રી' નામની સંસૃથાએ આવી નર્સરી ક્યા આવી છે. તેની માહિતી આપતી ડીરેક્ટરી બનાવી છે. શહેરમાં ઘણી પેઢીઓ આવા છોડવા પૂરા પાડવાનો તેમ જ વાવણી કરવાનો ધંધો ચલાવે છે. તેઓ કોન્ટ્રાક્ટ પદ્ધતિએ ઓફિસોમાં શોભે તેવા ફૂલ-છોડ આપે છે તેમ જ તેમના કર્મચારીને નિયમિતપણે મોકલીને છોડને ખાતર-પાણી આપી, પાણી છાંટી તેની કાળજી પણ લે છે. છોડને માફક આવે તેવી જંતુનાશક દવા, બિયારણ, કાટછાટ કરવાનો ધંધો પણ મોટા પાયે ચાલે છે. આવા છોડ ભાડું આપીને પણ મેળવી શકાય છે.
અમુક નર્સરીવાળા નિર્ધારિત રકમ લઈને ઓફિસમાંના છોડ-પાનની માવજત કરે છે. આવી સેવા માટે મહિને ૨૦૦થી ૫૦૦ રૃપિયા ચાર્જ લેવાય છે. કેટલીક ઓફિસોમાં તો દર અઠવાડિયે છોડના કૂંડા બદલી થતાં રહેતા વિવિધતા માણી શકાય છે. આવું કરવા માટે છોડવા આપતી કંપની એક કંપનીના છોડ બીજી કંપનીમાં અને બીજી કંપનીમાં આપેલા છોડ ત્રીજી કંપનીમાં ફેરવે છે.
વાંદરા ખાતેની એક નર્સરી ચલાવતા વેપારીએ અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે ઓફિસમાં બગીચા બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. ફ્રેન્ડસ ઓફ ટ્રી સંસૃથાની મેનેજિંગ કમિટિના સભ્ય પણ જણાવે છે કે સ્વચ્છ, સુંદર અને લીલાછમ છોડ ઓફિસનું વાતાવરણ બદલી નાંખે છે. કેટલીક ધનવાન ઘરની શોખીન મહિલાઓ કફ પરેડ અને કોલાબા ખાતેના તેમના ઘરમાં જ નર્સરી ચલાવે છે અને ધંધાદારી ધોરણે ઓફિસમાં છોડ મોકલે છે. ઘણી કંપનીઓ દેખાદેખીમાં છોડના કુંડા લાવી ઓફિસમાં ઠોકી બેસાડે છે, પરંતુ પાછળથી તેની કાળજી લેવાતી નથી. પરિણામે કુંડામાં સિગારેટના ઠૂઠા ઓલવાય છે. તેમાં કચરો નંખાય છે, તેમ જ પાનની પિચકારી મારનારા અને થૂંકનારાઓ પણ કુંડાનો ઉપયોગ થૂંકદાની તરીકે કરે છે. તો બીજી બાજુ અમુક કંપનીના ડાયરેક્ટરો કે મેનેજરો એટલા ચીકણા હોય છે કે તેઓ છોડ પરથી ધૂળ અને રજકણ હઠાવવામાં અને પાણી છાંટવામાં જાતે કાળજી લે છે. એક એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર તો તેમની ઓફિસમાં તેેમને ખર્ચે જ મનગમતા છોડ લઈ જાય છે. એક કંપની બદલીને બીજી કંપનીમાં જોડાય તો આ કુંડા પણ સાથે લઈ જાય છે.
એક જાણીતી કંપનીના કેટલાક ડાયરેક્ટરો તેમના ટેબલ પર છોડનું કૂંડું રાખે છે. ફાઉન્ટન ખાતેના એક રિટેલ સ્ટોર દુકાનની અંદર બગીચો બનાવવામાં આવ્યો છે. અને ઝરણાની માફક ખળખળ કરતું પાણી પડે તેવી સગવડ પણ છે.
ઓફિસોમાં રખાતા છોડની સાથે જાત-જાતના વહેમો સંકળાયેલા છે. ઘણા એવું માને છે કે એરકન્ડિશન ઓફિસમાં ફૂલોની રજકણ (પરાગકણ)થી એલર્જી થાય છે. કેટલાક છોડ એર કન્ડિશન્ડ વાતાવરણમાં ટકી નથી શકતા.
ભાયખલા ખાતે નર્સરી ધરાવતા એક ભાઈ જણાવે છે કે ઓફિસમાં મોન્સ્ટરો ફિલો, ડેન્ડ્રોન, ફિક્સ, અરેકા પાચ, ડિફેનબચિયા, અલ્ગોનીમ, ડ્રાકેન્ના, સુંદર લાગે છે. વડાલા ખાતે શ્રીમતી મણિયાર નામની એક મહિલા તેના મકાનની અગાસીમાં ગ્રીન હાઉસ ધરાવે છે. જ્યાં ૫૦૦ જાતના છોડ થાય છે. 'કેકટી' આૃથવા 'કેકત્સ' તરીકે ઓળખાતા આ છોડ રૃા. પચાસથી રૃા. બસોના ભાવે વેચાય છે. આ બહેન ઉત્સાહી લોકોને આવા છોડ, કેમ ઉગાડવા તેની તાલીમ આપે છે. મુંબઈની ઓફિસોમાં હજુ બોનસાઈ છોડ પ્રચલિત થયા નથી. કારણ કે આ પદ્ધતિએ છોડને ઉછેરવા ખૂબ કાળજી લેવી પડે છે.