સ્નેક આઈલેન્ડ (સાંપનો દ્વિપ), બ્રાઝિલ: બ્રાઝિલના
સાઓ પાલોના સમુદ્ર તટથી થોડે દૂર આ સ્નેક આઈલેન્ડ આવેલો છે. અહીં 4000 કરતા વધારે દુનિયાના સૌથી વધારે ઝેરી સાપ રહે છે. આ સાપ ઉડતી ચકલીને
પણ ખાઈ જાય છે. આમના ઝેરથી માણસનું શરીર ઓગળવા લાગે છે. અહીં ઝેરી પ્રજાતિના સાપ ગોલ્ડન લાન્સહેડ વાઈપર જોવા મળે છે. સરકારે અહીં લોકોના
આવાગમન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાય છે અહી જવાનું સાહસ કરનારા લોકો પાછા નથી આવ્યાં.
બેન્ક ઓફ
ઇંગ્લેન્ડનો સોનોનું વોલ્ટ, બ્રિટન: બ્રિટનની રાજધાની લંડનમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડના હેડક્વાર્ટરની નીચે ભોંયરું છે. અહીં 5,152 ટનથી પણ વધારે સોનાની ઇંટો
મુકવામાં આવી છે. જેની કિંમત આશરે 315 બિલિટન ડૉલર જેટલી આંકવામાં આવે છે. કહેવાય છે કે આ ભોયરમાં એટલી જગ્યા છે જેટલી 47 માળની બિલ્ડિંગમાં
હોય છે.
વૂમેરા, ઓસ્ટ્રેલિયા:
એડિલેડની બાજુમાં આવેલા 127000 વર્ગ કિલોમીટર વિસ્તારમાં સામાન્ય લોકોને જવાની છૂટ નથી. અહીં રૉયલ ઑસ્ટ્રેલિયન એરફોર્સના હથિયારોનું ટેસ્ટિંગ થાય
છે. અહીં મિસાઈલ, રૉકેટ અને એરક્રાફ્ટનું પરિક્ષણ થાય છે. આ વિસ્તાર કુદરતી સંપત્તિથી ભરપૂર છે.
વેટિકનનું સિક્રેટ આર્કાઈવ્ઝ, ઇટલી:
વેટિકન સિટીમાં પોપને આધિન એક સિક્રેટ આર્કાઈવ્ઝ (અભિલેખાગાર) છે. જેમાં મુકવામાં આવેલી તિજોરીઓની લંબાઈ 84 કિમી છે. પોપની મંજૂરી વિના અહિ
મુકાયેલા 75 વર્ષથી જૂના અભિલેખોને કોઈ નથી જોઈ શકતું. અહીં પ્રાચીન ધાર્મિક અને સિક્રેટ દસ્તાવેજ મુકવામાં આવ્યાં છે.
ક્લબ 33, અમેરિકા: આમ તો આ એક રેસ્ટોરન્ટ છે
અને ડિઝનાલેન્ડમાં બનાવાયેલી પહેલી બિલ્ડિંગ છે. વોલ્ટ ડીઝનીએ આને બહુ જલદી સિક્રેટ ક્લબ જાહેર કરી દીધી હતી. અહીં પહેલાં વિદેશી મહેમાન, સેલિબ્રિટી
અન હાઈ ક્લાસના લોકો આવતા હતા. આ કલબમાં સેક્સ પાર્ટીઝ આયોજિત કરવાની અફવાઓ પણ ફેલાઈ હતી. જો કે એ પછી આ ક્લબનું સભાસદ પદ 25
હજાર ડોલરમાં માત્ર 100 લોકોને ઓફર કરવામાં આવ્યું હતું.
