Showing posts with label દૈનિક. Show all posts
Showing posts with label દૈનિક. Show all posts

ઉભરાણ થી વાત્રકકોલોનીના ભંગાર રોડ

12:33 Posted by Chandsar
 
માલપુર તાલુકાના ઉભરાણ થી વાત્રકકોલોની સુધીના ભંગાર રોડથી પ્રજા ત્રસ્ત બની છે સાબરકાંઠા
જિલ્લાના સૌથી મોટા ગણાતા એવા વાત્રક બંધ સુધી પહોંચવા માટેના એક માત્ર રસ્તા પર આવતા બાયડ, ઉભરાણ અને વાત્રક કોલોની સુધીના ગામડાઓનો રસ્તો બિસમાર થઈ ગયો

જ્યારે ભંગાર રોડને પગલે વાહનો અવાર નવાર ખોટકાઈ પડતા ઉભરાણ થી વાત્રકકોલોનીના ભંગાર રોડની મરામત ?????

માણસ પારકા કરતા વધારે પોતાના લોકો થી જ ડરતો હોઇ છે!

11:47 Posted by Chandsar
માણસ પારકા કરતા વધારે પોતાના લોકો થી જ ડરતો હોઇ છે!...સહેજ એક વાર દિલ ના દરવાજા પર ટ્કોર કરી ને પૂછી જ લો?

 માનવીને જેમ મૃત્યુનો ભય લાગે છે, તેમ ધનવાનને રાજાનો..જળનો..અગ્નિનો..ચોરનો તથા પોતાના ૫રિવારનો ભય કાયમ રહે છે.

પોતાનાથી અધિક દરીદ્દોને જોઇને કોઇનું અભિમાન વધતું નથી,પરંતુ જ્યારે મનુષ્‍ય પોતાના કરતાં વધુ ધનવાનને જુવે છે ત્યારે સહુ પોતાને કંગાળ સમજે છે.

જે માણસોને પોતાના અને પારકાના બળાબળનું જ્ઞાન હોય તે માનવી વિપત્તિમાં ૫ણ દુઃખ પામતો નથી.

જે અનુચિત્ત કામનો પ્રારંભ..પોતાના ભાઇઓ સાથે લડાઇ..બળવાન સાથે બરાબરી અને સ્ત્રીઓ ઉ૫ર ભરોસો રાખે છે તે હાથે કરીને મૃત્યુનું દ્વારા ખખડાવે છે.

માણસે પોતાના લોકો થી દૂરથી જ ડરતા રહેવું જોઇએ, પરંતુ જો તે પાસે આવી જ જાય તો ધીરજ રાખીને તેને શૂરાતન બતાવવું કે જેથી તે આરંભથી જ લડવા ઝઘડવાની વાત જ ન કરે,કારણ કેઃઆરંભમાં એકદમ ગરમ થઇ જવું તે વિઘ્નની નિશાની છે.

સુખનો આરંભ પોતાના ઘરથી કરો,દરેકનો સત્‍કાર કરો તથા વાણીમાં મિઠાશનો પ્રયોગ કરો,દરેકની સાથે મીઠું બોલો,પોતાના માતા-પિતા,ભાઇ-બહેન તથા અન્‍ય સબંધિઓની સાથે વ્‍યવહારમાં ખૂબ જ નમ્રતા રાખો.

 સ્‍ત્રીઓ ઘણી જ નિર્દય,અસહનશીલ તથા સાહસિક હોય છે,તે પોતાના નાના સરખા સ્‍વાર્થના માટે પતિ કે ભાઇને ૫ણ મરાવી નાખે છે  તેથી તેના ઉ૫ર વિશ્ર્વાસ ના કરવો.આ નિયમ પતિવ્રતા સ્‍ત્રીઓ માટે નથી.

 જીવન એટલે પોતાના શરીરની મર્યાદામાં રહી, કુટુંબીઓ – સ્નેહીજનો અને સમાજ સાથેના સંબંધોમાંથી પસાર થતાં થતાં મૂળ ધ્યેય સુધી પહોંચવું.

-અલ્પેશ પટેલ

ઘર એટલે પોતાનું વતન

14:33 Posted by Chandsar
ઘર એટલે પોતાનું વતન. જ્યાં તનને આપણે તેની ધૂળમાં રગદોળી શકીએ, જ્યાં પાણીમાં ભલેને આંશિક

જ્યાં તમે પરદેશી ચિંતાઓને સાચે જ ચિતામાં નાખી શકો. જ્યાં તમને થોડાં પણ બીમાર થવું ગમે, જ્યાં તમે લંગોટિયા યારના ઘરે વગર કહ્યે તેની બા ના હાથની બનાવેલી પૂરીનો ડબ્બો ખોળામાં રાખી ખલાસ કરી શકો તોય કોઈ કાંઈ ન બોલી શકે..

જ્યાં તમને ગરમી પણ ઠંડકવાળી લાગે, જ્યાં પડોશીઓ તમને સમયાંતરે 'આઆહાઆ, કેમ છે ભાઈ, ક્યારે આવ્યો? અને હવે આ વખતે તો થોડું લાંબુ રોકાવવાનો છે ણે' જેવાં માસૂમ સવાલો કરે...અરે! અરે અરે ! જ્યાં બસ તમે તમારી મા ના ખોળામાં માથું મૂકી કલાકો સુધી સુઈ શકો અને છતાંય તે કશુયે ન બોલે. ને પછી ને જાગો ત્યારે ગરમ 'ચાહ' નો કપ ઠંડો થવાને આરે પડ્યો હોય...

ત્યારે એવાં માહોલમાં આગળ લખવાની તાકાત આપોઆપ ઓછી થતી જાય છે...માત્ર એટલું જ બોલાઈ જાય કે................

-મું'ભાઈ'થી...મા નો ભઈલો અને બેનનો ભાઈ: અલ્પેશ પટેલ.
ખારાશ હોય છતાં તે મીઠ્ઠું લાગે. જ્યાં તમને તમારા 'પોતાના લોકો' કે 'અપને વાલે' લોગ દિલથી મળે.

મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ

11:16 Posted by Chandsar
મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે.
તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છ. અહિં સંક્રમણ એટલે મુળ જગ્‍યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવું સુર્ય મકરરાશિમાં પ્રવેશતા જ તેજોમય બને છે અને અંધારું ધીમે-ધીમે ઘટવા લાગે છે. સુર્યનું આ સંક્રમણ માનવજાતને પણ એટલું જ લાગુ પડે છે. જેમ-જેમ સમયચક્ર આગળ વધે છે તે જ રીતે પરીવર્તન કરવું જરૂરી છે. સમયનાકદમ સાથે તાલ ન મિલાવનાર ફેંકાઇ જાય છે. અહિં સંક્રમણનો એક અર્થ વિકાસ પણ છે. માણસે જે નિરર્થક અને બાધારૂપ હોય તે જુની બાબતો છોડીને નવી બાબતોને અપનાવતા રહેવું પડે છે. સળગ માનવજાત માટે કર્મયોગી બનેલો સુર્ય જે રીતે પરિવર્તનનો માર્ગ પકડે છે તેજ રીતે આપણે પણ અજ્ઞાન રૂપી અંધકાર છોડીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવું જોઈએ કારણકે જો જ્ઞાન આવશે તો આપણે સારા-નરસાનો ભેદ જોઈ શકીશું. મકરસંક્રાતિમાં સંક્રાંતિ એટલે કે સમ્‍યક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. ક્રાંતિમાં હિંસાનો ઉપયોગ પણ થતો હોય છે. પરંતુ સંક્રાંતિમાં તો વિચારોને પરિવર્તન કરવાની વાત છે. આમ, ક્રાંતિ કરતા સંક્રાતિમાં બુધ્ધિ અને સમજદારીને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યુ છે. સંક્રાતિનો બીજો અર્થ સમુહ-ક્રાંતિ પણ થાય છે. અહિં સમુહ એટલે કે સંઘ કે સંગઠન, લોકો એકત્રિત થઈને કોઈ કાર્ય હાથમાં લે તો ગમે તેવા કપરા કાર્યો પણ પાર પડી શકે છે. કારણકે સંગઠન એ અનેક શક્તિઓની કરોડ રજજુ છે, જે અશકયને શકય બનાવે છે. આ બધામાં પરિવર્તન માટે હાથ ધરેલા કાર્યની દિશા સૂર્યની જેમ પ્રકાશ તરફ એટલે કે અસતમાંથી સત્ તરફ જવાની હોવી જોઈએ તો જ તેનું મહત્‍વ જળવાઈ રહે. આ સંક્રાંતિને સંગ ક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય. અહિં સંગ એટલે કે રાગ-દ્રેષ, મોહ-માયા, લોભ, અભિમાન વગેરેને છોડી માનવતા, પ્રામાણિકતા, શુધ્‍ધ આચાર, વિચાર, સત્‍ય, સતકર્મો પ્રભુ ભક્તિ વગેરેનો સંગ એટલે કે સતનો સંગ કરવો, મહાભારતમાં અર્જુને શ્રી કૃષ્‍ણનો સંગ કરી પોતાના લક્ષ્‍યો હાંસલ કર્યા હતા. બીજી બાજુ તેનો જ ભાઈ કર્ણ દુઃર્યોધન અને દુઃશાસન જેવાની કુસંગતિને કારણે પોતે અર્જુન જેવો જ વીર હોવાં છતાં પતન પામ્‍યો આમ સંગ હોવો જોઈએ પરંતુ કૂસંગ નહિ.
   આમ, મકરસંક્રાંતિ સમગ્ર્ માનવજાતને અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવા અર્થાત અસતમાંથી સત તરફ સમજદારીપૂર્ણ ક્રાંતિ એટલે કે સંક્રાતિ, સુસંગ, આમૂદાયિક શક્તિ વગેરેનો આપણને મહિમા જણાવે છે.
   મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઊં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઊંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.
    મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભિષ્મપિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ જયંતિ તરિકે પણ ઉજવવામાં આવે છે.

    ગુજરાતની ઉત્તરાયણ વિશે તો એટલુ જ કહેવુ છે કે

હે…………અનેરો ઉત્સાહ લઈને આવી ઉત્તરાયણ રે,
હો દોરાને સંગ અને પતંગોને સંગ કેવી સજી રે ઉત્તરાયણ રે
ઊંધિયુ ને સેવ સાથે, ફાફડા જલેબી સાથે કેવા થયા ધેલા ગુજરાતીઓ રે………જી રે કેવા ધેલા થયા ગુજરાતીઓ રે. 

પ્રભુ હંમેશા તમારી સાથે જ છે

18:07 Posted by Chandsar
એક રાત્રે એક માણસને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેના જોવામાં આવ્યું કે તેદરિયા કિનારે પ્રભુ સાથે ચાલતો હતો.
ચાલતાં ચાલતાં તેના જીવનમાં બની ગયેલા બનાવોનાં દ્દ્શ્યો તેના સ્મરણપટ પર આવવાલાગ્યાં . દરેક દ્દ્ર્શ્યોમાં તેણે રેતીના પગલાંની બે જોડ જોઈ ,

તેમાંની એક તેની પોતાની હતી , જયારે પગલાની બીજી જોડ પ્રભુની હતી . તેના જીવનનું છેલ્લું દ્દ્ર્શ્ય પસાર થયું ત્યાંરે તેણે ; પાછા વળીને રેતીમાં પડેલા પગલાં જોયા. તેણે પાછા વળીજોયું ત્યાંરે તેના જીવનનાં ઘણાં પ્રસંગોમાં તેણે રેતીમાં પગલાની ફક્ત એક જ જોડ નિહાળી ,એ પ્રસંગો એવા હતા કે જયારે તેતેના જીવનની અતિ મુશ્કેલ પળોમાં હતો .
આ નિહાળીને તે માણસ ખૂબજ વ્યથિત થઇ ગયો અને તેણે પ્રભુને પ્રશ્ન પૂછ્યો ; “ પ્રભુ , આપે તો કહેલું કે જો તું મારા બતાવ્યા માર્ગે ચાલીશ તો હું આખાયે માર્ગે હું તારી સાથે હોઇશ ; પરંતું મેં ધ્યાનથી જોયું તો મને માલુમ પડ્યું કે જયારે હું મારા જીવનનાં કપરાં સંજોગોમાંથી પસાર થતો હતો ત્યાંરે ત્યાં એક જ જોડ પગલાં હતા .
મને એ સમજાતું નથી કે જયારે મને તમારી અત્યંત જરૂર હતી ત્યાંરે જ તમે મનેએકલો મૂકી દીધો હતો !
પ્રભુએ જવાબ આપ્યો . “ મારા વ્હાલા દિકરા , હું તો તારા પર અનહદ પ્રેમ રાખું છું , તો પછી મુશ્કેલીના સમયે તને શા માટે ત્યજી દઉં ? તે જે એક પગલાંની જોડ જોઇ તે ખરેખર તારાં પગલાં ન હતા , પરંતું તે તો મારાં પગલાં હતાં . તારા દુઃખ અને હતાશાના સમયોમાં તો મેં તને ઊંચકી લીધોહતો .

પ્રેરણાત્મક સ્ટોરી

18:06 Posted by Chandsar
આ લેખ વાંચતા માત્ર 37 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..
બે પુરુષો ગંભીરપણે બીમાર હતા અને બેઉને એક જ રુમમાં રાખ્યા હતાં..એક માણસને તેના ફેફસામાંના પ્રવાહી કચરાના નિકાસ માટે દર બપોરે એક કલાક માટે તેમના પલંગ માં બેઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી.રૂમમાં ફક્ત એકજ બારી હતી અને તેની પાસે આ ભાઇનો પલંગ હતો.

જ્યારે બીજા માણસને હંમેશા લાંબા થઇને સૂતાં જ રહેવું પડતું.આ બન્ને કલાકો સુધી વાતો કર્યા કરતા.તેઓ તેમના પત્ની, પરિવાર, ઘર, નોકરી, તેઓ વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા જતા વગેરે વિશે વાતો કરતાં ..
દરરોજ બપોરે, જ્યારે પહેલો માણસ બેઠો થતો ત્યારે બેઠા બેઠા બીજાં દર્દી ને બારીની બહારની દુનિયાં નું વર્ણન કરતાં સમય પસાર કરતો. બપોરનો આ એક કલાકબીજા માણસ માટે જાણે જીવંત બની જતો અને તેની દુનિયા હોસ્પિટલનાં રૂમ સુધી સિમિત ન રહેતા બહારનાં વિશ્વ સુધી પહોંચતી..
"બારીની બહાર એક સુંદર બગીચો અને તળાવછે. તળાવમાં બતક અને હંસ રમે છે. બીજી તરફ બાળકો કાગળની હોડી બનાવીને રમે છે. વિવિધ રંગના ફુલો વચ્ચે પ્રેમી યુગલો હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે અને દૂર ક્ષિતિજ સુધી વિશાળ આકાશનું નયનરમ્ય દ્શ્ય નજરે ચડે છે...
"પહેલો માણસ જ્યારે આવું વર્ણન કરતો ત્યારે બીજો માણસ પોતાની આંખો બંધ કરીને કલ્પનામાં આ બધુ નિહાળતો.એક ઉષ્માભરી બપોરે પહેલા માણસે નજીકથી પસાર થતી પરેડનું વર્ણન કર્યુજોકે બીજા માણસને પરેડ બેન્ડનો અવાજ સંભળાતો નહોતો પરંતુ તે પોતાની કલ્પનામાં આ દ્શ્ય જોઇ શકતો હતો.આ રીતે દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા...
એક દિવસ સવારે,નર્સ તેમના સ્નાન માટે પાણી લાવ્યા અને જોયું તો પહેલી વ્યક્તિ ચિર નિદ્રામાં પોઢી ગઇ હતી પલંગ પર ફક્ત તેનું ફક્ત નિર્જીવ શરીર પડ્યું હતું.નર્સને અત્યંત દુખ થયું અને હોસ્પિટલએટેન્ડન્ટ્સને બોલાવી શરીર લઇ જવા માટે કહેવામાં આવ્યુ.બારી પાસેનો પલંગ ખાલી પડયો!
થોડા દિવસો પછી...બીજા વ્યક્તિએ પોતાને બારી પાસેનાં પલંગ પર ખસેડવાની ઇચ્છા વ્યક્ત કરી. નર્સે પણ ખુશી ખુશી તેમને ત્યાં ખસેડવાની વ્યવસ્થા કરી અને જતાં રહ્યા.હવે આ વ્યક્તિ એ ધીમે ધીમે, થોડું કષ્ટકરીને, બારી પાસે બેઠાં થવાની કોશિશ કરી. એક હાથની કોણી કોણી ટેકવી તેમણે બહારની વાસ્તવિક દુનિયાનો પ્રથમ દેખાવ લેવા માટે પોતાની નજર ફેરવી અને જોયું તો શું?
બારીની સામે ફક્ત એક દિવાલ હતી. તેને કઇ સમજાયું નહીં. તેણે નર્સને પુછ્યું પહેલો વ્યક્તિ શા માટે બારીની બહાર અદ્ભુત વસ્તુઓનું વર્ણન્ કરતો? - જ્યારે અહીં તો ખાલી દિવાલ જ છે!
નર્સે કહ્યું "પેલો માણસ અંધ હતો અને આ દિવાલ પણ જોઈ ન શકતો, તે તો ફક્ત તમનેપ્રોત્સાહિત કરવા માગતો હતો!"
ઉપસંહાર:બીજાને ખુશ કરવા એ સૌથી મોટુ સુખ છે પછી આપણી પરિસ્થિતિ ગમે તે હોય! દુઃખ વહેંચવાથી અડધુ થાય છે, અને સુખ વહેંચવાથી બમણું થાય છે. તમને સમૃદ્ધિનો અનુભવ કરવો હોય તો તે વસ્તુઓની ગણતરી કરો જે તમારી પાસે છે અને પૈસાથી ખરીદી નથી શકાતી!"આજ તો સૌગાદ છે તેથી જ તો તેને"Present" કહેવાય છે.
મિત્રો સાથે શેર કરો... તમે પણ ઓછામાં ઓછું એક જીવન તો બદલી જ શકો છો!

