ચીન દેશમાં એક રાજા રાજ કરે. તેને હતો એક પ્રધાન. આ
પ્રધાન બહુ સેતાન. રાજાના રાજમાંથી ખૂબ ખાઈ જાય. રાજા ભોળો, એટલે પ્રધાનનું
કપટ સમજે નહિ.
રાજાએ એક બીજા દેશના રાજાની કુંવરી સાથે લગ્ન કર્યા. નવી રાણી જેવી રૂપવાન તેવી જ ચતુર. રાજાજીના રાજના કામકાજમાં પણ એનું ધ્યાન પડે. રાજાની બધી યે વાત સમજે. એને પરણીને રાજા બહુ સુખમાં દિવસો ગુજારતા, પણ પ્રધાનની લુચ્ચાઈ હવે ચાલતી નહોતી; કેમ કે રાણીની આંખમાં ધૂળ નાખીને કાંઈ શકે તેવું નહોતું.
પ્રધાન તો ખટપટ આદરી. રાજાજીના કાન ભંભેર્યા કે રાણી તમને મારી નાખીને પોતાના ભાઈને રાજગાદીએ બેસાડશે. ખોટા સાક્ષી ઊભા કર્યા. બનાવટી કાગળિયા બનાવ્યા અને ઝેરના લાડવા પણ તૈયાર કરાવ્યા.
ભોળો રાજા ભરમાઈ ગયો અને હુકમ કર્યો કે રાણીને વનમાં મૂકી આવો.
રાણી તો ચોધાર આંસુ પાડતી વનમાં ચાલી; સાથે નાનાં બાળક અને નિમકહલાલ નોકર.
ઘોર જંગલ! રાત પણ પડી ગઈ.
નોકર કહે કે "માજી! તમે આંહીં બેસો તો હું વનમાંથી થોડાં લાકડાં વીણી આવું. રાતે ટાઢ વાશે. વળી જંગલી જનાવર પણ આવે. લાકડાંનું બળતું કરશું તો જ રાત નીકળશે." એમ કહીને નોકર ગયો વનમાં લાકડાં વીણવા.
રાજાની રાણી : ફૂલ જેવા તો એના પગ : મહેલ બહાર કોઈ દિવસ પગ નથી મૂક્યો. ટાઢ-તડકો દેખેલ નથી. આજ આખો દિવસ ચાલી ચાલીને એ થાકી ગયેલી, એટલે ઊંઘ આવી ગઈ. પડખામાં બે બાળકો પણ ધાવતાં ધાવતાં સૂઈ ગયાં.
થોડી વારે રાણી જાગી અને જુએ ત્યાં તો એણે ચીસ પાડી. એણે શું જોયું? એક મોટું રીંછ એના છોકરાને મોઢામાં પકડીને ઉપાડી જાય છે. ચીસો પાડતી પાડતી રાણી રાણી એ રીંછની પાછળ દોડી. દોડતાં દોડતાં કેટલે ય આઘે નીકળી ગઈ.
આ તરફ એવું બન્યું કે એ જ રાણીના બાપનો દેશ નજીક હતો. ત્યાંથી એનો ભાઈ શિકારે નીકળેલો. એ રાજા ત્યાં આવી પહોંચ્યો. ઝાડની નીચે જુએ ત્યાં તો એક સુંદર બાળક સૂતેલું. રાજાને થયું કે ઓહો! આ તો કોઈ દેવાંગનાનો દીકરો લાગે છે. એમ કહીને એ છોકરાને પોતાના દેશ લઈ ગયો.
હવે રાણી તો ખૂબ ભટકી, પણ રીંછ હાથ ન આવ્યું, ત્યાં તો એને સાંભર્યું કે અરેરે! મારું બીજું બાળક એ ઝાડ નીચે પડી રહ્યું છે. વળી ત્યાંથી એ પાછી દોડી, અને આવી એ ઝાડ નીચે; ત્યાં તો બીજું બાળક પણ ન મળે. હાય હાય! મારા બેય છોકરાને ઉપાડી ગયા! એમ કહીને તે ખૂબ રોઈ. એવી જુવાન સુકોમળ રાણીને છાતી ફાટ રોતી સાંભળીને જંગલનાં ઝાડવાં પણ જાણે એની દયા ખાતાં હતાં. પવન પણ થંભી ગયો અને આકાશમાં પૂનમનો ચંદ્રમા એકીટશે એની સામે જોઈ રહ્યો હતો.
