એક કડવું સત્ય

15:07 Posted by Chandsar


“દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે છે,
પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શક્તી.” 
મારા વિચારો:- આજે બપોરે નવરાશના સમયે ‘દિવ્યભાસ્કર’ છાપું વાંચતો હતો ત્યાં મારી નજર રવિવારની પૂર્તિમાં આવેલા એક લેખ પર પડી.
લેખનું ટાઇટલ હતું ” બીમાર માં-બાપ ની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?”
ખુબ સુંદર લેખ હતો માટે મને આ કોઈ મહાન વ્યક્તિએ લખેલી ઉપરની લાઈન યાદ આવી.
મોટા ભાગની દરેક સ્ત્રીમાં આ વસ્તુ જોવા મળતી હોય છે.
પ્ત્નીતો ઠીક પણ માં-બાપે જેણે ૨૦ વર્ષનો કર્યો તે પુત્ર પણ માં-બાપની અવગણના કરે છે.
ભલે માં-બાપ તમને સુખી જોવા માંગતા હોય એટલે કશું બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હશે તેની પુત્ર કે પુત્રની પત્ની ને શું ખબર.
આ વાત પર એક બીજી વાર્તા યાદ આવી તો લાવો કહી દઉં:-
એક ઘરમાં એક ઘરડાં માં-બાપ ને તેનો પુત્ર એક રૂમમાં બંધ કરીને રાખતો હતો. પુત્રએ તેમના માટે એક ઘંટડી લગાવી આપી હતી કઈ કામ હોય ત્યારે માં-બાપ ઘંટડી વગાડે.
આ બધું ઘરમાં રહેલો નાનો છોકરો પણ જોતો હતો. સમય વિતતો ગયો. એક દિવસ માં-બાપ મૃત્યુ પામ્યા.
એક દિવસ પુત્ર પેલી ઘંટડી છોડતો હતો ત્યારે પેલો નાનો બાળક આવ્યો અને તેને કીધું , “રેહવા દો પપ્પા તમે જયારે ઘરડાં થશો ત્યારે તે ઘંટડી તમારે કામ આવશે”.
તમે જેવું કરો તેવું તમારી સાથે જયારે થાય ત્યારે તમને તેની વેદનાનો સાચો ખ્યાલ આવે.
“ટેકરાવાળી માં ની પૂજા કરવાને બદલે ઉંબળાવાળી માની પૂજા કરશો તો જીવન ધન્ય થઇ જશે.”