જ્ઞાનની બડાઈ હાંકવાથી હંમેશા નુકશાન થાય છે.

12:39 Posted by Chandsar
કાશ્મીરમાં વાસુદેવ નામના એક મહાપંડિત થઈ ગયા. તેઓ હંમેશા પોતાના જ્ઞાનની બડાઈ હાંકે રાખતા. તેમના વિરોધીઓ ડરતા, પણ એકવાર વિરોધીઓ પંડિતને ખંડિત કરી નાખવાનો નિર્ણય કર્યો. વાસુદેવ
પંડિતની વાડીમાં એક શેતૂરનું ઝાડ હતું. તેમણે વિદ્વાનીઓને ચર્ચા માટે બોલાવ્યા ત્યારે વિદ્વાનીઓએ તેમની કોઈ વાત સાંભળી નહીં. તેઓ બોલી ઊઠ્યા, બધુ તૂત છે, એટલું જ નહીં, તેઓ વાસુદેવને ‘તૂતપંડિત’ કહેવા લાગ્યા. આથી વાસુદેવ એટલા ચિડાયા કે એમણે શેતૂરનું ઝાડ ઉપરથી કાપી નાખ્યું.
માથું કપાયેલા ઝાડને ઉદેશીને વિદ્વાનો વાસુદેવને હવે ‘મૂડ પંડિત’ કહેવા લાગ્યા. વાસુદેવ પાસે ગુસ્સે થવા માટે એક ઝાડ હતું. તેમણે બધો ગુસ્સો શેતૂર ઉતાર્યો. શેતૂરને અડધેથી કાપી નાખ્યું. માત્ર ઠૂઠું રહી ગયું. વિદ્વાનો વાસુદેવને ઠૂંઠ પંડિત કહેવા લાગ્યા. ગુસ્સે થયેલા વાસુદેવે ઠૂઠું પણ ઉખાડીને ફેંકી દીધું. એટલે ત્યાં મોટો ખાડો થઈ ગયો. પછે પોતાના ગુરૂ પાસે ગયા અને બધી વાત કહી.
ગુરૂજીએ હસીને કહ્યું,’તેં તારી મોટાઈ લલકારી એટલે વિદ્વાનો વિરોધી બન્યા. તને ચિડાવવા માંડ્યા. તું ચિડાઈને શેતૂર કાપતો રહ્યો, પણ વાસુ! તુ તારી બડાઈ ગાશે નહી, લોકચર્ચાને ધ્યાનથી અવલોકશે, હાથ કે હથિયાર ઉગામતા પહેલાં વિચાર કરશે તો તું જરૂર ઉત્તુંગ પંડિત બનીશ.’ વાસુદેવે ગુરુની આજ્ઞા માની. વર્ષો પછી સાચે જ તેઓ મહાપંડિત ઉત્તુંગ પંડિત બન્યા. તેમના વાડામાં ફરીથી શેતૂરનું ઝાડ ઉગાદ્યું હતું. એ ઝાદને જોઈ તેમને હંમેશા પ્રેરણા મળતી.
બોધ:- જ્ઞાનની બડાઈ હાંકવાથી હંમેશા નુકશાન થાય છે.