પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે "પાટીદાર" શબ્દ ધંધા ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી ને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.