આરએએફ મેન વિધ હિલ
બેસ, બ્રિટન: આ બ્રિટિશ રૉયલ એરફોર્સ સ્ટેશન છે. અહીંથી કોમ્યુનિકેશન અને ઇન્ટેલિજન્સ સપોર્ટ સર્વિસનું સંચાલન કરે છે. આને દુનિયાનું સૌથી પ્રમુખ ઇલેક્ટ્રોનિક
મોનિટરિંગ સ્ટેશન કહેવામાં આવે છે.
એરફોર્સ વન પણ છે આ લિસ્ટમાં સામેલ જ્યાં સામાન્ય વ્યક્તિનું જવું
નામુમકિન છે. હોલિવુડની ફિલ્મમાં તો આપણે કદાચ એરફોર્સ વન જોયું હશે પરંતુ હકીકટમાં તે બિલકુલ આલગ જ છે. આ પ્લાન વિષે કઈ પણ જાણકારી આપવા
માટે મીડિયા તથા પ્રેસ એક વર્ષ અગોઉં પરવાનગી લેવી પડે છે.
હૈવેન કો, સીલેન્ડ: બ્રિટનના સફોક તટ પર આવેલું હૈવેન એક
ઈલેકટ્રોનિક ડાટા હૈવેન છે. આ એક એન્ટિ એરક્રાફટ પ્લેટફોર્મ છે જેને સ્વઘોષિત સ્ટેટ સીલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંથી અવૈધ પ્રૉક્સીજ,
વીપીએનએસ સર્વરનું સંચાલન થાય છે. તેમજ અહીંથી ચાઈલ્ડ પોનોગ્રાફી, સ્પામ અને હેકિંગ પણ કરવામાં આવે છે. આ સ્ટ્રક્ચરને બીજા વિશ્વયુદ્ધ વખતે સુરક્ષા
માટે બનાવવામાં આવ્યું હતું. અહીં પરમિશન વિના જવું મુશ્કેલ છે.
ચેયેન માઉન્ટેન
કોમ્પ્લેક્સ, અમેરિકા: ચેયેન માઉન્ટેન કોમ્પ્લેક્સ એ કોલોરોડોમાં આવેલું અમેરિકન મિલિટરીનું ન્યુક્લિઅર બંકર છે. આ બંકર અમેરિકન સ્પેસ કમાન્ડ, એરોસ્પેસ
ડિફેન્સ કમાન્ડ, એરફોર્સ કમાન્ડ અને ફેડરલ મેનેજમેન્ટ સિસ્ટમનું સેન્ટર છે. જમીનમાં 610 મીટર અંદર ગ્રેનાઈટ પર બનેલી છે આ બિલ્ડિંગ કુદરતી આફતો સામે
એકદમ સુરક્ષિત છે. આ 30 મેગાટનનો પરમાણુ હુમલો પણ સહન કરી શકે છે. તેમજ આ બિલ્ડિંગ રેડિયોલૉજિકલ વિકિરણોથી પણ સંપૂર્ણ સુરક્ષિત છે.
બૈહન્હોફ (વિકીલીક્સ), સ્વીડન : આ બંકર
શીતયુદ્ધ વખતે ન્યૂક્લિયર હુમલા સામે સુરક્ષા મળે તે હેતુથી બનાવાયું હતુ. હવે અહીંથી વિવાદાસ્પદ વિકીલીક્સના સર્વરનું સંચાલન કરવામાં આવે છે.
ગ્રીનબ્રિયર બંકર,
અમેરિકા: ગ્રીનબ્રિયર બંકર વેસ્ટ વર્જીનીયામાં આવેલું છે. પહેલાં અહીના મહેમાન રાષ્ટ્રપતિ બનતા હતા. એ પછી આ બંકરને પરમાણુ હુમલાની સ્થિતિમાં ઇમરજન્સી
માટે તૈયાર કરવામાં આવ્યું હતું. આ બંકરને પ્રોજેકટ ગ્રીક આઈલેન્ડ નામ આપવામાં આવ્યું છે. અહીં 30 વર્ષ ચાલે એટલો સામાન સ્ટોકમાં હતો.