રાજા વેલ લઇ આવ્યા અને ચારે કળશ વેલમાં ચઢાવી વેલ હાંકી

17:09 Posted by Chandsar
ચોર ચેતી ગયા અને ઘેર જવાને બદલે એક ગુફામાં જઇ ત્યાં ધન દાટી દીધું. થોડા દિવસ પછી આ બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઇશું ! એમ વિચારી બધા વિખરાઇ ગયા. રાજાને કોની પૂંઠ પકડવી તેની સૂઝ પડી નહિ એટલે ધન સાચવવા ત્યાં જ ઊભા રહ્યા.

સવાર થયું એટલે રાજા વેલ લઇ આવ્યા અને ચારે કળશ વેલમાં ચઢાવી વેલ હાંકી. એવામાં એક કૌતુક થયું! ચાર માણસો ચોધાર આંસુએ રડતાં રડતાં સામાં મળ્યાં. રાજાએ વેલ થોભાવી અને પૂછ્યું : તમે કોણ છો અને રડો છો શા માટે ?

વાધ્ધે નિસાસો નાંખતાં કહ્યું: ભાઇ ! અમારૂ દુઃખ જાણીને તું શું કરીશ ? તું તારે રસ્તે જા.

વિક્રમરાજાએ કહ્યું - ભાઇ મારાથી બનશે તો અવશ્ય સહાય કરીશ.

બ્રાહ્મણીએ કહ્યું - ભાઇ! તું શું સહાય કરવાનો હતો ? મોટો વિક્રમ ના જોયો હોય તો!
રાજાએ કહ્યું - હા બહેન ! હું વિક્રમ જ છું જે દુઃખ હોય તે સુખેથી કહો. વિક્રમરાજાને જોઇ બધાં નમી પડ્યાં. બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું - મહારાજ ! હું ગરીબ બ્રાહ્મણ છું વેવાઇએ મારા છોકરાના લગ્ન માટે સમાચાર મોકલ્યા છે. મારી પાસે પૈસોયે નથી. હું શી રીતે લગ્નની તૈયારી કરૂ ? પૈસા ઊછીના લેવા ઘણે ઠેકાણે ફર્યો પણ ખરે ટાણે કોઇ કામ ન આવ્યું, છોકરાનો વિવાહ ફોક થશે અને ગામમાં અપર્કીિત થશે. અમારે ગામમાં શું જોઇને મોઢું બતાવવુદ્ય એટલે અમે ગામ છોડી ચાલી નીકળ્યાં છીએ. રાજાને દયા આવી.

તેમણે કળશ બતાવતાં કહ્યું - ભાઇ તું ચતા ન કરીશ. આ ચાર કળશ ધનથી ભરેલો છે. તેમાંથી જોઇએ તેટલું ધન માંગી લે. કળશ જોઇ બ્રાહ્મણનું મન બગડ્યું.

તેણે કહ્યું - મહારાજ જયારે શરમ મૂકીને માગવાનું છે, તો ઓછુ શીદ માગીએ ? આપવા હોય તો ચારે કળશ આપો.
જયાં મળી કામધેનું ગાય, બકરીને તો કોણ જ ચ્હાય !

સાકર ખાંડના શીરા મળે, ખડ-બનજરી તે કોણ જ જમે?

કસર એમ શાને કીજીએ ? મનુષ્ય તેવું માગી લીજીએ,

કુબેર સમ ભંડારી તમો, શાનું ઓછું માંગું અમો ?

બ્રાહ્મણના બોલ સાંભળી રાજાને હસવું આવ્યું

તેમણે ચાર કળશ બ્રાહ્મણને પ્રેમપૂર્વક આપી દીધા.

બ્રાહ્મણ ચારે કળશ લઇને ઘરે ગયો. બધાંના આનંદનો પાર ન રહ્યો. બ્રાહ્મણે ઘર ધોળાવ્યું ચિતરામણ ચિતરાવ્યાં, તોરણ બંધાવ્યાં, ગામેગામ નોતરા મોકલાવ્યા, ઘરમાં ધી ગોળના ઓરડા ભરાવ્યા.

આટો, દાળ અને ચોખાના ઢગલા કરાવ્યા અને છોકરાને રાજકુંવર જેવા ઠાઠથી પરણાવવાનું નક્કી કર્યું. તે જાતજાતના મનોરથ ઘડવા લાગ્યો.

બીજે દિવસે તેણે ટીપણું જોયું તો વ્યતિપાત હતો, એટલે કળશમાંથી ઘન કાઢવાનું માંડી વાળ્યું. બે દિવસ પછી સારો દહાડો આવતો હતો.

પેલા ચોર કળશ લેવા ગુફામાં ગયા પણ જઇને જુને છે તો કળશ છૂ ! તેઓ ઝડપથી ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે-ગામમાં આવ્યા.

વિદ્યાનો જાણનાર એક ચોર ઘર જોતો જોતો બ્રાહ્મણનું ઘર આવ્યું ત્યાં ઊભો રહ્યો અને કહ્યું ઃ

ભાઇ ! આપણું ધન અહ છે. બીજાએ ધેન મૂકી બધાંને ઊઘાડી દીધાં. ત્રીજાએ ભત તોડી બાકોરૂ પાડ્યું બધા અંદર
પેઠા અને કળશ ઊપાડી ગુપચુપ ચાલી નીકળ્યા. આજે સારો દિવસ હતો. ચો,ડિયું પણ સારું હતુ.

બ્રાહ્મણ ધન કાઢવા ગયો પણ કળશ જ ન મળે ! બ્રાહ્મણ તો પોક મૂકીને રડવા બેઠો. આખા ગામમાં વાત ફેલાઇ કે બ્રાહ્મણને ઘરે ચોરી થઇ! હરામનું આવેલું કાંઇ ટકે ? અમ સૌ કહેવા લાગ્યાં.

બ્રાહ્મણને થયું કે રાજાએ મને કળશ આપેલા એટલે નિશંક એમણે જ ચોરી કરાવીને પડાવી લીધા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજસભામાં ગયાં અને રાજાને ગાળો દેવા લાગ્યાં. બ્રાહ્મણ બોલ્યો ઃ રે દુષ્ટ તે મને ધન આપ્યું એટલે મ ગામેગામ નાતરાં દ.ધા, સગાવહાલાને તેડાવ્યાં. જો તારે પડાવી લેવું હતું, તો આપ્યું શા માટે ? હવે અમારી લાજ શી રીતે રહેશે ? એના કરતાં તો મરી જવું સારુ, તારે જ બારણે અમે ચારે જણાં આપઘાત કરીશુ, પછી તો તને
શાન્તિ વળશે ને ? બ્રાહ્મણની વાતમાં વિક્રમરાજાને કંઇ સમજ પડી નહિ તેમણે કહ્યું ઃ ભાઇ ! એવું મ શું કર્યું છે, એ તો કહો ?

બ્રાહ્મણે કહ્યું ઃ તમે મારા ઘરમાં ચોરી કરાવી કળશ લઇ લીધા અને પૂછો છો કે, મે શું કર્યું ? રાજા બધી વાત સમજી ગયા. તેમણે કહ્યું ઃ ભાઇ ! હું કળશ વિષે કાંઇ જાણતો હોઉં તો મને ઇશ્વરના સમ હમણાં તમે મારે ત્યાંથી જોઇએ તેટલું ધન લઇ જાવ અને તમારા દીકરાને પરણાવો હું તમારા કળશ ગમે તે રીતે મેળવી આપીશ.

તમારા કળશ મેળવવા માટે બાર દિવસનો સમય આપો. હું તમોને ચોક્કસ મેળવી આપીશે આમ ઘણું સમજાવ્યો, ત્યારે બ્રાહ્મણ ધન લઇ ઘરે ગયો.

રાજાએ ઠેકઠેકાણે તપાસ શરૂ કરવી. આમ અગિયાર દિવસ વીતી ગયા પણ ચોરનો પત્તો ખાધો નહિ. ગામ લોકો જાતજાતની વાતો કરતા. કોઇ રાજાને ચોર કહેતું તો કોઇ બ્રાહ્મણને જૂઠો કહેતું. પોતાને માથે કલંક આવ્યું તેથી વિક્રમરાજાને ચતા થવા લાગી.બારમો દિવસ થયો. રાજાએ સભા ભરી અને ગામેગામના અઢારે વર્ણના લોકોને
તેડાવ્યા. સભામાં રંગ-રંગની વાતો થવા માંડી.

વિક્રમરાજાએ પણ વાત કહેવા માંડી. દમણપુર પાટણ નામે એક ગામ હતું. તેમાં એક નિશાળ હતી. નિશાળમાં એક નિર્મળ નામનો ગરીબ વાણિયાનો છોકરો અને નિર્મળા નામે એક શ્રીમંત વેપારીની દીકરી રહેતી હતી. બંને જણાં સાથે ભણતાં હતા. સાત વરસ સાથે ભણ્યાં એટલે બંનેને એકબીજા ઊપર પ્રીતી થઇ.

નિર્મળા મોટી થઇ એટલે તેના બાપે તેનો એક શ્રીમંતના દીકરા સાથે વિવાહ કર્યો. નિર્મળાએ ઘણા કાલાવાલા કર્યા પણ તેના બાપે માન્યું નહિ અને કહ્યું ઃ ખબરદાર ! જો નિર્મળનું નામ લીધું છે તો !

એ ભીખારી સાથે હું તારુ લગ્ન નહિ કરૂ? નિર્મળા નિર્મળ પાસે ગઇ અને બધી વાત કરી. છૂટે માએ રડી પડી. બન્ને નિરૂપાય હતાં. છૂટાં પડતી વખતે નિર્મળાએ કહ્યું ઃ નિર્મળ! બીનું તો હું શું કરૂ ? પણ વચન આપું છું કે પરણ્યા પછી મારા પતિને મળતાં પહેલાં તેને એકવાર જરૂર મળીશ.

નિર્મળ ગરીબ હતો. તેનું લગ્ન એક ગરીબ ઘરની છોકરી સાથે થયું. નિર્મળ કોથળો લઇ માલની ફેરી કરી ગુજરાન ચલાવવા લાગ્યો. નિર્મળા પરણીને સાસરે ગઇ. રાત પડી એટલે સોળે શણગાર સજી મેડીએ ચઢી. જયાં પતિના ઓરડાનાં ઉંબરામાં પગ મૂકવા જાય છે. ત્યાં તેને નિર્મળ સાથે થયેલી વાત સાંભળી આવી. તરત જ તે
ખમચાઇને ઊભી રહી. તેનો પતિ ચતુર હતો તે નિર્મળાનો ભાવ સમજી ગયો. તે પાસે આવ્યો અને પૂછ્યું ઃ તમોને મારા સમ છે. સાચું કહેજો !

તમે આમ ખચકાયાં કેમ ? સાચું કહેશો તો બધો અપરાધ ક્ષમા, જૂઠું કહેશો તો તમોને આખી પાૃથ્વીનું પાપ.

લાલચુ સુખલો અને દુખલો

17:08 Posted by Chandsar
શ્રીવનમાં સુખલો શિયાળ અને દુખલો શિયાળ રહેતા હતા. બંનેની જુગલજોડી હતી. એ સાથે રહેતા અને સાથે ખોરાકની શોધમાં નીકળતા.

એક વાર આ શ્રીવનમાં એક શિકારી શિકારની શોધમાં આવ્યો. તેણે દૂરથી મોટા, કાળા, ભયંકર એક સૂવરને જોયો. તેને થયું : "ઓહ! આ તો સુંદર શિકાર છે.આજે મારુ કામ થઇ જશે." આવું વિચારીને તેણે ખભેથી
ધનુષ્ય ઊતાર્યું, પણછ પર બાણ ચડાવ્યું, અને કાન સુધી પણછ ખચીને તેણે સૂવર પર બાણ છોડ્યૂ.

સનનન કરતું તીર સૂવરના શરીરમાં પેસી ગયું. તીર વાગવાથી સૂવર ક્રોધમાં આવી ગયો. ફૂંફાડા મારતો તે શિકારી પર ધસી ગયો, અને પોતાના તીક્ષ્ણા દંતશૂળથી શિકારી પર પ્રહાર કરવા લાગ્યો.

સૂવરના દંતશૂળથી શિકારીનું પેટ ચિરાઇ ગયું. તે જમીન પર પડી ગયો, અને ઊહકારા ભરતાં ભરતાં જ તેના પ્રાણ નીકળી ગયા. સૂવરના શરીરમાં બાણ ઉંડે સુધી ઘૂસી ગયું હતું, એટલે તે પણ વ્યાકુળ થઇ રહ્યો હતો. થોડી વારમાં બેભાન થઇને તે જમીન પર ઢળી પડ્યો.

ક્ષણ-બેક્ષણ તરફડીને તે પણ મરી ગયો.

ફરતા તેઓ શિકારી અને સૂવર મરણ પામ્યા હતા, તે સ્થળે આવી ગયા. સૂવર અને શિકારીનાં માૃત શરીરો જોઇને તેઓ રાજી થયા. સુખલા શિયાળે તાલી આપીને કહ્યું : "દુખલા, આજે તો આપણાં નસીબ ઊઘડી ગયાં હોય એવું લાગે છે." "હા સુખલા ! આટલો બધો ખોરાક તો આપણને એકીસાથે કદી મળ્યો નથી. હવે
આપણે રોજ રોજ શોધમાં ભટકવું નહિ પડે. ઘણા દિવસો સુધી આ ખોરાક ચાલશે." દુખલા શિયાળે
કહ્યું.

"તારી વાત ખરી છે." દુખલો કહે : "પહેલાં આપણે ધનુષ્યની આ પણછ ખાઇએ. એ ચામડાની બનેલી છે. પછી આપણે સૂવરના અને શિકારીના શરીરને ખાઇશું." સુખલો કહે : "બરાબર છે. પહેલાં તું પણછની
વાઘરી ખા. પછી વધે એ હું ખાઇશ. હાલ મને ભૂખ નથી." દુખલો લાલચુ હતો એટલે તરત જ પણછનો એક છેડો મોઢામાં નાખીને ચગળવા લાગ્યો, વાધરી થોડી થોડી કપાવા લાગી. છેવટે આખી કપાઇ જતાં ધનુષ્યનો છેડો
એકદમ સીધો થઇ ગયો, અને તે દુખલાના તાળવામાં ઘૂસી ગયો. તે બેહોશ થઇને જમીન પર તરફડવા લાગ્યો.
સુખલાએ મનમાં કહ્યું : "સારું થયું. હવે મને એકલાને બંને શિકાર ખાવાના મળશે. આ રીતે મારે ઘણા દિવસો સુધી આ ખોરાક ચાલશે. સાલો દુખલો, હતો જ એ લાગતો. આટલો બધો ખોરાક પડ્યો હોય, તો પછી પણછનું સૂકું
ચામડું ખાવાની શી જરૂર હતી ?લોભિયા તો આ રીતે જ મરે." દુખલો તરફડતો હતો અને સુખલો સૂવરના શરીરમાંથી તાજો ખોરાક ખાઇ રહ્યો હતો. તેને મનમાં તો થતું હતું : "દુખલો જલદી મરી જાય તો સારું!!"

મેના પોપટની વાર્તા

17:07 Posted by Chandsar
ભોજરાજા ફરી પાછા સહાસને બેસવા જાય છે. ત્યાં તો વાંદા નામની પૂતળી બોલી ઉઠીઃ રાજાજી! થોભો,
આ સહાસન ઊપર પગ ન મૂકશો.

આ સહાસન પરદુઃખભંજન વીર વિક્રમનું છે. તેમના જેવા પરાક્રમો અને પરોપકારનાં કામ કરો ત્યારે બેસજો. હમણાં તો તમારે તેની પૂજા જ કરવાની છે. તેમના પરાક્રમની એક વાત કહું તે સાંભળોઃ

એક દિવસ વિક્રમરાજા શિકારે નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક જંગલમાં આવી પહોચ્યા. જંગલમાં દવ બળતો હતો. ચારે બાજું આગ આગ થઇ રહી હતી. આગથી ત્રાસીને પશુંપં ખીઓ જીવ લઇને નાસતાં હતાં.

એવામાં રાજાએ એક કૌતુક દીઠું ! ત્યાં એક પોપટ હતો. તેણે નદીમાં સ્નાન કરીને સૂર્યનારાયણનું ધ્યાન ધર્યું અને ઝાડની ડાળી ઊપરથી દવમાં કૂદી પડવા જતો હતો, ત્યાં તો વિક્રમરાજા બોલી ઊઠ્યા ઃ હે પોપટ ઉભો રહે! તું દવમાં પડીશ નહિ, પડે તો તને સૂરજદેવની આણ ! પહેલાં મારી વાત સાંભળ.

આ સાંભળી પોપટ ઉભો રહ્યો અને રાજાના હાથ ઊપર આવીને બેઠો. તેણે રાજાને કહ્યું ભલા માણસ ! તમે મને
શા માટે રોકો છો? તમે તમારે રસ્તે જાઓ ને ?

રાજાએ કહ્યું ભાઇ! તું પંખીની જાત છે, માટે તારું શું દુઃખ છે કે, આપઘાત કરવાનો સમય આવ્યો ? કિયાં છોકરાં પરણાવવાં, કિયું જાય છે રાજ ?

કિયાં વહાણ તુજ ડુબિયાં, કિયો ડુબ્યો વહેપાર ? કિયાં કલંક માથે ચડ્યાં, કિયો પડ્યો મુંજ માર ? કિયાં દુઃખથી દેહ તજે, સહેજ વાત વિચાર ? પોપટ! જે હોય તે સાચું કહે ? એવું તારે શું દુઃખ આવી પડ્યું છે ? હું ઊજજન નગરીનો રાજા વિક્રમ છું હું તને વચન આપું છું કે, માતા હરસિધ્ધિની કાપાથી હું તારું દુઃખ ભાંગીશ.

વિક્રમરાજાને જોઇ પોપટને હમત આવી. તેણે કહ્યું મહારાજ ! રાજવતી નગરીમાં ભુપતસંગ નામે રાજા રાજ કરે છે. પદ્મયંદશ નામે ત્યાંના નગરશેઠ છે.

નગરશેઠને પુષ્યચંદ નામનો પુત્ર છે. તેનો હું પોપટ છું પુષ્પચંદને મારા ઊપર ઘણું જ હેત હતું. એકવાર એકાંતમાં પુષ્પચંદ મને પૂછ્યું હે પોપટ ! તને ખબર પડતી હોય તો કહે કે, વિધાત્રીએ મારો વિવાહ કોની સાથે લખ્યો હશે?

હું એ વાત જાણી શકતો હતો, એટલે મ કહ્યું મંચાવતી નગરીમાં ટેકચંદશા નામે નગરશેઠ છે. તેમની દીકરી
પદ્મલોચનાની સાથે તમારો વિવાહ થશે. પદ્મલોચનાની પાસે એક મેના હતી.

પદ્મલોચનાએ પણ મેનાને પૂછ્યું હે મેના ! તુ ભવિષ્ય જાણતી હોય તો કહે કે, મારો વિવાહ કયાં થશે ?
મેનાએ કહ્યું રાજવતી નગરીમાં પદ્મચંદશા નામે નગરશેઠ છે. તેમના પુત્ર પુષ્પચંદ સાથે તમારો વિવાહ થશે.

આ વાત સાંભળી પદ્મલોચના તેના પિતા પાસે ગઇ અને મેનાની કહેલી વાત કહી ટેકચંદશાને પણ આ વાત ગમી. તેમણે દીકરીના વિવાહનું શ્રીફળ પદ્મચંદશેઠને ત્યાં મોકલ્યું. પદ્મચંદ શેઠે તે સ્વીકાર્યું. લગ્નનો દિવસ નિરધારી ટેકચંદશાએ પદ્મલોચનાને પુષ્પચંદ સાથે સારા ચોઘડીએ પરણાવી અને મનગમતી પહેરામણી આપી દીકરીને વિદાય કરી. પદ્મલોચના સોનાના પાજરામાં પૂરેલી મેનાને પોતાની સાથે લઇને અમારે ત્યાં આવી.

એક દિવસ મેનાને જોઇને મારૂં ચિત્ત ઠેકાણે ન રહ્યું મને થયું, મારો વિવાહ તેની સાથે થાય તો કેવું સારૂ ! એટલે મ મેનાને પૂછ્યું મેના ! તું કહે તો હું તારી સાથે લગ્ન કરૂં.

આટલું કહેતામાં તો મેના ગુસ્સે થઇ ગઇ અને કલબલાટ કરી મૂકયો. મે તેને શાંત પાડવા ઘણાં કાલાવાલા કર્યા પણ તે માની જ નહિ, મેનાનો ફડફડાટ અને બૂમો સાંભળી શેડ અને શેઠાણી દોડી આવ્યાં. મેના તરત .ડીને શેઠાણીના હાથે બેઠી અને કહેવા લાગીઃ શેઠાણીબા ! શેઠાણીબા ! આ પોપટ મને ગાળો દે છે.

મ પણ મારો બચાવ કરતાં કહ્યું ના શેઠજી ! મેના જુઠું બોલે છે. મે તેને કાંઇ કહ્યું નથી.

મેના એ કહ્યું ઃ જુઠા ! આટલું બધું જુઠુ બોલતાં તું શરમાતો નથી ? મ કહ્યું ઃ તુ જૂઠી. હું કયાં જૂટુ બોલું છું ? અમારા બન્ને વચ્ચે કજિયો વધી પડ્યો એટલે શેઠાણીએ મેનાનો પક્ષ લેતાં કહ્યું ઃ મેના ! તારી વાત ખરી છે.

પુરુષની જાત કરી સાચી હોતી જ નથી. એના તો બોલે બોલ જૂઠ શ્ શેઠાણીની વાત સાંભળી શેઠ મારો પક્ષ લઇને
બોલી ઉઠ્યાં ઃ પોપટ ! મેના જ જૂઠુ બોલતી હશે. સ્ત્રીની જાત જ આવી.

એની વાતે વાતે જૂઠ ! મેના ગુસ્સામાં બોલી : શેઠજી પુરુષની જાત કેટલી જૂઠી હોય છે, તેની વાત સાંભળવી છે ? શેઠે કહ્યું ઃ ભલે ત્યારે કહો ! મેનાએ વાત કહેવા માંડી : એક ગામમાં ધનશા નામે એક શેઠ હતા. તેમને ધનક્ષય નામનો પુત્ર હતો.

ધનક્ષયનાં લગ્ન ધનશાએ પુષ્પપાટણના શેઠ સકલચંદને ત્યાં તેમની પુત્ર પમાવતી સાથે કર્યા. કન્યા હજી સાસરે આવી ન હતી. એટલામાં ધનશા શેઠ માંદા પડ્યા અને મરી ગયા. હવે તિજોરીની ચાવી ધનક્ષયના હાથમાં આવી ગઇ. તેણે મન ફાવે તેમ પૈસા વાપરવા માંડ્યા, આવક ઘટી અને જાવક વધી પડી એટલે તિજોરીનું તળિયું દેખાવા માંડ્યું. વેપારધંધો પડી ભાંગ્યો અને ઘર પણ વેચાઇ ગયું તેની પાસે એક ફૂટી બદામ પણ રહી નહિ. એટલે તે પોતાના સાસરે પહાચ્યો. પહેલવહેલા જમાઇ આવેલા જાણી તેના સાસુ- સસરાએ ઘણા માનપાનથી એક મહિનો પોતાને ત્યાં રોકયો પછી પોતાની દીકરીને પગથી માથા સુધી ઘરેણાં પહેરાવી ધનક્ષયની સાથે સાસરે વળાવી.

રસ્તામાં એક મોટું વન આવ્યું દુષ્ટ ધનક્ષયને વિચાર આવ્યો કે, મારી સ્ત્રી ગામમાં આવીને જાણશે કે મ ઘરબાર
વેચી ખાધા છે. અને ખાવા અન્ન પણ નથી, ત્યારે મારી શી લાજ રહેશે ! તેણે મનમાં ઘાટ ઘડ્યો અને તેની સ્ત્રીને કહ્યું ઃ આ જંગલમાં ચોરનો ભય છે. તે કયારે આવે તે કહેવાય નહી, માટે તારા ઘરેણા ઊતારી આપ.
પમાવતીએ પોતાનાં ઘરેણાં ઊતારી આપ્યા. આગળ જતાં એક કૂવો આવ્યો. ધનક્ષય. આજુબાજુ જોયું તો કોઇ ન
હતુ. તેણે પમાવતીને કહ્યું ઃ ચાલ ! પાણી પીને જઇએ, આમ કહી તે તેની સ્ત્રીને કૂવા કાંઠે લાવ્યો અને તેને કૂવામાં ધકેલી મૂકી. તે ઘરેણાની પોટલી લઇને નાઠો અને સીધો ઘેર આવી ઉભો રહ્યો. અહ પમાવતી કૂવામાં પડી, પરંતુ કૂવામાં પાણી બહું ઊંડુ ન હતુ, તેથી તે બચી ગઇ ! તેણે કૂવામાંથી નીકળવા ઘણાં ફાંફાં માર્યા પરંતુ તે નીકળી શકી નહિ. બીમારી ત્રણ દિવસ સુધી ભૂખીને ભૂખી કૂવામાં બેસી રહી.

ચોથે દિવસે એક વટેમાર્ગું કૂવા ઊપર પાણી પીવા આવ્યો. તેણે પમાવતીને જોઇ અને બહાર કાઢી.
બીચારી પમાવતીએ સાસરાની વાટ જોઇ ન હતી. એટલે તે પોતાના પિતાને ઘેર પાછી ગઇ! તેના મા-બાપે પૂછ્યું : દીકરી ! તું પાછી કેમ આવી ? અને તારું શરીર આમ કેમ છે ? છતાં પમાવતીએ ખરી વાત કહી નહી. તેણે
કહ્યું ઃ રસ્તામાં ચોર મળ્યા. તેમણે મને કૂવામાં ધકેલી મૂકી. મારા પતિનું શું થયું તેની મને કશી ખબર નથી. દીકરીની વાત સાચી માની તેનાં મા બાપ ધનક્ષયની ચતા કરતાં તેની રાહ જોવા લાગ્યાં.

વાતને બે વરસ વીતી ગયાં ધનક્ષયે પમાવતીના દાગીના વેચી ખાધા અને પાછો હતો તેવો થઇ ગયો. ફરી તેણે
વિચાર કર્યો, ચાલો સસરાને ત્યાં ! કોને જાણ થવાની છે કે પમાવતી મરી ગઇ છે ? કહીશું કે પમાવતી સુખ શાંતિમાં છે ને લહેર કરે છે. થોડા દહાડા જે સાસરામાં લહેર કરી તે ખરી. આમ વિચારી ધનક્ષય પોતાના સાસરે આવ્યો, જયાં તે સસરાના ઘરે પગ દેવા જાય છે, ત્યાં તેણે પોતાની સ્ત્રીને ઉંબરામાં ઉભેલી જોઇ. તેને જોતાં જ તે દોડીને પાસે આવી અને કહ્યું : તમે મુંઝાશો નહિ ! જે થવાનું હતું તે થઇ ગયું વિધિના લેખ એવા હશે એમાં તમારો શો વાંક ? અહ એ વાત મ કોઇને કહી નથી. માટે તમે લેશે પણ ચતા કર્યા વિના સુખેથી રહો.

ઘુવડ અને કાગડાની દુશ્મની

17:02 Posted by Chandsar
શ્રીવનમાં પક્ષીઓની સભા ભરાઇ હતી. ગરુડ પક્ષીઓનો રાજા હતો, પરંતુ તે સભામાં હાજર રહ્યો નહોતો. આથી
પક્ષીઓ ખિન્ન થઇ ગયાં. કેટલાંક તો ચણભણ પણ કરી રહ્યાં હતા.

એકે કહ્યું : "જે રાજા પોતાની પ્રજાની ખબર-અંતર ન લે, તેના સુખદુખમાં ભાગ ન લે, તે રાજા શા કામનો ? એવો રાજા હોય તોય શું ને ન હોય તોય શું ?"

બીજાએ કહ્યું : "આપણે રાજાને માન આપીએ છીએ, સન્માન કરીએ છીએ, સલામી ભરીએ છીએ, તોય એ તો આપણી જરાય ચતા જ કરતા નથી."

ત્રીજાએ કહ્યું : "જે રાજા જકાત લેતો હોય, કરવેરા લેતો હોય, આવકવેરો વસૂલ કરતો હોય, અને પ્રજાના કલ્યાણનું એકે કામ ન કરતો હોય, તે રાજા કહેવાય ? આપણે બચ્ચાંનો કોળિયો ઝૂંટવીને કરવેરા ભરીએ, ને એ છે તે મોજમજા કરે, અમનચમન કરે, અપ્સરાઓનાં નાચ-ગાન જુએ, મુજરાઓની સલામી ઝીલે, અને પેલા વિષ્ણુમાં શું ભાળી ગયો છે, તે ત્યાં ને ત્યાં પડ્યો રહે છે. થૂ કરું છું હું તો એવા રાજાને !"

ચોથાએ કહ્યું : " માથાભારે પારધીઓ આપણને આપણી સંગિનીઓને, આપણં બચ્ચાંને જાળાં લઇ જાય છે, અને આપણી પાસે વેઠનાં કામ કરાવે છે. આપણે મૂંગે મોઢે એ બધું સહન કરવું પડે છે. ભઇ, આપણો રાજા નબળો ત્યારે આ બધું ય ને ? ચાલો, આપણે આપણો રાજા જ બદલી નાંખીએ."

સભામાંથી મોટા મોટા અવાજો આવ્યા : "હા-હા ! રાજા બદલો...રાજા બદલો ! ચ ચ... ઘઢુર ઘૂ...કુહૂકુહૂ...!!
નવો રજા લાવો ! જૂનાને હટાવો !" પક્ષીઓએ રાજા બદલવાનો નિર્ણય લઇ લીધો. પણ રાજા બનાવવો કોને ? પક્ષીઓની નજર ઘુવડ પર ઠરતી હતી. એનો પીળચટ્ટો રંગ, ભદ્ર શકલ અને ઠરેલપણું બધાંને ગમી ગયાં હતાં.
આખરે ઘુવડને પક્ષીઓનો નવો રાજ બનાવવાનો નિર્ણય થઇ ગયો. હવે રાજયાભિષેકની તૈયારીઓ થવા માંડી હતી. ફટાફટ બધી વસ્તુઓ આવવા લાગી હતી. બધાં પક્ષીઓ દોડાદોડી કરી રહ્યાં હતા. બરાબર એ જ વખતે એક કાગડો ઊડતો ઊડતો ત્યાં આવી પહાચ્યો. પક્ષીઓની સભા જોઇને તેને નવાઇ લાગી. કુતૂહલથી તે નીચે
આવ્યો. તેણે ભોળા કબૂતરને પૂછ્યું : "ભાઇ, આ સભા શાની થઇ રહી છે ? આટલો મોટો પક્ષીસમુદાય શા માટે ભેગો થયો છે ?"

કબૂતરે ભોળાઇથી કહ્યું : "અરે કાકભાઇ ! તમને ખબર નથી ? પંખીઓનો કોઇ રાજા નથી, એટલે રાજાની પસંદગી માટે આ સભા ભરાઇ છે." "રાજા તરીકે કોઇની પસંદગી થઇ છે. ?" કાગડાએ પૂછ્યું.

કબૂતરે કહ્યું : "હા, બધાં પંખીઓએ સર્વસમ્મતિથી ઘુવડને રાજા તરીકે પસંદ કર્યો છે, અને હવે એના રાજયાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે."

એ સાંભળીને કાગડો ઇર્ષ્યાથી લાળો થઇ ગયો. પોતાનો કટ્ટર દુશ્મન રાજા બને એ એને જરાય ન ગમ્યું. તેણે હસીને કહ્યું : "ઓ મારા ભાઇ ! આ તો ભારે અનર્થ થઇ રહ્યો છે. બીજાં શકિતશાળી પક્ષીઓ છે, એમાંથી કોઇને રાજા બનાવવો જોઇએ." બધા પક્ષીઓ ભેગાં થઇ ગયાં હતાં.

એનો રાજયાભિષેક થાય એ તો અયોગ્ય છે. રાજા તો મહાબળિયો હોવો જોઇએ. એનું નામ લેતાં જ દુશ્મનો થથરીને ભાગી જાય. પોતાની પ્રજાનું રક્ષણ કરે એવો શકિતવાન રાજા હોવો જોઇએ. એ આંધળો દિવસે તો જોઇ શકતો નથી. એ શું પ્રજાની રક્ષા કરવાનો છે ?" બધાં પક્ષીઓને કાગડાની વાત સાચી લાગી. ઘુવડનો રાજયાભિષેક બંધ રહ્યો. ઠરાવ રદ કરીને બધાં પક્ષીઓ પોતપોતાને ઠેકાણે જતાં રહ્યાં. ઘુવડ પણ- "હું જોઇ
લઇશ...કાગડા, હું તને જોઇ લઇશ" કરતો ગયો. ત્યારથી ઘુવડ કાગડાઓ પર ખાર રાખે છે અને કાગડાને શોધીશોધીને મારે છે.

ઘુવડ કાગડાની જીવનનીતિ

16:58 Posted by Chandsar
વીરનગર અને શૂરનગર નામનાં બે મોટાં જગરો હતાં. એ બે નગરોના રાજાઓ વચ્ચે વારંવાર લડાઇ થતી રહેતી હતી.

એમાં એક વાર વીરનગરનો રાજા જીતે તો બીજી વાર શૂરનગરનો રાજા જીતે. આમ યુદ્ધ ચાલ્યા કરે. આ બે નગરોની વચ્ચે એક વડ હતો. એ વડ બહુ જૂનો, વિશાળ અને ઘટાદાર હતો. એમાં મેઘવર્ણ નામનો કાગડાઓનો રાજા રહેતો હતો. તેનું કુટુંબ અને તેની પ્રજા પણ તેની સાથે નિવાસ કરતાં હતાં.

એ વડની નજીકની એક ગુફામાં ઘુવડોનો રાજા પણ પોતાની પ્રજા સાથે રહેતો હતો. ઘુવડોના રાજાએ પોતાની પ્રજાને આદેશ કર્યો હતો. ‘રાત્રે ગુફાની બહાર કોઇ કાગડો આંટા-ફેરા કરતો દેખાય તો એને જાનથી મારી નાંખવો.’

આ રીતે ગુફાની બહાર પહેરો ભરતા ઘુવડ પહેરેદારો કાગડાને જોતાં જ એને મારી નાંખતા હતા. રોજ રોજ આમ
કાગડાઓનો નાશ થતો જતો હતો. કાકરાજે બધા પ્રધાનોની સભા બોલાવી. પછી પોતાની દરખાસ્ત મૂકી :- "મારા બુદ્ધિમાન પ્રધાનો, આપણો શત્રુ ઘુવડ અત્યંત બળવાન અને પરાક્રમી છે. તે દરરોજ આપણી કાગજનતાનો વિનાશ કરી રહ્યો છે. એના કોઇક ઊપાય કરવો જ પડશે. તમે બધા મંત્રીઓ પોતપોતાના વિચારો જણાવો."

મુખ્ય પ્રધાને ઊભા થઇને કહ્યું :- " મ હારાજા, બળવાન છે, એટલે આપણે તેની સાથે સંધિ કરી લેવી
જોઇએ. એક વાર પ્રાણ બચી જાય તો પછીથી બધું જ થઇ શકે છે."

ઊભા થઇને કહ્યું :- મહારાજ, દગાખોર શત્રુની સાથે સંધિ કરવી, એ મારા મતે યોગ્ય નથી. કેમ કે તે ફરીથી ગમે ત્યારે દગો કરી શકે છે.

ત્રીજા પ્રધાને કહ્યું :- "મહારાજા, આપણો દુશ્મન અત્યંત દુષ્ટ અને શકિતશાળી છે. તેથી તેની સાથે યુદ્ધ અથવા સંધિ બંને અનુચિત છે. તેનાથી બચવા માટે આપણે પોતે જ યુદ્ધભૂમિ છોડીને ચાલ્યા જવું જોઇએ. મારા મતે આ
ઊપાય યોગ્ય છે."

ચોથા મંત્રીએ કહ્યું :- "મહારાજા, મારા વિચાર પ્રમાણે તો યુદ્ધ કરવું, સંધિ કરવી કે પલાયક કરી જવું, એત્રણેમાંથી એકેય યોગ્ય નથી.

સંજોગોમાં તો છુપાઇ જવું જોઇએ, અને આક્રમણની રાહ જોવી જોઇએ." બધા પ્રધાનોના અભિપ્રાય લીધા પછી, મેઘવર્ણ કાકરાજે એક વુદ્ધ અને અનુભવી પૂછ્યું : "આપનો શો મત છે ?" વયોવાદ્ધ કહ્યું : "મહારાજ ! આ બધા
પ્રધાનોએ કહ્યું તે નીતિશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે. પરંતુ બળવાન શત્રુની સાથે યુદ્ધ કે સંધિ કરીને નિશ્ચિત થઇ શકાય
નહી. શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરવો, પરંતુ આપણે તેનો વિશ્વાસ કરવો નહિ. તેને લાલચમાં નાંખીને સહેલાઇથી તેનો નાશ કરી શકાય."

કાકરાજને વાદ્ધની સલાહ યોગ્ય લાગી. પછી કાકરાજે એક ભોજ-સમારંભ ગોઠવીને ઘુવડોને આમંત્રણ આપ્યું. સાથે સંધિની લાલચ પણ આપી. દિવસે સમારંભ ગોઠવાયો. ઘુવડો ભોજન માટે પધાર્યા. ભોજન પછી કાકરાજે આક્રમણનો આદેશ આપ્યો. કાગડાઓ ઘુવડો પર તૂટી પડ્યા. દિવસે ઝાંખુપાંખુ દેખતા ઘણા ઘુવડોનો નાશ થયો.

ત્યારથી ઘુવડો અને કાગડાઓ વચ્ચે બાપમાર્યાં વેર બંધાયાં. તે આજે પણ ચાલે છે. દિવસે ઘુવડો કાગડાઓથી ડરે છે ને ગુફાઓમાં ભરાઇ રહે છે. રાત્રે કાગડાઓ ઘુવડોથી ડરે છે, તેથી કાંટાળી ઝાડીઓમાં સંતાઇ રહે છે.

બે કનીઝો સાથે ધીરે ધીરે ચાલતા પેલી ખુરશી પર બિરાજયા

16:54 Posted by Chandsar
મારી સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. હું ફરી ગામમાં આવ્યો. મારો સામાન ધ્રુવપદ મુખર્જીને ત્યાં પડ્યો હતો. એમને માંડીને વાત કરી, તેઓ ત્યાંની જાણીતી વ્યકિત છે અને મંત્રતંત્રમાં આસ્થા રાખે છે.

મારી આંખમાં વિશ્વાસની ઝલક જોઇને એમણે પોતાની જવાબદારી પર સાહસ કરવાનું સ્વીકાર્યું અને ત્યાંની લગભગ એકસો ચાલીસ વ્યકિતની યાદી બનાવી. જે બધા ત્યાંના અત્યંત મહત્વપૂર્ણ માણસો હતા. અને એમના ક્ષેત્રમાં જાણીતા અને આગળ પડતા હતા.

બીજા દિવસે સાંજે છ વાગે બધા નદી કિનારે પહાચી ગયા. થોડીવાર રહીને એ અમારી વચ્ચે આવ્યો અને એણે શુદ્ધ અંગ્રેજીં જમણમાં હાજર રહેવા બદલ સૌનો આભાર માન્યો એટલામાં અચાનક અમારી નજરોનજર સામે વિશાળ મંડપ બંધાઇ ગયો. જાજમો પથશાઇ ગઇ. ટેબલ ખુરશી ગોઠવાળ ગયા એના પર સફેદ દૂધ જેવી
ચાદરો પથરાઇ ગઇ અને એક તરફ સ્ટેજ જેવું બની ગયું. માત્ર હું જ નહિ, ત્યાંના તમામ ઊપસ્થિત નાગરિકો આ વાતની સાક્ષી છે. કેટલાય દિવસ સુધી આ વાતો છાપાઓના પાને પણ ચઢાઇ છે. મહેમાનોમાં બે પત્રકાર પણ હતા. અને એક તો અગ્રણીછાપાના માલિક રમણીકાન્ત બેનરજી સુદ્ધાં હતાં. જોતજોતામાં મંડપ પર રોશનીનો
ઝળઝળાટ થઇ ગયો. રાતે લગભગ સાડા નવ વાગે ઝાંઝરનો ઝંકાર સંભળાવા લાગ્યો. બ્રેક ગ્રાઊન્ડમાં જાતજાતના વાજત્રો સાથે આવી રહ્યાં હતાં.

નવાબોના જમાનામાં રાત્રિ ભોજનવેળા જેવું નાૃત્ય ચાલતું હતું તેવું શરૂ થઇ ગયું હતું. એટલામાં ટેબલ પર મહેમાનો સમક્ષ ચાંદીની થાળીઓ-વાડકીઓ અને કાંટા- મચમી ગોઠવાઇ ગયા અને જમણની ભવ્ય વ્યવસ્થા થતી ગઇ. આ તમામ કામકાજ અદ્રશ્ય રૂપે યોજના બધ્ધ ચાલી રહ્યું હતું પણ આ કોણ કરી રહ્યું છે એ જરાય દેખાતું નહોતું.

વચમાં એક શાનદાર ખુરશી ખાલી હતી. થોડી ક્ષણોમાં એક ભવ્ય વ્યકિતત્વ વાજિદઅલી શાહ મરક મરક મલકાતા બે કનીઝો સાથે ધીરે ધીરે ચાલતા ચાલતા પેલી ખુરશી પર બીરાજયા. નાૃત્યને સથવારે જાતજાતની ને ભાતભાતની વાનગીઓ પિરસાવા લાગી. વાજિદઅલી શાહની બાજુંમા જ પેલો અઘોરી બેઠો હતો. તથા
એની બીજી તરફ વાજિદઅલી શાહનાં વઝીર અલીખાન ઊપસ્થિત હતા.

મ મારી જદગીમાં આટ-આટલી વાનગીઓ જોઇ ન હતી. સેકંડો પ્રકારની વાનગીઓ તૈયાર હતી. અને પીરસાતી
જતી હતી. વાજિદઅલી શાહના સંકેત પર જમણનો પ્રારંભ થયો હતો. હાસ્યની છોળો વચ્ચે લગભગ બે વાગે એ મહેફિલ પૂરી થઇ ત્યારે લખનૌના પાનનો દોર ચાલ્યો. વચમાં વિવિધ પ્રકારનાં નાૃત્ય પણ રજૂ થયો હતાં.

બીજા દિવસે લગભગ પાંચ વાગે મળસ્કે આ મહા મેળો વિખરાયો અને જોતજોતામાં પેલો મંચ, નર્તકીઓ, અને વાજિદઅલી શાહ અને તમામ ઝાકઝમાઇ અદ્રશ્ય થઇ ગયા. પાછળ રહી ગઇ માત્ર રાત્રિ ભોજનની વધેલી ઘટેલી વાનગીઓ અને હવામાં અત્તરની સુગંધ!

આ પ્રસંગની મારા પત્રકાર મિત્રે કેટલીક છબીઓ ઝડપી લીધી હતી. જે બીલકુલ સ્પષ્ટ આવી હતી. આજે પણ
ત્યાંના લોકો સોગન ખાઇને કહે છે કે અમે જે કાંઇ જોયું છે એ સો ટકા સાચું છ કારણ એમાં અમે ભાગ લીધો છે ને આ તસ્વીરો એની સાક્ષી પૂરે છે. આ ઘટના આજના લોકોને કેટલીક અસત્ય ભલે લાગે પણ તેઓ જાતે ત્યાં જઇને કાનોકાન સાંભળી શકે છે. એ અઘોરી આજે પણ એ સ્મશાન આગળ જ જોવા મળી જાય છે. જેની રાત વાજિદઅલી શાહ સાથે વીતે છે અને જે દરરોજ વાજિદઅલી શાહની સાથે ભોજન લે છે.

ભીલનો વેશ લઇ રાજા નગરચર્ચા જોવા ચાલી નીકળ્યા

16:52 Posted by Chandsar
રાજા ફરતા ફરતા ગામ બહાર ગયા, ત્યાં તેમણે ચાર માણસોને એક ખૂણે બેસી ગુપચુપ વાતો કરતાં જોયાં.

રાજાને શંકા પડી એતો અદૃશ્યવિદ્યાથી અદૃશ્ય બની પેલા ચાર જણની પાછળ જઇને ઉભા રહ્યા.

સહાસન ઊપર બેસવા જાય છે. ત્યાં તો હાં, હાં કરતી બાળા નામની પૂતળી બોલી ઊઠીઃ રાજાજી ! સહાસનને
અડકશો નહિ. વીરવિક્રમ જેવો પરદુઃખભંજન અને પરાક્રમી રાજા હોય તે જ આ સહાસને બેસી શકે.

તેમના પરાક્રમની એક વાત કહું તે સાંભળોઃ ચોમાસાના દિવસો હતા. ઘનઘોર કાળી રાત હતી. ઊજજન નગરીનાં માણસો ભરઉંઘમાં સૂતાં હતાં. પશુપંખી જીવજંતુ જંપી ગયાં હતાં. મધરાતે વિક્રમરાજા ઊઠ્યા.
માથે ફાળિયું બાંધ્યું, હાથમાં તરકામઠું લીધું અને પગે કડાં પહેર્યાં. ભીલનો વેશ લઇ રાજા નગરચર્ચા જોવા
ચાલી નીકળ્યા.

રાજા ફરતા ફરતા ગામ બહાર ગયા, ત્યાં તેમણે ચાર માણસોને એક ખૂણે બેસી ગુપચુપ વાતો કરતાં જોયાં. રાજાને શંકા પડી એતો અદૃશ્યવિદ્યાથી અદૃશ્ય બની પેલા ચાર જણની પાછળ જઇને ઊભા રહ્યા. પેલા ચાર જણમાંથી એક

બોલ્યો :- ભાઇ! આજે તો એવી ચોરી કરીએ કે જદગીનું દળદળ ફીટી જાય આજે દરેકે પોતાની વિદ્યાનોપૂરો
ઊપયોગ કરવાનો છે. હું એવી વિદ્યા જાણું છુ કે, ધરતીમાં ગમે તેટલે ઉંડે ધન દાટ્યું હોય તો પણ જોઇ શકું.

બીજાએ કહ્યું :- હું વજજર જેવી ભતજે ઘડીકમાં તોડી શકું.

ત્રીજાએ કહ્યું :- હું ઘેન મૂકી ભલભલાને ઉંઘાડી દઉં.

ચોથાએ કહ્યું :- હું વનચરની બોલી સમજી શકું છું.

આ સાંભળી ચારે જણા બોલી ઊઠ્યા :-બસ ત્યારે તો આપણો બેડો પાર! આમ કહી ચારે જણા ગામમાં પેઠા. રાજા પણ તેમની પાછળપાછળ ગયો. એક ઘર આવ્યું ત્યાં ચારે જણ ઊભા રહ્યા.

એકે પૂછ્યું :-ભાઇ ! અહ ધન કઇ જગાએ છે?

પહેલાએ કહ્યું :- ધન તો ઘણું છે પણ બ્રાહ્મણનું છે. બ્રાહ્મણ ધન ખાતરિયો ખાય, જડમૂળ વંશ જ તેનો જાય બ્રાહ્મણનું આપણને ન ખપે! આમ કહી આગળ ચાલ્યા અને એક વાણિયાના ઘર આગળ ઊભા.

બીજાએ કહ્યું :- આ તો વાણિયાનું ઘર છે. મૂકે નિસાસો ધન જો જાય, તેણી વાતો પ્રાયશ્ચિત થાય, પેટ ભરી ખાયે ના અન્ન, પૈ પૈસામાં એમનું મન. તેને ધન બહું વહાલું હોય માટે વાણિયાનું ધન આપણને ન ખપે આમ
કહી બધા આગળ ચાલ્યા અને એક ગુણકાના ઘર આગળ ઊભા.

ત્રીજો બોલ્યો :- ભાઇ! આ તો ગુણકાનું ઘર છે. નાચે ગાય જોડે ગરથ, એ સારૂ નહિ સરે અરથ. આમ કહી બધા આગળ ચાલ્યા. ત્યાં એક ભાટનું ઘર આવ્યું.

ચોથાએ કહ્યું:- ભાઇ! આ તો ભાટનું ઘર: બાપો બાપો બોલે બોલ, ભાટ તણોએ છે તોલ. ત્યાંથી બધા આગળ ગયા, ત્યાં લુહાર, સુતાર, કુંભાર વગેરે કારીગરોનાં ઘર આવ્યાં. બધે વિચાર્યું આખો દિવસ કરે છે કામ, એમ કરીને જોડે દામ. તેમના ખરા પરસેવાનું ધન આપણાથી કેમ લેવાય ? આપણે તો મારવો તો હસ્તી છે સાર, લુંટવો રાજભંડાર, વઢવું તો બળિયાની સાથ, કરવું પુણ્ય તો જમણે હાથ કરવું તો તો પુણ્યનું કામ, લેવું તો
શ્રી રામનું નામ, લેવું તો રાજાનું ધન, જેનું મોટું હોયે મન. લૂંટ કરવી તો રાજમહેલમાં જ કરવી. રાજા કયાં કમાવા જાય છે?

ગામનું ભેળું કરીને લહેર કરે છે વળી તે ચોરોનો દુશ્મન કહેવાય, તેથી રાજાને લૂંટવામાં પાપ નથી. આમ વિચારી ચોરો રાજમહેલમાં દાખલ થઇ રાજાના શયનખંડમાં ગયા. પહેલાએ ઘેન મૂકયું એટલે રાણી, દાસદાસીઓ ઘસઘસાટ ઉંઘમાં પડ્યાં.

બીજાએ કહ્યું:- આ પલંગ નીચે ધનના ભરેલા સોનાના કળશ છે. ત્રીજાએ રાણીઓ પલંગ ખસેડી નાંખ્યો. ચોથાએ ખોદવા માંડ્યુ. થોડુક ખોદયુ, ત્યાં તો ધનના ભરેલા ચાર કળશ નીકળ્યા. રાજા આ બધું જોતા હતા. તેમના મનમાં એમ હતું કે, આ લોકો કયાં જાય છે, તે ઠેકાણું જોઇ લઉં પછી પકડીશ. ચારે જણે એક એક કળશ માથે લીધો અને ચાલવા માંડ્યા. રાજા તેમની પાછળ પાછળ ચાલી નકળ્યા. ગામ બહાર થોડેક ગયા ત્યાં જંગલ આવ્યું. એવામાં એક જનાવર બોલ્યું. જનાવરની ભાષા જાણનારો ચમકયો. તેણે બધાને ઊભા
રાખ્યા અને કહ્યું :- આ જનાવર કહે છે કે, કળશનો ઘણી આ બધું જોઇ રહ્યો છે.

છોકરાઓ માતા-પિતાને કહ્યા વિના ઘરેથી ભાગી કેમજાય છે?

16:51 Posted by Chandsar
જયારે ભૌતિક સુખ સગવડતાવાળા ઘરની છોકરીઓ જીવનથી કંટાળીને ભાગી જાય છે. એ જ રીતે ગરીબ ઘરની છોકરીઓ જીવનના અભાવોથી પરેશાન થઇને સુખ-સગવડથી સંપન્ન જીવનના સ્વપ્નો જોવા માટે ભાગી જાય છે.