નોકર પણ આવી પહોંચ્યો. એણે કહ્યું: "માજી, તમારા ભાઈનો દેશ આંહીંથી આઘે નથી. ચાલો ત્યાં જશું?" રાણીએ કહ્યું: "ભલે." પણ તેના દુઃખનો પાર ન હતો. થોડીવારમાં તો એક લોઢાના દાંતવાળો ને લોઢાના હાથપગવાળો રાક્ષસ આવ્યો. તે નોકરને ગદાથી મારીને રાણીને ઊપાડી ગયો.
હવે આ તરફ રીંછે એ છોકરાને પોતાની બખોલમાં લઈ ગયું. ત્યાં એના બચ્ચાંની પાસે એ બાળકને મૂક્યું. બચ્ચાં ભૂખ્યાં હતાં, પણ કોણ જાણે શું થયું કે બચ્ચાં એ બાળકને ખાય નહિ. ઊલટાં એને શરીરે ને મોંએ ચાટવા માંડ્યા. એ બાળકને પણ બહુ જ આનંદ થતો હતો એટલે તે હસવા લાગ્યો. હાથ લાંબા કરીને રીંછનાં બચ્ચાંની ડોકે વળગવા લાગ્યો. રીંછણને પણ બહુ જ હેત ઊપજ્યું. પછી પોતાનાં બચ્ચાંની સાથે સાથે એ છોકરાને પણ રીંછણ ધવરાવવા લાગી. એ છોકરો મોટો થવા મંડ્યો.
ઓહો! શું એ છોકરાનું જોર! જંગલના કોઈ જાનવરને જુએ કે દોડીને એનો જીવ લ્યે. મોટાં મોટાં રીંછ સાથે કુસ્તી કરે, આખા જંગલના જાનવર એની પાસે ગરીબ ગાય જેવાં. એક તો રાજાનો છોકરો, તેમાં વળી રીંછનું ધાવણ ધાવ્યો. દિવસ જતા ગયા તેમ તેમ એનો ત્રાસ વધતો ગયો. જંગલમાં કોઈ માણસ પગ મેલી ન શકે. એના લાંબા લાંબા વાળ : મોટી ડાઢી : હાથપગના નહોર વધેલા : અને નાગોપૂગો! આખા વનને ધ્રુજાવે. લોકોએ એનું નામ પાડ્યું બુનો.
બીજી તરફ એવું બન્યું કે બીજા છોકરાને રાજા ઉપાડી ગયો ને એનું નામ પાડ્યું ચંદ્ર : કેમકે તે દિવસ પૂનમની રાત હતી. ચંદ્રને રાજા પોતાના દીકરાની જેમ રાખે.
ચંદ્ર દિવસે ન વધે એવો રાતે વધે, અને રાતે ન વધે એવો દિવસે વધે. એનું રૂપ તો ક્યાંય માય નહિ. રાજાએ એને ભણાવ્યો. મહારથીનાં પણ માન મુકાવે તેવો ચંદ્રકુમાર થયો.
દેશમાં પોકાર થયો કે જંગલમાં કોઈ માનવીના રૂપવાળું રીંછ રંજાડ કરી રહ્યું છે, મોટા રસ્તા બંધ થયા છે, ગામડાં ઉજ્જડ થયાં છે ને માણસો ખોવાયાં છે.
રાજાજી સભા ભરીને કહે કે "રીંછને મારવા કોણ જાય છે? સભામાં બધાયનાં મોઢાં ઊતરી ગયાં. કોઈ બીડુંય ઝડપે નહિ. ત્યારે પછી ચંદ્રકુમાર કહે કે "એ તો મારું કામ."
જંગલમાં ચંદ્રકુમાર એકલો ચાલ્યો. ઢાલ-તલવાર બાધેલી. એટલામાં તો 'હૂહૂ' કરતો બુનો આવી પહોંચ્યો. કોણ જાણે કેમ ચંદ્રકુમારના મનમાં હેત ઊપજ્યું. એને થયું કે અહા! આ પ્રાણીને મારી નખાય નહિ, એને પકડીને રાજમાં લઈ જઈશ.
