પ્રભુ હંમેશા તમારી સાથે જ છે

18:07 Posted by Chandsar
એક રાત્રે એક માણસને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં તેના જોવામાં આવ્યું કે તેદરિયા કિનારે પ્રભુ સાથે ચાલતો હતો.
ચાલતાં ચાલતાં તેના જીવનમાં બની ગયેલા બનાવોનાં દ્દ્શ્યો તેના સ્મરણપટ પર આવવાલાગ્યાં . દરેક દ્દ્ર્શ્યોમાં તેણે રેતીના પગલાંની બે જોડ જોઈ ,

તેમાંની એક તેની પોતાની હતી , જયારે પગલાની બીજી જોડ પ્રભુની હતી . તેના જીવનનું છેલ્લું દ્દ્ર્શ્ય પસાર થયું ત્યાંરે તેણે ; પાછા વળીને રેતીમાં પડેલા પગલાં જોયા. તેણે પાછા વળીજોયું ત્યાંરે તેના જીવનનાં ઘણાં પ્રસંગોમાં તેણે રેતીમાં પગલાની ફક્ત એક જ જોડ નિહાળી ,એ પ્રસંગો એવા હતા કે જયારે તેતેના જીવનની અતિ મુશ્કેલ પળોમાં હતો .
આ નિહાળીને તે માણસ ખૂબજ વ્યથિત થઇ ગયો અને તેણે પ્રભુને પ્રશ્ન પૂછ્યો ; “ પ્રભુ , આપે તો કહેલું કે જો તું મારા બતાવ્યા માર્ગે ચાલીશ તો હું આખાયે માર્ગે હું તારી સાથે હોઇશ ; પરંતું મેં ધ્યાનથી જોયું તો મને માલુમ પડ્યું કે જયારે હું મારા જીવનનાં કપરાં સંજોગોમાંથી પસાર થતો હતો ત્યાંરે ત્યાં એક જ જોડ પગલાં હતા .
મને એ સમજાતું નથી કે જયારે મને તમારી અત્યંત જરૂર હતી ત્યાંરે જ તમે મનેએકલો મૂકી દીધો હતો !
પ્રભુએ જવાબ આપ્યો . “ મારા વ્હાલા દિકરા , હું તો તારા પર અનહદ પ્રેમ રાખું છું , તો પછી મુશ્કેલીના સમયે તને શા માટે ત્યજી દઉં ? તે જે એક પગલાંની જોડ જોઇ તે ખરેખર તારાં પગલાં ન હતા , પરંતું તે તો મારાં પગલાં હતાં . તારા દુઃખ અને હતાશાના સમયોમાં તો મેં તને ઊંચકી લીધોહતો .