છોકરીઓના ઘરેથી ભાગી જવાના કિસ્સા આપણને આજકાલ સાંભળવા મળે છે. જેમાં મોટાભાગે ભાગનાર છોકરીની ઉંમર ૧પ થી ૧૭ વર્ષ કરતાં વધારે હોતી નથી.

એટલે મોટા ભાગે કિશોરવયની છોકરીઓ જ હોય છે. ભાગી તો છોકરાઓ પણ જાય છે. પરંતુ આપણા સમાજમાં છોકરીઓનું ભાગી જવું એક કલંક લેખાય છે.

એને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવે છે. મોટા ભાગના માબાપ તો ફરી એ છોકરીને સ્વીકારતા પણ અચકાય છે. આવામાં આ છોકરીઓ આવારા બની જતી હોય છે કે પણ આત્મહત્યા કરી લેતી હોય છે. અલકા એક સુખી કુટુંબની
છોકરી હતી, ઘરમાં માતા-પિતાના કડક વર્તનથી ત્રાસી ગઇ હતી. ઘરમાં પણ કોઇ પુરુષ સાથે વાત કરવાની એને છૂટ ન હતી. આ દરમ્યાન એને એની બહેનપણીના બેકાર ભાઇને મળવાનું થયું, એ એની સાથે પ્રેમમાં ફસાઇને, ઘરમાંથી પૈસા-દાગીના લઇને ભાગી નીકળી. એક મંદિરમાં લગ્ન કરી લીધાં અને હનીમુન માટે કાશ્મીર ગઇ.

એક દિવસ હોટલના એક રૂમમાં અલકા સૂતી રહી ગઇ, અને એનો એ કહેવાતો પતિ દાગીના અને પૈસા લઇને ભાગી ગયો. કોઇપણ રીતે એ ઘરે પહોચી તો એના ઘરવાળાઓએ એનો સ્વીકાર ન કર્યો. અને પોતાના માતા-પિતાને ત્યાં પણ એને આકરા વેણ સાંભળવા પડ્યા, અને પછી ચારે બાજુથી હતાશા મળતાં છેવટે તેણે આત્મહત્યા કરી લીધી.

આ જ રીતે જયારે સપનાએ બારમા ધોરણની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, તો એના સુખી-સંપન્ન માતા-પિતાએ એને ગાડી ભેટ આપી, ગાડી શિખવાડવા એક ડ્રાઇવર રાખવામાં આવ્યો. ડ્રાઇવર યુવાન અને દેખાવડો હતો. એક દિવસ
સપના ડ્રાઇવર સાથે ભાગી નીકળી અને એની સાથે લગ્ન કરી લીધા.

માતા-પિતાને આઘાત લાગ્યો એ તો એક જુદી વાત, પણ પેલા ડ્રાઇવર પતિ સાથે સપનાનો તાલમેલ ના બેઠો, શારીરિક આકર્ષણ ખતમ થતાં જ સપનાને પોતાની ભૂલ તો સમજાઇ, પણ ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. હવે તો એનું જીવન ત્રાસદાયી બની ગયું.

પ્રેમજાળમાં ફસાઇને ભાગનાર છોકરીઓ મોટા ભાગે એવા કુટુંબોની હોય છે, જયાં એમના પર સખત નજર રાખવામાં આવે છે, જેમના પર ખૂબ જ પ્રતિબંધ હોય છે કે એવી છોકરીઓ જેને ખૂબ છૂટ આપવામાં આવી હોય છે. સખત બદોબસ્તમાં રાખવામાં આવતી છોકરીઓ વાસ્તવમાં રાહત શોધતી હોય છે અને મોકો મળતાં જ ભાગી નીકળે છે.

જવાહરલાલ નહેરૂ યુનિર્વિસટીના સમાજશાસ્ત્રી ડો. મૈત્રેયી ચૌધરીનું કહેવું છે કે ભાગનારી છોકરીઓની આ રીતે એમના માતા-પિતા સામેનો આ વિદ્રોહ હોય છે. વાલી એમની દીકરી પર સખતાઇ એટલા માટે રાખે છે કે તેને પારકા ઘેર મોકલવાની છે, કદાચ કંલ ગરબડ થઇ ગઇ તો સમાજ એમને શું કહેશે ?

આજે આપણે એકવીસમી સદીમાં પ્રવેશી ચૂકયા છીએ તો પણ આપણા સમાજમાં એવા કુટુંબો આજે પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જયાં છોકરા-છોકરીનો ભેદ રખાતો હોય છે. ડો. રામમનોહર લોહિયા હોસ્પિટલના માનસિક વિભાગના
અધ્યક્ષ અને પરામર્શક ડો. નીના બોહરા કહે છે કે આપણા ભારતીય સામાજિક કુટુંબ વ્યવસ્થામાં એવા ઘણા કુટુંબો જોવા મળે છે, જયાં માતા-પિતા છોકરાને તો દરેક જાતની છૂટ છાટ આપે છે. પણ છોકરી પર અંકુશ રાખે છે. પરંતુ આજે ટેલિવિઝન, કેબલ અને બીજા સંચાર માધ્યમોના કારણે છોકરીઓમાં ઘણી જાગાૃતતા આવી ગઇ છે. જે ઘરોમાં
છોકરા-છોકરીઓમાં ભેદભાવ રાખવામાં આવે છે, એ ઘરની છોકરીઓમાં હીનભાવના આવી જાય છે.

જેના કારણે એમનામાં પોતાના કુટુંબ પ્રત્યે સખત નફરત થાય છે. આવી સ્થિતિમાં કોઇ છોકરી કંઇક બનવાની ખ્વાઇશ અને પોતાના પગ પર ઊભા રહેવાની ઇચ્છાના કારણે પણ ઘરેથી ભાગી નીકળે છે. હકીકતમાં નાની ઉંમરમાં ભાગવાવાળી છોકરીઓને પ્રોત્સાહિત કરવાનું કામ આપણી પ્રણય ત્રિકોણવાળી ફિલ્મો કરતી હોય છે.

જો આપણે ફિલ્મો પર નજર નાંખીએ તો જોવા મળશે કે નવી જૂની પ્રણય ત્રિકોણ ફિલ્મોની એક લાંબી લાઇન છે, જેમ કે બોબી, લવસ્ટોરી, કયામત સે કયામત તક વગેરે આવી ફિલ્મોમાં હીરોહીરોઇનનું ઘરથી ભાગવું એ કંઇક એવી રીતે બતાવાયું છે કે જેમ પોતાની વાત મનાવવા માટે ઘરથી ભાગવું ખૂબ જ બહાદુરી અને કાબેલીયતનું કામ છે.

આવી ફિલ્મો છોકરા-છોકરીઓના મન પર ઉંડી અસર કરે છે, અને જયારે જીવનની વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે
તેઓ ભડકી ઊઠે છે. જયારે ભૌતિક સુખ સગવડતા ઘરની છોકરીઓ જીવનથી કંટાળીને ભાગી જાય છે. એ જ રીતે ગરીબ ઘરની છોકરીઓ જીવનના અભાવોથી પરેશાન થઇને સુખ-સગવડથી સંપન્ન જીવનના સ્વપ્નો જોવા માટે ભાગી જાય છે.

કોઠા પર કામ કરતી એક યુવતી શમીમનું કહેવું છે કે, મારા મા-બાપ બાળપણથી અવસાન પામ્યા હતા,ભાઇ-બહેન નાના હતા, ઘરનું બધું જ કામ કર્યા પવી પણ ધરાઇને ખાવાનું નહોતું મળતું. કાકીનાં મેણાંટાણા પણ સાંભળવા પડતા હતાં.

એક દિવસ એક પડોશણ સ્ત્રીએ મને કહ્યું કે જો તારી ઇચ્છા હોય તો તને નોકરી અપાવી દઉં, એની મરજી પ્રમાણે શમીમ ચૂપચાપ ઘરેથી ભાગી નીકળી, આજે તે સ્વીકારે છે કે પોતે એક બદનામ લોકો અને ખરાબ ધંધા સાથે જોડાયેલી છે. પણ મને એનું દુઃખ નથી કારણ મ માણસોના ખૂબ જ ડરામણા અને ભયંકર બિહામણા રૂપ જોયા છે.

જોવામાં આવ્યું છે કે, ભલે છોકરીઓના ભાગવાની પાછળ કારણ અને ઊદ્દેશ અલગ-અલગ બનાવોમાં અલગ અલગ હોય છે.

પણ એ બનાવોની ઊદ્દેશ પ્રાપ્તિમાં સફળ ઘણા ઓછા લોકો થાય છે. કેટલીક છોકરીઓ છોકરાઓની પ્રેમજાળમાં ફસાઇને ભાગે છે. તો કેટલી ઘરમાંનુ કડક વલણમાંથી કંટાળીને મુકિત મેળવવા માટે અને સ્વાવલંબી બનવા માટે ભાગે છે.

સુખી કુટુંબની છોકરીઓ પશ્ચિમના સસ્તા સાહિત્યના થિ્રલ એકસાઇટમેન્ટ અને એડવેન્ચરનું વિદેશી સ્વરૂપ મગજમાં રાખીને થોડા સમયમાં, નાની ઉંમરમાં ઘણું બધું જાણવા-મેળવવાની ઇચ્છાઓમાં ઘરેથી ભાગી નીકળે છે.

પ્રશ્ન એ થાય છે કે ભાગી ગયા પછી જયારે છોકરી ઘરે પાછી આવે છે તો એનો સ્વીકાર કરવો જોઇએ કે રખડું જદગી જીવવા માટે રઝળતી મૂકી દેવી જોઇએ ? આ માટે મનોચિકિત્સમ ડો.નીના બોહરા કહે છેક ેજયારે આવી છોકરી ઘરે પાછી આવે છે તો તે આમે હતાશ અને માનસિક ત્રાસ ભોગવી રહી હોય છે.

મા-બાપે એનો સ્વીકાર કરવો જોઇએ. એ માટે સારું એ રહેશે કે કોઇ નજદીકના સગાને ત્યાં મોકલી આપે,જેથી એ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી શકે.

બે કનીઝો સાથે ધીરે ધીરે ચાલતા પેલી ખુરશી પર બીરાજયા

16:50 Posted by Chandsar
એ જમાનામાં મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ એવી ઇચ્છા સેવતા કે જીવનમાં એકાદવાર વાજિદઅલીશાહની સાથે બેસીને ભોજન લેવાનો મોકો મળે.

બે વર્ષ પહેલાં હું અજ્ઞાન તંત્રોની ખોજમાં કલકત્તા તરફ ગયો હતો. કલકત્તાથી થોડેક દૂર એક ચેરીવાડી નામનું સ્થળ છે. ત્યાં અનેક ભવ્ય મંદિરો છે. ચેરીવાડીથી દૂર સ્મશાન છે. કહે છે કે જો આ સ્મશાનમાં સાધક સાધના સંપન્ન કરી લે તો એને ચોક્કસ સફળતા મળી જાય છે.

આજ દિવસોમાં આજ સ્મશાનની પાસે આવેલા નાનકડા વૈતાલ મંદિરમાં મને એક ઓઘડનો ભેટો થયો. એ ઓઘડ છેલ્લા એક વર્ષથી ત્યાં ર્અ જમાવીને બેઠો હતો. આસપાસના લોકોને ખાત્રી હતી કે ઓઘડ ઊચ્ચ કક્ષાનો તાંત્રિક છે ને રોજ રાતે કોઇને કોઇ તાંત્રિક ક્રિયા કરે છે.

હું મંદિરમાં ગયો ત્યારે એ ઓઘડ સ્મશાનના પેલા કિનારા પર એક પથ્થરની શિલા પર આડો પડ્યો હતો. તેના વાળ લાંબાને વિખરાયેલા જાણે કેટલાય વર્ષોથી એણે સ્નાન ન કર્યું હોય એવું લાગતું હતું! કપડાં ગંદા તથા દુર્ગંધમારતા હતાં.

ગળામાં જાતજાતની માળાઓ પહેરી હતી. એ તો અલમસ્ત ભાવે પગ પર ચઢાવીને વાજિદઅસી શાહની માફક આડો પડ્યો હતો.

નવાબ વાજિદઅલીશાહ લખનૌના એક એવા નવાબ હતા. કે જેમની ચર્ચા એ જમાનામાં બાળકો સુદ્ધાં કરતાં પણ એમણે એમના જીવનમાં એશ આરામ, ભોગવિલાસ, અને મોજ મસ્તીના એવા વિક્રમો સ્થાપ્યા છે કે એ ઇતિહાસની તવારીખો બની ગયો છે. હજુ આજે પણ કોઇ હદ ઊપરાંતની મોજમસ્તીના મુડમાં હોય છે.

ત્યારે એને વાજિદઅલીશાહના નામે બિરદાવવામાં આવે છે. એમની પ્રત્યેક સવાર એક ખુમારી સાથે ઊગતી અને પ્રત્યેક શામ ખુમારી સાથે જ વિતતી. ઇતિહાસ સાક્ષી છે કે જયાં સુધી પાશેર અત્તરનો છંટકાવ એમના શયન ખંડમાં નહિ થતો ત્યાં સુધ તેઓ એમાં પગ પણ મૂકતા ન હતા.

એમના એક ટંકના ભોજનનો ખર્ચ લાખો રૂપિયામાં અંકાતો. શાકભાજીમાં શુદ્ધ કેશરનો વધારે થતો. તેમણે જીંદગીમાં એટલી મોજમજાક કરી છે એટલી તો નથી કોઇ કરી શકયું કે નથી ભવિષ્યમાં કરી શકવાનું! એમનાં ભોજનમાં લગભગ ચારસોથી માંડીને પાંચસો પ્રકારની વાનગીઓ તૈયાર થતી.

દુનિયાભરમાંના નામાંકિત વાનગી નિષ્ણાત તથા રસોઇઆઓ તેમના રસોડામાં હાજર રહેતા હતા.એ જમાનામાં મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ એવી ઇચ્છા સેવતા કે જીવનમાં એકાદવાર વાજિદઅલીશાહની સાથે બેસીને ભોજન લેવાનો મોકો મળે. હું પેલા અઘોરીની પાસે બેસી ગયો. એ જાગતો હતો. ને ખુલ્લી આંખે આકાશ સામે એકીટશે જોઇ રહ્યો હતો.

તેણે એકાદ કલાકમાં ક્ષણભર પણ મારી તરફ જોયું સુદ્ધાં નહિ. જો એકે હું તો એની એકે એક હરકતની નાધ કરતો હતો. ઓચતો એ ઊભો થયો અને  વીજળીની જેમ ત્રાટકીને તેના જમણાં હાથે મારા વાળ પકડી લીધા ને ઘસડતાં ઘસડતાં દસેક ફુટ લઇ જઇને મને  અફાળ્યો પછી જોરથી હા...ક....થું કરીને મારા પર થુકયો અને ફરી પાછો એની અસલ જગ્યાએ જઇને નિરાંતે આડો પડ્યો. હું ત્યાં જ પડી રહ્યો. માનો ય ન માનો પેલો ઓઘડ એજ પ્રમાણે પેલી પથ્થરની શિલા ઊપર સૂઇ ગયો. ને હું આજ પ્રમાણે આજ જગ્યાએ પડી રહ્યો.

બીજા દિવસે સૂર્ય બે એક હાથ ઊપર ચઢી આવ્યો ત્યારે એ ઊભો થઇને સ્મશાન તરફ ગયો અને એક શબને ઘસડીને અહ લઇ આવ્યો. જયાં હું પડ્યો હતો. અને બોલ્યો- તને જો ભુખ લાગી હોય તો તું મારી સાથે ભોજન કરી શકે છે.

હું કાંઇ પણ કહેવાની સ્થિતિમાં નહોતો એટલે એમને એમ પડી રહ્યો. સાંજે લગભગ ચાર વાગે એણે કહ્યું. હવે તો તારા પેટમાં જરૂર કૂકડા બોલતા હશે,તારે જે ખાવાની ઇચ્છા હોય એ હું મંગાવી આપી શકું છું નિરાંતે પેટ પૂજા કરી લે.

મારા મ્હોમાંથી નીકળી ગયું- આપતો જાણે વાજિદઅલીશાહ હો એક કહી રહ્યો છો. એમની જેમ આપ મને કોઇપણ મનગમતી વાનગી જમાડવા તૈયાર છો. અઘોરી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો મ વાજિદ અલીશાહની જમાનાને જોયો છે.

હું તો એ દિવસોમાં પણ વાજિદ અલીશાહની જેમ ભોજન લેતો હતો. અને આજે પણ એમની સાથે જ ભોજન લઉં છુ ત્યારે હું આશ્ચર્ય ચકિત થઇ ગયો. અઘોરીઓની છેડછાડ કરવી એ મોતને આમંત્રણ આપવા બરાબર છે. એની મને ખબર હતી. એટલે જ મારે દૂર રહેવું જોઇતું હતું છતાં પણ મ કહ્યું તો પછી આજે અમે લોકો આપના ભોજનમ સામેલ થઇ શું.

અમે લોકો એટલે તારો કહેવાનો ભાવાર્થ શું છે ? એમણે ઊલટાવીને પૂછ્યું. મ કહ્યું વાજિદઅલીશાહ સો-બસો
લોકોના વિના તો ભોજન લેતા જ નહોત એટલે અમે ચેરીવાડીના થોડા લોકો પણ ભોજનમાં સામેલ થઇ જઇએ.

