Showing posts with label બ્લોગ હેલ્પ. Show all posts
Showing posts with label બ્લોગ હેલ્પ. Show all posts

બ્લોગમાં લેબલ કેવી રીતે બનાવાય?

17:50 Posted by Chandsar
બ્લોગરમાં લેબલ અને વર્ડપ્રેસમાં કેટેગરી આવે છે. લેબલ એટલે વિભાગ. દેસીભાષામાં કહીએ તો કબાટના ખાના. કબાટના ખાનામાં જુદા જુદા નામના ખાના રાખીશકાય. અને ખાનામાં નામ પ્રમાણે વસ્તુ રાખીશકાય. બ્લોગમાં પણ જુદી જુદી પોસ્ટ પ્રમાણે લેબલ રાખીશકાય. આ જ બ્લોગમાં બ્લોગને લગતી પોસ્ટ માટે “બ્લોગ હેલ્પ” નામ રાખ્યું છે. ફેસબુકને લગતી પોસ્ટ માટે “ફેસબુક” નામ રાખ્યું છે.
આટલું સમજ્યા પછી મનીષભાઈના સવાલનો જવાબ ચિત્ર દ્વારા સમજીએ.
લેબલનું નામ જે રાખવું હોય તે નામ ચિત્ર પ્રમાણે રાખો.

લેબલનું નામ પોસ્ટને અનુરૂપ રાખો. અને Done પર ક્લિક કરો.

 નવલકથાના પુસ્તકનું  નામ ગમે ત હોઈ શકે, ગમે તેટલું લાંબુ પણ હોઈ શકે, પણ કબાટના ખાનનું નામ “નવલકથા” રાખી શકાય.
તમે અગાઉ પોસ્ટ પ્રકાશિત કરી હોય અને લેબલ ન રાખ્યા હોય તો શું કરવું?

એકસાથે બ્લોગમાં લેબલ કેવી રીતે આપવા? પોસ્ટ જોઈ જશો.

એક સાથે બ્લોગમાં લેબલ કેવી રીતે આપવા?

17:49 Posted by Chandsar
લેબલનુંનામ કેવી રીતે રાખવું? તે વિષે જોઈ ગયા છીએ. હવે એક સાથે બ્લોગમાં લેબલ કેવી રીતે રાખવા? તે જોઈએ.
૧. સૌ પ્રથમ બ્લોગર પર લોગીન થઇ ડેશબોર્ડ પર આવો.
૨. ઓલ પોસ્ટ પટ ક્લિક કરો.
૩. જે પોસ્ટમાં લેબલ આપવા છે તે પોસ્ટ ટીક કરો.

૪. ચિત્ર પ્રમાણે ન્યુ લેબલ પર જાઓ. 
૫. લેબલનું નામ લાખો અને OK પર ક્લિક કરો.

બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ કેવી રીતે બનાવશો ?

બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ?

બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ?
મિત્રો,GujNet પર બ્લોગર પર બ્લોગ કેવી રીતે બનાવશો? પોસ્ટ જોઈ ગયા છીએ. આપણે નેટ સર્ફિગ દરમિયાન ઘણા બ્લોગ અને વેબસાઈટ જોઈએ છીએ તેના મેનુ (ભાઈલા પેજના નામ )અને પેટા મેનુ (પેટા પેજ જે એકના નીચે એક ખુલે ) ખુલતા હોય છે. ત્યારે ઘણી વાર આપણા ને પણ ઈચ્છા થાય કે આવુ મેનુ આપણા બ્લોગ પણ હોય તો ? ત્યારે આપણા ને બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ? તેની સમજ હોતી નથી ત્યારે આપણે બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ   બનાવવા ના વિચાર પણ પૂર્ણ વિરામ મુકી દઈએ છીએ. તો મિત્રો બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  કેવી રીતે બનાવશો ? તે વિચાર ને દબાવશો નહિ આ રહ્યો તેનો ઉપાય.

બ્લોગમાં ડ્રોપ ડાઉન મેનૂ  બનાવવાની રીત

 1. સૌ પ્રથમ તમારા બ્લોગર બ્લોગનું ડેશબોર્ડખોલો.

 2.બ્લોગનું ડેશબોર્ડ ખોલી. Laout   પર click કરો.
. Laout   પર click કરો.
 3.Laout ખોલી Add a Gadget પર click કરો.

Add a Gadget પર click કરો.





 4. Add a Gadget માં HTML/Javascript પસંદ  કરો
HTML/Javascript પસંદ  કરો
 5.હવે  HTML/Javascript  માં નીચેના Box માંનો Codeને  Copy  કરી નાખો.
  
  6.  હવે  Codeમાં હોમ લખેલ આગળ # ની નિશાની હોય ત્યા તમારા બ્લોગની લિંક મુકો.
 7.  હવે  Codeમાં MENU1 લખેલ હોય ત્યાં તમારે મેનુ બનાવવાનુ  હોય ત્યાં તે નામ લખો.

  8.  ઉપરની રીતે MENU2, MENU3 MENU4, MENU5, MENU6, MENU7  નામ લખો.

  9.  હવે  Codeમાં MENU-1 ITEM-1  લખેલ હોય ત્યાં તમારે તમારી પોસ્ટ/ પેજનું  નામ લખો. તથા MENU-1 ITEM-1 ની આગળ # ની નિશાની હોય ત્યા તમારી પોસ્ટ/પેજની  લિંક મુકો.

10.  ઉપરની રીતે  MENU-1 ITEM-2 MENU-1 ITEM-3,  MENU-1 ITEM-4,  MENU-1 ITEM-5  નામ અને તમારી પોસ્ટ/પેજની  લિંક મુકો.

11. હવે ઉપરના ડ્રોપ ડાઉન મેનુ વાળા  HTML/Javascript   Gadget ને Laout માં બ્લોગ પોસ્ટની ઉપર ગોઠવો
 HTML/Javascript   Gadget ને Laout માં બ્લોગ પોસ્ટની ઉપર ગોઠવો





11. હવે  તમારા બ્લોગના ડેશબોર્ડમાં Pages માં જઈ show pages as માંથી Don't show પસંદ કરો.
Pages માં જઈ show pages as માંથી Don't show પસંદ કરો.











 બસ હવે રાહ શાની જોવો છો તમારુ ડ્રોપ ડાઉન મેનુ તૈયાર છે.

આ બાબત આપના પ્રતિભાવ અને કોઈ મુશકેલી હોય તો કોમેન્ટ બોક્ષ માં જરુર આપશો.