નીયમ……..

11:41 Posted by Chandsar

૧. યાંત્રિક સમારકામનો નીયમ
તમારા હાથ કાળા અને ગંદા થઇ જાય પછીજ નાક્મા ખંજવાળ ઉપડે અને લઘુશંકા લાગે !
૨.ગુરુત્વાકર્શણ નો નીયમ
તમારા હાથમાથી પડી ગયેલો સ્ક્રુ,પાનુ,નટ કે બોલ્ટ દડીને તમે ન પહોંચી શકો તે ખુણામા સરકી જશે!

૩.શક્યતાનો નીયમ
તમને ભુલ કરતા જોઇ જવાની શક્યતા તમે કેટલું ખોટું કરી રહ્યા છો તે પર અવલંબે છે – વધુ ભુલો વધુ જોનારા
૪.ફોનનો નીયમ
તમે જ્યારે ખોટૉ નંબર લગાડો ત્યારે તે જરુર લાગશે
૫.ખોટું બોલવાનો નીયમ
જ્યારે તમે ઓફિસે મોડા પહોંચો અને મારું ટાયર ફાટી ગયું એટલે મોડું થયૂં તેમ કહો ત્યારે બીજેજ દીવસે ટાયરમા જરુર પંચર પડશે.
૬.ફેરફારનો નીયમ
જ્યારે ટીકીટ લેવાની લાઇન બદલશો ત્યરે તમે છોડી દિધેલી લાઈન જલ્દી ચાલવા માંડશે
૭.સ્નાનનો નીયમ
જ્યારે તમે દિગંબર અવસ્થામા શરીરે સાબુ લગાડી ભીના થશો અને ઘરમા એકલા હશો ત્યારે બારણાની ઘંટી વાગશે
૮. મળવાની શક્યતાનો નીયમ
તમને ઓળખતાને મળવાની શક્યતા વધી જાય છે જ્યારે તમે કોઇ એવા સાથે હો છો જેની સાથે તમે દેખાવા માગતા નથી.
૯.પરીણામનો નીયમ
તમે ન ચાલના મશીનને સમુ કરવા મીકેનીક્ને બોલાવો ત્યારે તે ચાલશે અને તેમા ગયા પછી બંધ પડશે.
૧૦.ખંજવાળનો નીયમ
તમને ત્યાંજ ખંજવાલ આવશે જ્યાં તમારો હાથ નહી પહોંચે
૧૧.થીએટરનો નીયમ
ફિલમ જોનારામા વચ્ચેની ગલીથી દુર બેસનારાઓ સૌથી મોડા આવશે.
૧૨.દલિલબાજી નો નીયમ
તમે જે વીશયમા કાંઇજ ન જાણતા હો તે વીશે વધુ દલીલ કરી શકશો.
૧૩.ખાવાનો નીયમ
તમને ભ!વતી વસ્તુ તમારી તબીયતને નડતી હશે.