એમણે કહ્યું- કાલ સાંજે તું સૌને નોતરું દઇ આવજે અને કહેજે કે વાજિદઅલી શાહે એમને બોજન માટે નોતર્યો છે.

હું થોડી ક્ષણે તો ગૂંચવાઇ ગયો કારણ કે મારે આ અઘોરી સાથે કોઇ લાંબો પરિચય નહોતો. જો હું જમવાનું આમંત્રણ આપી આવું ને જો આ અઘોરી સમયસર ન હાજર હોય તો મારી રેવડી દાણા-દાણ થઇ જાય. મારી ગડમથલ એ પામી ગયો હશે તેથી એ બોલ્યો. હું કહું છું કે તું કાલે બધાને તેડી લાવજે અને જો તું નહી બોલાવી લાવે તો હું તને મારીને ખાઇ જઇશ. ભલે, તું પાૃથ્વીના કોઇ પણ ખૂણામાં હોય !

પ્રેમ કરોએ પૂરતું નથી તેનો અહેસાસ પણ જરૂર છે

16:43 Posted by Chandsar
ચિન્મય અને અવિનાશભાઈને પહેલેથી જ ખાસ બનતું નહોતું. ચિન્મયની જદગીમાં અવિનાશભાઈની ભૂમિકા માત્ર એક પાલક જેવી હતી, જે નોકરી કરી પગાર આપતા ને ઘર ચાલતું તે સિવાય તેમણે કયારેય ચિન્મયના અભ્યાસ બાબતે, તેની ભવિષ્યની કારકિર્દી બાબતે કોઈ ચર્ચા સુધ્ધાં કરી નહોતી-એવું નહોતું કે તે પત્ની-પુત્રને પ્રેમ નહોતા કરતા, પરંતુ આવા પ્રેમનો તેમણે કયારેય કોઈને અહેસાસ કરાવ્યો જ નહોતો.

અવિનાશભાઈ બહુ વ્યથિત હતા. તેમની પત્ની વીસ દિવસ પહેલા માૃત્યુ પામી હતી. લોકો સાચું જ કહે છે, એકમાત્ર પત્ની જ એવી હોય છે જે પતિની તમામ બાબતોને સહન કરતી હોય છે. ઈશ્વરે સ્ત્રીને એટલી બધી સહનશકિત આપી છે કે જેની કોઈ હદ નથી તેથી જ તેની સરખામણી ધરતી સાથે કરાય છે.

અવિનાશભાઈની પત્નીની બીમારીના સમાચાર સાંભળીને તેમનો દીકરો ચિન્મય અને પુત્રવધૂ પ્રિયા ખબર જોવા આવ્યા હતા. કદાચ પુત્રનું મોઢુ જોવા જ માનો શ્વાસ અટકયો હતો. જેવો ચિન્મય બહારથી મમ્મી, મમ્મી બૂમો પાડીને તે મમ્મી પાસે પહોંચ્યો કે મમ્મીના અશકત હાથોએ તેના માથાને પકડી લીધું અને એક હળવી મુસ્કાન સાથે જ મમ્મીએ હંમેશના માટે આંખો બંદ કરી દીધી.

અડધી જ મિનિટમાં આવી રીતે મમ્મી બધાને છોડીને જતી રહી એ જોઈને ચિન્મય તો એકદમ પાગલ જેવો થઈ ગયો.તેના માટે મમ્મી જ સર્વસ્વ હતી.

ચિન્મય અને અવિનાશભાઈને પહેલેથી જ ખાસ બનતું નહોતું. ચિન્મયની જદગીમાં અવિનાશભાઈની ભૂમિકા માત્ર એક પાલક જેવી હતી, જે નોકરી કરી પગાર આપતા ને ઘર ચાલતું તે સિવાય તેમણે કયારેય ચિન્મયના
અભ્યાસ બાબતે, તેની ભવિષ્યની કારકિર્દી બાબતે કોઈ ચર્ચા સુધ્ધાં કરી નહોતી-એવું નહોતું કે તે પત્ની-પુત્રને પ્રેમ નહોતા કરતા,  પરંતુ આવા પ્રેમનો તેમણે કયારેય કોઈને અહેસાસ કરાવ્યો જ નહોતો.

એક યંત્રવત જદગી જ તેઓ જીવતા રહ્યા. અવિનાશભાઈની પત્ની હરહંમેશ એ બાબતનો ખ્યાલ રાખતી કે તેમને કોઈ જ જાતની તકલીફ ના પડે. તેમના આ સમર્પણમાં પ્રેમની સાથે એકજાતનો ડર પણ હતો કે કયાંક પતિના ગુસ્સાનો સામનો ના કરવો પડે.અવિનાશભાઈ યાદો વાગોળતા હતા.કયારે કઈ બાબતે તે ગુસ્સે થઈ જાય તેનું કંઈ નક્કી જ નહોતુ. ઘણીવાર તે હાથ પણ ઊઠાવી દેતા.

એકવાર તો તેમના પત્નીએ કહ્યું પણ હતું કે, નબળા લોકો માર ખાય એ હકીકત છે પણ મારવાવાળા તો એનાથી યે કમજોર હોય છે...!!

તેની આવી ગૂઢ વાતોનું રહસ્ય સમજવા છતાં અવિનાશભાઈ નજરઅંદાજ કરતાં કાર  કે તે જાણતા હતા કે પત્ની બિલકુલ સાચું કહી રહી છે. પત્નીના અવસાનના તેરમાના દિવસે સાંજ બધા જ મહેમાનો, સગાવહાલા વિદાય થઈ ગયા, હવે ઘરમાં ત્રણ જણા જ હતા. તેમાંયે પુત્રવધૂ પ્રિયા તો થોડીઘણી વાત અવિનાશભાઈ સાથે કરી લેતી હતી, પરંતુ ચિન્મય તો જે રુમમાં અવિનાશભાઈ હોય કે આવે તે રુમ જ છોડીને જતો રહેતો હતો.

તેના વર્તન પરથી જ એવું લાગતું હતું કે મમ્મીના માૃત્યુ માટે તે પપ્પાને જવાબદાર ગણતો હતો.

થોડાક દિવસોમાં વહુએ કહ્યું કે, કાલે સાંજની ટ્રેનમાં અમે પણ હવે મુંબઈ જવા રવાના થવાના છીએ. અવિનાશભાઈને એક આંચકો લાગ્યો. હર્યુંભર્યું ઘર ખાલી થઈ જશે.હવે કેવી રીતે દિવસો જશે? તેમણે વિચાર્યું હજુ એક દિવસ છે.

રાત્રે જમતી વખતે વહુને સમજાવીશ કે થોડું રોકાઈ જાવ તો સારું.રાત્રે જમવાના ટાણે ચિન્મય દેખાયો નહ. વહુએ કહ્યું એ એમના મિત્રને ત્યાં ગયા છે. અવિનાશભાઈ ત્યારે કંઈ ન બોલ્યા.તે જાણતા હતા કે રાત્રે સૂતા પહેલા વહુ દવાઓ આપવા ત્યારે કહીશ. લગભગ પંદરેક મિનિટ પછી ડોરબેલ વાગ્યો તેમણે જાણ્યું કે ચિન્મય આવી ગયો છે. અવિનાશભાઈએ પુત્ર સાથેના સંબંધમાં એક અંતર ઉભું કર્યું હતું. ચિન્મય હંમેશા તેમની સાથે વાત કરવા તડપતો રહેતો, પરંતુ તેમનો ગુસ્સાભર્યો ચહેરો જોઈને તે હમત જ ના કરતો.આજે એવો સમય આવ્યો હતો કે અવિનાશભાઈ ખુદ ઈચ્છતા હતા કે ચિન્મય તેમની પાસે આવીને થોડો સમય બેસે. પરંતુ ચિન્મય દૂર ને દૂર ભાગતો હતો. અવિનાશભાઈને ભારોભાર અફસોસ હતો, દુઃખ હતું ને આ એકલવાયા જીવન માટે જવાબદાર પણ તેઓ ખુદ જ હતા.

થોડીવાર પછી વહુ દવા લઈ તેમના રુમમાં આવી. અવિનાશભાઈ કંઈ કહે એ પહેલાં દવાની સાથે જ એક બંધ કવર તેમના હાથમાં મૂકતાં કહ્યું, ‘પપ્પા, ચિન્મયે આ કવર તમારી માટે આપ્યું છે.

વહુ બહાર જતાં જ અવિનાશભાઈએ ફટાફટ કવર ખોલ્યું. પિતા બન્યા પછીના ૨૫ વર્ષમાં પહેલીવાર ચિન્મયે
તેમના માટે કંઈક લખ્યું હતુ. તેમણે ભીની પાંપણોને નેપકીનથી લૂછી લીધી છતાં આંખો હજુ વરસવા લાગી હતી. ચિન્મય તેની મમ્મીને હંમેશા ‘ડિયર મમ્મી, માય સ્વીટ મમ્મી એવું લખતો હતો, પરંતુ અવિનાશભાઈ માટે તેણે લખ્યું હતું, આદરણીય પપ્પા, પ્રણામ, હું જાણતો નથી કે તમારા પથ્થર દિલ પર આવા પત્રથીઅસર થશે કે કેમ? છતાં હું પત્ર લખી રહ્યો છું.કંઈક તેમને કહેવા ઈચ્છું છું. પપ્પા, હવે કદાચ જદગીમાં કયારેય હું અહ નહ આવું કારણ કે હું મમ્મી માટે જ અહ આવતો હતો. હવે એ રહી નથી. પપ્પા, માણસને હંમેશા કેમ એમ લાગે છે કે તે કાયમ શકિતશાળી રહેશે. કયાકેય કોઈના સહારાની જરુર નહ પડે. આ સાચું છે પપ્પા? કારણ કે આ તમારા જ શબ્દો છે. પપ્પા તમે હંમેશા બીજાથી તમારી જાતને સર્વશ્રેષ્ઠ સમજતાં આવ્યા છો. તમે કયારેય કોઈ બીજાને માન આપ્યું જ નથી. કયારેય કોઈની સાથે નરમાઈભર્યું વર્તન પણ નથી કર્યું.

મ તો સાંભળ્યું હતું કે પુરુષ જો સફળ પતિ ના બની શકે તો સફળ પિતા તો જરુર બનતો હોય છે, પણ તમે તો બેમાંથી એકપણ ભૂમિકા ઈમાનદારીથી નથી નિભાવી. પપ્પા, તમે મમ્મીનેપણ એવું કોઈ સન્માન આપ્યું નથી. જેની એ ખરેખર હકદાર હતી. જયારે એણે હરહંમેશ તમારી તમામ બાબતોનું ધ્યાન રાખ્યું છે.તમે
બદલાશો... જરુર બદલાશો... એ આશામાં છેવટે એ આ દુનિયા છોડીને ચાલી ગઈ. અસંખ્યવાર તમારા વર્તનથી દુઃખી થઈને રડતી જોઈ છે. તમારી હાજરીમાં તો ઠીક, પરંતુ ગેરહાજરીમાં પણ તે હંમેશા ફફડતી રહેતી.

એકવાર હું નાનો હતો ત્યારે મ કહ્યું હતું,મમ્મી તને બીજા પપ્પા ના મળ્યા કે તે આમને અમારા પપ્પા બનાવ્યા.આજે મને એ વાતનો અહેસાસ થાય છે કે મ આવી વાત કરીને મમ્મીને આઘાત આપ્યો હતો.પરંતુ મમ્મી તો એ સમયે હસી પડી હતી કારણ કે મારી ઉંમર જ એવી હતી કે તે મને થપ્પડ મારી શકે એમ નહોતી.તેણે હસતા હસતા કહ્યું હતું,બેટા,જો આ તારા પપ્પા ના હોત તો મને તારા જેવો હોંશિયાર દીકરો કયાંથી મળત?હું જયારે સમજદાર થયો સંબંધોને પારખવા લાગ્યો ત્યારે સમજાય કે પ્રેમમાં કેટલી તાકાત હોય છે.જે તમામ પ્રકારના ગમને સહન કરવાની શકિત આપે છે.બસ આવા જ પ્રકારનો પ્રેમ મમ્મી તેમને કરતી હતી.

પપ્પા, હું જાણું છું કે, મમ્મીની ખોટ તમને વર્તાતી હશે, તેના નહ હોવાનો અહેસાસ હવે તમને કનડતો હશે. એ એટલા માટે નહ કે તમે તેને પ્રેમ કરતા હતા. પરંતુ એટલા માટે કે જે રિમોટ કંટ્રોલથી તમે કઠપૂતળી જેવી મમ્મી પર હકૂમત ચલાવતા હતા. તે મમ્મી જ રહી નથી.

માત્ર રિમોટકંટ્રોલ તમારા હાથમાં રહ્યું છે. પપ્પા, મમ્મી ખાતર હું એકવાત તમને કહેવા માંગં છું. અમે લોકો આવતીકાલે મુંબઈ જઈ રહ્યા છીએ. અહ કોઈ એવું નથી કે જે તમારી સારસંભાળ રાખે. તેથી હું ઈચ્છું છું કે તમે
અમારી સાથે ચાલો... તમને અહ એકલા છોડી દઈશ તો મમ્મીનો આત્મા મને કયારેય માફ નહ કરે. પપ્પા, હું તમને ચાહતો નથી એવું કહીશ તો એ કદાચ ખોટું હશે પણ તમારા હંમેશના કઠોર વર્તનમાં મારો પ્રેમ કયાંય કચડાઈ ગયો છે છતાં પણ કહું છું કે પપ્પા મને તમારા માટે એટલી જ લાગણી છે અને એ લાગણીના સોગંદ આપીને કહું છું કે તમે અમારી સાથે મુંબઈ ચાલો. તમારો દીકરો ચિન્મય પત્ર વાંચતા વાંચતા અવિનાશભાઈની આંખોમોથી સતત આંસુ વહેતા હતા.તેમને પસ્તાવો થયો કે પોતાની જદગીની કેટકેટલી અણમોલ ઘડીઓને તેમણે વેડફી દીધી હતી.કાશ દીકરાને અને પત્નીને પોતે કેટલો પ્રેમ કરતા હતા તે જો બતાવી શકયા હોત તો? એનો વસવસો તેમને આજે થયો.

તેમણે દ્રઢ નિશ્ચય કર્યો કે જે ગુમાવી દીધું છે તે હવે પાછું મળે તેમ નથી, પરંતુ જે બચ્યું છે તે હેવ સંભાળી લઈશ. પહેલીવાર ઊંઘની ગોળી લીધા વગર જ તેમને ઊંઘ આવી ગઈ. બીજા દિવસની સવાર તેમના માટે નવી જદગીની શરુઆત હતી. નાસ્તાના ટેબલ પર ચિન્મય નહોતો. વહુેએ કહ્યું તે મોડે સુધી જાગતો હતો તેથી હજુ ઉઠ્યો નથી. નાસ્તો કરી અવિનાશભાઈ પોતાના રુમમાં ગયા. પત્નીની તસવીર સમક્ષ ઉભા રહી મનોમન માફી માંગી પછી ધીરેથી તે એ બોલ્યા જે સાંભળવા પત્ની તડપતી હતી. આ સાંભળી જાણે કે તસવીર પણ મુસ્કુરાતી હોય એવું એમને લાગ્યું.

બહાર આવી તે લોનમાં બેઠા. પાછળ કોઈ ઉભું હોય એવો અહેસાસ થયો. જોયું તો પ્રિયા ને ચિન્મય ઉભા હતા. તેમણે વહુને કહ્યું, મારો સામાન પેક કરી દે, હું પણ તમારી સાથે જ આવીશ.વહુ સામાન પેક કરવા રવાના થઈ. અવિનાશભાઈએ બે હાથ ફેલાવ્યા. ચિન્મય એક નાના બાળકની જેમ દોડી આવ્યો. તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.અવિનાશભાઈની આંખોમાંથી પણ અશ્રુધારા વહેતી હતી. આંસુઓના ધોધમાં બાપ-દીકરા વચ્ચેનું
વર્ષોનું અંતર કયાં ખોવાઈ ગયું તેની ખબર જ ના પડી.

થરાદ

16:41 Posted by Chandsar
‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા.’ આ તો થઇ અમદાવાદની સ્થાપનાની વાત.

જો કે રળિયામણા થરાદ શહેરની સ્થાપના અંગે પણ આવી જ લોકવાયકા પ્રચલિત છે.ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરનો ઈતિહાસ શૌર્ય અને સમાૃધ્ધિથી ભરપૂર છે. પ્રાચીન સમયમાં થરાદ ભવ્ય સંસ્કાતિ ધરાવતું હતું. હજારો વર્ષ પહેલાં થરાદની નજીક દરિયો હતો. આજે થરાદની જમીનમાં ખારાશ છે. તળનું પાણી પણ એટલું જડ ખારું છે.

પ્રાચીન કાળમાં થરાદ એક વૈભવીનગર તરીકે જાણીતું હતું. કાળક્રમે ભૌગોલિક કુદરતી આફતોને લીધે આ પંથકમાંથી દરિયાનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું હતું. બાકી હતું તો મુસ્લિમ શાસકોએ થરાદ પર આક્રમણ કર્યું હતું. આથી એક વખતનું આ ભવ્ય અને સમાૃધ્ધ શહેર નષ્ટ થઇ ગયું હતું. આ પંથકનાં અન્ય શહેરોની પણ આવી જ હાલત થઇ હતી.

