Mumbai T2 airport

The new international terminal at the Mumbai Airport.

The new international terminal at the Mumbai Airport.
The 2.2 km Sahar elevated road that connects Western Express Highway (WEH) with the new Terminal 2 of the International Airport was inaugurated by Maharashtra Chief Minister Prithviraj Chavan on Wednesday.
"We recently inaugurated the Eastern Freeway, Terminal 2 of the international airport and now the Sahar elevated road. Through these projects we are trying to solve traffic problems of this city, which is the financial capital of our country," Chavan said.
The Rs 400 crore project which missed several deadlines earlier, offers seamless and signal-free connectivity from Western Express Highway, cutting the travel time by around 30 minutes.
The government and the Mumbai Metropolitan Region Development Authority (MMRDA) are working towards commencing some of the delayed transport projects that are aimed at solving traffic woes, Chavan said.
"The first phase of Metro Rail project-Versova-Andheri-Ghatkopar- is likely to commence operations next month. Similarly, the Santacruz-Chembur Link Road will also be open for vehicles in the next 2-3 weeks. The work on the third metro-Colaba-SEEPZ, is also likely to start soon," he said.
The state government has sought Rs 12,500 crore from the 14th Finance Commission for development of infrastructure projects in Mumbai.
"We want to provide all the necessary amenities to the public to make Mumbai an international city," Chavan added.

ગુજરાતી એટલે ગુજરાતી

ગામડાનો ગુણાકાર...!
ગામડામાં વસ્તી નાની હોય..
ઘરે-ઘરે જ્ઞાની હોય...,
આંગણિયે આવકારો હોય...
મહેમાનોનો મારો હોય...!
ગામમાં ચા પાવાનો ધારો હોય,
વહેવાર એનો સારો હોય,
રામ-રામનો રણકારો હોય,
જમાડવાનો પડકારો હોય...!
સત્સંગ મંડળી જામી હોય...
બેસો તો !
સવાર સામી હોય..,
જ્ઞાનની વાતો બહુ નામી હોય,
જાણે સ્વર્ગની ખામી હોય...!
વહુને સાસુ ગમતાં હોય...
ભેળાં બેસી.. જમતાં... હોય..,
બોલવામાં સમતા હોય...
ભૂલ થાય તો નમતાં હોય...!
છોકરાં ખોળામાં રમતાં હોય...
આવી માની મમતા હોય..,
‘ગઇલ્ઢા’ છોકરાવને સંભાળવતાં હોય..
ચોરે બેસી રમાડતાં હોય !
સાચી દિશાએ વાળતાં હોય..
બાપાના બોલ સૌ પાળતા હોય..,
ભલે ! આંખે ઓછું ભાળતાં હોય...
આવા ‘ગઇલ્ઢાં’ ગાડા વાળતાં હોય !
નીતિ નિયમનાં શુઘ્ધ હોય..,
આવાં ઘરડાં ઘરમાં વાૃઘ્ધ હોય..,
માંગે પાણી ત્યાં હાજર દૂધ હોય...
માનો તો ભગવાન બુદ્ધ હોય..!
ભજન-કીર્તન થાતાં હોય..
પરબે પાણી પાતાં હોય...,
મહેનત કરીને ખાતાં હોય...
પાંચમાં પૂછાતાં હોય..!
દેવ જેવા દાતા હોય...
પરબે પાણી પાતાં હોય...,
ભકિત રંગમાં રંગાતા હોય...
પ્રભુનાં ગુણ ગાતા હોય...!
ઘી-દૂધ બારે માસ હોય...
મીઠી-મધુર છાસ હોય...,
વાણીમાં મીઠાશ હોય...
રમઝટ બોલતા રાસ હોય...!
પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાં નકકી...
શ્રી કાૃષ્ણનો.. વાસ હોય..,
કાચાં-પાકાં મકાન હોય..
એમાંય એક દુકાન હોય...,
ગ્રાહકોનાં એવાં માન હોય...
જાણે મળયા ભગવાન હોય...!
સંસ્કાૃતિની શાન હોય...
ત્યાં સુખીએનાં સંતાન હોય...,
એક ઓશરીએ રૂમ ચાર હોય, સૌનું ભેળું જમણવાર હોય...,
અતિથીને આવકાર હોય...
ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...!
કુવા કાંઠે આરો હોય...,
નદી કાને કિનારો હોય...,
વહુ-દીકરીનો વર્તારો હોય...
ઘણી પ્રાણથી પ્યારો હોય !
કાનો ભલે ! કાળો હોય..
એની રાધાને મન રૂપાળો હોય..,
વાણી સાથે વર્તન હોય...
મોટા સૌનાં મન હોય...,
હરિયાળાં વન હોય...
સુગંધી પવન હોય...!
ગામડું નાનું વતન હોય,
ત્યાં જોગમાયાનાં જતન હોય...,
માનવી મોતીનાં રતન હોય...
પાપનું ત્યાં પતન હોય...!
શીતળવાયુ વાતો હોય,
ઝાડવે જઇ... અથડાતો હોય.., .
મોર તે દી’ મલકાતો હોય,
ગામડાનો મહીમાં ગાતો હોય,
પછી તેની... કલમે.. લખાતો હોય...
ભાઈ .................ભાઈ ...............ગુજરાતી એટલે ગુજરાતી

