સુરતનો વરાછા વિસ્તાર સીએની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જાણીતો છે. ત્યારે નવેમ્બર-૨૦૧૩માં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટસીની ફાઇનલની દેશવ્યાપી પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. સી.એ. ફાઇનલનું સુરતનું પરિણામ ૫.૬૫ ટકા આવ્યું છે. ફાઇનલની પરીક્ષામાં સુરતના રત્નકલાકારની પુત્રી આશા ડાયાણીએ દેશના ટોપ-૫૦માં ૪૧મું સ્થાન મેળવી ડંકો વગાડયો છે. ગત નવેમ્બર-૨૦૧૩માં સી.એ. ફાઇનલની દેશવ્યાપી પરીક્ષા યોજાઇ હતી. જેનું પરિણામ બુધવારે જાહેર કરાયું હતું. ધી ઇન્ટસ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન વિજય જાગાણીએ જણાવ્યું કે, સુરતના સી.એ.ના વિદ્યાર્થીઓએ ફરી ફાઇનલની પરીક્ષામાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. સુરત સેન્ટરનું પરિણામ ૫.૬૫ ટકા આવ્યું છે. જેમાં શહેરના જીમીલ શાહે સુરતમાં પ્રથમ અને દેશના ટોપ-૫૦માં ૯મો ક્રમ મેળવ્યો છે. જ્યારે ભરત સવાણી કલાસની વિદ્યાર્થીની આશા ડાયાણીએ સુરતમાં બીજો અને દેશના ટોપ-૫૦માં ૪૧મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતી મિડિયમમાં ભણેલી આશાએ કેવી રીતે મેળવી સિધ્ધિ વાંચવા ફોટો સ્ક્રોલ કરો
સી.એ.ની
પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી રહ્યા છે. રવિ
અને આદિત્ય છાવછરીયા પાસે માર્ગદર્શન લેનાર જીમીલ શાહ કહે છે, ધગશથી મહેનત
કરો તો સફળતા મળે જ છે. જીમીલે ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો
હતો. છતાં સી.એ. ફાઇનલ પરીક્ષા પાસ કરવા સાથે દેશના ટોપ-૫૦માં પણ સ્થાન
મેળવ્યું છે.
જ્યારે સામાન્ય પરિવારની અને રત્નકલાકારની પુત્રી આશા ડાયાણીએ બંને ગુ્રપની પરક્ષામાં ૪૬૯ માર્કસ સાથે ફાઇનલમાં દેશમાં ૪૧મું સ્થાન મેળવીને જ્વલંત સફળતા મેળવી છે.
વરાછામાં ભરત સવાણી પાસે માર્ગદર્શન લેનાર પાટીદાર સમાજની અને રત્નકલાકારની પુત્રી આશા પોપટભાઇ ડાયાણીએ શહેર ઉપરાંત પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્રના અંતરીયાળ એવા નાના ઉમરડા ગામની વતની આશાના પિતા ખેતી છોડીને સુરતમાં હીરાની મજુરીના કામમાં જોતરાયા હતા. આશાના મતે સખત અને સતત પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી. પાટીદાર સમાજની આશાએ સાબિત કર્યું છે કે દિકરાઓ કરતાં દિકરીઓ પણ કંઇ કમ નથી. તેની આ સિદ્ધિ સમાજની અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. ઉપરાંત સફળતા માત્ર જાણી સંસ્થાઓ અને તગડી ફી ખર્ચવાથી મળતી નથી. તે પણ તેણે પુરવાર કર્યું છે