બુનાએ તરાપ મારી, ઘડી એક પલમાં તો ચંદ્રકુમારના પ્રાણ જાત, પણ એ બહાદુર કુમારે તરત જ પોતાની ચકચકતી ઢાલ આડી ધરી. એકદમ બુનો પાછો હઠ્યો. એ ચકચકતી ઢાલમાં એણે પોતાનું રૂપ જોયું. એને થયું કે, 'ઓહો! શું હું માણસ જેવો છું?' એકદમ એનું ઝનૂન ઓછું થઈ ગયું. ચંદ્રકુમાર ફાવ્યો. એણે બુનાને તરવાર ભોંકી. થાકીને બુનો પડી ગયો. ચંદ્રકુમાર કહે કે "ચાલ, મારી સાથે." બુનોના મનમાં માનવીના જેવી મમતા વછૂટી. એ ચંદ્રકુમાર સાથે પાળેલા પ્રાણીની પેઠે ચાલ્યો ગયો.
રાજમાં આવ્યા, ત્યાં તો લોકોની દોદાદોડ, મા છોકરું મૂકીને ભાગે. ધણી બાયડી મૂકીને પલાયન કરે. વેપારી દુકાન છોડી દોટ કાઢે. ચંદ્રકુમાર બુનોને લઈને જ્યાં રાજદરબારમાં જાય, ત્યાં તો બૂમાબૂમ થઈ રહી. ચંદ્રકુમારે કહ્યું:" બીશો નહિ, બુનો આપણો દોસ્ત બન્યો છે." પછી તો નાનાં નાનાં છોકરાં પણ બુનોની પાસે આવે ને એને પંપાળે. બુનો એનાં મોઢાં ચાટે. કોઈ નઠોર છોકરું વળી એને લાકડી પણ મારી જાય. પણ બુનો તો બોલે નહિ, ચાલે નહિ ને બેઠો બેઠો હસ્યા કરે.
આમ દિવસો સુખમાં કાઢે છે, ત્યાં વળી માણસોના ટોળાં ને ટોળાં પોકાર કરતાં આવ્યાં કે "એક લોઢો રાક્ષસ આવીને માણસોને મારી જાય છે. કોઈ રક્ષા કરો! રક્ષા! કરો!"
લોઢા રાક્ષસને કોણ મારવા જાય? સૌ કહે કે 'મોકલો આ બુનોને : બેઠો બેઠો ખાધા જ કરે છે. અને આ રાજકુમારને પણ મોકલો; એને આવડો મોટો પગાર છે ને વળી પોતાના પરાક્રમનું એને બહુ જ ગુમાન છે. હવે જોઈ લેશું કે એનામાં કેટલું પાણી છે.'
બુનો ને ચંદકુમાર તૈયાર થયા. માંડ્યા ચાલવા. કેટલાં કેટલાં વન વીંધ્યાં, કેટલાં ડુંગરા ચડ્યા, કેટલી યે મોટી મોટી નદીઓ તર્યા. પછી આવ્યો એક લોઢાનો પહાડ. આખો પહાડ લોઢાનો. ઝાડનું એક તરણું યે નહિ. સૂરજના તાપમાં તપી તપીને પહાડ રાતોચોળ થયેલો. એ પહાડની અંદર લોહપુરી નામે નગરી. નગરીને દરવાજે રાક્ષસોની ચોકી અને મોટા મોટા ઘંટ બાંધેલા. આ બે ભાઈઓ પહોંચ્યા, ત્યાં તો ઘંટ 'ટણણ ટણણ' વગડવા લાગ્યા. ઘડી વારમાં તો લોઢો રાક્ષસ આવી પહોંચ્યો. આ બે જણાને જોઈને તે ખૂબ હસ્યો: "હા! હા! તમે મને મારવા આવ્યા છો! ઠીક, આ ઝાડ ઉપર મારી ઢાલ લટકે છે; એને જરા ઉપાડો તો! કેટલુંક જોર છે તમારામાં?"
