પાટીદારોનું ગૌરવ

આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી  પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ ર્કૂિમ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાનાં-મોટાં જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ર્કૂિમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ના હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર,જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ.
વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે,એનું નામ પાટીદાર.