ઘર આખાની રોનક છે દીકરી,
જીવનમાં ખીલેલ કમળ છે દીકરી.
ક્યારેક તડકા જેમ મઘમઘ સોહાતી
ક્યારેક શીતળ ચાંદની છે દીકરી
શિક્ષા, ગુણ સંસ્કાર રોપી દો,
પછી દીકરા સમ સક્ષમ છે દીકરી
સહારો આપો જો વિશ્વાસનો,
તો પવિત્ર ગંગાજળ છે દીકરી.
પ્રકૃતિના સદ્દગુણ જો સીંચો,
તો પ્રકૃતિ સમ નિશ્ચલ છે દીકરી.
તો કેમ પ્રતિબંધ તેના જન્મવા સામે,
આપણી આવતીકાલ છે દીકરી…….