ચંદ્રકુમાર ઢાલને ઉપાડવા ઊઠ્યો, પણ ઢાલ જરાય ચસ્કે જ શેની! ભોંઠા પડીને ભાઈસાહેબ પાછા વળ્યા. રાક્ષસે કહ્યું: "આવો બેટાજી તમે."
બુનોએ આખા ઝાડને ઝાલીને હલાવ્યું. કડકડ કરતું ઝાડ નીચે પડ્યું. ઢાલ નીચે પડી. આખો લોઢાનો પહાડ ધ્રુજી ઊઠ્યો. રાક્ષસના શરીરમાંથી જોર ચાલ્યું ગયું. રાક્ષસ મરવા જેવો થયો. મરતાં મરતાં બોલ્યો કે, "મારું મોત આ ઢાલમાં હતું. આ ઢાલને ઉપાડનાર કોઈ જેવોતેવો ન હોય. મને વરદાન હતું કે જંગલના જાનવરને ધાવીને જે માણસ ઊછર્યો હશે તેને હાથે જ હું મરીશ."
રાક્ષસ મરી ગયો. ચંદ્રકુમાર અને બુનો નગરમાં ગયા. ત્યાં તો મોટાં મોટાં બંદીખાનામાં અપરંપાર માણસોને પૂરેલાં જોયાં. બધાને ચંદ્રકુમારે છોડ્યાં. એક ઠકાણે એક સુંદર બાઈ બેઠી બેઠી રડતી હતી. એના હાથપગમાં બેડીઓ બાંધેલી. કુમારે બેડીઓ છોડીને પૂછ્યું કે "માડી તમે કોણ છો?"
બાઈએ કહ્યું કે "હું ચીન દેશના રાજાની રાણી છું. મારા પતિએ મને વનવાસ દીધો, મારા છોકરાં જંગલમાં ખોવાણાં, આજ વીસ વરસ થયાં હું આંહીં પડી પડી રડું છું. આંહીં એક વામનજી પણ છે. તેને તમે છોડાવો."
આઘે એક પથ્થરની મોટી મૂર્તિ ઊભી હતી. ત્યાં એક વામનજી બેઠેલા. એણે કહ્યું કે "તમે મને છોડાવો છો, તેથી હું પણ તમને એનો બદલો દઈશ." એમ કહીને એણે પથ્થરની મૂર્તિને ટકોરા માર્યા ને પૂછ્યું: "હે મૂર્તિ! કહે, આ કોણ છે?"
મૂર્તિને વાચા થઈ, એણે ચંદ્રકુમારને કહ્યું: "તને ખબર છે તારાં માબાપ કોણ છે?"
ચંદ્રકુમાર કહે: "ના, ઓ દેવી! મને બધાં ય નમાયો કહે છે."
મૂર્તિ કહે: "આ સામે ઊભી એ તારી મા, તારો ભાઈ બતાવું? આ સામે ઊભેલો બુનો તારો ભાઈ."
પેલી બાઈ કહે: "ઓ દેવી મૂર્તિ! મને બધો ભેદ સમજાવો!"
પછી મૂર્તિએ બધી વાત કહી.
મા અને બે દીકરા ખૂબ ભેટ્યાં. ત્રણે જણા રાજમાં ગયાં. ત્યાં ખબર મળી કે આ તો આપણા મામાનું રાજ. મામા પણ બેઉ ભાણેજોને ખૂબ ભેટ્યા, બેય કુમારોને લઈને રાણી ચીનમાં ગયાં.
ચીનના રાજાએ પણ રાણીને વનવાસ કાઢ્યા પછી સાચી વાત જાણી પ્રધાનને દેશનિકાલ કર્યો હતો. તેણે તો પોતાની રાણીને મરી ગયેલી જ માનેલી. 'રાણી! ઓ રાણી!' એવા પોકારો કરીને એ ઝૂરતો હતો ત્યાં એને રાણી આવ્યાના સમાચાર મળ્યા. જઈને રાણીના પગમાં પડી ગયો. કુંવરોને રાજ સોંપીને પોતે ઈશ્વરનું ભજન કરવા મંડ્યો.