લોકવાયકા થિરપાલ ધરુએ સંવત ૧૦૧માં થિરાદની સ્થાપના કરી હતી. થિરાદની સ્થાપના વિષે એક લોકવાયકા પ્રચલિત છે. તે મુજબ આ પ્રદેશમાં બે કૂતરાંઓની સામે બે સસલાં લડતાં હતાં. સસલાંઓએ ડાઘિયાં કૂતરાંઓ સામે બરાબરની ટક્કર લીધી હતી. થિરપાલ ધરુએ કૂતરાં અને સસલાં વચ્ચેની આ લડત જોઇ હતી. સસલાંઓની હમત અને ખુમારીની તેમને પ્રતીતિ થઇ ગઇ હતી. થિરપાલ થરુએ લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ‘વો સ્થાન મે અપના બસેરા લાએ !’ ‘‘જહાં કૂત્તે પે સસ્સે, આયે, વહાં થિરપાલને થિરાદ બસાયા’’ ખાવી ઊકિત પ્રચલિત છે. થિરકર, થારાપદ્, ખિરાપદ્, થિરાદ જેવાં પ્રાચીન નામો ધરાવતું આ નગર કાળક્રમે અપભ્રંશ થઇને આજે થરાદથી ઓળખાય છે.

પ્રાચીન સમયનું થરાદ એ સમયે સંપત્તિવાન શ્રેષ્ઠીઓની નગરી તરીકે જાણીતું હતું. તેને ફરતે પાકો ગઢ હતો. મારવાડનાં સભ્યોના આક્રમણથી રક્ષણ કરવા માટે આ ગઢની આજુબાજુ ૩૦ ફૂટ જેટલી ઊંડી ખાઇ ખોદવામાં આવી હતી.

આવા આ સમાધ્ધ થિરપુરમાં ૧૪૪૪ સ્તંભ યુકત ભવ્ય જિનાલ્ય પણ હતું. આ માટે એવી લોકવાયકા પ્રચલિત છે. કે આ ૧૪૪૪સ્તંભોની ગણતરી કરો તો આંકડો ૧૪૪૩નો થાય અથવા તો ૧૪૪૫નો થાય, પણ ૧૪૪૪નો આંકડો ન થાય...!

આ કલાત્મક જિનાલય યાત્રાધામ તરીકે જાણીતું હતું. વસ્તુપાળનું મોસાળ આજનું થરાદ એટલે પ્રાચીન સમયનું સમાૃધ્ધ નગર થિરપુર અથવા તો થિરાદ. આ નગરના લોકો દોમ દોમ સાહ્યબીથી રહેતા હતા. આ ધનાઢ્ય શહેર પર મુસ્લિમ શાસકોએ ચઢાઇ કરી હતી. એ સમયે તેમણે ભવ્યઅને કલાત્મક જિનાલયનો નાશ કર્યો. નગરના લોકોને લૂંટી લીધા હતા. આવું તો વારંવાર બન્યું હતું. આજનું થરાદ તો સાતમી વારનું વસેલું છે. આક્રમણકારોએ આ ભવ્ય અને સમાૃધ્ધ નગરનો વૈભવ નષ્ટ કરી નાંખ્યો હતો. કલાત્મક વારસાનો નાશ કર્યો હતો. થરાદ એટલે વસ્તુ પાળ અને તેજપાળનું મોસાળ. આ બેઊ મહાન દાનેશ્વરીઓએ માઊન્ટ આબુના આ બેઊ મહાન દાનેશ્વરીઓએ માઊન્ટ આબુના વિખ્યાત દેલવાડાનાંકલાત્મક દેહરાં બંધાવ્યાં હતાં.

આ દાતાઓ વસ્તુપાળ અને તેજ પાળની માતા કુપારદેવીનું વતન થરાદ હતું. થરાદના મોટા ગજાના વેપારી અભુ શેઠની એકની એક દીકરી એટલે કુમાર દેવી. તેઓ રૂપરૂનો અવતાર હતાં. ગુણિયમ હતાં. કુમાર દેવી છેક બચપનથી જ ખૂબ આસ્તિક હતાં.

તેઓ ભકિત અને ઔદાર્ય માટે જાણીતાં હતાં. આભુશેઠે આચાર્ય દેવની સલાહ અને સંમતિથી કુમારદેવીને પાટણના ધનાઢ્ય. નગરપતિ સાથે પરણાવ્યાં હતાં. સમય જતાં કુમાર દેવીએ રત્નો સમા બે પુત્રોને જન્મ આપ્યો હતો. જે વસ્તુપાલ અને તેજપાલના નામે જાણીતા છે. તેમના દાદા, મતલબ કે આભુશેઠે થરાદમાં જૈન મંદિરોનું નિર્માણ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ભૌગોલિક સ્થાન થરાદ નગરની ઊત્તરે રાજસ્થાન આવેલું છે. પૂર્વ દિશામાં પાલનપુર આવેલું છે. દક્ષિણે દિયોદર અને સૂઇ ગામ આપેલાં છે. થરાદની પશ્ચિમે વાવ નામનું ગામ આવેલું છે.થરાદ તાલુકાની વાત કરીએ તો તે કચ્છના રણને અકીને આવેલો છે. થરાદ તાલુકાની આબોહવા ગરમ છે. ઊનાળામાં થરાદ સહિત તાલુકામાં ભારે ગરમી પડે છે. ઊનાળામાં ૪૬ અંશ સેન્ટિગ્રેડથી પણ વધુ ગરમી પડે છે. થરાદ તાલુકો રણની કાંધીએ આવેલો હોઇને ઊનાળામાં ગરમ લૂ વાય છે. અકળાઇ જવાય તેટલી હદે વિષય ગરમી પડે છે. આકાશમાંથી જાણે આગ વરસતી હોય તેવો અહેસાસ થાય છે. આથી ઊલટું શિયાળામાં સખ્ત ઠંડી પડે છે. રણના કારણે થરાદ તાલુકામાં ઊનાળામાં ખૂબ ગરમી પડે છે. અને શિયાળામાં વિશળ ઠંડી પડે છે. બનાસ કાંઠા જિલ્લો ઊત્તર અક્ષાંશ ૨૩-૩૫ તેમજ પૂર્વ રેખાંશ ૭૧-૭૩ના સ્થાન પર આવેલો છે. વિષય ગરમી અને વિશળ ઠંડીનો અનુભવ કરાવતું થરાદ એક સમયે લીલી નાઘેર જેવો હરિયાલો પ્રદેશ હતું.

પ્રાચીન સમયનું થિરાદ વિશાળ દરિયા કિનારે આવેલું હતું. ‘‘થરાદવાળા’’ વેપારીઓ થરાદના વેપારીઓ ગજબની કુશળતા ધરાવે છે. વાણિજય પ્રવાત્તિ તેમને વારસામાં મળે છે. થરાદના વિષય વાતાવરણ અને ખારા પાણીના કારણે થરાદના વેપારીઓ બહાર જોઇને વસ્યા હતા. ખારા પાણીએ તેમને દેશદેશાવર જઇને વેપાર વિકસાવવાની પ્રેરણા આપી હતી. તેઓએ વેપારમાં દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. થરાદના વેપારીઓનો મુખ્ય ધંધો કાપડ અને હીરા સાથે કળાયેલો છે. દેશ વિદેશમાં વેપારી જગતનમાં તેઓ ‘‘થરાદવાળા’’ તરીકે જાણીતા બન્યા છે. અમદાવાદમાં પણ થરાદના મોટા ગજાના વેપારીઓની પેઢીઓ કાર્યરત છે.રતનપોળમાં કાપડની મોટી પેઢીઓના તેઓ માલિક છે. અત્રે ઊલ્લેખનિય છે કે, દેશના માલેતુજા રોમાં ૧૦મો ક્રમ ધરાવતા મોટા ગજાના ઊદ્યોગપતિ ગૌતમ અદાણી પણ થરાદના વતની છે.

ઘરેણાંનો ગજબનો શોખ થરાદ તાલુકાની સ્ત્રીઓને ઘરેણાં પહેરવાનો ગજબનો શોખ છે. તેમનાં ઘરેણાંમાં અજબનું વૈવિધ્ય જોવા મળે છે. અહથી સ્ત્રીઓ પગમાં કડલાં, અંગૂઢી, પગપાન, કેડે પાતળી સાંકળની ઝૂલવાળો, કંદોરો, હાથમાં મુઠિયાં, પાટલા, ગજરા, કાતરિયા, કાંકણી, ચૂડી, ચૂડો, લૂગડી ચૂડી, હાથની આંગળીઓમાં વેઢ, ઘોડો, વટી, હાથપાન અને ડોકમાં સોની કંઠી, વજજર ટીકડી, સાંકળી, હાર, કંઠી મુઠ, વાલ્લી, હેડકી, હાંસડી સહિત વૈવિધ્યસભર અલંકારો પહેરે છે. તેઓ કાના આભૂષણોમાં વેલ્લા, ડોરક્ષા, વાળી, એરગ, ઝમ્મર, ??

દામણી, ટીકો, સોનાની પટ્ટી જેવાં ઘરેણાં પહેરે છે. તો પુરુષો કાનમાં કર્ણફૂલ અને કોકરવા, ગળામાં ટૂંપિયો ફૂલહારે, ચોરસી, દોરો તથા કેડે કડું, પાચી,કંદોરો, આંગળીએ વેઢ પંખો, વટી પગમાં સોના ચાંદીની બેડી પહેરતા હોય છે.

થરાદ તાલુકાની સ્ત્રીઓને ઘરેણાં પહેરવાનો ગજબનો શોખ છે.તેમનાં ઘરેણાંમાં અજબનું વૈવિધ્ય જોવા મળે છે. અહથી સ્ત્રીઓ પગમાં કડલાં, અંગૂઢી, પગપાન, કેડે પાતળી સાંકળની ઝૂલવાળો, કંદોરો, હાથમાં મુઠિયાં, પાટલા, ગજરા, કાતરિયા, કાંકણી, ચૂડી, ચૂડો, લૂગડી ચૂડી, હાથની આંગળીઓમાં વેઢ, ઘોડો, વટી, હાથપાન અને ડોકમાં સોની કંઠી, વજજર ટીકડી, સાંકળી, હાર, કંઠી મુઠ, વાલ્લી, હેડકી, હાંસડી સહિત વૈવિધ્યસભર અલંકારો પહેરે છે. તેઓ કાના આભૂષણોમાં વેલ્લા, ડોરક્ષા, વાળી, એરગ,ઝમ્મર, દામણી, ટીકો, સોનાની પટ્ટી જેવાં ઘરેણાં પહેરે છે.

કાટથી કટાતી કમાણી

16:40 Posted by Chandsar
‘રુપિયાની બચત એટલે રુપિયાની કમાણી આ વિધાન સો ટકા સાચું છે. આપણે આનો અર્થ દેશના નાનાં અને મધ્યમ કદની ઔદ્યોગિક સંસ્થાઓમાં થતાં કાટથી નુકસાન બાબતે કાઢવાનો છે.

તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે દેશમાં લોખંડ સબબના ઊદ્યોગોમાં વરસે દહાડે કાટ (કોરોઝન) ને કારણે લગભગ ૩૫,૦૦૦ (પાંત્રીસ હજાર) કરોડ રુપિયાનું નુકસાન થાય છે. જે કદાચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટનો અઢીથી ચાર પ્રતિશતનો
હિસ્સો છે! આ બાબતે ‘નેશનલ એસોસીએશન ઓફ કોરોઝન એન્જિનિયર્સ-ઈન્ટરનેશનલ સેકશન (એનએસીઈ) જાગી ઉઠ્યું છે.

આ સિવાય દેશમાં કોરોઝન કે કાટથી આટલું બધું નુકશાન થઈ રહ્યું છે. અને જે વરસોથી અને વરસોવરસ ચાલ્યા કરે છે,છતાં કોઈનુંય જાણે પેટનું પાણી હાલતું નથી!

જો કાટથી થતા નુકસાનને સદંતર અટકાવી ન શકાય તો પણ તેને ઘટાડી જરુર શકાય કેમ કે, દેશસ્તરે ન્યૂકલીયર પાવર રિફાઈનરીઝ, અવકાશક્ષેત્ર,રેલવેઝ, શિપગ તથા ડિફેન્સ(સંરક્ષણ) ક્ષેત્રોમાં કાટથી ન કલ્પી શકાય તેટલું નુકસાન થાય છે.

તો ઊત્પાદન સમયે જ ડિઝાઈન કરતી વખતે જ જો જાગ્રતા સેવાય તો આ ગંજાવર નુકશાનને નાથીને જરુર ઘટાડી શકાય, બાકી ઓટોમોબાઈલ ક્ષેત્રે જ દેશમાં કાટથી મહાકાય નુકશાન થાય છે. ‘એનર્જી સેવ્ડ ઈઝ એનર્જી અર્નડ ના પોર્ટ મુજબ હવે કાટથી થતાં નુકશાનને અટકાવાય તો તે દેશની અઢળક કમાણીતુલ્ય જ ગણાય ! આથી જ કદાચ રેલવે હવે દેશમાં ૩૦૦૦ કિ.મી.ના વિસ્તારને લોખંડના પાટાને બદલે સ્ટેનલેસ સ્ટીલના પાટાથી આવરી લેવાનું વિચારી રહી છે.

કોરોઝન કે કાટ સબબ જાગાતિ માટે કે સંશોધન માટે દેશમાં એવી લેબોરેટરીનો સદંતર અભાવ જણાય છે અને જે કંઈ જાણકાર બુધ્ધિધન છે તે તેનો પ્રયોગ પોતાના ખાનગી ક્ષેત્રો પૂરતો મર્યાદિત ધોરણે કરે છે.જેથી રાષ્ટ્રીય સ્તરે તેનો લાભ મળવો જોઈએ તેવો મળતો નથી!

પજણની ધૂન

16:38 Posted by Chandsar
એક ગામમાં મગન અને છગન નામના બે ભાઇઓ રહેતા હતા.મગન ભોળો અને મીઠું બોલનારો હતો, પરંતુ છગનના અવાજમાં કડકાઇ હતી. છતાં પણ બન્ને સાથે રહેતા હતા, પરંતુ એક દિવસ કોઇ વાતને લઇને બન્ને વચ્ચે અણબનાવ થઇ ગયો. છગને કહ્યું, હવે મારે તારી સાથે રહેવું અશકય છે.

મને કશો વાંધો નથી. તુ મને જે કહીશ, એ હું માની લઇશ. મગને સાહજીક રીતે કહ્યું.છગને કહ્યું, તું એક ઝૂંપડી લઇ લે અને હું બીજી રૂ પજવાનું આ પજણિયું તારું અને લાકડી મારી,જેથી હું ચોકીદારનું કામ કરું.

મગને આ પ્રમાણેના ભાગલાને સ્વીકારી લીધા. તે માટલી લઇને પોતાની ઝૂંપડીમાં ગયો અને છગન લાડકી લઇને ચોકીદાર બની ગયો. બન્ને જુદી જુદી ઝૂંપડીમાં રહેવા લાગ્યા.

એકબીજાને કોઇ સાથે સંબંધ ના રહ્યો. એક રૂ પજવાનું પજણિયું લઇને તેના તાર પર સૂર આલાપતો, ઘેર ઘેર રૂ પજતો અને બીજો લાકડી લઇને લોકો પર રોફ જમાવતો.

મગનનો અવાજ મીઠો હતો.એના પજણિયામાંથી પણ મીઠા સૂર નીકળતા. એટલે લોકો એને ખૂબ જ ચાહતા હતા. છગનની વાણીમં કઠોરતા હતી. એનું કામ પણ બીજાને ધાક-ભમકી આપવાનું હતું.

એટલે લોકો એનાથી દૂર જ રહેવાનું પસંદ કરતા. આ કારણે છગન દુઃખી થઇ ગયો. એક દિવસ છગને મગનને કહ્યું, મગન તું આ રૂ પજવાનું કામ છોડી દે. ના, આ રૂ પજવાનું કામ તો મને રોજી આપે છે. તુ આ ચોકીદારીનું કામ છોડી દે. મગને કહ્યું. ચોકીદારી તો મારો ધંધો છે. હું એને કેવી રીતે છોડી દઉં? તુ કેવી વાત કરે છે? તું રૂ પજવાનું કામ છોડી દે. ના કદાપી નહી, મગને કહ્યું આ સાંભળી છગન ચૂપચાપ ચાલ્યો ગયો.

સાંજના મગન રૂ પજી રહ્યો હતો. બે-ચાર જણા એની પાસે. એના રૂ પાજવાન્ તારમાંથી સંગીતના સૂર નોકળી રહ્યા હતા. ત્યાં જ છગન ચોકીદાર લાકડી પછાડતો ત્યાં આવી પહાચ્યો. તે મગનને રૂ પજવાનું સાધન ચલાવતો જોઇને ચીસ પાડી ઉઠ્યો, તુમારુ કહ્યું માનતો નથી, હું હમણાં જ તને એની મજા ચખાડું છું. મગન કંઇ કહે તે પહેલાં જ છગને લાકડી રૂ પજવાના સાધન પર ફટકારી. રૂ પજવાનું સાધન તૂટી ગયું. ત્યાં બેઠેલા લોકો પણ ડરીને ત્યાંથી ચાલ્યા ગયા. મગન નિરાશ થઇને જંગલ તરફ ચાલી નીકળ્યો.

જંગલમાં ચાલતા ચાલતા મગને એક સાધુને જોયા. એમની આંખો બંધ હતી, પણ એમની આંગળીઓ ખંજરી પર તાલ આપી રહી હતી. તેઓ ભજન ગાઇ રહ્યા હતા. એમની પાસે જંગલના અનેક જાનવરો બેસીને ભજનનો આનંદ માણી રહ્યા હતા. મગન એક બાજુ જઇને બેઠો.

થોડી વાર પછી સાધુ મહારાજ ભજન પૂરાં થયાં તો જંગલના બધા જાનવર જંગલમાં ચાલ્યા ગયાં.ગોપાલે કહ્યું, બાપુજી, આપના સંગીતમાં તો જાદુ છે. આપના સંગીતથી માણસોની સાથે સાથે પશુ-પક્ષીઓને પણ આપે વશ કરી લીધાં છે. આપ મગને પણ એવો કોઇ ઊપાય બતાવો, જેથી હું મારા ભાઇનું મન જીતી શકું. પછી મગને છગન વિશે વિસ્તારથી બધી વાત કરી. મગનની વાત સાંભળી સાધુ મહારાજ હસ્યા. એમણે મગનને એક ડબ્બી આપી અને એને કંઇક સમજાવ્યું પણ ખરું. એ ડબ્બીમાંથી સુગંધ આવી રહી હતી. મગન ઘેર આવ્યો. એણે એના ભાઇના સમાચાર પૂછ્યા. પછી એની સેવા કરવા લાગ્યો. આ જોઇ છગન ખૂબ જ ખુશ થયો. એણે કહ્યું, સારું થયું, જે તે પજવાનું કામ છોડી દીધું. તારા મનમ આ વાત આવી કેવી રીતે ?

છગને આ પૂછવાથી મગને છગનને સાધુ વિશે વાત કરી. સાધુની વાત સાંભળી છગન ચમકી ઉઠ્યો. મગને સંગંધવાળી ડબ્બી કાઢીને આપતાં કહ્યું, સાધુ મહારાજે આ તારા માટે આપી છે. છગને તરત જ ડબ્બી લઇ લીધી અને એને સૂંઘવા લાગ્યો. અત્તરની સુગંધથી એનું મગજ ઘૂમવા લાગ્યું.

પછી તો ઘડીક વારમાં તે સૂઇ ગયો.એને ગાઢ નદરમાં સૂતો જોઇને મગને પોતાનું રૂ પજવાનું તૂટેલું સાધન ઠીક કર્યું અને આંગણામાં બેસીને રૂ પજવા લાગ્યો.

ઘણી વાર પછી છગનની ઉંઘ પૂરી થતાં આંખ ઊઘાડી. એ સમયે મગનના પજણના સાધનમાંથી મધુર સંગીત નીકળવા માંડ્યું. એણે જોયુ, એક માણસ એની પાસે ઉભો છે. તે જમીન પર જોરજોરથી લાઠી પછાડી રહ્યો હતો.

લાકડી પછાડવાનો અવાજ સંગીતને બેસૂરું કરી રહ્યો હતો.હવે ચોકીદાર છગનનો સ્વભાવ બદલાઇ ગયો હતો. એને પજણના સાધનના સૂર અને લાકડી પછાડવાથી થતા અવાજનો તફાવત સમજાઇ ગયો હતો. એણે ગરજીને કહ્યું, કોણ આ લાકડી પછાડી રહ્યું છે? લાકડી પછાડવી બંધ કરો અને પજણના સાધનના તારમાંથી નીકળતી ધૂન સાંભળો. ત્યારે મગને પજણના સાધનના તાર ઊપરથી ધૂન છેડવાનું બંધ કર્યું. આ જોઇ છગને કહ્યું, મગન તે ધૂન વગાડવાનું કેમ બંધ કરી દીધું?

એને ફરી વગાડ.આ સાંભળી મગન ખૂબ ખુશ થયો. કારણ એના ભાઇનો સ્વભાવ બદલાઇ ગયો હતો.

અપેક્ષાઓ હોય ત્યાં પ્રેમ નથી હોતો

16:36 Posted by Chandsar
ભકિતમાં ભીના સ્વર, ભાવમાં ભીનું હ્યદય, રવમાં ડૂબેલ નીરવ, સ્પંદમાં સ્પંદિત નિઃસ્પંદ કંઇક એવી જ વિલક્ષણતા હતી ત્યાં ! હિમાલયના હ્યદય! ક્ષેત્રમાં ઋષિ કહોડના શ્રીમુખેથી ભકિતની સ્ત્રોતસ્વિની પ્રવાહિત થઇ રહી હતી. તેમાં સૌ ભજાઇ રહ્યા હતો.આનંદિત થઇ રહ્યા હતા., દિવસ રાતના આઠેય પહોર અહના અણું અણુંમાં કણકણમાં ભકિત છલકાઇ રહી હતી, વિખરાઇ રહી હતી. ઋષિ-મર્હિષ, દેવો-ગંધર્વોનું તો શું કહેવું અહ તો પશુ-પક્ષીઓના પ્રાણ પણ પવિત્ર- પરીષ્કાૃત ભાવોથી અનુપ્રાણિત હતા. ભાવોની પુલકન-થિરકમ અહ ચારે કોર વ્યાપ્ત હતી. હિમાલયનો મહિમા અમસ્તો જ ગાવામાં નથી આવતો. હિમાલય ફકત બરફથી ઢંકાયેલ પાષાણ શિખરોનો ખડકલો નથી, અહ દૈવી ચેતનાની દીપ્તિ છે, પવિત્ર આધ્યાત્મિક ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે અને હવે તો અહ ભકિતનું ભાવ અમાૃત પણ સતત પ્રવાહિત થઇ રહ્યું હતું, જેમાં સૌનાં મન પ્રાણ સતત સ્નાન કરી રહ્યાં હતાં.

હજી પણ સંપૂર્ણ પરિકર અને પરિસરમાં મર્હિષ કહોડના સ્વર વ્યાપી રહ્યા હતા. અચાનક જ આ સ્વરોમાં કોણ જાણે કયાંથી દિવ્ય સુગંધ ભળવા લાગી. તેમાં અલૌકિક પ્રકાશ ભરાવા લાગ્યો. તેની સાથેસાથે તેમાં ૐકારના મધ્યમ નાદનું ગુંજન ગુંજવા લાગ્યું. આ ક્ષણોમાં સૌખે અનુભવ્યું કે તેમના અંતઃકરણમાં અજાણી શી પુલકિતતા ભરાઇ ગઇ છે. સ્વયં મર્હિષ કહોડને પણ પોતાની અંતશ્વેતનામાં અનોખી પ્રસન્નતાનો અહેસાસ થયો. તેમણે એક પળ માટે પોતાનાં નેત્ર બંધ કર્યા પછી બીજી જ પળે ઋષિ વશિષ્ઠ અને અન્ય સર્પ્તિષઓ તરફ જોયું. તેમનાં મુખને જોઇને તેમને એવું લાગ્યું કે જાણે એ બધાને પણ ઋષિ કહોડને થઇ રહી હતી એવી જ અનુભૂતિ થઇ રહી હતી.

આ અનોખા અનુભવથી ભાવિત થઇને મર્હિષ કહોડ પોતાના આસન પરથી ઊઠ્યા અને ખૂબ મંદ મધુર સ્વરે બોલ્યા, હે પરમ ભકત સત્યધાૃતિ! આપ પ્રકટ થાવ. અમે સૌ આપનું સ્વાગત કરીએ છીએ. પરમ ભકત સત્યધાૃતિ વિશે પ્રાચીન મર્હિષઓને તો ખબર હતી કેટલાકે તેમનું ફકત નામ સાંભળ્યું હતું, પરંતુ તેમનાં દર્શન બહુ ઓછા લોકોએકર્યા હતાં ઋષિ સમુદાયમાં કયારેક કયારેક તેની ચર્ચા થતી હતી કે સત્યધાૃતિ ભગવાન નારાયણના પરમ ભકત છે. અત્યારે તેઓ સત્યલોકમાં રહીને પોતાના મહાન તપ તથા વિશુદ્ધ ભાવોથી પ્રકાૃતિમાં સત્વની અભિવાૃદ્ધિ કરે છે. તેમનું કહેવું છે કે સૂક્ષ્મ અને સ્થૂળ પ્રકાૃતિમાં વાસ કરનાર જીવોના આચરણ અને વ્યવહારથી પ્રકાૃતિમાં રજ અને તમ વધી જાય છે. જેનાથી, જીવોના જીવનમાં વિકાૃતિઓ વધી છે. તેનું શમન તો ત્યારે જ સંભવ છે, જયારે પ્રકાૃતિમાં સતોગુણ વધે.

ભકત સત્યધાૃતિ પોતાના નિષ્કામ તપ અને શુદ્ધ ભકિતથી હાલમાં આ જ કાર્ય કરી રહ્યા હતા. તેમના આ મૌન કાર્યને સૌની મુખર પ્રશંસા અને સંસ્તુતિ મળેલા હતાં ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રનું તો કહેવું હતું કે ભકત સત્યધાૃતિનું કાર્ય સર્વથા યુગાંતરકારી છે, કારણ કે આ જ એ વિધિ છે, જેનાથી જીવોની પ્રકાૃતિ બદલી શકાય છે. આવા પરમ ભકતનું આગમન સૌને બહુ સુખપ્રદ લાગ્યું સૌએ તેમની અભ્યર્થના કરી, તેમને આસન આપ્યું. આસન પર બેસતાં જ તેમણે સૌજું અભિવાદન કરતાં ઋષિ કહોડ અને દેર્વિષ નારદ તરફ જોયું અને ખૂબ વિનમ્રતાથી કહ્યું, આપ સૌની ખાસ કરીને આપ બંનેની ઊપસ્થિતિ મને અહ ખચી લાવી છે. દેર્વિષ જયારે પોતાનાં ભકિતસૂત્રનું ઊચ્ચારણ કરે છે તો તેના પરાધ્વનિનો પડઘો સત્યલોક સુધી પહાચે છે.

ભકત સત્યધાૃતિની વિનમ્રતાએ સૌના હ્યદયને સુખદ અનુભૂતિ આપી. તેની સાથે હવે સૌનાં નેત્ર દેર્વિષ નારદના મુખ પર જઇને અટકયાં. સૌને હવે પ્રતીક્ષા હતી નવીન ભકિતસૂત્રની દેર્વિષને પણ સૌના મનની ત્વરા, તીવ્રતા અને પ્રતીક્ષાનો અહેસાસ હતો, તેમણે નારાયણ નામના સ્મરણ સાથે ઊચ્ચાર્યું-

"ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણ વર્ધમાનમવિચ્છિન્નં સૂક્ષ્મતરમનુભવરૂપમ્" અર્થાત એ પ્રેમ ગુણરહિત છે, કામનારહિત છે, પ્રતિક્ષણ વધતો રહે છે. વિચ્છેદરહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે.દેર્વિષના આ નવીન સૂત્રએ સૌના અંતર્મનને નવીન પ્રકાશ અને પ્રફુલ્લતા આપ્યાં. ઋષિ હકોડ પ્રસન્ન થયા અને તેમણે સત્યધાૃતિ તરફ જોતાં કહ્યું, મહાત્મન! આપ આ નવીન સૂત્ર પર કંઇક કહો, મર્હિષ કહોડની આ વાત સૌને ગમી. સૌએ તેનું હ્યદયથી સમર્થન કર્યું. સ્વયં દેર્વિષ નારદના મનમાં પણ એ જ ભાવ હતો કે ભગવાન નારાયણના અનન્ય ભકત સત્યધાૃતિ આનાપર કંઇક કહે સૌની પ્રાર્થનાને વિનમ્રતાથી શિરોધાર્ય કરતાં સત્યધાૃતિએ કહ્યું ‘હે મનનીય જનો! મારા અનુભવો અને ઊપલબ્ધિઓમાં તો મને એવી કોઇ વ્યપાકતા દેખાતી નથી, પરંતુ હા, મારા સ્માૃતિકોશમાં ભકત ચોખામેલાની કથા ઊપસી રહી હતી.

ચોખામેલા હતો તે વનવાસી ભીલ, અભણ, નિરક્ષર અને દ્વિજ જાતિઓના સંસ્કારોથી વંચિત પરંતુ નેના આચરણમાં મર્હિષઓ જેવી પવિત્રતા હતી.જે દિવસોમાં હું તેને મળ્યો તે દિવસોમાં હું ધરાધામ પર રાજય-શાસન કરી રહ્યો હતો, પરમ ભકત સત્યધાૃતિ વિશે એ સત્યની પણ ઓછા લોકોને ખબર હતી કે તેઓ પોતાના ધરતીના જીવનકાળમાં પરમ પ્રતાપી, તેજસ્વી સમ્રાટ હતા.

ઘણુંખરું સમગ્ર ભૂમંડ તેમના રાજય શાસનમાં હતું. પોતાની પ્રજા તેમને પુત્રવત્ પ્રિય હતી. પ્રજા પણ પોતાના નરેશને સહ્યદય પિતા તરીકે જોતી હતી. બ્રર્હ્મિષ વશિષ્ઠને ભકત સત્યધાૃતિના રાજય શાસનનું સ્મરણ હતું, તેમણે કહ્યું ધરતીના એ સુવર્ણયુગને કોણ ભૂલી શકે મહારાજ,ઋષિ વશિષ્ઠની વાત સાંભળીને વિનમ્ર સ્વરે સત્યધાૃતિએ કહ્યું ભગવાન ! મારા કતાૃત્વમાં ભલા એવું કંઇ કયાં ! હું તો ભગવાનના અનુરાગી ભકત ચોખામેલાની વાત કહી રહ્યો છું.તેની સાથે મારી મુલાકાત કણ્વ વનમાં થઇ હતી. ઘાસની ઝૂંપડીમાં તેમનો આવાસ હતો. નારાયણના નામ સિવાય તેમને કોઇ આશ્રય ન હતો. એમની સાથે જયારે મારી મુલાકાત થલ, ત્યારે તેમના હોઠ પર નારાયણનું નામ હતું, નેત્રોમાં અશ્રુ, રોમેરોમ પુલકિત અને પ્રેમથી સંપૂર્ણ દેહ કંપાયમાન.

સાક્ષાત ભગવત પ્રેમની ર્મૂિત લાગી રહ્યા હતા.ચોખામેલા મ તેમની પાસે જાણવા માગ્યું કે આવી અલૌકિક ભકિત કયાંથી પ્રાપ્ત થઇ તો તેમણે કહ્યું પ્રભુ નામના સ્મરણથી જયારે મ જાણવા માંગ્યું કે તેઓ ભગવાન પાસેથી શું ઇચ્છે છે? તો ઊત્તરમાં એમનાં આંસુ છલકાઇ આવ્યાં અને બોલ્યા, અરે હું તો ખુદને પ્રભુને સર્મિપત કરવા માગું છું, તેમણે ભાવભીના સ્વરે કહ્યું પ્રેમ તો ગુણરહિત હોય છે. તેમાં કામનાને કોઇ સ્થાન નથી કારણ કુ કામના તો પૂરી થતાં જ સમાપ્ત થઇ જાય છે.

પરંતુ પ્રેમ તો પ્રતિક્ષણ વધે છે. તેમાં કયારેય વિઘટન સંભવ નથી. વિઘટન તો ત્યાં હોય છે. જયાં અપેક્ષાઓ હોય છે. અપેક્ષારહિત પ્રેમ, સર્મિપત ભકત અને પ્રેમપૂર્ણ ભગવાન જયારે મળે છે. તો તેનામાં પ્રેમ પ્રતિક્ષણ વધે છે. આ અનુભવ અતિવ્યાપક હોવાના કારણે અતિસૂક્ષ્મ પણ છે. તેને કહી સાંભળી શકાતો નથી. બસ અનુભવ કરી શકાય છે. એટલા માટે પ્રેમ અનુભવ રૂપ છે. આટલું કહીને ભકત સત્યધાૃતિએ ઉંડો શ્વાસ લેતાં કહ્યું એ અભણ ભકત ચોખામેલાએ મને પહેલી વાર ભકિતનું તત્વજ્ઞાન આપ્યું એ પ્રેમી-અનરાગી ભકતમાં બીજું પણ એવું ઘણું હતું, જે કહેવા-સાંભળવા યોગ્ય છે.


હજી પણ સંપૂર્ણ પરિકર અને પરિસરમાં મર્હિષ કહોડના સ્વર વ્યાપી રહ્યા હતા. અચાનક જ આ સ્વરોમાં કોણ જાણે કયાંથી દિવ્ય સુગંધ ભળવા લાગી. તેમાં અલૌકિક પ્રકાશ ભરાવા લાગ્યો.તેની સાથેસાથે તેમાં ૐકારના મધ્યમ નાદનું ગુંજન ગુંજવા લાગ્યું. આ ક્ષણોમાં સૌએ અનુભવ્યું કે તેમના અંતઃકરણમાં અજાણી શી પુલકિતતા ભરાઇ ગઇ છે.સ્વયં મર્હિષ કહોડને પણ પોતાની અંતશ્વેતનામાં અનોખી પ્રસન્નતાનો અહેસાસ થયો. તેમણે એક પળ માટે પોતાનાં નેત્ર બંધ કર્યા પછી બીજી જ પળે ઋષિ વશિષ્ઠ અને અન્ય સર્પ્તિષઓ તરફ જોયું. તેમનાં મુખને જોઇને તેમને એવું લાગ્યું કે જાણે એ બધાને પણ ઋષિ કહોડને થઇ રહી હતી એવી જ અનુભૂતિ થઇ રહી હતી.