
ઈ.સ.પહેલી શતાબ્દીના અંત ભાગમાં માળવા પ્રદેશ પાસે આવેલા માધાવતી નગરમાં કુર્મી ઓનું શાસન ચાલતું હતું સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), ગિરિનગર (ગિરનાર) ક્ષત્રિય રાજા જયદામાના સમયમાં મહેત દેશના રાજા ચંદ્રસેને માધાવતી પર ચડાઈ કરી અને તેણે માધવતીના કુર્મી રાજા વ્રજપાલજીનું રાજય જીતી લીધું. આથી રાજા વ્રજપાલજી માલમિલકત અને નાનો રસાલો લઈ માતૃશ્રાદ્ધ અર્થે શ્રીસ્થળ (સિધ્ધપુર) આવેલા. આ સમયે પંજાબમાંથી સ્થળાંતર કરી આનર્ત પ્રદેશ (ઉત્તર ગુજરાત) માં વસેલા ર્કૂિમ જ્ઞાતિબંધુઓ રાજા વ્રજપાલજીને મળ્યા. આ જ્ઞાતિ બંધુઓ એ વ્રજપાલજીને અહીં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આનર્ત પ્રદેશમાં તે વેળા કોઈ સ્થિર અને પ્રજાભિમુખ રાજયશાસન હતું નહીં.
રાજા વ્રજપાલજીએ શ્રીસ્થળથી પાંચેક ગાઉ દૂર, વિક્રમ સંવત ૨૧૨ માં ઉમાપુર પટ્ટનામ (ઊંઝા) ગામ વસાવ્યું. રાજા વ્રજપાલ પોતે શિવ ભક્ત હોવાથી, આ ગામમાં પોતાની કુળદેવી તરીકે ભગવાન શ્રી શંકરનાં પટ્ટરાણી ઉમિયા દેવીની સ્થાપના કરી, મંદિર બંધાવેલું તે સમયના કડવા ર્કૂિમઓ પોતાની કુળદેવી તરીકે આ ઉમિયા દેવીને સ્થાપિત કરી, તેની પૂજા-અર્ચના કરવા લાગ્યા. આ રીતે ઈ.સ.ના સાતમા સૈકા સુધી ઊંઝાની આજુબાજુનો વિસ્તાર ર્કૂિમ રાજાના શાસન નીચે રહ્યો હતો.