પાટીદારોનું ગૌરવ વધારતી દીકરી

સુરતનો વરાછા વિસ્તાર સીએની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જાણીતો છે. ત્યારે નવેમ્બર-૨૦૧૩માં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટસીની ફાઇનલની દેશવ્યાપી પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામમાં સુરતના બે વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવ્યું છે. સી.એ. ફાઇનલનું સુરતનું પરિણામ ૫.૬૫ ટકા આવ્યું છે. ફાઇનલની પરીક્ષામાં સુરતના રત્નકલાકારની પુત્રી આશા ડાયાણીએ દેશના ટોપ-૫૦માં ૪૧મું સ્થાન મેળવી ડંકો વગાડયો છે. ગત નવેમ્બર-૨૦૧૩માં સી.એ. ફાઇનલની દેશવ્યાપી પરીક્ષા યોજાઇ હતી. જેનું પરિણામ બુધવારે જાહેર કરાયું હતું. ધી ઇન્ટસ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાના ચેરમેન વિજય જાગાણીએ જણાવ્યું કે, સુરતના સી.એ.ના વિદ્યાર્થીઓએ ફરી ફાઇનલની પરીક્ષામાં નોંધપાત્ર દેખાવ કર્યો છે. સુરત સેન્ટરનું પરિણામ ૫.૬૫ ટકા આવ્યું છે. જેમાં શહેરના જીમીલ શાહે સુરતમાં પ્રથમ અને દેશના ટોપ-૫૦માં ૯મો ક્રમ મેળવ્યો છે. જ્યારે ભરત સવાણી કલાસની વિદ્યાર્થીની આશા ડાયાણીએ સુરતમાં બીજો અને દેશના ટોપ-૫૦માં ૪૧મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતી મિડિયમમાં ભણેલી આશાએ કેવી રીતે મેળવી સિધ્ધિ વાંચવા ફોટો સ્ક્રોલ કરો

                 સી.એ.ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી રહ્યા છે. રવિ અને આદિત્ય છાવછરીયા પાસે માર્ગદર્શન લેનાર જીમીલ શાહ કહે છે, ધગશથી મહેનત કરો તો સફળતા મળે જ છે. જીમીલે ધો.૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. છતાં સી.એ. ફાઇનલ પરીક્ષા પાસ કરવા સાથે દેશના ટોપ-૫૦માં પણ સ્થાન મેળવ્યું છે.
જ્યારે સામાન્ય પરિવારની અને રત્નકલાકારની પુત્રી આશા ડાયાણીએ બંને ગુ્રપની પરક્ષામાં ૪૬૯ માર્કસ સાથે ફાઇનલમાં દેશમાં ૪૧મું સ્થાન મેળવીને જ્વલંત સફળતા મેળવી છે.
વરાછામાં ભરત સવાણી પાસે માર્ગદર્શન લેનાર પાટીદાર સમાજની અને રત્નકલાકારની પુત્રી આશા પોપટભાઇ ડાયાણીએ શહેર ઉપરાંત પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્રના અંતરીયાળ એવા નાના ઉમરડા ગામની વતની આશાના પિતા ખેતી છોડીને સુરતમાં હીરાની મજુરીના કામમાં જોતરાયા હતા. આશાના મતે સખત અને સતત પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી. પાટીદાર સમાજની આશાએ સાબિત કર્યું છે કે દિકરાઓ કરતાં દિકરીઓ પણ કંઇ કમ નથી. તેની આ સિદ્ધિ સમાજની અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. ઉપરાંત સફળતા માત્ર જાણી સંસ્થાઓ અને તગડી ફી ખર્ચવાથી મળતી નથી. તે પણ તેણે પુરવાર કર્યું છે

Happy Diwali-2014

11:18 Posted by Chandsar

Chandsar પરીવાર તરફથી દિવાળી ની સુભકામનાઓ.

HAPPY DIWALI, HAPPY NEW YEAR

Chandsar પરીવાર તરફથી દિવાળી ની સુભકામનાઓ. 

HAPPY DIWALI, HAPPY NEW YEAR
- See more at: http://gujaratteachergroup.blogspot.in/#sthash.n3lZqmdk.dpuf

પાટીદારોનું ગૌરવ

આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી  પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ ર્કૂિમ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાનાં-મોટાં જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ર્કૂિમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ના હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર,જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ.
વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે,એનું નામ પાટીદાર.

પાટીદાર

પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે "પાટીદાર" શબ્દ ધંધા ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી ને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.

પટેલ અને પાટીદાર

પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો.આ પટેલ ગામમાં પટલાઈ કૂટતા. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યું. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ

Umiya Temple Sthapna

18:19 Posted by Chandsar
ઈ.સ.પહેલી શતાબ્દીના અંત ભાગમાં માળવા પ્રદેશ પાસે આવેલા માધાવતી નગરમાં કુર્મી ઓનું શાસન ચાલતું હતું સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), ગિરિનગર (ગિરનાર) ક્ષત્રિય રાજા જયદામાના સમયમાં મહેત દેશના રાજા ચંદ્રસેને માધાવતી પર ચડાઈ કરી અને તેણે માધવતીના કુર્મી રાજા વ્રજપાલજીનું રાજય જીતી લીધું. આથી રાજા વ્રજપાલજી માલમિલકત અને નાનો રસાલો લઈ માતૃશ્રાદ્ધ અર્થે શ્રીસ્થળ (સિધ્ધપુર) આવેલા. આ સમયે પંજાબમાંથી સ્થળાંતર કરી આનર્ત પ્રદેશ (ઉત્તર ગુજરાત) માં વસેલા ર્કૂિમ જ્ઞાતિબંધુઓ રાજા વ્રજપાલજીને મળ્યા. આ જ્ઞાતિ બંધુઓ એ વ્રજપાલજીને અહીં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આનર્ત પ્રદેશમાં તે વેળા કોઈ સ્થિર અને પ્રજાભિમુખ રાજયશાસન હતું નહીં.
રાજા વ્રજપાલજીએ શ્રીસ્થળથી પાંચેક ગાઉ દૂર, વિક્રમ સંવત ૨૧૨ માં ઉમાપુર પટ્ટનામ (ઊંઝા) ગામ વસાવ્યું. રાજા વ્રજપાલ પોતે શિવ ભક્ત હોવાથી, આ ગામમાં પોતાની કુળદેવી તરીકે ભગવાન શ્રી શંકરનાં પટ્ટરાણી ઉમિયા દેવીની સ્થાપના કરી, મંદિર બંધાવેલું તે સમયના કડવા ર્કૂિમઓ પોતાની કુળદેવી તરીકે આ ઉમિયા દેવીને સ્થાપિત કરી, તેની પૂજા-અર્ચના કરવા લાગ્યા. આ રીતે ઈ.સ.ના સાતમા સૈકા સુધી ઊંઝાની આજુબાજુનો વિસ્તાર ર્કૂિમ રાજાના શાસન નીચે રહ્યો હતો.

loveandkush

18:18 Posted by Chandsar
ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ર્કૂિમ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને કરડ પ્રદેશમાંથી આવેલા કડવા કહેવાયા. ગુજરાતમાં ર્કૂિમનું જ અપભ્રંશ કુણબી અને કણબી થયું છે.
પાટીદારોનું ઉત્તર ભારતમાં આગમન
હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ  જેથી ર્કૂિમઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી ર્કૂિમ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી ર્કૂિમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલ ર્કૂિમઓને "લોરર્કૂિમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારીર્કૂિમ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર ર્કૂિમઓને લોર-પટેલ અને ખારી ર્કૂિમઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારીર્કૂિમઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.

patidaritihas

18:18 Posted by Chandsar
ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશ જ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશ જ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા  પણ ખોટી છે. પાટીદારો વિષે વહીવંચા રાખતા બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી એ માત્ર દંતકથાઓ જ છે.
ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂિમ ક્ષત્રિય કુળના છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને,સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાનાં ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા.
આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું
ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશ જ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશ જ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા  પણ ખોટી છે. પાટીદારો વિષે વહીવંચા રાખતા બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી એ માત્ર દંતકથાઓ જ છે.
ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂિમ ક્ષત્રિય કુળના છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને,સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાનાં ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા.
આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું. - See more at: http://gujaratpatelgroup.blogspot.in/p/about-patel.html#sthash.O1pR7F55.dpuf

patelsamaj

18:16 Posted by Chandsar
હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ રચના પ્રચલિત બની (૧) બ્રાહ્મન (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય (૪) ક્ષુદ્ર. એ સમયે ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..

એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત)

તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.

આ પછી કુર્મિ રજા વ્રજપાલજી તેમના રસાલા સાથે માળવા તરફથી સ્થળ (સિદ્ધપુર) માં માતૃ શ્રાધ્ધ માટે આવેલા.અહીં આજુબાજુમાં ગામડાઓમાં કુર્મિ અગેવાનો વ્રજપાલજીનું સ્વાગત કરેલુ. તેમને અહિ રોકાઇ જવા ખુબ આગ્રાહ કરેલો. આથી જ્ઞાતીભાઇઓના આગ્રાહથી તેઓએ ત્યાજ વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને વિક્રમ સંવત ૨૧૨ મા શ્રી ઉમિયા માતાજીની સ્થાપના કારી અને ઉમાપુર પટ્ટન ઉઝાનગરની સ્થાપના કારી સર્વ કુર્મિ સમાજે રાજા વ્રજપાલજીને રાજા તરીકે સ્થાપ્ય. અને શ્રી ઉમિયા માતાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા.

કુર્મિ ક્ષત્રિયો પંજાબના જે વિસતારોમાંથી સ્થાળાંતર કરી ને આવેલા તેના નામ પરથી ઓળખાવા લાગ્ય. જેમ કે પંજાબના કડવા વિસ્તારમાથી આવેલા કુર્મિઓ કડવા કુર્મિ અને લેવા વિસ્તારમાં આવેલા કુર્મિઓ લેઉઆ કુર્મિ તરીકે ઓળખવા લાગ્યા. આમ તેઓ સમય જતા કડવા કણબી, તરીકે પ્રચલિત થયા.

વન રાજ ચાવડા એ ઇ.સ. ૭૪૬ માં અમહિલપુરા પટ્ટન (પાટન) ની સ્થાપના કરી. પાટણની આસપાસનો વિસ્તાર તેના શાસન નીચે આણયો. તે વખતના કુર્મિરાજા વ્રજપાલ બિજાએ વનરાજ ચાવડાની સત્તા સ્વીકારવાને બદલે કેટલાંક કુટુંબો સાથે ઇડરો તરફ સ્થાળાંતર કર્યુ હતું. કેટલાક શિવસિંહ પટેલની આગેવાની નીચે ગુજરાતના મધ્યભાગમાં આવેલા આશાવલ આસારવા માં જઇને વસેલા ત્યા થી કાળક્રમે આજુબાજુ પ્રદેશોમાં ભારૂચ તરફના વિસ્તારોમાં ફેલાયેલા હતા.

કુર્મિ પ્રજાનુ સ્થાળાંતર અટકાવવા વનરાજ ચાવડાએ પ્રયત્નો કર્યા હતા. અને તેમને વિસ્વાસમાં લીધા હતા. પરિણામે તે સમયે સ્થિર થયેલા કણબિઓ સુખી અને સમૂદ્ધ બનેલા સિદ્ધરાજ જયસિંહના શાસન કાળમાં સોલંકી રાજ્યનો વિસ્તાર થયેલો અને સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવી માળવાને કબ્જે કરેલું. અને ત્યાથી ૪૩ કુટુંબોને ગુજરાતમાં લાવીને વસાવેલાં જે કુટુંબો અગાઉથી વસેલા કુર્મિ કુટુંબો સાથે મળી ગયેલાં. આગળનાં કુર્મિઓની બાવન શાખો અને આ પાછળથી આવેલાં કુટુંબોની ૪૩ શાખો જુદી જુદી ઓળખથિ આજે પણ ઓળખાય છે.

સોલંકિ યુગ પછી વાઘેલા યુગ સુધી કણબી પટેલો સુખી અને અમૃદ્ધ હતા. તેમનામાં સામાજીક એકતા ની ભાવના હતી. પછીના સમયમાં ફેલાયેલી અવ્યવસ્થાને લીધે કણબિ જાતિ છીન્ન ભિન્ન હાલતમાં મુકાઇ ગઇ. પણ પાછળથી મરાઠા શાસન કાળમાં ગાયકવાડ દરમ્યાન અને બ્રિટીશ યુગમાં ફરીથી એકતા અને વિકાસ શરૂ થયો. ૧૮૬૪ માં કુળદેવી ઉમિયા માતાના નવા મંદિરને બાંધવામાં આવ્યુ. પછીથી તો કડવા પાટીદાર કોમમાં ઉત્તરોતર પ્રગતિ થતિ જ રહી, શિક્ષણનો પ્રચાર થતો ગયો અને સામાજિક, રાજકિય,ધાર્મિક તેમજ આર્થિક ક્ષેત્રે આગવૃં સ્થાન પ્રાત્પ કર્યુ. આજના યુગમાં કડવા પાટીદારો હવે ફકત ખેતી ઉંપર આધારિત ન રહેતા ધંધાના અનેક ક્ષેત્રમાં પ્રવેશેલાં છે. તેમના ઉપર સ્વભાવને લીધે ગૌરવવંતુ સ્થાન ભોગવે છે.
હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ રચના પ્રચલિત બની () બ્રાહ્મન () ક્ષત્રિય () વૈશ્ય () ક્ષુદ્ર. એ સમયે ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..

એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત) તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.

આ પછી કુર્મિ રજા વ્રજપાલજી તેમના રસાલા સાથે માળવા તરફથી સ્થળ (સિદ્ધપુર) માં માતૃ શ્રાધ્ધ માટે આવેલા.અહીં આજુબાજુમાં ગામડાઓમાં કુર્મિ અગેવાનો વ્રજપાલજીનું સ્વાગત કરેલુ. તેમને અહિ રોકાઇ જવા ખુબ આગ્રાહ કરેલો. આથી જ્ઞાતીભાઇઓના આગ્રાહથી તેઓએ ત્યાજ વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને વિક્રમ સંવત ૨૧૨ મા શ્રી ઉમિયા માતાજીની સ્થાપના કારી અને ઉમાપુર પટ્ટન ઉઝાનગરની સ્થાપના કારી સર્વ કુર્મિ સમાજે રાજા વ્રજપાલજીને રાજા તરીકે સ્થાપ્ય. અને શ્રી ઉમિયા માતાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા.

કુર્મિ ક્ષત્રિયો પંજાબના જે વિસતારોમાંથી સ્થાળાંતર કરી ને આવેલા તેના નામ પરથી ઓળખાવા લાગ્ય. જેમ કે પંજાબના કડવા વિસ્તારમાથી આવેલા કુર્મિઓ કડવા કુર્મિ અને લેવા વિસ્તારમાં આવેલા કુર્મિઓ લેઉઆ કુર્મિ તરીકે ઓળખવા લાગ્યા. આમ તેઓ સમય જતા કડવા કણબી, તરીકે પ્રચલિત થયા.

વન રાજ ચાવડા એ ઇ.સ. ૭૪૬ માં અમહિલપુરા પટ્ટન (પાટન) ની સ્થાપના કરી. પાટણની આસપાસનો વિસ્તાર તેના શાસન નીચે આણયો. તે વખતના કુર્મિરાજા વ્રજપાલ બિજાએ વનરાજ ચાવડાની સત્તા સ્વીકારવાને બદલે કેટલાંક કુટુંબો સાથે ઇડરો તરફ સ્થાળાંતર કર્યુ હતું. કેટલાક શિવસિંહ પટેલની આગેવાની નીચે ગુજરાતના મધ્યભાગમાં આવેલા આશાવલ આસારવા માં જઇને વસેલા ત્યા થી કાળક્રમે આજુબાજુ પ્રદેશોમાં ભારૂચ તરફના વિસ્તારોમાં ફેલાયેલા હતા.

કુર્મિ પ્રજાનુ સ્થાળાંતર અટકાવવા વનરાજ ચાવડાએ પ્રયત્નો કર્યા હતા. અને તેમને વિસ્વાસમાં લીધા હતા. પરિણામે તે સમયે સ્થિર થયેલા કણબિઓ સુખી અને સમૂદ્ધ બનેલા સિદ્ધરાજ જયસિંહના શાસન કાળમાં સોલંકી રાજ્યનો વિસ્તાર થયેલો અને સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવી માળવાને કબ્જે કરેલું. અને ત્યાથી ૪૩ કુટુંબોને ગુજરાતમાં લાવીને વસાવેલાં જે કુટુંબો અગાઉથી વસેલા કુર્મિ કુટુંબો સાથે મળી ગયેલાં. આગળનાં કુર્મિઓની બાવન શાખો અને આ પાછળથી આવેલાં કુટુંબોની ૪૩ શાખો જુદી જુદી ઓળખથિ આજે પણ ઓળખાય છે.

સોલંકિ યુગ પછી વાઘેલા યુગ સુધી કણબી પટેલો સુખી અને અમૃદ્ધ હતા. તેમનામાં સામાજીક એકતા ની ભાવના હતી. પછીના સમયમાં ફેલાયેલી અવ્યવસ્થાને લીધે કણબિ જાતિ છીન્ન ભિન્ન હાલતમાં મુકાઇ ગઇ. પણ પાછળથી મરાઠા શાસન કાળમાં ગાયકવાડ દરમ્યાન અને બ્રિટીશ યુગમાં ફરીથી એકતા અને વિકાસ શરૂ થયો. ૧૮૬૪ માં કુળદેવી ઉમિયા માતાના નવા મંદિરને બાંધવામાં આવ્યુ. પછીથી તો કડવા પાટીદાર કોમમાં ઉત્તરોતર પ્રગતિ થતિ જ રહી, શિક્ષણનો પ્રચાર થતો ગયો અને સામાજિક, રાજકિય,ધાર્મિક તેમજ આર્થિક ક્ષેત્રે આગવૃં સ્થાન પ્રાત્પ કર્યુ. આજના યુગમાં કડવા પાટીદારો હવે ફકત ખેતી ઉંપર આધારિત ન રહેતા ધંધાના અનેક ક્ષેત્રમાં પ્રવેશેલાં છે. તેમના ઉપર સ્વભાવને લીધે ગૌરવવંતુ સ્થાન ભોગવે છે.
- See more at: http://gujaratpatelgroup.blogspot.in/p/about-patel.html#sthash.O1pR7F55.dpuf