ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ર્કૂિમ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને કરડ પ્રદેશમાંથી આવેલા કડવા કહેવાયા. ગુજરાતમાં ર્કૂિમનું જ અપભ્રંશ કુણબી અને કણબી થયું છે.
પાટીદારોનું ઉત્તર ભારતમાં આગમન
હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ જેથી ર્કૂિમઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી ર્કૂિમ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી ર્કૂિમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલ ર્કૂિમઓને "લોરર્કૂિમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારીર્કૂિમ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર ર્કૂિમઓને લોર-પટેલ અને ખારી ર્કૂિમઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારીર્કૂિમઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.