Joy of Work

11:44 Posted by Chandsar No comments
એક ગામમાં થોડા મજૂરો ધોમધખતા બપોરે પથ્થર તોડી રહ્યા હતા અને એ પથ્થરને થાંભલાનો આકાર

(લાઇફ કા ફન્ડા)

મજૂર કામના થાકથી અને ગરમીથી કંટાળેલો હતો. તેણે ચિડાઈને કહ્યું, ‘દેખાતું નથી, પથ્થર તોડી રહ્યો છું અને મને ખબર નથી કે અહીં શું બનવાનું છે. કેવી વાહિયાત વાત કરો છો. ધોમધખતી ગરમીમાં પથ્થર તોડવાનું કામ કરવામાં શું આનંદ આવે?’

સાધુ કંઈ પણ બોલ્યા વિના આગળ વધી ગયો. પેલો મજૂર મનનો ગુસ્સો પથ્થર પર કાઢતાં વધુ જોરથી પથ્થર પર ઘા મારવા લાગ્યો.

સાધુએ ત્યાં જ થોડે દૂર પથ્થર તોડતા બીજા મજૂરને એ જ પ્રશ્ન કર્યો. મજૂરે કહ્યું, ‘સાધુજી, મને ખબર નથી અહીં શું બનવાનું છે. મને તો રોજગારથી મતલબ છે. મારા મુકાદમે આજે અહીં પથ્થર તોડવાનું કહ્યું છે એટલે હું અહીં પથ્થર તોડી રહ્યો છું. હા, સાંજના મજૂરીના ૧૦૦ રૂપિયા મળશે એનો મને આનંદ છે.’

સાધુ ત્યાંથી આગળ વધ્યો. એક મજૂર ધીમા અવાજે હરિભજન ગાતો-ગાતો પથ્થર પર નાની હથોડીથી કારીગરી કરી રહ્યો હતો. સાધુએ તેને પણ પેલા ત્રણ પ્રશ્ન પૂછ્યા કે ‘તું શું કરી રહ્યો છે? અહીં શું બની રહ્યું છે? શું આ કામ કરવામાં તને આનંદ આવે છે?’

મજૂરે કહ્યું, ‘સાધુમહારાજ પ્રણામ! અહીં એક મોટું મંદિર બની રહ્યું છે. આ ગામમાં એક પણ મંદિર નથી એટલે પ્રભુભક્તિ અને ઉત્સવ માટે બીજા ગામ જવું પડે છે એ હવે નહીં જવું પડે. હું તો ખૂબ જ આનંદ અનુભવું છું કે થોડા દિવસમાં મંદિર તૈયાર થઈ જશે અને ધામધૂમથી પૂજા થશે, મેળો જામશે, ભજન-ર્કીતન થશે. હું તો એ વિચારોમાં મસ્ત રહું છું.’

સાધુએ પૂછ્યું, ‘આટલી ગરમીમાં કામ કરતાં થાક નથી લાગતો?’

મજૂરે મલકાતા ચહેરે કહ્યું, ‘થાક? ના રે ના. મારે મન આ કામ કામ નથી પણ એક ભક્તિ છે, મનની મસ્તી છે. હું તો રાત્રે પણ મંદિરનાં સપનાં જોઉં છું. સવાર થતાં થાંભલાને કોતરવા હથોડી અને છીણી લઈને નીકળી પડું છું. મસ્તીથી ભજન ગાતાં-ગાતાં કામ કરું છું. એમાં વળી થાક શેનો? મને તો ખૂબ જ આનંદ આવે છે’

સાધુએ તેને શાબાશી આપતાં કહ્યું, ‘કામ મનથી-મોજથી કરીએ તો આનંદ મળે, થાક-કંટાળાથી કરીએ તો બોજ લાગે!’

અપાઈ રહ્યો હતો. ત્યાંથી એક સાધુ પસાર થયો. તેમણે પથ્થર તોડતા એક મજૂરને પૂછ્યું, ‘તું શું કરી રહ્યો છે? અહીં શું બને છે? આ કામ કરવામાં તને કેટલો આનંદ આવે છે?’

0 comments: